છેતરપિંડી - વાર્તા
બે દિવસ પહેલા મારા મોબાઈલ માં એક નંબર પરથી ફોન આવ્યો કે " તમે એક્યુરેટ માંથી બોલો છો " મેં કીધું હા બોલો " તો સામેથી જવાબ મળ્યો કે "હું એલ એન્ડ ટી માંથી પંકજ સીંગ બોલું છું, અહીંયા મોટેરા સ્ટેડિયમ માં તમારી કંપની ની પ્રોડક્ટ લાગેલી છે તેવી પ્રોડક્ટ ની અમારે બીજી રિક્વારમેંટ છે , અને ખુબ મોટી અને અર્જન્ટ રિક્વારમેંટ છે " મેં કીધું ઠીક છે મારુ ઈમેલ એડ્રેસ તમને મોકલું છું તેના પર ઈમેલ કરો હું તમને સારા પ્રાઇસ મોકલી આપું છું. પછી ના તો એનો કોઈ મેલ આવ્યો કે ના તો કોઈ ફોન આવ્યો.
બીજા દિવસે મને ફરી યાદ આવ્યું તો મેં સામે થી પંકજ સીંગ ને કોલ કર્યો , તો તેમણે કહ્યું કે "મારુ લેપટોપ બંધ છે જેથી ઈમેલ નથી કરી શક્યો , અને તમે અમદાવાદ માં હોય તો અહીંયા એરપોર્ટ પર અમારું કામ ચાલે છે ત્યાં આવી જાઓ , આપણે ચર્ચા કરી લઈએ " મેં કીધું " ઠીક છે આવું લંચ પછી મળીયે .
ત્યારબાદ હજી હું જમવા બેઠો છું ત્યાં ફરી તેમનો ફોન આવ્યો અને કેહવા લાગ્યા કે તમારી એક પર્સનલ મદદ ની જરૂર છે , કે મારે એક ઓનલાઇન શોપિંગ માટે ચાર હજાર રૂપિયા ની જરૂર છે અને મારી પાસે રોકડા ચાર હજાર છે પણ મારે કાર્ડ થી પેમેન્ટ કરવાનું છે જેથી તમે મને ચાર હજાર બેંક માં ટ્રાન્સફર કરો અને હું તમને ચાર હજાર રોકડા આપી દઉં, મેં કીધું " સારું હું આવું છું ત્યાં મળી ને કરીયે.
મારી ઓફિસ થી એરપોર્ટ 15 મિનિટ જેટલું દૂર છે , એટલે હું જમીને ત્યાં જવા નીકળ્યો , હજી થોડે જ દૂર પહોંચ્યો હશે ને ફરી થી પંકજ સીંગ નો કોલ આવ્યો "કે મારે પેલું ઓનલાઇન ટ્રાન્સેકશન અર્જન્ટ છે તો તમે મને ચાર હજાર ટ્રાન્સફર કરી આપો પછી તમે અહીં આવો એટલે હું તમને રોકડા આપી દઈશ , મને થોડું અજુગતું લાગ્યું , મેં કીધું, હું રસ્તામાં છું ગાડી ચલાવું છું , આવી ને જ કરું છું, તેમણે કહ્યું ઠીક છે.
મેં એરપોર્ટ પહોંચી ને તેમને કોલ કર્યો, મેં કીધું" હું એરપોર્ટ પહોંચી ગયો છું , ક્યાં આવાનું છે ?" તેમણે કહ્યું " ટર્મિનલ -2 ના પાર્કિંગ માં આવી જાઓ , હું ત્યાં આવું છું " અને હું ટર્મિનલ -2 ના પાર્કિંગ માં પહોંચ્યો, મેં ફરીથી ફોન કર્યો પણ તેમણે ફોન કટ કર્યો , મેં થોડી થોડી વારે 4-5 વાર કોલ કર્યો પણ તેમણે ફોન કટ કર્યો , લગભગ હું 30-35 મિનિટ ત્યાં ઉભો રહ્યો પણ તેમનો કૉલબૅક પણ ના આવ્યો અને પછી તેમનો ફોન નેટવર્ક ની બહાર બતાવા લાગ્યો.
હું ત્યાંથી નીકળી ગયો ઓફિસે પરત આવવા અને રસ્તામાં વિચારતો હતો કે આખી વાત મારી પાસે થી ચાર હજાર નું ફ્રોડ કરવાનું હોય તેવું લાગ્યું, આજે બે દિવસ થઇ ગયા હજી તેમનો સામેથી કોઈ ફોન આવ્યો નથી તેથી મને ખાતરી થઇ કે એ ફ્રોડ જ હતું, હવે જે હોય તે આપણે તો છેતરાવાથી બચી ગયા.
આપણને પણ વિચારતા કરી દે આવા લોકો , કે આટલા ભણેલા ગણેલા લોકો પણ આવી શા માટે કરતા હશે.
તમે પણ ધ્યાન રાખજો આવો કોઈ કોલ આવે તો અને કોઈની વાત માં આવીને કે ધંધા ની લાલચ માં છેતરાતા નહિ.
વાર્તા પુરી.
સત્યઘટના...!!
પિનાંગ રાઠોડ