સદ્નીગુણ ની સાધના DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સદ્નીગુણ ની સાધના

સદગુણની સાધના

માનવીને જો રોટલી બનાવવી હોય તો પહેલા લોટ લઈને લોટને કેળવવો પડે તેમાં જરૂર મુજબ ના પાણી નો uઉપયોગ કરવો પડે અને પછી ભટ્ટી ને ગરમ કરે છે. તે મુજબ જ સદાચારી જીવન ગાળવાની ઈચ્છા ધરાવનાર માનવી તે માટે આવશ્યક સદગુણો પ્રાપ્ત કરવાની સાધનાનો અમુક ક્રમ ઠરાવીને તે મુજબ તેને અનુસરે છે. સદગુણોની પ્રાપ્તિમાં યોગ્ય ક્રમનું અનુસરણ, એ સદાચારી જીવન પ્રત્યેની પ્રગતિ માટેનું જરૂરી અજોડ અંગ છે.

સદાચારના સર્વ ઉપદેશમાં એક સીડી બતાવવામાં આવેલી હોય છે, અમે તેની ઉપર ચડવું હોય તો છેક નીચેના પગથીએથી જ તેની શરૂઆત કરવી આવશ્યક છે. કારણ પહેલા નીચેના પગથિયાં ચડ્યા વિના તે પછી ના પગથીયા પર પહોંચી શકશે નહીં. નાના સદગુણો એ મોટા ની પ્રાપ્તિ માટે આવશ્યક શરત છે.

આ આવશ્યક ક્રમનું ભાન લોકોના મનમાંથી ઘટતું ગયું છે, અમે તે એમ માને છે કે નાના નાના ગુણો કેળવ્યા વગર મોટા સદગુણો પ્રાપ્ત કરી શકાય. એટલું જ નહીં એમ પણ શક્ય છે કે મોટામાં મોટા સદગુણોની પ્રાપ્તિ માટે મોટામાં મોટા દુર્ગુણોની સાથોસાથ પણ આ શક્ય બની શકે છે.

પ્રાચીન કાળમાં સર્વ ધર્મોપ્રદેશકોએ સંયમ ને જીવનમાં પ્રથમ સદગુણ તરીકે ગણાવેલો હતો ; અને લોકો સમજતા કે સંયમની સાથે જે કોઈ પણ સદગુણની સાધના થઈ શકે. વળી એ પણ સમજાયેલું હતું કે જે માણસમાં સંયમ ન હોય, તેનાથી સદાચારી જીવન ગાળી શકાય નહીં.

આપણે અત્યાર ની કલ્પના પ્રમાણે જોવા જઈએ તો, પોતાને ગુલામ બનાવનાર અનાવશ્યક હાજતો ને તૃપ્ત કર્યા વિના જે માનવી રહીજ ન શકતો હોય તે પણ નીતિમય અને સદાચારી જીવન ગાળી શકવા માટે શક્તિમાન બને છે. આજે પ્રચલિત જીવન ધર્મ અનુસાર, માનવી પોતાની હાજતો વધારે જ રાખે તે વિકાસની, સુધારાની અને સંપૂર્ણતાની નિશાની ગણી શકાય.

સદગુણ નું સાચું સૌંદર્ય શામા રહેલું છે તેની ઝાંખી ઝાંખી જો કલ્પના પણ જેમની પાસે છે ટીવી વ્યક્તિઓ માટે મુશ્કેલી એ રહે કે, સંસારની સાચી સ્થિતિનો ચિતાર આપવો હોય તો, સમાજના ઉપલા વર્ગના પુરુષ કે સ્ત્રીને એના નીચેના વાતાવરણમાં વિચરતા- એટલે કે ભોગવિલાસમાં રચ્યાપચ્યા, શરીર શ્રમ ન કરનારા-આલેખવાં જોઈએ. સદાચારની દ્રષ્ટિએ એવું માણસ હીન ગણાય ; પણ એ પાત્રને એવું આલેખવું રહ્યું કે ગમે તે આકર્ષક ભાશે, એટલે તે વ્યક્તિઓ પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે. ખૂબીની વાત એ છે કે, વંઠેલ, વ્યભિચારી અને હત્યારા, કોઈ કામ કે ધ્યેય વગર આળસ માં વખત વેડફનાર વિદૂષકને આકર્ષક આલેખી બતાવવામાં ઝાઝી કળા કે મથામણની જરૂરત પડતી નથી.

ઘણીવાર માણસના મનમાં ઈચ્છા જાગે છે, અંતરમાં સંગ્રામ ચાલે છે, પરંતુ જે લોકો એવા મનોમંથનમાંથી અગાઉ પસાર થયેલા કે પરાજય પામેલા હોય, તે એના પર ચોમેરથી હુમલો કરે છે. તેઓ દરેક યુક્તિ પ્રયુક્તિ વડે તેના મનમાં એમ ઠસાવવા માગે છે કે સદાચારનો આધાર સંયમ કે ત્યાગ ઉપર જરાયે નથી; અને માણસ અતિ આહાર, શરીર શણગાર, આળસ તેમ જ વ્યભિચાર શુદ્ધ ની મોજ માણવાની સાથે સાથે સદાચારી પણ બની શકે છે.

મનમાં આ સંગ્રામનો અંત ઘણીવાર દુઃખદાયક આવે છે. કાં તો એ માણસ તેને નિર્બળતાથી વિવસ બની જઈ સમાજના પ્રચલિત મને તાબે થાય છે, અંતર આત્માના અવાજને દાબી દે છે, પોતાનું વર્તન એ વ્યાજબી ઠરાવવા બુદ્ધિને વક્ર બનાવી દે છે. અમે પોતાના મતને ખાતરી આપે છે કે ધર્મના આચારો વિશે શ્રદ્ધા રાખવાથી અથવા તો વિજ્ઞાન કે કલાની સેવા કરવાથી પોતે તરી જશે, અથવા તો તે મનોવ્યથાથી તરફડિયાં મારે છે. કષ્ટ-દુઃખ ભોગવે છે અને અંતે ગાંડો-પાગલ બની જાય કે આપઘાત કરે છે.

સદાચારી જીવન ગાળવું એનો અર્થ એ કે માણસ બીજા પાસેથી લે તેના કરતાં વધારે બીજાને આપવું . માનવી બીજા ને જેટલું વધુ આપે ને પોતાને માટે જેટલું ઓછું માગે, તે સૌથી વધારે સદાચારી, બીજાને જેટલું ઓછું આપે ને પોતાને માટે વધારે માગે, તેટલો તે વધુ દુરાચારી.

સદાચારની સાધનાનો આરંભ સંયમથી થવો જોઈએ. માણસને જો બીજા સદગુણ પ્રાપ્ત કરવા હોય, તો પહેલો ગુણ તેણે સંયમનો કરવો જરૂરી બને છે.
DIPAK CHITNIS(dchitnis3@gmail.com)