Room Number 104 - 15 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

Room Number 104 - 15

Part 15

મારું મન આ કામ માટે મંજૂરી આપતું જ ન હતું સાહેબ એટલે જ એ દિવસે મેં નિલેશને ચોખ્ખી ના પાડી ને ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે દિવસે રાતેજ મારી પત્નીએ મારી પાસે કારની ડિમાન્ડ કરતાં ખૂબ મોટો ઝગડો કર્યો. અને મને ધમકી આપતા કહું કે જો આ વખતે આપણા લગ્નની વર્ષગાંઠ પર તમે મને કાર ગીફ્ટમા ના આપી તો હું મારા દીકરાને લઈ ને પિયર જતી રહીશ. ક્યાંથી લાવું સાહેબ એના માટે કાર! આ મોંઘવારીમા ઘર માંડ ચાલતું હતું. ઉપરથી મારા માં બાપુજી ની બીમારીનો ખર્ચ કેમ બધું ભેગું કરતો હતો એ મારું મન જાણતું હતું. એની ઘણી ફરમાઈશ તો મે ઉધારી લઈને પૂરી કરી હતી એ ઉધારી પણ હું ચૂકવી નહોતો શકતો તો પછી ક્યાંથી લાવું હું એના માટે કાર? એ દિવસે રાતે ઝગડો થયા પછી હું ઘરે થી નીકળીને એક બિયરબારમાં પહોંચી ગયો. ત્યાં ફરી મને નિલેશ મળ્યો. હું બિયરબારમાં ક્યારેક જ જતો પણ નિલેશને ત્યાં રોજ ની બેઠક હતી. નિલેશને જોતા તેને કહેલી વાત યાદ આવી ગઈ હું વિચારવા લાગ્યો કે જો સાચે આ કામમાં અઢળક પૈસા મળી શકતા હોય તો મારું જીવન સુધરી જશે. લેણદારોના પૈસા પણ ચૂકવાઈ જશે અને કાર માટે પૈસા પણ ભેગા થઈ જશે. મન સતત ના પાડી રહ્યું હતું પણ હાલતે મને મજબૂર કરી દિધો હતો. મજબૂરી માણસ પાસે ગમે તેવું કામ કરવાની તાકાત રાખે છે સાહેબ. એટલે જ હું નિલેશ પાસે ગયો.

નિલેશને મળતા જ મે કહ્યું કે હું કામ કરવા માટે તૈયાર છું બોલ મારે શું કામ કરવું પડશે?

નિલેશ :- અરે વાહ! એ હુઈ ના મર્દો વાલી બાત. મને ખબર જ હતી કે તું હા પાડીશ જ આ કામ માટે અને તારે કરવાનું શું છે આ કામ માં ફક્ત રાસલીલા જ તો ભજવાની છે. તે સારું કર્યું આ કામ કરવાની હા પાડી દીધી. કારણ કે આ કામમાં તને ખૂબ જ પૈસા તો મળશે જ સાથે નવી નવી છોકરીઓનો સહવાસ માણવા પણ મળશે. અને તારી આ કામમાં કાબેલિયત પણ કામમાં આવશે. ચલ આ ખુશીમાં આજે હું તને બિયર પિવડાવું છું.( નીલેશે ખુશ થતા પ્રવિણને કહ્યું.)

પ્રવીણ :- સાચું કહું તો નિલેશ મન તો ના કહે છે આ કામ માટે પરંતુ મારે અત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત છે માટે જ તને આ કામ કરવા માટે હા પાડી છે. હવે તું મને સમજાવ આ માટે મારે કરવાનું શું છે?

નિલેશ :- અરે તારે તો ફક્ત રાસલીલા જ કરવાની છે એના જ તો પૈસા છે મારા વાલા. જો હું તને સમજાવું. તારા ડાંસ ક્લાસમાં તો ઘણી છોકરીઓ આવે જ છે એમાંથી જે જરૂરતમંદ હોય એવી છોકરી ને ફસાવવાની છે. પેહલા એને થોડો ટાઈમ આપવાનો એની પાછળ ખર્ચો કરવાનો. તું ચિંતા નહિ કર એ બધો ખર્ચો હું પૂરો પાડીશ. પછી એની સાથે સબંધ ગાઢ થઈ જાય પછી અંતરંગ સબંધ બાંધવાનો એ બાંધતા પહેલા તેનો વીડિયો બનાવવાનો રહેશે. એ વીડિયો મને મળી જાય એટલે તારું કામ પૂર્ણ. તને આ કામના અડધા પૈસા પહેલા મળી જશે અને બાકીના અડધા પૈસા કામ પૂર્ણ થઈ જાય પછી.

પ્રવીણ:- શું વિડિયો બનવાનો રહશે પણ કેવી રીતે ?

નિલેશ :- એ કામ તું મારા ઉપર છોડી દે. જ્યારે પણ તું એ છોકરી ને મળી સંબંધ બનાવે ત્યારે મને કહજે હું ત્યાં પહેલેથી જ કેમેરા ફીટ કરી દઈશ. બસ પછી તારું કામ પૂરું પછી આગળ હું સંભાળી લઇશ.

સાહેબ મારું કામ તો ખાલી છોકરીઓ ને રૂમ માં લઇ જવાનું હતું બાકી બધું નિલેશ સંભાળતો. પછી તો મે એ કામ શરૂ કરી દીધું. મેં તો ત્યારે એ વિચાર પણ નહોતો કર્યો કે એ લોકો એ વીડિયો નો ઉપયોગ શેમાં કરશે. મને તો બસ મારા પૈસાથી મતલબ હતો. થોડા સમયમાં જ મે ૬ છોકરીઓ સાથે સહવાસ માણતા ના વીડિયો નિલેશને આપ્યા. અને તેની સાથે છોકરીઓની પૂરી જાણકારી પણ આપવાની રહેતી. જેમાંથી મને ઘણા પૈસા મળ્યા હતા. હું ડાંસ ક્લાસમાં ૧ વર્ષ કામ કરીને કમાતો એટલા પૈસા મને ફક્ત ૨ મહિનામાં મળી ગયા. પછી હું આ કામને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યો. પણ અચાનક એક દિવસ એક છોકરી જેનો મે પ્રથમ વીડિયો બનાવ્યો હતો એ મને મળવા આવી પહોંચી. એ મારી પાસે આવી ને રડવા લાગી અને કહ્યું કે તે મારી સાથે દગો કર્યો છે તે મારો ફાયદો ઉપાડી મારું જીવન બરબાદ કરી નાખ્યું. તારા એક વીડિયો ના કારણે મારું જીવન વેશ્યાથી પણ બદતર થઈ ગયું છે. એ લોકો મને આ વીડિયો બતાવી અને બ્લેકમેઇલ કરે છે. જો હું એમના તાબે ના થાવ તો એ આ વીડિયો મારા પરિવારજનો ને મોકલી આપવાની ધમકી આપે છે. હવે હું ક્યાયની નથી રહી પ્રવીણ! એ લોકો રોજ મને અલગ અલગ વ્યક્તિઓ સાથે સબંધ બાંધવા કહે છે. હવે હું શું કરું મને સમજાવ.

સાહેબ ત્યારે એ છોકરીએ કહેલ વાતોની મારા પર કોઈ અસર ના થઈ મે એને હડધૂત કરીને મોકલી દીધી. ત્યારે મને પૈસા કમાવવાનો એટલો નશો ચડ્યો હતો કે મને એના આંસુ પણ નહોતા દેખાણા. ધીરે ધીરે હું મારા કામમાં આગળ વધતો હતો. એમાં એક લગ્ન પ્રસંગે રોશનીનો સંપર્ક થયો. રોશની બધી છોકરીઓ કરતા અલગ હતી. એને મને ખરા દિલથી પ્રેમ કર્યો હતો. ધીરે ધીરે અમે બંને મળતા થયા. એમાં એક વાર નિલેશ અમને બંને ને જોઈ ગયો. એણે મને ફોન કરીને કહ્યું કે જો આ છોકરી સાથેનો વિડિયો બનાવીને મોકલીશ તો તને ડબલ પૈસા મળશે. પરંતુ રોશની સાથે મારા સંબંધ ખૂબ જ ગાઢ થઈ ગયા હતા. હું પણ એના પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયો હતો. મે નિલેશને ચોખ્ખી ના પાડી દીધી કે હું તને રોશની નો ફાયદો નહિ ઉઠાવવા દઉં. હું રોશનીને પ્રેમ કરું છું તે ફક્ત મારી જ છે. ત્યારે જ નીલેશે મારા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે" જો પ્રવીણ તને મે પહેલા જ કીધું હતું કે આપણા કામનો એક નિયમ છે કે આપણા કામમાં લાગણીશીલ નહિ થવાનું તું આ છોકરીને ભૂલી જા અને ચૂપ ચાપ તને જે કામ સોંપવામાં આવ્યું છે તે કર.

પ્રવીણ:- જો નિલેશ, તું રોશનીને આમાં વચ્ચે નહિ લાવ નહિ તો સારું નહિ થાય. એમ પણ હવે હું આ કામ છોડી રહ્યો છું. માફ કર મને.

નિલેશ એ તરત મને ધમકાવતા કહું કે એ તો શક્ય જ નથી પ્રવીણ હવે તું આ કામ છોડી જ નહીં શકે. આ કામમાં ખાલી એન્ટ્રી છે exit નથી. નહિ તો એનો અંજામ સારો નહિ આવે એટલું યાદ રાખજે.

અભયસિંહ:- અચ્છા તો એટલે એમાં રોશનીનો એક પણ અશ્લીલ વિડીયો નહતો તારી પાસે.

પ્રવીણ:- હા સાહેબ રોશનીને પહેલીવાર જોતા જ મારા મનમાં એક અલગ જ તરંગો ઉત્પન્ન થાય હતા. હું આ કામ ફક્ત પૈસા માટે કરી રહ્યો હતો. હા આ કામ માટે ક્યારેક મારું મન મને ધિક્કરતું હતું પણ જીવન જીવવા માટે જરૂરી હતું. રોશનીને મળ્યા પછી મારું જીવન પરિવર્તન થઈ ગયું હતું. જે અપેક્ષા હું મારી પત્ની પર રાખતો એ બધું જ મને રોશની થી મળી રહેતું. એને મળીને મારી આત્મને પરમ સુખ નો અહેસાસ થતો. રોશની સાથે ના સંબંધે મને એક નવું જીવન બક્ષ્યું હતું. મે રોશનીની સામે મારા જીવનનું આ સત્ય સ્વીકારી લીધું હતું. અને તેણે પણ મને માફ કરીને એની સાથે એક નવું જ જીવન જીવવા માટે પ્રેરિત કર્યો હતો. મે રોશની ને પ્રોમિસ આપ્યું હતું કે હું આ કામ છોડી દઈશ. પરંતુ ભગવાને મને માફ નોહતો કર્યો એટલે એમણે મારી રોશની ને મારાથી અલગ કરી દીધી. મારા પાપની સજા રોશનીને મળી( એમ કહેતા જ પ્રવીણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો)
અભયસિંહ:- તું શું સમજે છે પ્રવીણ કે તારા પાપની સજા રોશનીને મળી એમ! ના રોશની તો મુક્ત થઈ ગઈ. અને તને તારા પાપોની સજા ભોગવવા માટે અહીંયા એકલો મૂકી ને ચાલી ગઈ. દરેક મનુષ્યે પોતાના પાપોની સજા ભોગવી જ પડે છે. આ જ કર્મનો સિદ્ધાંત છે.

એટલામાં જ અભયસિંહ ના ફોનની રીંગ વાગે છે અભયસિંહ ફોનના સ્ક્રીન પર જોવે છે તો સંધ્યાનો કોલ હોય છે અભયસિંહ તરત જ ફોન ઉપાડતા કહે છે કે હા સંધ્યા બોલ શું ખબર છે કવિતાના?..

ક્રમશ.....