CHILD UPBRINGING HIS HOME books and stories free download online pdf in Gujarati

બાળકનું ઘડતર અને તેનું ઘર

બાળકનું ઘડતર અને તેનું ઘર

DIPAKCHITNIS(dchitnis3@gmail.com

બાળકોનો જન્મ થાય તે અગાઉ પૂરા નવ માસ સુધી બાળકને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ શિક્ષણ આપવાનું કાર્ય ચાલતું જ હોય છે. આનું એક મોટુ ઉદાહરણ તરીકે જોવામાં આવે તો અભિમન્યુને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ રહ્યા રહ્યા કોઠા વિદ્યાનું જ્ઞાન આપવામાં આવેલ હતું આ કવિ કલ્પના ન હતી, પરંતુ મનોવિજ્ઞાનનું એક સનાતન સત્ય હતું. જેને આજના શિક્ષણશાસ્ત્રીઓએ સિદ્ધ કરેલ છે. બાળકનો જન્મ થાય ત્યારબાદ તેના ઘડતરમાં પાંચ વર્ષ સુધી માતા-પિતાનો મહત્વનો ફાળો છે. ત્યારબાદ બાળક શાળામાં જતો થાય તે પહેલા એની સમજ અને એના જ્ઞાનનો પાયો સુંદર રીતે નંખાઈ ગયો હોય છે. આથી ઘરની એટલે કે બાળકના માતા-પિતા, બાળકના દાદા-દાદી, બાળકના નાના-નાની, બાળકના મોટા ભાઈ-બહેન આ તમામ ની જવાબદારી અને ફરજ બાળકનો સ્વાભાવિક વિકાસ થઈ શકે તે પ્રકારનું વાતાવરણ સર્જવાનું છે.

બાળક પોતાની આસપાસના વાતાવરણમાંથી પોતાના વિકાસ માટે ના સાધનો મેળવતું હોય છે. મનુષ્યને મળેલી એક મહાન ભેટ તે વાચા છે, અને આ વાચા દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્તિ આપવાની એની શક્તિ. ભાષા દ્વારા સર્જાતી આ આ ક્રિયામાં ઘરમાં વપરાતી ભાષાનો ઘણો મોટો ફાળો હોય છે. આથી ઘરમાં થતી વાતચીત અને અન્ય વાણી-વ્યવહાર બાળકોના ભાષાજ્ઞાનના પાયારૂપ બને છે.

ઘરમાં થતી વાતચીત અને તેમાં વપરાતી ભાષાની જેમ બાળક પર અસર થાય છે તેમ કુટુંબમાં એકબીજા સાથેના વ્યવહારની, અડોશ-પડોશ સાથેના વ્યવહારની અને માનવ સંબંધોમાં થતાં વિવિધ આદાન-પ્રદાનોની બાળકના મન ઉપર સતત અસર થતી રહે છે અને એનાથી એનું રુચિતંત્ર અને વર્તન ઘડાય છે.

મોટી વ્યક્તિઓ દ્વારા નાની વ્યક્તિઓ પાસેથી પોતાને મન ફાવે ત્યારે કામ કરાવવાનો પોતાનો અબાધિત અધિકાર લેખે છે. આની બાળક ઉપર કેવી અસર થતી હોય છે એ અંગેનું સાવ સીધી ભાષામાં સમજી શકાય એવો કિસ્સો છે : “ એક મિત્ર ની સાત આઠ વર્ષની દીકરી એક ચિત્ર દોરવામાં મગ્ન હતી. બે મિત્ર અને હું વાતો કરતા બેઠા હતા. તેના પિતાએ એને કહ્યું. “માયા, જાતો પાણી લઈ આવ !” તેણે જવાબ આપ્યો: “ પપ્પા ! મારુ ચિત્ર અધૂરું છે. તમે જઈ આવો ને !” બાળક પાસેથી કામ જરૂર લેવું જોઈએ, પરંતુ એને પોતાને પોતાના રસના આગવા ક્ષેત્રો પણ હોય છે અને તે માટે તેનો ઉમંગ- ઉત્સાહ કંઈક અલગ જ હોય છે, આપણે તેને તે સમયને ભૂલી જઈને ઠીક લાગે ત્યારે આપણી મરજી મુજબ કામ ચીંધીએ, તે પણ એક પ્રકારે બાળકના વિકાસમાં ચોક્કસ પણે અવરોધરૂપ બને છે તેમાં મીનમેખ નથી.

બાળકની વાત સાંભળવી અને બાળકને વાત કહેવી પણ ગમતી હોય છે. જગતનું બાળસાહિત્ય આ દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. બાળકની કક્ષાને અનુરૂપ ગૌરવમાં નાનકડું બાળ પુસ્તકાલય જો વસાવી શકાય તો આવું પુસ્તકાલય અનેક રીતે બાળકના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે. એ સાથે બાળકને તેના કુટુંબની વ્યક્તિમાંથી રોજ કોઈને કોઈ વ્યક્તિના સહાયથી એકાદો નાનકડી વાત જેમાં બાળકોની કલ્પના, બાળકોની ઉર્મિઓ અને જીવન દ્રષ્ટિ ને ઘણી મોટી પ્રેરણા પ્રાપ્ત થઈ શકે. ‘ રામાયણ’ અને ‘મહાભારત’ ની કથાઓ તો બાળકોને માની ગળથૂથીમાંથી ચોક્કસપણે મળતી થવી જોઈએ.

આમ, ઘરમાં શાળા કરતાં વધુ સમૃદ્ધ એવી કેટલી બધી શિક્ષણની સામગ્રી અને સુવિધાઓ રહેલી છે. એનો ચાલ આપણને થોડા ઘણા અછડતા નિર્દેશોથી પણ આવી શકશે.

બાળકને નિર્ભયતા પણ શીખવવાની એટલી જ જરૂર છે. આજની પરિસ્થિતિમાં માતા-પિતા બાળકને માલ મારી ને જાણ બેસાડવા પ્રયત્નો કરતા હોય છે. જેનું પરિણામ એ આવે છે કે બાળકો દડકો બને છે, અને તેનો વિકાસ થવામાં મહદઅંશે તકલીફ ઊભી થતી હોય છે. જો બાળક નિશાળે ન જતો હોય બે-ત્રણ વખત સમજાવ્યા છતાં ન માને તે સંજોગોમાં જો તેને મારવામાં આવે તું ડરતો ડરતો શાળામાં જશે પરંતુ તે નિયમિતતા શીખ્યો, પરંતુ તેની નિર્ભયતા ખોઈ ચૂક્યો હોય છે. આનું પરિણામ એ આવ્યું કી એક રૂપિયો મેળવો અને તેના બદલામાં સો રૂપિયા ખોયા !

હજારો માતા-પિતા બાળકને માર મારીને ડરપોક બનાવે છે. પછી જુલમી લોકો બાળક ના દર્દો પણ આનો લાભ ઉઠાવે છે. કામ જુલમી લોકોના રાજ્ય ચાલે છે તેની બધી જવાબદારી બાળકોને મારનારા મા-બાપોની છે.

આશ્ચર્યની વાત તો એ છે કે માથામાં આટલી બધી શ્રદ્ધા રાખનારા, માં જે કહે તેને માની લેનારા - માં ચાંદો કહેતો ચાંદો અમે સૂરજ કહે તો સુરજ- એવા બાળકોને maruti કરવાનો વારો આવ્યો ! આનો અર્થ એ પણ ગણાય કે બાળકના વિકાસમાં માતા-પિતા આ રીતે અવરોધરૂપ બન્યા તેમ કહેવામાં આવે તો તે અજુગતું નથી.

બાળકને તેની નાની ઉંમરમાં જ નિર્ભયતાના પાઠ ભણાવવા એ પહેલી જવાબદારી તેને જન્મ આપનાર તેના માતા-પિતાની છે તેમાં કોઈપણ મીનમેખ નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED