જજ્બાત નો જુગાર - 10 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 10

પરંતુ હજુ કલ્પના નું મન ભારે ને ખૂબ જ ઉદાસ હતું.
મમતાબેન નું ઘરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. પ્રકાશભાઈ નાં ચારેય સંતાનો એ મમતાબેન નાં શરણસ્પર્શ કરી ખૂબ જ માન આપી આવકાર્યા..
મમતાબેન પણ આ ઘર પોતાના નું જ હોય એમ સમજી દુધમાં સાકરની જેમ ભળી ગયા...
પરંતુ સાથે આવેલ મમતાબેન ની દિકરી સ્વરા માત્ર પાંચ વર્ષ ની પ્રકાશભાઈ ને પપ્પા ન કહેતી હોવાથી ઘરમાં ક્યારેક અશાંતિ પ્રસરાવતી...
સ્વરા આવું વર્તન કરે એ તો સ્વાભાવિક છે, જેમને ખબર જ નથી કે પપ્પા શું કહેવાય કોને કહેવાય એક બાળકને કઈ રીતે ખબર હોય જે માત્ર ને માત્ર છ માસ ની હતી ત્યારે જ પોતાના પિતાનો પડછાયો ગુમાવ્યો હોય. લાડકોડથી ફક્ત એકલાં હાથે ઉછરેલી સ્વરા ને શું ખબર હોય કે પપ્પા, પપ્પા ની લાગણી, હુંફ શું હોય...? સ્વરા એક જ હાથ માં ઉછરેલી હોવાથી ખૂબ જ જીદ્દી અને હાજરજવાબી....
કલ્પનાએ બધા ની સામે તો માની લીધું હતું પણ અંતરના એક ખૂણે હજું કંઈક ખૂંચતું હતું. તે મમતાબેન ને માઁ તરીકે સ્વીકારી જ નથી શકી. તેનો અંતરાત્મા ઘણી વખત પોકારી ઉઠે છે. મનોવ્યથા કંયા જઈ ને ઠાલવે. કંઈ કેટલો ભાર લાગી રહ્યો હોય એવું સતત હ્રદય દ્રવી ઉઠતુ.
જે કલ્પના ને ગઈ કાલ સુધી લાગણી શબ્દ નો અર્થ નહોતી ખબર એ કલ્પના આજે બધાં નાં મનની મનોવ્યથા સમજી વિચારી શકતી થઈ ગઈ છે. દુઃખ તો દુર દુર સુધી શું કહેવાય તેનાથી અજાણ આજે બધા નાં દુઃખને મહેસુસ કરતી થઈ ગઈ છે. હરહંમેશ બીન્દાસ રહેનાર આજે મુશ્કેલ હાલત નો સામનો કેમ કરવો એ શીખી ગઈ છે.
કલ્પના નો મોટો ભાઈ તો કામમાં વ્યસ્ત રહેતો. પરંતુ નાનો ભાઈ કલ્પેશ માઁના પ્રેમ થી વંચિત ખૂબ ઉદાસ રહેતો. જો કે કોઈ ની સામે તે ક્યારેય તેમણે તે વ્યક્ત નથી કર્યું. પણ એની આંખો ઘણી વખત બધું કહી જતી .
આરતી અને કલ્પના બંને ધોરણ એક થી દસ સાથે જ ભણેલા તો બંને વચ્ચે મિત્રતા નો ભાવ વધારે ક્યારેય ભૂલથી પણ બંને વચ્ચે ઝગડો નથી થયો. એટલી હળીમળીને રહે કે એકબીજા ના મનની વાત પણ કહ્યા વગર સમજી જાય.કલ્પના આરતી વગર એક મિનિટ પણ દૂર ન થાય. કલ્પના પોતાના મનની દરેક વાત આરતી કહેતી, પણ ખબર નય રેખાબેન નાં ગયા પછી કલબલ કરતી કલ્પના ચુપચાપ રહેવા લાગી. શું કરવું શું ન કરવું કંઈ જ સમજાતું નહોતું. હવે તો પરીની પાંખો સાચે જ કપાઈ હોય એવું લાગતું. જેણે સપનાઓના મહેલ ચણી રાખ્યાતા તેની ઈંટો ભસ્મીભૂત થઈ ગઈ. જે હરવાફરવા માં મશગુલ રહેતી તે ઘરકામમાં વ્યસ્ત દેખાઈ ખાણીપીણીની શોખીન આજ ઉપવાસ પર ઉતરી હોય ગૂમછૂમ કલ્પના કલ્પના માં જ ખોવાયેલી....
આ સમયે કલ્પના ની જેમ કલ્પેશ ને પણ એક સહારા ની ખૂબ જરૂર હતી એનો બધો જ ખ્યાલ હવે કલ્પના રાખતી. ખાવા પીવા, કપડાં, સ્કૂલ, હોમવર્ક, ટ્યુશન બ્રેકફાસ્ટ થી લઈને લંચ સુધી નું બધું જ....
કલ્પના ને રેખાબેન સતત ને સતત યાદ આવી જતા. મમતાબેન કંઈ પણ કરતા હોય બસ કલ્પના તેની સરખામણી રેખાબેન સાથે કરવા માંડે. દરેક વાત માં કમ્પેરીઝન કરે. કલ્પના ને કોણ સમજાવે કે માણસનાં હાથ ની આંગળીઓ સરખી નથી હોતી. રેખાબેન, રેખાબેન હતાં ને મમતાબેન, મમતાબેન છે. મમતાબેન માં રેખાબેન શોધી તો દુઃખી જ થઈશ. જેવાં છે તેવા એક્સેપ્ટ કરવા જ પડશે. કોઈ વ્યક્તિ નાં કારણે કોઈ વ્યક્તિ નું વ્યક્તિત્વ તો નથી બદલી શકાતું.
અચાનક જ કલ્પના નાં હાથ માંથી વ્યવહાર મમતાબેન ને સોંપાય ગયો જેની જાણ પણ ન થઈ પરંતુ કલ્પના ના મન પર બહુ ભારે અસર થઈ હતી. જો કે પ્રકાશભાઈ તેની જગ્યાએ બરાબર હતા કે મમતાબેન ને જ વ્યવહાર આપવો જોઈએ. પરંતુ કલ્પના હજુ કહેવાય તો બાળક બુદ્ધિ જ ને આ વાત તેના માટે સહેલાઈથી સમજવી અઘરી હતી...
બીજી તરફ મમતાબેન ની બીજી દિકરી અપેક્ષા ને ભરણપોષણની રકમ મોકલવા ની વાત, પ્રકાશભાઈ ને જસમતભાઈ કરી રહ્યા હતા આ વખતે પણ કલ્પના રૂમની બહાર જ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ.
પહેલા મમતાબેન નાં નામે પ્રોપર્ટી, પછી ભરણપોષણની રકમ, સ્વરા નું વલણ, બધું કલ્પના ની સમજ ની બહાર ની વાત હતી હજુ તો માત્ર ત્રણ મહિના જ થયા છે, લગ્ન ને ત્યાં તો ભરણપોષણની રકમ છ થી સાત મી વખત લેવા આવ્યા હશે જસમતભાઈ.
કલ્પના એ થોડો વિચાર કર્યો ને તરત જ ફોન ઘુમાવ્યો. આ બધું શું ચાલી રહ્યું છે....? તમે મને સમજાયું કે આમ કર મેં એમ કર્યું તમે કહ્યું તું હવે વચ્ચે ન બોલતી હું એક શબ્દ ન બોલી તમે કહ્યું સમય પર છોડી દે મેં સમય સાથે ચાલીને તાલ થી તાલ મેળવવા બધા જ પ્રયત્નો કર્યા......એકી શ્વાસે બોલી ગઈ કલ્પના....

પરંતુ ભગવાન તો ક્યાંય દોષી બનતા જ નથી. સમય બહુ બળવાન હોય છે.

જેમ ફૂલ ફરી ખીલતું નથી તેમ જન્મ પણ ફરી નથી મળતો ને તેમ મળે તો છે હજારો લોકો પણ હજારો ભૂલને માફ કરનારી માઁ બીજી વાર નથી મળતી

કલ્પના એ કોને ફોન કરી ધમકાવ્યા...?
શું કલ્પના ભરણપોષણની રકમ આપવામાં સહમત થશે

જાણવા માટે વાંચતા રહો ને ખુશ રહો

🙏🙏
સતત ને સતત
આપના ખૂબ સારા પ્રતિભાવ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

સત્ સત્ વંદન મિત્રો


ક્રમશ.......