જજ્બાત નો જુગાર - 11 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 11

કલ્પના એ ધારદાર તલવાર જેવા શબ્દો કહ્યા છતાં પ્રવિણભાઈ એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ બધું સાંભળ્યું કારણકે તે જાણતા હતા કે કલ્પના નાદાની માં આ બધું બોલી રહી છે. આવાં સમયે સંયમ રાખવો બહુ અઘરું હોય છે છતાં પ્રવિણભાઈ સંયમ રાખી સમયને સાચવી લેતાં. આવું બધાં લોકો નથી કરી શકતા.
પ્રકાશભાઈએ કલ્પનાને બૂમ પાડીને બોલાવીને પાણી લાવવા કહ્યું. કલ્પના ટ્રેમા પાણી લાવી. સામે બીજા મહેમાન આવ્યા. કલ્પના ફરી ટ્રેમા પાણી લાવી. થોડીવાર ઉભી રહી, આવેલા મહેમાન કલ્પનાનાં મોટા ભાઈ કેયુરનાં લગ્ન માટે છોકરીની વાત કરવા આવ્યા હતા. વાત સાંભળવા કલ્પના ત્યાં ને ત્યાં ઉભી રહી ગઈ. પ્રકાશભાઈએ કલ્પનાને ચા પાણીની વ્યવસ્થા કરવા કહ્યું. કલ્પના ખુશ ખુશ થઈ ગઈ. કેટલાં દિવસો પછી કલ્પનાના ચહેરા પર આવી ખુશી દેખાઈ. આજે ઘણા દિવસો બાદ કલ્પના કંઈક અલગ મહેસુસ કરતી હોય એવું લાગતું હતું.
કલ્પના અપેક્ષાનાં ભરણપોષણની વાત તો સાવ ઓગળી ગઈ. કેયુરનાં લગ્નની વાતથી જાણે ઉષ્મા ભરી ગઈ. એટલાં માં પ્રવિણભાઈ પણ આવી ગયા એ પણ વાતને વિસ્મર્સણી ગયા. ચા નાસ્તાની વ્યવસ્થા કરી કલ્પના અંદર રૂમમાં પ્રવેશતાં અટકી ગઈ. તેના કાને રડવાનો અવાજ અથડાયો, તે મમતાબેન નાં રડવાનો અવાજ હતો. મનમાં વિચાર આવ્યો પૂછું શું થયું હશે, પણ તુરંત જ વિચાર ખંખેરી નાખ્યો. કલ્પનાને મમતાબેન પ્રત્યે અણગમો હોય એવું વર્તન કરતી. તે સીધી એમની રૂમમાં જઈ આરતીને વાત કરી કે બહાર મહેમાન આવ્યા છે, જે કેયુરભાઈનાં લગ્ન માટે છોકરીનું માગું લઈને આવ્યા છે. આરતી બહુ ઉત્સાહ ન બતાવ્યો, કારણે કે આરતીને ખબર હતી કે જો મોટા ભાઈના લગ્ન થશે તો સાથે સાથે મારાં લગ્ન માટે પણ દબાણ કરશે આરતી હજુ લગ્ન માટે તૈયાર ન હતી. કલ્પનાનું મન ભાંગી ગયું. પછી વિચાર આવ્યો કે મમતાબેન કેમ રડતાં હશે. શું તેમને અપેક્ષાની યાદ આવતી હશે, કે સ્વરા પપ્પાને પપ્પા સંબોધતી નથી એટલે. પણ સાવ બુધ્ધુ છું ફક્ત મારો જ વિચાર કરું છું. મારું તો આખું કુટુંબ મારી સાથે છે ને અપેક્ષાને પપ્પા પણ નથી ને મમ્મી અહિયાં શું હું અને મારું ફેમિલી અપેક્ષા સાથે અન્યાય કરી રહીયે છીએ....?
જો હું મારા મમ્મી વગર આટલું એકલું ફીલ કરું છું તો અપેક્ષાની હાલત તો મારા કરતાં વધારે દયાજનક સ્થિતિમાં હોય. અપેક્ષા કોના સહારે રહેતી હશે, સારી નરસી વાતો કોને કહેતી હશે, બિમાર પડે તો કોણ ધ્યાન રાખતું હશે, ભૂખ લાગે તો કોને કહેતી હશે, કોણ પ્રેમથી તાણ કરી પરાણે પીરસ્તુ હશે, કોણ પ્રેમથી કોળિયો ખવડાવી માથે હાથ ફેરવીને પૂછતું હશે કે તું ઠીક તો છે ને, કોણ ઠંડીમાં ગોદડું ઓઢાડી માથે હાથ ફેરવીને વ્હાલ કરતું હશે, કોણ સવારની ઠંડીમાં ગરમાગરમ પાણી ડોલમાં રેડી આપતું હશે, કંઈક નવી વસ્તુ લેવાની ઈચ્છા થાય તો કોને કહેતી હશે...? કલ્પનાના મનમાં આવાં અવનવા વિચારો ઉદભવતા લાગ્યાં. તેને મનોમન મમતાબેનને પૂછવાની ઇચ્છા થઇ આવી.
કલ્પનાની હિંમત જ ના થઈ કે મમતાબેનના રૂમ સુધી જાય, ખબર નય કેમ પણ કલ્પના ક્યારેય પોતાના મનની વાત કોઈને કહી જ ન શકી પણ હજુ. એ માઁ નો ખાલી ખૂણો અકબંધ જ હતો કલ્પના માટે
પ્રકાશભાઈએ ઘરનો વ્યવહાર તો મમતાબેનને આપી જ દીધો હતો તો પ્રકાશભાઈએ કલ્પનાને બોલાવી. તારે આગળ ભણવું તું ને તો શું વિચાર કર્યો...? કલ્પનાએ થોડીવાર વિચાર કરીને નિર્ણય પ્રકાશભાઈને જણાવ્યું કે હાં મારે આગળ કોમ્પ્યુટર ભણવાનો વિચાર છે. પ્રકાશભાઈએ કહ્યું તો કાલથી જ જવું જોઈએ, કલ્પના પણ ખૂબ ખુશ હતી પ્રકાશભાઈનાં આ નિર્ણય થી. કલ્પેશ પણ તારી સાથે આવશે કોમ્પ્યુટર ક્લાસમાં પ્રકાશભાઈએ કહ્યું. કલ્પના કોમ્પ્યુટર ક્લાસમાં જવા ખૂબ જ ઉત્સુક હતી, કેમકે તેણે ક્યારેય કોમ્પ્યુટર જોયું જ નથી. એમનાં મનમાં અવનવા વિચારો ઘુમવા લાગ્યા કેવું હશે કોમ્પ્યુટર તેનાં ઉપયોગો, કઈ રીતે ચાલતું હશે વગેરે
એટલાં માં કેયુર આવ્યો, વાન લઈને, કેયુરે બૂમ પાડી કલ્પનાને કહ્યું બેના સામાન ઉતરાવવા મદદ કર તો... કેયુર પહેલા દાદા-દાદી જોડે ગામ રહેતો હોવાથી પ્રકાશભાઈથી ખૂબ જ ડરતો એમને કંઈ પણ કામ હોય કે કોઇ વાત કરવી હોય તો એમની મમ્મીને જ કહે પરંતુ હવે તો....
કલ્પના વિચાર માં પડી, અત્યારે કોણ આવ્યું હશે. શું અપેક્ષાને .... વિચાર ખંખેરી આગળ વધી.. ફરીથી વિચારે ચડી શું મમતાબેન એટલે રડતાં હશે કે અપેક્ષા ની યાદ આવી હશે ને પપ્પાના કહેવાથી એમને ભાઈ લેવા ગયો હશે.ભાઈ કોને લઈ આવ્યો હશે. હજુ આ સ્વરા પપ્પાને પપ્પા નથી કહેતી, શું અપેક્ષા કહેશે? શું તેનાં આવવાથી બધુ બરાબર થઈ જશે? શું આ જીવન ક્યારેય કોઈ વ્યક્તિથી પૂર્ણ કે અધુરું થાય છે? જીવનમાં આપડી ઈચ્છાઓ આકાંક્ષાઓનો અંત હોય છે? શું કોઈનું જીવન પરિપૂર્ણ હોય છે? શું જીવનમાં કોઈ લગામ હોય છે? જેને ખેંચીને આપડી મહત્વકાંક્ષાને અટકાવી શકાય છે? મહત્વકાંક્ષાથી જીવન શક્ય છે. જન્મથી તે મૃત્યુ સુધી દરેક મનુષ્ય ફક્ત એક આશ માટે જ જીવતો રહે છે બાકી તો દરરોજ મનુષ્ય થોડું થોડું જીવીને થોડું થોડું મરતો હોય છે.
ક્રમશ.......


શું કેયુર પપ્પાના કહેવાથી અપેક્ષાને લઈ આવ્યો હશે....


જાણવા માટે વાંચતા રહો
"જજ્બાત નો જુગાર"

🙏🙏