આગળના ભાગમાં સુરક્ષા કવચ હોવા છતાં અમિતના રૂમમાં અનન્યાને જોઈ ઝંખના ચોંકી જાય છે. અમિતને આ વાત ખબર પડતા, તેની મોમને મદદ કરવા કહે છે, ઝંખના મદદ કરવાની ના પાડે છે, અનન્યા ગુસ્સે થઈ રૂમમાં બધી વસ્તુઓને વેર વિખેર કરવા લાગે છે, ઝંખના ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરે છે, આ સાથે અનન્યા રૂમમાંથી જતી રહે છે, વર્ષોથી છુપાવેલ રહસ્ય અમિત જાણી જાય છે, માટે તે અનન્યાની મદદ કરવા ઝંખના પાસે શક્તિ માંગે છે, પરંતુ સોહમ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગતો નથી, આ વખતે અમિત તેના ડેડ પર ગુસ્સે થઈ જાય છે, ગુસ્સામા ઝંખનાએ બાંધેલું સુરક્ષા કવચ પણ છોડી દે છે, હવે આગળ..
*****
પાળ બાંધી પાંપણે છતાં,
ઝાંકળ બુંદ થઈ વરસ્યું એ તો..
ખુદના અક્ષથી ઓજલ થઈ,
પડછાયાએ અસ્તિત્વ ખોયું કેવું.!?
દોરો છૂટતાની સાથે અનન્યાની શક્તિ પણ વધી ગઇ, "આ તરફ ગુસ્સે થયેલો અમિત પણ દરવાજો ખોલી દે છે.."
અનન્યા તેજોમય પ્રકાશની જ્યોતિ બની રૂમમાં આવતાની સાથે અમિતના શરીરમાં પ્રવેશ કરે છે.. "અત્યંત ગુસ્સામાં તે ચહેરાનાં હાવભાવ બદલે છે." ("મને ન્યાય જોઈએ.!") અને ("હું ન્યાય મેળવીને જ રહીશ..")
એકને ન્યાય મેળવવાની આશા અને એકને મદદ કરવાની ભાવના.. એક જીવિત અને એક મૃત.. આ કુદરતની કમાલ છે કે પછી કોઈ ઋણ સબંધ..
ઝંખનાને કંઈ સમજાતું નહોતું, "કે અનન્યાને કેવી રીતે અમિતના શરીરમાંથી મુકિત અપાવી.!?" ("શું ઉપાય હશે.!?")
સોહમની આંખ સામે જાણે ફરીથી સમયનુ પુનરાવર્તન થઇ રહ્યુ હતુ.. પહેલા તો ફ્કત ઝંખનાની જ ચિંતા હતી, પણ હવે તો અમિતની ચિંતા થવા માંડી.. પોતાનો જ પડછાયો પોતાનાથી દૂર થતો લાગ્યો.. તેની જીદ અને નાદાની કારણે આજે તેની આ દશા હતી..
અમિત દાંત કકડાવી રહ્યો હતો, આંખમાંથી આંસુ આવતાની સાથે તેની આંખો લાલ બિહામણી દેખાવા માંડી.. ઝંખનાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું,.. પણ, "આ શું.!?" અનન્યાની આત્માએ પણ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું.. ઝંખનાની મુંઝવણ વધી રહી હતી..
હું પણ કાયમ આ મંત્રનું સ્મરણ કરું છું, માટે આ મંત્ર જાપનો મારી પર કોઈ પ્રભાવ પડશે નહિ.. મે તો ફ્કત આ મંત્રનું માન જાળવી રાખ્યું હતું.. અને રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી, એમ કહી તે જોર જોરથી હસવા લાગી..
ઝંખના બોલી : "તો શું તું મને ચેલેન્જ આપે છે.!? મારી પાસે બીજા ઘણા ઉપાય છે.. તારે તો અમિતનુ શરીર છોડવું જ પડશે..!"
ન્યાય માટે આવી છું.. "હું તો મંદિરમાં પણ પ્રવેશી શકું છું, ભગવાન પણ મારી સાથે જ છે.. મને ફ્કત તમારી શકિત જોઈએ છે."
સોહમે, "અમિતનો હાથ પકડી લીધો.. તો એ ભગવાન પાસે જ શકિત માંગ, એ તને આપશે, નહિતર આજે આ તારો વહેમ પણ રહેશે નહિ.. મને લાગે છે, "તું એમ નહિ માનશે.! અને આજે તારો વહેમ ઉતારીને જ રહીશ.. તે બેડરૂમ માંથી દેવસ્થાન તરફ ખેંચવા લાગ્યો.."
સોહમનો હાથ પાડતા જ અનન્યાએ અમિતના અવાજમાં કહ્યું: ડેડ, "આ શરીર મારું છે. મને ભયંકર પેઈન થઈ રહ્યુ છે.." પ્લીઝ, "હેલ્પ મી..!"
તારી આ વાતોની મારા પર કોઈ અસર નહીં થાય. સમજી.. શરીર અમિતનુ છે, તેમાં આત્મા તો તારી જ છે ને.!! તું મને છેતરી શકશે નહિ.. આ સોહમ છે.. કોઈ ઝંખના કે અમિત નહિ..
તેણે ધમ પછાડા કરવા લાગ્યા. તેનો હાથ છોડાવા માટે પૂરતું બળ લગાવી દીધું. છતાં પણ તે હાથ છોડવી શકી નહિ.. તે બિહામણી અવાજો કાઢવા લાગી.. ભયંકર આક્રંદ કરવા લાગી..
ગુંજનને ઘણો અવાજ સંભળાતા અમિતના રૂમ પાસે આવી, બેડરૂમના દરવાજે હજુ તો ઊભી જ હતી, "આ જોઈ અનન્યાએ અમિતના શરીરને છોડી, હવાના ઝૌકાની જેમ ગુંજનનાં શરીરમાં પ્રવેશ કર્યો.." અને અમિત બેહોશ થઈ ઢળી પડ્યો.. ગુંજન પણ ચૂપચાપ ત્યાંથી જતી રહી..
ઝંખનાએ ફરીથી સુરક્ષા કવચ અમિતને પહેરાવી દીધું.. (બેડરૂમની એન્ટ્રીએ) અને (બારીની બહાર) સુરક્ષા કવચ મંત્રોથી બાંધી દીધું.. તેના રૂમમાં મહાદેવ દાદાનો ફોટો પણ લગાવી દીધો.
રિલેક્સ થઈ બંને પોતાના બેડરૂમમાં જતા રહ્યા. આ ઘટના દરમિયાન તેઓનું ધ્યાન ગુંજન પર જરાયે હતું નહિ.. અમિતના રૂમમાં તો કવચ બાંધ્યું, પણ ઘરનો મુખ્ય દરવાજો સુરક્ષિત કરવાનો રહી ગયો.
આ સાથે સોહમે કહ્યું : "સવારે ઉઠતાની સાથે કેટકેટલા પ્રશ્નો પૂછશે.! હવે, સમય આવી ગયો છે, આપણે અમિતને બધું જ સાચું બતાવી દઈએ..
(તમે અને હું શું કહીશું.!?) આ રહસ્ય તો ક્યારનું તેને ખબર છે.. હવે સવાર પડવાની જ વાર છે. આજે સાફ શબ્દોમાં ગુસ્સામા આવી તેણે ઘણું બધું કહી દીધું. મારી પાસે મારી શકિત માંગી, આ શકિતને તે કુદરતી વરદાન માને છે.. તે આજે પહેલી વખત આપણી સામે થયો. મને ઘણું દુઃખ થઇ રહ્યું છે. એણે કંઈ રીતે સમજાવીએ કે આ શકિતને તે સહન નહિ કરી શકે..
ઝંખના, "તારા અને અમિત માટે મે ક્યારે પણ ખોટું વિચાર્યું નથી.." તું જાણે તો છે .!? છતાં પણ તે મને દોષી માને છે. તેના બદલાયેલો રવૈયાને કારણે આજે મને ખૂબ જ દુઃખ થાય છે. એની વાતોથી મને એવું લાગી રહ્યું છે કે મારાથી તારી સાથે કોઈ અન્યાય થયો છે .! "તું તો બધી હકીકત જાણે છે.!" આજે સમયનું ચક્ર ફરીથી ત્યાં આવી અટક્યું છે. "આ સ્થિતિથી હું હારી ગયો." હવે હું થાકી ગયો છું.. હું તમને બંનેને ખુશ જોવા માંગુ છું.. કોઈ ઉપાય હોય તો કર.. પ્લીઝ.. ઝંખુ..
હસતાં રમતાં આપણા જીવનમાં કોઈની નજર લાગી ગઈ લાગે છે, આ મારી કુદરતી શકિત વરદાન ઓછી ને શ્રાપ વધુ લાગી રહી છે. કોઈ તો ઉપાય હશે.! હે પ્રભુ આપ જ કોઈ રસ્તો બતાવો.. સોહમ, "મારા લીધે જ આજે તારી આવી હાલત છે, મને માફ કરી દો.. મને માફ કરી દો.. તેની આંખ માંથી આંસુ આવ્યા..
હું તને દુઃખી જોવા નથી માગતો.. તું રડ નહિ, બંને એકબીજાને દિલાસો આપતાં સૂઈ ગયા. પણ સવારે શું થવાનું છે.. એ તો ભગવાન જ જાણે..!
બરાબર મધ્ય રાત્રીના સમયે ઝંખનાના કપાળેથી પરસેવાની એક ધાર નીકળી, આંખો સામે અનન્યાની છબી ફરી રહી હતી, તે કહી રહી હતી કે તમારે મને મદદ કરવી જ પડશે.! મદદ કરશો નહિ તો હું અહીંથી ક્યારે પણ જઈશ નહિ.. એટલું કહી તે હવાની જેમ તેના બેડ પાસે ગોળ ગોળ ફરવા લાગી.. અને ઝંખનાની આંખ ખુલી ગઈ.. આ જ સપનું એક જ સમયે સોહમને, અમિતને પણ આવ્યું.. એક જ સમયે ત્રણેયની આંખો ખુલી.. ઊંઘના કારણે સોહમ અને ઝંખના એકબીજાને આલિંગનમાં લઈને સૂઈ જાય છે.. રાતનું દુઃખ સવાર પડતાં થોડું હળવું બને છે.. ઉદાસીને ઓવારી, નવી તાજગી સાથે નવો દિવસ શરૂ થાય છે..
અડધી રાતે ગુંજન અમિતના રૂમમાં જઈ બારીમાંથી સુરક્ષા કવચ દૂર કરે છે.. અને ફરીથી અનન્યા સ્વતંત્ર બને છે.. આ વાતથી બધા જ બેખબર હતા..
દરેક પોતાના દૈનિક કામમાં વ્યસ્ત બને છે, પણ એક ઉદાસી એક ખામોશી સાફ દેખાઈ રહી હતી.. મજાક મસ્તી કરતો પરિવાર આજે ચુપ ચાપ હતો..
હજુ સુધી ગુંજન આવી નથી.. અમિત દીકરા.. " જા તુ જઈ તેણે ઉઠાડી આવ.."
અમિત ગુંજનના રૂમમાં ઉઠાડવા જાય છે.. તો તે હજુ સુધી સૂઈ રહી હતી.. અમિતે તેણે ઉઠાડવા પ્રયત્ન કર્યો, "જેવો તેનો હાથ પકડ્યો, તેણે આંખો ખોલી.. અમિતને ડોળા ફાડીને જોવા લાગી.."
તારા હાથનો દોરો છોડી દે.. "મારે તને કંઈ કહેવું છે.."
ગુંજન મારે પણ તને કઈ કહેવું છે.. પણ અત્યારે નહિ.. "તું મને આ દોરો છોડી આપશે..!"
હા, "તને ગુંજન દોરો જરૂરથી છોડી આપશે.." આ વાત અમિતને કંઈ વિચિત્ર લાગી રહી હતી..
તે બોલ્યા ગુંજન છોડી આપશે.. "તું કોણ છે..!?" ચાલ હવે ઉઠ.. કાલે તો તું જતી રહેશે, પછી હું કોનુ માથુ ખાઈશ.! મને ચીડવશે કોણ..!? આમ ભૂતની જેમ ડોળા ફાડીને જોવાનું બંધ કર..
તે બોલી: "ભૂત નહિ આત્મા..!" અને "હું ન્યાય મેળવીને જ અહીંથી જઈશ.."
હોરર શો.. ચલ ઉઠ.. મોમને મોડું થઈ રહ્યું છે.! અમિતે તેનો હતા પકડતા જાણ્યું કે તેનું શરીર તાવમાં તપતું હતું. અને ફ્કત તે અમિતને હાથનો દોરો છોડવા કહી રહી હતી..
પણ અમિત તેની વાત સમજી શક્યો નહિ.. તેથી ગુંજને અવાજ બદલી કહ્યું: તને મારી વાત સમજાતી નથી, એક વાર કીધુ તો સમજમાં નથી આવતુ.!?
"કોણ છે તું.!?" "તું ગુંજન તો નથી.!"
(ક્રમશ:)
શું અમિત દોરો છોડી નાખશે.!?
અનન્યા સાથે કંઈ ઘટના બની હતી.!?
અમિત અને ગુંજન અનન્યાને કેવી રીતે મદદ કરશે.!?
અનન્યાની મુકિત માટે ઝંખના શું કરશે.!?
******
વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા)
ઘરમાં રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, જરૂરિયાત વગર બહાર ના જાઓ, વ્યવસ્થિત રીતે માસ્ક પહેરો, નિયમિત રીતે હાથ ધુઓ, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો, હસતા અને હસાવતા રહો, માતૃભારતી પર વાંચતા રહો.. આપના પ્રતિભાવ આપતા રહો..
🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે 🌺🌺