એક પૂનમની રાત
પ્રકરણ-7
દેવાંશની માં તરલીકાબહેનને અંગીરાની યાદ તાજી થઇ ગઇ અને ઘરમાં એની ઉદાસી અને ઘા જાણે તાજો થઇ ગયો હતો એમની પીડા અને એહસાસે દેવાંશને અંદરથી હલાવી દીધો એ અગમ્ય અગોચર દુનિયા અંગે પુસ્તક વાંચી રહેલો એમાં અવગતે ગયેલાં જીવોની દશા અને દિશા સમજાવી હતી એમાં એનો ઘણો રસ પડેલો એને વાંચતા વાંચતા ઘણાં વિચાર આવી ગયેલાં. એને થયુ આ શાસ્ત્ર સમજવુ જોઇએ આવી અગોચર અગમ્ય દુનિયાને અભ્યાસ કરી સમજવુ જોઇએ.
આમ પણ દેવાંશને આવાં વિચારોમાં ઘણો રસ હતો એ પુરાત્વ સાહિત્ય, સ્થાપત્યનો અભ્યાસી હતો અને આજે એને એનાં પાપાની ઓફીસમાં એમનાં આસીસ્ટન સિધ્ધાર્થે અંકલે એક નવુ કામ આપેલુ કે પાવાગઢ જતાં રસ્તામાં આવતાં નિર્જન જંગલ પહેલાના વિસ્તારમાં અવાવરૂ વાવ આવી છે ત્યાં બધાને ભયાનક અનુભવો થઇ રહ્યાં છે એનાં વિશે તું કોઇ જાણકારી મેળવી શકે તો અમને મદદ મળે. ત્યાં સ્ટાફનાં માણસને થયેલાં અનુભવ પછી એને રસ પડેલો.
પુસ્તકનાં અભ્યાસ પહેલાં પોતાનાં ઘરમાં જે બની ગયેલી વર્ષો પહેલાની ઘટનાએ એને હચમચાવી નાંખેલો એને થયું આવો અભ્યાસ જરૂરી છે અને મને એમાં રસ પણ છે. એને થયુ કે મારાં બેડ પર કોઇ સળવળાટ છે કોઇ એહસાસ છે પણ પુસ્તકનાં વાંચનની અસર સમજી એણે એને ધ્યાન બહાર કાઢ્યુ પછી એને કોઇનાં ખડખડાટ હસવાનો અવાજ આવે છે છતાં છેક પરોઢે આવેલી ઊંઘને કારણે એ ઊંઘી રહે છે ધ્યાન નથી આપતો.
સવારે વહેલાં ઉઠી ગયેલાં વિક્રમસિહે તરલીકાબહેનને પૂછ્યું તરુ તને કેમ છે ? તરલીકાબહેને કહ્યું મને સારુ છે મને અફસોસ છે કે મારાં લીધે તમારે ભૂખ્યા સૂઇ જવું પડ્યું મને માફ કરો. હું અત્યારે ગરમ ગરમ નાસ્તો બનાવી આપુ છું અને તમારુ ટીફીન પણ બનાવી દઊં છું તમે નાહીધોઇને તૈયાર થાવ ત્યાં સુધીમાં હું તૈયારી કરી દઊં છું.
વિક્રમસિહે કહ્યું ભલે તરુ પણ તું તારું ધ્યાન રાખ તું આમ વારે વારે ઢીલી થઇશ તો એની અસર આખા ઘર પર પડે છે. દેવાંશ ભલે હવે પુખ્ત થઇ ગયો છે પણ એને પણ અસર પહોચશે આપણે હવે આ એક તો દીકરો છે એનું ધ્યાન રાખવાનું છે. પણ દેવાંશ બહાદુર છે ડરી જાય એવો નથી વળી અભ્યાસ પણ એણે એવો કર્યો છે કે... કંઇ નહીં હવે તારે એવાં કોઇ વિચાર નહીં કરવાનાં હું સાંજે વહેલો આવી જઇશ.
તરલીકાબહેને નરમ અવાજે કહ્યું હું બધુ સમજુ છું પણ હું યે માણસ છું ક્યારેક મારાથી નથી સહેવાતું બધી યાદો મને પીડા આપે છે પણ હવે ધ્યાન રાખીશ તમે પરવારો ન્હાઇને હું નાસ્તા અને રસોઇની તૈયારી કરુ. દેવું મોડો સૂઇ ગયો હશે હું એને થોડાં મોડાં ઉઠાવું છું એમ કહી તરુબેન પરવારવા ગયાં.
દેવાંશ થોડો મોડો ઉઠ્યો એ ઉઠ્યાં પછી વિચારમાં પડ્યો કે રાત્રે મને જે અનુભવ થયા એમાં કોઇ સચ્ચાઇ હતી કે વાંચનની અસર હતી ? જે હશે એ એમ વિચારીને એ ન્હાઇ ધોઇને બહાર આવ્યો.
વિક્રમસિંહ જવાની તૈયારીમાં હતાં નાસ્તો પરવારી અને એમનુ ટીફીન લઇને નીકળવાની તૈયારી કરી અને દેવાંશ આવ્યો. એમણે પૂછ્યું ઉઠી ગયો દીકરા ? તું આજે પરવારી તારુ કામ હોય એ જોઇ લેજે પણ પછી મારી ઓફીસે આવજે મારે કામ છે. તારી મંમીને હવે સારુ છે. મેં સમજાવ્યું છે.
દેવાંશે કહ્યું પાપા તમે પહોચો હું આવુજ છુ પાછળ મારે સિધ્ધાર્થ અંકલનું કામ પણ છે. અને વિક્રમસિંહ એમની જીપ લઇને ઓફીસ જવા નીકળી ગયાં.
દેવાંશ દૂધ નાસ્તો કરવા બેઠો અને માં ને કહ્યું માં રાત્રે હું પુસ્તક વાંચતો હતો મેં ઘણુ બધુ વાંચ્યુ છે મને રસ પડેલો.... આમ મને કોઇ વાતનો ડર નથી પણ જાણવાની જીજ્ઞાસા ખૂબ છે. તારાં મનમાં કોઇ ભય કે કોઇ ગ્લાની હોય તારાથી કોઇ ભૂલ થઇ છે એ વિચાર માત્ર કાઢી નાંખ હું તારો દીકરો તારાં સાથમાં છું બધુ ભૂલી આનંદમાં રહે મને જોબ મળી જાય એનીજ રાહ જોઊં છું પછી તને કંપની મળી જાય એવું કંઇક કરીશ એમ કહીને હસી પડ્યો વાતાવરણ હળવું કરવા એણે આવી વાત કાઢી. પછી વિચાર કરતાં બોલ્યો માં એવું કરને તું માસીને થોડો વખત આપણાં ઘરે રહેવા બોલાવી લેને મને પણ ગમશે તારો સમય જશે ઘણાં વખતથી તેઓ આવ્યા નથી આમ પણ એમને જોબ પર જવાનું હશે તો અહીંથી જશે. તેઓ એકલાજ રહે છે તો થોડો વખત અહીં આવી ને રહે. માસાનાં ગૂજરી ગયાં પછી કરનાળી એકલાંજ રહે છે. એમની ટીચરની નોકરી અહીંથી જશે કરવા આથવા રજા મૂકી દે. માસીનો ફલેટ તૈયાર નથી થયો એમણે નોંધાવ્યો છે તો અહીં આપણી સાથે રહે તું ફોન કરીને પૂછી જો બોલાવી લે. એમને કહેજે મેં ખાસ આગ્રહ કર્યો છે આમ પણ મને ભૂરી માસી જોડે ખૂબ ફાવે છે.
તરલીકાબહેને કહ્યું તારી વાત સારી છે ચલ હું હમણાંજ ફોન કરુ છું મને પણ સારુ લાગશે. થોડાં દિવસ રજા મૂકી શકાય તો રજા મૂકીનેજ આવે પછી જવું હશે તો અહીથી જશે. દેવાંશે ખુશ થતાં કહ્યું માં કરીજ દેજો ફોન. હું જઊં છું પછી તને ફોન કરીને પૂછી લઇશ માસી શું કહે છે ?
દેવાંશ તૈયાર થઇને લાઇબ્રેરી ગયો ત્યાંથી બીજી એક પુસ્તક લઇને સીધો એનાં પાપાની ઓફીસે પહોચ્યો. ત્યાં પાપાતો ક્યાંક ડ્યુટી પર ગયાં હતાં કોઇ મીટીંગ હતી ત્યાં પણ સિધ્ધાર્થ અંકલ મળી ગયાં.
સિધ્ધાર્થ દેવાંશને જોઇને પૂછ્યુ હાય યંગ મેન ? તારા પાપાએ મને કહ્યું તું આવવાનો છે મેંજ એમને કહ્યું હતુ કે દેવાંશને આજે બોલાવજો મારે કામ છે. તું અહીંની મસ્ત આદુવાળી ચા પીશને ?
દેવાંશે કહ્યું ચા તો ચાલશે જે મારી પ્રિય છે. પણ અંકલ તમે મને કામ સોપેલુ છે મને યાદ છે મારે તમને ખાસ વાત કહેવાની છે મેં રાત્રેજ પુસ્તક વાંચ્યું એમાં અગમ્ય અગોચર દુનિયાની વાતો, દ્રાષ્ટાત, પ્રેત-આત્મા વિગેરેમાં ઘણો ઉલ્લેખ છે. એમાં ઘણી બધી વાતો વાંચી સમજ્યો છું.
અંકલ એક ખાસ વાત કરું ? સિધ્ધાર્થ રસ લેતાં પૂછ્યું શું વાત છે બોલ ? આમ પણ મારી ડ્યુટી અહીં ઓફીસમાંજ છે તારાં પાપા મીટીંગમાં ગયાં છે એપણ દોઠ બે કલાકમાં આવી જશે. અને સિધ્ધાર્થે પ્યુનને બોલાવી કહ્યું મસ્ત કડક આદુવાળી ચા બે લઇ આવ.
પ્યુન હમણાંજ લાવ્યો ગરમા ગરમ ચા અને એ નીકળ્યો. દેવાંશે કહ્યું અંકલ કાલે રાત્રે પુસ્તક વાંચતા વાંચતા મને કંઇક અગમ્ય અનુભવ થયાં છે એ પુસ્તકની વાંચનની અસર હતી કે સાચેજ એહસાસ હતા નથી ખબર પણ મંમીની તબીયત ઠીક નહોતી એને મારી દીદી જે ગૂજરી ગયાં હતાં વર્ષો પહેલાં અંગીરા એમની યાદ આવી હતી એ આખો પ્રસંગ જે ભયંકર બની ગયેલો એની પીડા એમને ખૂબ હતી.
સિધ્ધાર્થે કહ્યું હાં મને સર વાત કરી મને બધી વાતની ખબર છે. પણ તને શું એહસાસ થયાં ? દેવાંશે કહ્યું મને કાલે સૂઇ ગયો ત્યારે એવું લાગ્યુ કે મારાં બેડ પર કોઇ છે એવો સળવળાટ અનુભાવેલો આખી રાત જાગેલો છેક પરોઢે સૂવા ગયો. પછી મને કોઇનો ખડખડાટ હસવાનો અવાજ આવેલો એ ભ્રમણાં હતી કે સાચું ખબર નથી પણ હું ખૂબ ઊંઘમાં હતો એટલે ખબર ના પડી.
સિધ્ધાર્થ કહ્યું તું એવાં પુસ્તક વાંચતો હોઇશ એટલે થયુ હશે. પણ મેં કીધેલી વાત પેલી વાવની એનાં વિશે તેં કંઇ શોધ્યું ?
દેવાંશે થોડા ગંભીર થઇને કહ્યું અંકલ કોઇ અતૃપ્ત આત્મા જે પ્રેત સ્વરૂપે હોય છે એવું કંઇ હોઇ શકે. એમાં એની વાસનાં કે ઇચ્છા અધૂરી હોય તો એવાં પ્રેતાતમા ફરતાં હોય છે. મને એ જગ્યાએ લઇ જાવ પછી રૂબરૂ અનુભવ કરુ તો ખબર પડે મને. કોઇ ડર નથી પણ એ જાણવાનાં ખૂબ રસ છે. આપણે ક્યારે જઇશું ? પાપા ના પાડતાં હતાં પણ આપણે જઇશુંજ.
એટલામાં પ્યુન ચા લઇને આવી ગયો. સિધ્ધાર્થ અને દેવાંશે ચા પીધી પછી સિધ્ધાર્થે કહ્યું કાલેજ જઇએ તારાં પાપની પરમીશન લઇ લઇએ પછી આપણે બે ત્રણ કોસ્ટોબલ સાથે લઇને જઇશું જોઇએ ત્યાં શુ છે ?
ત્યાં વિક્રમસિંહ પણ આવી ગયાં એમણે પૂછ્યું કેમ શું ગોષ્ઠી ચાલે છે ? સિધ્ધાર્થે કહ્યું દેવાંશને વાવ જોવા જવુ છે કાલે જઇએ ? હથિયાર ધારી કોન્સ્ટેબલ અને સાથે હું પણ જઇશ. વિક્રમસિંહ સિધ્ધાર્થ સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં....
વધુ આવતા અંકે - પ્રકરણ - 8