એક પૂનમની રાત
પ્રકરણ-5
દેવાંશે આજે મીલીંદનાં ઘરની વાત કરી એમાં તરલીકાબહેનને અંગીરા યાદ આવી ગઇ આમ પણ એનાં જનમ પછીજ વિક્રમસિહને પ્રમોશન થયુ હતું એ PSI થઇ ગયાં હતાં. અંગીરાની એ આખરી ચીસ એટલી ભયાનક અને દર્દનાક હતી કે એમનું કાળજુ, ચીરાઇ ગયેલું એ લોહીનાં ખાબોચીયામાં અંગીરાનો તરફડતો દેહ એમની આંખ સામેથી ખસ્યો નહોતો વહાલી દીકરીને આંખ સામે મોતનાં મુંખમાં જતી જોઇ રહી એમનાં હાથની પકડ છૂટી એમાં પોતાનો વાંક લાગ્યો હતો. પોતાની જાતને એટલી કોસી હતી કે આજે પણ એ ચીખ એમનાં હૃદયમાં અંગારાની જેમ સળગતી હતી.
રડી રડીને આંખો સૂજી ગયેલી કેટલાય દિવસ સુધી અન્ન મોઢામાં નહોતું મૂક્યું ચામુડાંમાંની અધૂરી રહેલી એ માનતા પછી પૂરીજ ના કરી શક્યાં. એમને કાળ ચઢી ગયો કે મારી ફૂલ જેવી દીકરી કદુરતે છીનવી લીધી હતી એમને હોસ્પીટલમાં દાખલ કરવા પડેલાં કેટલીય સમજાવટ પછી અન્ન મોઢામાં મૂકેલું ઘરે આવ્યાં બાદ ઘર ખાલી ખાલી લગતું હતું બીજું બાળક નથી કરવું એવી માન્યતા ઘર કરી ગઇ હતી પણ એકલતા ખૂબ લાગતી સતત અંગીરા યાદ આવતી અને આંસુ સરી પડતાં એ વેદના વર્ષો સુધી ઘર કરી ગઇ હતી અને પછી દેવાંશનો જન્મ થયો.
એ પૂનમનીજ રાત એજ દિવસ એમને જાણે નફરત થઇ ગઇ હતી આજે દેવાંશે મીલીંદનાં ઘરની વાત કાઢી એમની ઊંઘ વેરણ બની ગઇ. એમને કાયમ એનો એહસાસ થતો કે મારી અંગીરા મારી પાસે આવવા માંગે છે માં માં મને બચાવ એવું બોલે છે. ધરબારેલું એ દર્દ આજે હૃદયમાંથી નીકળી રહ્યું હતું એમને અત્યારે ધૂસકે દૂસ્કે રડુ આવી રહ્યું હતું. આંસુ કાબૂમાં નહોતાં પથારીમાં બેઠાં થઇ ગયાં આજે 15-15 વર્ષનાં વહાણાં વહી ગયાં છતાં જાણે ગઇકાલેજ બનાવ બની ગયો હોય એમ બધી યાદ તાજી થઇ ગઇ. અંધારામાં જાણે અંગિરા દેખાઈ રહી હતી એ ઉભા થયાં અને સ્વગત બબડતાં હોય એમ બોલ્યાં દીકરા અંગીરા મારી વ્હાલી દીકરી તારી ખૂબ યાદ આવી ગઇ છે આજે હું તને બચાવી ના શકી મારી જ ભૂલ હતી અંગીરા.. અંગીરા એ ચીખ પાડી ઉઠ્યાં ત્યાં એનાં રૂમનાં વાંચવા બેઠેલો દેવાંશ દોડી આવ્યો. માં માં શું થયું તમે કોને બૂમ મારો છો ? કેમ રડો છો શું થયું ? તરલીકાબહેને કહ્યું દેવાંશ જો જો અંગીરા આવી હતી મેં જોઇ છે એને મારી અંગીરા અને એમણે પાછુ રડવાનું ચાલુ કર્યુ અને બોલ્યા મારી ભૂલે મેં દીકરી ગુમાવી હતી આજે મને ખૂબ યાદ આવી છે અંગીરા જાણે મને પોકારી રહી હતી માં માં મને બચાવો. દેવાંશ થોડો ડર્યો બોલ્યો માં તમે શું બોલો છો ? અરે બહેનને ગુજરી ગયે વર્ષો થઇ ગયાં તમે પાછા કેમ આવુ બોલવા માંડ્યાં ? ત્યાંજ ઘરનો ડોરબેલ વાગ્યો. દેવાંશે દરવાજો ખોલ્યો તો વિક્રમસિહ આવેલા એમણે અંદર આવીને પૂછ્યું શું થયું તું કેમ આટલો ડરેલો છે ?
દેવાંશે કહ્યું પાપા માં અંગીરાની વાતો કરે છે એમને અંગીરા યાદ આવી છે કહે છે અંગીરા મને પોકારે છે. વિક્રમસિંહ યુનીફોર્મમાં હતાં હજી ઘરમાં પ્રવેશતાંજ આવું સાંભળ્યું એ તરતજ તરલીકાબહેન પાસ આવ્યાં અને બોલ્યાં તરુ પાછું તને શું થયું ? તને ખબર છે અંગીરા આપણી નજર સામેજ.. એમાં તારો વાંક નહોતો એ એક અકસ્માત હતો અને એ કાર વાળાને મેં સજા અપાવી હતી એ દસ વર્ષ જેલમાં રહ્યો છે એને એની સજા પણ મળી ગઇ છે આમ તું એને યાદ કરીને તારી તબીયત ફરીથી બગાડીશ એ પ્રસંગ હવે ભૂલવાનો છે એને વર્ષો થઇ ગયાં પ્લીઝ તરુ તું ભૂલી જા આમ તારી તબીયત બગડશે. દેવાંશ કીચનમાં જઇને પાણી લઇ આવ્યો માં ને પાણી પીવરાવ્યું... તરલીકાબહેન થોડાં સ્વસ્થ થયાં પરંતુ આંખના આંસુ ના રોકાયા...
વિક્રમસિંહે કહ્યું દેવુ તું માં પાસે બેસ હું કપડા બદલીને આવુ છું એમ કહીને કપડાં બદલવા ગયાં તેઓ પણ ચિંતામાં પડી ગયાં કે તરુને પાછું આ શું થઇ ગયું ?
થોડીવારમાં વિક્રમસિહ આવી તરલીકાબહેન પાસે બેઠાં. અને એમનાં માથે હાથ ફેરવી કહ્યું તરુ તું ભૂલી જા હું તારાં સાથમાં છું એ દીકરીનું એટલુંજ આયુષ્ય હતું આપણાં નસીબમાં એ દીકરીનું સુખ નહોતું તું એ સ્વીકારી લે. સ્વીકારી લેવાથીજ તને સારુ લાગશે.
દેવાંશ અને વિક્રમસિહ બંન્ને એમની પાસે બેસી રહ્યાં.
તરુબહેન સ્વસ્થ થયાં વિક્રમસિંહને જોઇને બોલ્યાં તમે અવી ગયાં તમને જમવાનું આપી દઊં. પછી હું સૂઇ જઊં તમને ખબર નથી એક માંની થી દશા થાય છે જ્યારે એની નજર સામે એની દીકરી.. વિક્રમસિંહે કહ્યું "મારે જમવુ નથી હવે મને મૂડ નથી એમ પણ આજે રાઉન્ડમાં નીકળ્યાં હતાં ચા નાસ્તો ઘણો કરેલો છે તરુબહેન આગ્રહ પણ ના કર્યો એમની માનસિક સ્થિતિ એવી હતી કે એમને ત્યારે દેવાંસની હાજરી એમના પાસે ગમી રહી હતી વિક્રમસિંહ એમનાં માથે હાથ ફેરવી રહેલાં.
તરલીકાબહેને કહ્યું હું તમને ઘણીવાર કહેતી નથી પણ મને અંગીરા ભૂલાતી નથી મને કેટલીયે વાર એવું થયુ કે અંગીરા મારી આસપાસજ છે આપણાં ઘરમાંજ છે. દેવાંશને પણ આજે ઘરમાં એકલુ એકલુ લાગતું હતું આજે ઘણાં સમયે આ છોકરો બોલ્યો કે મીલીંદનાં ઘરે કેવા બધાં સાથે રહે છે. બસ મને મારી અંગીરા મને યાદ આવી ગઈ આજે અંગીરા જીવતી હોતતો મીલીંદની બહેન વંદના જટેલીજ હોત એની પણ સગાઇ કરવાનો સમય હોત.
વિક્રમસિહે દેવાંશ સામે જોયું એમનાં ચહેરા પર ઉદાસી અને દેવાંશ માટે જાણે ઠપકો હતો. પણ એપણ સમજતા હતો કે દેવાંશને સ્વપ્નેય ખબર નહીં હોય કે માંની આવી હાલત થશે. વિક્રમસિંહે કહ્યું કંઇ નહીં એનાંથી કોઇની વાત કહેવાઇ ગઇ એમાં તારે સરખામણી કરી જુનુ યાદ કરવાની શી જરૂર હતી ? જે થઇ ગયું એ આપણે બદલી નથી શકવાનાં તું હવે શાંતિથી સૂઇજા નહીંતર તબીયત બગડશે.
તરલીકા બહેન બેડ પર આડા પડ્યાં તેઓ સૂઇ ના ગયાં ત્યાં સુધી વિક્રમસિંહ ત્યાંજ બેસી રહ્યાં અને દેવાંશને એનાં રૂમમાં જવા માટે કહ્યું.
તરલીકાબહેન ઘસઘસાટ ઊંઘી ગયાં છે એવું લાગતાં વિક્રમસિંહ દેવાંશ પાસે આવ્યા એની પાસે બેઠાં દેવાંશે કહ્યું સોરી પાપા મેં તો એમજ વાત કરી હતી મને ખબર નહોતી મંમી આવું રીએક્ટ કરશે. મંમીની સ્થિતિ જોઇ હું ડરી ગયેલો. તમને ફોન કરવાનું વિચારતોજ હતો અને તમે આવી ગયાં. વિક્રમસિહ દેવાંશ સામે જોઇ રહ્યાં એમનો ચહેરો પણ દુઃખથી તપેલો હતો એમણે કહ્યું હું સમજુ છું દીકરા પણ એ દિવસ અને એ ઘટનાં ભૂલેં ભૂલાય એવી નથી ખૂબ દર્દનાક હતું. તારી માં પચાવી ગઇ હતી એ સમયે કેવી રીતે એ સાચવી છે સમજાવી છે મારુ મન જાણે છે આજે દુઃખતાં ઘા પર હાથ દબાઇ ગયો છે કંઇ નહીં સવાર સુધીમાં સારુ થઇ જશે અગાઉ એને આવા હુમલા શરૂઆતમાં થયા પણ ધીમે ધીમે બધુજ ભૂલાઇ ગયું હતું આ પણ ભૂલી જશે. અને તારાં જન્મ પછી તો ઘણુ સામાન્ય થઇ ગયું હતું એણે તારામાં જીવ પરોવી દીધો હતો. એટલેજ એ તારી વધારે પડતી કાળજી લે છે ચિંતા કરે છે... એ અંગે તને કઈ કહે ટોકે તું ખરાબ ના લગાડીશ દીકરા એણે ખૂબ મોટુ દુઃખ ભૂલાવ્યુ છે.
દેવાંશે કહ્યું હું સમજુ છું પાપા હવે આવી કોઇ વાત ફરીથી હું નહીં કાઢુ માં એ જે રીતે બધુ વર્ણન કર્યુ એ કલ્પના કરુ છું મારુ આખુ અંગ ધ્રુજી જાય છે હું સમજુ છું કે એ સમયે માં ના હૃદય પર શું વીત્યુ હશે. હવે ધ્યાન રાખીશ.
વિક્રમસિહ ઉભા થતાં બોલ્યાં કંઇ નહીં હું એની પાસેજ છું તું તારુ વાચવાનું પુરુ કર અને વેળાસર સૂઇ જજે. એમ કહી તરલીકાબહેન પાસે એમનાં રૂમાં જતાં રહ્યાં.
પાપાનાં ગયાં પછી દેવાંશ પણ વિચારોમાં ખોવાયો કે એ અકસ્માત સમયે અંગીરા દીદીને કેવી પીડા થઇ હશે કેવી રીતે જીવ ગયો હશે ? માં ને આઘાત લાગે સ્વાભાવીક છે. એણે એ વિચારો ખંખેરી એ જે પુસ્તક લાઇબ્રેરીથી લાવેલો એ વાંચવા માટે મન એકાગ્ર કરવા પ્રયત્ન કર્યો.
દેવાંશ વાંચી ના શક્યો એને થયું માં ને હજી અંગીરા દીદીને આભાસ થાય છે ? એમને હજી અંગીરા દીદી દેખાતાં હશે ? એ દીલમાં વાત દબાવી રાખે છે ? મંમી બોલેલા કે અંગીરા મને પુકારે છે માં માં મને બચાવ એવું કહે છે. ના ના એવું કંઇ ના હોય માની માનસિક સ્થિતિ નંબળી થઇ ગઇ છે એનુંજ પરિણામ છે.
એણે પુસ્તક ફરીથી વાંચવુ શરૂ કર્યું એમાં અનુક્રમણીકા માં વિષય વાંચતો અવગતીયા ગયેલાં જીવ પ્રેત સ્વરૂપે એમની વાસનાની દુનિયામાં ફરે છે અને એની ઊંઘ ઉડી ગઇ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 6