પરાગિની 2.0 - 23 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 23

પરાગિની ૨.૦ - ૨૩



રિની ઉપર રૂમમાં સૂવા જતી હોય છે કે પરાગ રિનીને રોકી લે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને સોફા પર બેસાડે છે. પરાગ રિનીની સામે બેસે છે અને રિનીનો હાથ પકડી કહે છે, રિની હું ફક્ત તને જ પ્રેમ કરું છું... બીજી છોકરી વિશે વિચારી પણ ના શકુ હું... વાત કંઈક એવી છે એટલે તને હું નથી કહી શકતો... કેમ કે જે વાત છે તેની બાબતે હું પણ શ્યોર નથી... આઈ હોપ તું મને સમજીશ..!

રિનીને પરાગની આંખોમાં સચ્ચાઈ દેખાય છે તેથી તે પરાગની વાત માને છે અને સ્માઈલ આપતા કહે છે, રેડ રોઝનું બૂકે કોની માટે છે?

પરાગ રિની તરફ જોઈ સ્માઈલ આપે છે અને ઊભો થઈ બૂકે લઈને રિનીને આપતા કહે છે, આઈ એમ સોરી રિની... જ્યારથી મેરેજ થયાં છે ત્યારથી હું તને સરખો સમય પણ નથી આપી શક્તો...! મેરેજ થઈ ગયા બાદ આપણે હનીમૂન માટે પણ નથી ગયા...! એક વખત બધુ સરખું થઈ જાય એટલે આપણે જઈ આવીશું...

રિની બૂકે લેતા કહે છે, ઈટ્સ ઓકે પરાગ... મને ખબર છે તમે વ્યસ્ત રહો છો... એમાં મારા દાદા તમને હેરાન કરે છે...!

પરાગ ધીમેથી કહે છે, એ તો કરે જ છે..!

રિની- શું બોલ્યા પરાગ તમે?

પરાગ હસતાં કહે છે, કંઈ નહીં...

રિની- મને સંભળાયું હા.... પરાગ તમે ઊભા રહો...

આમ કહી રિની કુશન લઈને પરાગને મારવા ઊભી થાય છે.. પરાગ રિનીથી બચવા આમ તેમ દોડે છે.. બંને આમ જ મસ્તી કરે છે.. પરાગ પહેલી વખત આટલી ખુલ્લી રીતે મસ્તી કરતો હોય છે... બાકી પરાગ હંમેશા સિરીયસ જ રહેતો...!

બંને થાકી જતાં સોફા પર બેસી જાય છે.. પરાગ અને રિની બંને એકબીજાની સામે જોઈને હસે છે. રિની પરાગને ગાલ પર કિસ કરી કિચનમાં જાય છે પરાગ માટે પાણી લેવા...!

પાણી પી ને પરાગ નાની હેન્ડલ બેગ લાવે છે તેમાંથી બોક્સ કાઢે છે અને રિનીને આપે છે. રિની બોક્સ ખોલે છે જેમાં સુંદર પ્લેટીનમનું બ્રેસ્લેટ હોય છે. રિની બોક્સ અને તેનો હાથ પરાગ તરફ ધરી દે છે અને ઈશારો કરે છે કે તમે જ પહેરાવી દો...

પરાગ રિનીને બ્રેસ્લેટ પહેરાવે છે અને કહે છે, ભૂખ લાગી છે વાઈફ... કંઈ ખાવા મળશે?

રિની મજાક કરતાં કહે છે, પરિતાએ કંઈ ના ખવડાવ્યું?

પરાગ પણ હસતા હસતા કહે છે, કોઈ ત્યાં આવીને હોબાળો મચાવી ગયું એટલે ના ખાવા મળ્યું...

રિની મોં વાકું કરી કિચનમાં જતી રહે છે. ફ્રીઝમાં મૂકેલ જમવાનું ગરમ કરીને બીજું કંઈક ઈન્સટન્ટ બનાવી દે છે. બધું જમવાનું ટેબલ પર મૂકી દે છે. બંને જમી લે છે.

જમી ને રિની કિચનમાં જાય છે. પરાગ ટેબલ સાફ કરી નાંખે છે અને રિની વાસણ ઘસે છે. રિની ત્યારબાદ કિચનમાં બધુ સરખું કરતી હોય છે કે પરાગ પાછળથી આવી રિનીની કમરે તેના હાથ વીંટાળી દે છે અને રિનીનાં એક બાજુની ખભા પર મોં મૂકી દે છે.

રિની- પરાગ શું કરો છો?

પરાગ- મારી વાઈફ ને જરાં પ્રેમ આપું છું...

રિની- ઓહ....

પરાગ રિનીનાં વાળ એક તરફ કરીને તેને ગળા પર કિસ કરે છે....

રિની- પરાગ તમે મને કામ કરવા દો...

પરાગ- કરવા જ દઉં છું ને...! તું તારું કામ કર અને હું મારું...

પરાગ ફરીથી રિનીને ગળા પર કિસ કરવાનું ચાલુ કરી દે છે....પરાગ રિનીનું ટોપ ખભેથી નીચું કરી ખભા પર કિસ કરે છે... પરાગની કિસથી રિની રોમાંચિત થઈ ઊઠે છે. તે પરાગને રોકવા પરાગ તરફ ફરી જાય છે અને કહે છે, પરાગ કિચન તો સાફ કરવા દો....

પરાગ- હા, પણ તું આટલી લાલ કેમ થઈ ગઈ છે..?

રિની ફટાફટ સાફ કરી ત્યાંથી શરમાઈને જતી જ હતી કે પરાગ તેને પકડી લે છે અને પોતાની તરફ ખેંચી લે છે. પરાગ તેનો એક હાથ રિની ના કમરે વીંટાળી દે છે અને ફરીથી રોમાન્સ ચાલુ કરી દે છે. પરાગ રિનીને ઊંચકીને ઉપર રૂમમાં લઈ જાય છે... રિનીને બેડ પર સૂવડાવી પરાગ તેના હોઠ રિનીનાં ગુલાબી હોઠ પર મૂકી દે છે... પ્રેમનું પ્રયાણ ગાઢ ચુંબન તરફ જાય છે. પરાગ ધીમે ધીમે ગળા પર કિસ કરે છે... રિનીના ટોપનું પહેલુ બટન ખોલી નાંખે છે અને ત્યાર બાદ બીજું... પરાગ તેનો પ્રેમ આગળ તરફ વધારે છે... રિની પણ પરાગને પ્રેમમાં સાથ આપે છે. રિની પરાગનાં શર્ટનાં બટન ખોલે છે... રિની ધીમે ધીમે બટન ખોલતી હોય છે પરંતુ પરાગને કંઈક વધારે જ ઉતાવળ હોય છે... તે જાતે જ ફટાફટ બટન ખોલી નાંખે છે અને શર્ટ કાઢી નાંખે છે... પરાગને આમ શર્ટ વગર જોતા રિની શરમાય જાય છે....

પરાગ- સોરી રિની... આઈ કાન્ટ કંટ્રોલ માય સેલ્ફ...! મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી આપણા પ્રોપર મેરેજ ના થાય ત્યાં સુધી કંઈ નહીં કરુ... બટ નાવ આઈ કાન્ટ....

રિની પરાગના ગાલ પર હાથ મૂકતા કહે છે, ઈટ્સ ઓકે પરાગ.... આપણા મેરેજ થઈ ગયા છે...

પરાગ રિનીની વાત સાંભળવા પણ નથી રહેતો અને રિનીમાં ખોવાય જાય છે.... આજે ફરીથી તેઓ પરાગિની બની જાય છે.


સવારે રિની ઊઠી ગઈ હોય છે તે બાથરૂમમાં બ્રશ કરતી હોય છે. પરાગ ઊઠે છે અને રિની જ્યાં સૂઈ ગઈ હોય છે ત્યાં પથારી પર હાથ ફેરવે છે પણ રિની ત્યાં નથી હોતી... તે આંખ ખોલીને જોઈ છે પણ રિની નથી હોતી.... પરાગ રિનીને બૂમ પાડે છે... રિની ફટાફટ મોં ધોઈને બહાર આવે છે અને પરાગને પૂછે છે, શું થયું પરાગ?

પરાગ રિનીને જોતો રહી જોય છે કેમ કે રિનીએ ફક્ત પરાગનું શર્ટ જ પહેર્યું હોય છે.

પરાગ- હં.... કંઈ નહીં... આ તો બાજુમાં તું દેખાય ના એટલે....

રિની- શું તમે પણ પરાગ...!

રિની પાછી બાથરૂમમાં જતી હોય છે કે પરાગ રિનીનો હાથ પકડી ને ખેંચીને બેડ પર સૂવડાવી દે છે અને પરાગ રિની પર હોય છે. પરાગ રિનીના વાળ સરખા કરે છે.

રિની- પરાગ તમને મોડું થશે... તમારો રોમાન્સ તો પૂરો જ નથી થતો ને....

પરાગ- ભલે મોડું થાય... અને હા, મારો રોમાન્સ ક્યારેય નહીં પતે.... આટલી સુંદર અને.....

રિની પરાગનાં હોઠ પર આંગળી મૂકી દે છે....

પરાગ આંગળી હટાવી રિનીનાં હોઠ પર તેનો હોઠ ઢાળી દે છે. થોડીવાર બાદ રિની પરાગને કહે છે, ઓફિસ તો જવું જ પડે.... ચાલો તમે તૈયાર થઈ જાઓ... ત્યાં સુધીમાં કંઈક ગરમ નાસ્તો બનાવી દઉં....

પરાગ રિનીને કપાળ પર કિસ કરી મોટી સ્માઈલ આપી ન્હાવા જતો રહે છે. રિની પરાગના જ કપડાંમાં કિચનમાં જઈ નાસ્તો બનાવવા માંડે છે. નાસ્તો બનાવી રિની ઉપર રૂમમાં જાય છે.... પરાગે ફક્ત પેન્ટ જ પહેર્યુ હોય છે... તે વોર્ડરોબ ખોલીને જોતો હોય છે કે ક્યુ શર્ટ પહેરવું?? રિની રૂમમાં આવી પરાગને જ જોતી હોય છે. પરાગનું કસાયેલુ મહેનતી ગોરું શરીર... રિનીની નજર નથી હટતી... તે પરાગ પાસે જઈ પાછળથી હગ કરી લે છે.

પરાગ હસી પડે છે અને કહે છે, મિસિસ. શાહ... તમે આવું કરશો તો પછી મારો ઓફિસ જવાનો ઈરાદો બદલાય જશે...!

રિની પરાગની આગળ આવી વોર્ડરોબમાંથી એક શર્ટ કાઢે છે અને પરાગને પહેરાવે છે અને કહે છે, મારો ઈરાદો પણ એવો જ છે પરંતુ જવુ તો પડશે જ... ચાલો નાસ્તો કરી લઈએ...

બંને નાસ્તો કરી લે છે... પરાગ સામેથી જ રિનીને કહે છે, તું ઓફિસ મોડી આવજે... વાંધો નહીં... આરામ કરજે..!

રિની હા કહે છે. પરાગ રિનીને કપાળ પર કિસ કરી ઓફિસ જવા નીકળી જાય છે. રિની ઘર વ્યવસ્થિત કરી ન્હાવા જતી રહે છે.


પરાગ ઓફિસમાં જઈ કામ ચાલુ કરી દે છે. તે એક વ્યક્તિને ફોન કરી પરિતા વિશે બધી માહિતી ભેગી કરવાનું કહે છે. પરાગે સિયા પાસે કોફી મંગાવી હોય છે અને તે પરાગની કેબિનમાં જતી હોય છે કે જૈનિકા સિયાને કહે છે, સિયા લાવ હું પરાગને આપતી જઉં છું....

સિયા- પણ મેડમ.. આ મારું કામ છે... પરાગ મને બોલશે પછી...

જૈનિકા- ડોન્ટ વરી... હું પરાગને કહી દઈશ....

જૈનિકા કોફી લઈને પરાગની કેબિનમાં જાય છે....

જૈનિકા- ગુડ મોર્નિંગ બોસ... સમયસર આવનારા બોસ આજે પહેલી વખત મોડા આવ્યા છે..!

પરાગ ગઈકાલ રાત્રે તેની અને રિની વચ્ચે જે યાદગાર ક્ષણ બની હતી તે યાદ કરી હસે છે...

જૈનિકા પરાગને આમ હસતા જોઈ સમજી જાય છે.... અને કહે છે, હા... હવે તો મોડા જ આવેને અમારા સર.... આટલી સુંદર વાઈફ હોય તો છોડીને આવવાનું મન ના જ થાય ને...!

પરાગ- બસ હા જૈનિકા.... શું કામ હતું?

જૈનિકા- રિનીને ખબર પડી ગઈ??

પરાગ- હા અને ના બંને...

જૈનિકા- એટલે?

એશા અને પરાગ વચ્ચે જે વાત થઈ હોય છે તે પરાગ જૈનિકાને કહે છે.

જૈનિકા- પછી?

પરાગ- ઘરે એના માટે સરપ્રાઈઝ લઈને ગયો પણ પરિતાનો ફોન આવતા હું તરત પરિતા પાસે ગયો.... અને રિની મારી પાછળ આવી હતી... ત્યાં પણ સીન થઈ ગયો હતો.... પરંતુ સમરે બહાનું કાઢીને મને બચાવ્યો હતો... પણ રિનીને ખબર છે કે સમર જૂઠ્ઠું બોલે છે... એટલે રિની સચ્ચાઈ સુધી પહોંચે એની પહેલા મારે જાણવું છે...!

જૈનિકા- આખરે વાત એવી તો શું છે પરાગ?

પરાગ- મેરેજ પહેલા અને મેરેજ પછી.... મારી લાઈફમાં બહુ જ મોટા ચેન્જીસ આવ્યા છે... હંમેશા મારી સાથે જ કેમ આવુ થાય છે? બસ કોઈ એક સમેટવાની કોશિશ કરુ કે બીજી કોઈ પ્રોબ્લમ મારી રાહ જોઈને ઊભી હોય છે..!




એવી તો શું વાત છે કે પરાગ પરિતાની બધી વાત માને છે?

શું રિની સચ્ચાઈ જાણીને રહેશે?

શું એ વાત પરાગની મમ્મી સાથે કનેક્ટેડ હશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાઘ પરાગિની ૨.૦ - ૨૪