પરાગિની 2.0 - 24 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 24

પરાગિની ૨.૦ - ૨૪



જૈનિકા- પરાગ કંઈ સીરિયસ વાત હોય તો કહે મને.. હું કંઈ તારી મદદ કરી શકુ..!

પરાગ- મારી લાઈફમાં બે અગત્યની સ્ત્રીઓ હતી.. એક મારી મમ્મી અને મમ્મીનાં ગયા બાદ દાદી... અને હવે ફક્ત એક જ સ્ત્રી અગત્યની રહી છે અને તે છે રિની..! પહેલી બંને સ્ત્રીઓ મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો... મારી મમ્મી... અત્યાર સુધી જીવતી હતી.. મને મૂકીને એના સપનાં પૂરાં કરવા જતી રહી... કેટલો નાનો હતો હું... બધા છોકરા જ્યારે તેની મમ્મી સાથે સ્કુલ્ આવતા, ગાર્ડનમાં રમવાં જતા ત્યારે હંમેશા મારીને મમ્મીને યાદ કરતો.... અત્યાર સુધી હું એવું જ સમજતો હતો કે તેઓ મરી ગયા છે... અને આ વાત દાદી એ અત્યાર સુધી મારાથી છુપાવીને રાખી... તેઓએ પણ આવું થવા દીધુ.. હવે મારે કોની પર વિશ્વાસ કરવો?

જૈનિકા- ઓહ....

પરાગ- પરિતા... આ છોકરી એવું કહે છે કે તે મારી બહેન છે... મારી કોઈ બહેન છે જ નહીં....! અને તે મને એવું કહે છે કે મારી મમ્મીએ બીજા મેરેજ કર્યા હતા... મારી મમ્મી હવે આ દુનિયામાં નથી રહી પરંતુ એમની છેલ્લી ઈચ્છા એવી હતી કે પરિતા મને મળે અને હું પરિતાનું ધ્યાન રાખું... પરંતુ મને આ વાત સાચી નથી લાગતી...!

જૈનિકા- પરાગ.. આ તો કોઈ મૂવી ચાલતી હોય એવું લાગે છે... પણ તારે રિનીને બધુ કહી દેવું જોઈએ... સી ઈઝ યોર વાઈફ..! મે બી સી કેન હેલ્પ યુ..!

પરાગ- મેં પહેલા વિચાર્યુ હતુ પણ તે સમયે અમે બંને સરખી જ પરિસ્થિતિમાં હતા... અને હજી પરિતા વિશે હું પણ શ્યોર નથી તો એને શું કહુ..? એક વખત બધી વાત મને ખબર પડી જાય એટલે હું રિની સાથે વાત કરી લઈશ..!

જૈનિકા- ઉફ્ફ..... પરાગ રિઅલીમાં તું મુસીબતોથી ઘેરાયેલો છે.... મુસીબત તો ના કહેવાય પરંતુ ગૂંચવાયેલી દોરીઓમાં તું જ બહુ ગૂંચવાય ગયો છે.

પરાગ- હા... મારી લાઈફમાં આવું જ લખ્યું છે.... મુસીબતોથી લડતા રહેવાનું....

જૈનિકા- તું બહુ જ સ્ટ્રોંગ છે પરાગ... આટલું થવા છતાં તું હાર નથી માનતો અને પહોંચી વળે છે.... તારી જગ્યાએ હું હોત તો ક્યારની ગીવ અપ કરી ચૂકી હોત..!


રિની ઓફિસ જતા પહેલા એશા અને નિશાને મળવા જાય છે. એશા અને માનવ બંને સાથે હોય છે. એશા રિનીને તેના ફોનમાં ક્લિક કરેલ પરાગ અને પરિતાની ફોટો બતાવે છે.

આ જોઈ રિની મૂંઝવણમાં આવી જાય છે કે હવે શું સમજવું...? પરાગની વાત પણ સાચી લાગતી હતી અને ફોટો પણ કંઈક બીજુ જ કહી રહ્યો હોય છે. પરાગ કોઈ દિવસ કોઈ બીજી સ્ત્રીને આવી રીતે ગળે નથી લગાવતા...! તો પછી પરિતા કોણ છે એમના માટે?

રિની- તમે મને પહેલા કેમ આ ફોટો ના બતાવ્યો?

એશા- અમે તમે બતાવવા માંગતા હતા પણ....

માનવ- તમે જેવું સમજી રહ્યા છે એવું કદાચ ના પણ હોય....

એશા- તું તો પરાગનો પક્ષ લઈશ જ ના...

રિની તેમને કાલે રાત્રે જે પરિતાના ઘરે જે થયું તે પણ કહે છે... સમરની પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હતી અને હવે પાછી આવી ગઈ છે તે સાંભળીને નિશાને લાગી આવે છે... તે બબડતી હોય છે કે, વાહ..! સમરની ગર્લફ્રેન્ડ પણ આવી ગઈ... બ્રેકઅપ પણ થી ગયુ..! શું વાત છે..!

રિની વિચારી વિચારીને વધારે ગૂંચવાતી જતી હતી. તે ત્યાંથી ઓફિસ જવા નીકળી જાય છે.

જૈનિકાનાં ગયા બાદ સમર પરાગને મળવા જાય છે.

સમર- ભાઈ.. કાલે રાત્રે બધુ બરાબર તો હતુ ને..?

પરાગ પાછો તે મોમેન્ટ યાદ કરતા કહે છે, બરાબર કરતાં પણ વધારે... મસ્ત હતુ..!

સમરને સમજ નથી પડતી કે ભાઈ શુ કહેવા માંગે છે.. પણ તે કહે છે, બધુ બરાબર હતું તો વાંધો નહીં.. પરંતુ મને આ પરિતા કંઈ અજીબ લાગે છે... એટલે કે કંઈ છૂપાવતી હોય એવું...તેના ઘરમાં એકપણ ફેમીલી ફોટો પણ નથી...

પરાગ- મને પણ અજીબ જ લાગે છે...

બંને વાત કરતા હોય છે કે ત્યાં રિની આવે છે... રિની પરાગને કહે છે, તમે ફ્રી પડો ત્યારે મને કહેજો.. મારે કામ છે તમારુ...

આટલું કહી રિની ત્યાંથી જતી જ હતી કે પરાગ તેને ઊભી રાખે છે અને કહે છે, શું વાત છે? કદાચ વાત પરિતાની જ છે... કહી દે જે કહેવું હોય તે...

રિની તેનો ફોન કાઢી પરાગ અને પરિતાનો ફોટો બતાવતા પરાગને પૂછે છે, કાલે મેં તમારી વાત પર વિશ્વાસ કર્યો પણ આ શું છે? હવે તમારું શું કહેવું છે? સમરની ગર્લફ્રેન્ડ સાથે તમે કેમ કોફી પીવા ગયા હતા? એ તો ઠીક છે ચાલોને.. પણ એ તમને કેમ હગ કરે છે?

સમર પણ તે ફોટો જોઈ છે પણ હવે શું કહેવું તે ખબર નથી પડતી..! સમર પરાગને કહે છે, ભાઈ... મને લાગે છે આપણે રિનીને કહી દેવું જોઈએ..?

પરાગ- ના, સમર... હમણાં નહીં. રિની, મેં તને કહ્યું હતું કે જ્યાં સુધી હું શ્યોર ના થઈ જાઉં ત્યાં સુધી હું તને નહીં કરુ... આ ફોટો પણ તને હું એક્સપ્લેઈન કરીશ...

રિની- એવી તો શું વાત છે કે તમે મને નથી કહી શકતા..?

પરાગ- કહ્યુંને એક વખત...

સમર- મને એક કામ યાદ આવ્યું છે હું જાઉં છુ..

સમર બહાનું કાઢી ત્યાંથી નીકળી જાય છે..

રિની- તમે ના કહો તો કંઈ નહીં પણ હું જાણીને રહીશ...

આટલું કહી રિની ત્યાંથી જતી રહે છે.

પરાગ તેને જતા જોઈ રહે છે અને હસી પડે છે અને કહે છે, રિની.. તને આવી નાના છોકરા જેવી હરકતો કરતા જઈને પણ મને તારી પર વધારે પ્રેમ આવે છે..!

પરાગ બપોરે લંચ પતાવી પરિતાના ઘરે જાય છે. પરિતા કોઈ સાથે વાત કરતી હોય છે કે તમે જેવું કહ્યુ છે તેમ જ કર્યું છે..!

પરાગ ડોરબેલ વગાડે છે. પરિતા ફટાફટ ફોન મૂકી દરવાજો ખોલે છે અને પરાગને જોઈને કહે છે, ઓહ.. ભાઈ.. તમે છો? આવો ને..!

પરિતા- હું બહાર જ જતી હતી.. થોડું કામ હતુ...

પરાગ- હા, પણ મારે મમ્મી છેલ્લે જ્યાં રહી હતી તે જગ્યા જોવા જવી હતી એટલે હુ આવ્યો...

પરિતા- હા, પણ કેમ અચાનક?

પરાગ- હુ બહુ સમયથી જવા માંગતો હતો પણ મને ખબર જ નહોતી... હવે તું આવી ગઈ છે તો તને તો ખબર જ હશે ને...?

પરિતાને લાગે છે કે તે હવે ફસાય રહી છે તેથી તે હા કહી દે છે કે હા, ભાઈ જઈશુંને..!

પરાગ- હમ્મ... એક વાત તો કહે... ઘરમાં એક પણ ફોટો નથીને... એટલે તારો નહીં, મમ્મીનો નહીં... તારા પપ્પાનો પણ નહીં...?

પરિતા હવે વધારે ફસાય છે.... પણ તેને યાદ આવે છે કે તેને પરાગને કહ્યું હોય છે કે ઘરમાં આગ લાગી હોય છે જેમાં પરાગની મમ્મી બળીને મરી ગઈ હોય છે... તેથી તે પરાગને કહે છે કે ઘરમાં આગ લાગી હતીને તેમાં બધા ફોટો બળી ગયા હોય છે...

પરાગ- આ ઘરમાં આગ લાગી હોય છે?

પરિતા- ના... તમને જે ઘર જવું છે તે.... અલમોસ્ટ બધુ જ બળી ગયું હતું... અમુક વસ્તુઓ જ બચી હતી પરંતુ તે પણ અડધી બળેલી..!

પરાગને ખ્યાલ આવી જાય છે કે પરિતા બહાનું કાઢી રહી છે.... પરંતુ તે કંઈ જતાવતો નથી અને પરિતાને કહે છે, તું તૈયાર થઈ જા પછી નીકળીએ...

પરિતા તૈયાર થવા જાય છે.


રિનીને શું કરવું તે સમજ નથી પડતી... તે સીધી દાદી પાસે જાય છે અને બધી વાત કરે છે.. દાદી રિનીને સમજાવે છે કે ધીરજથી કામ લે... પરાગ એવું કોઈ દિવસ તારી સાથે ના કરે... પરાગ તને કહે છે કે એનું આ છોકરી સાથે એવું કોઈ નથી તો નહીં જ હોય... એને થોડો સમય આપ.. કદાચ એ પણ એજ શોધતો હોય કે આ છોકરી કોણ છે એમ?

રિની દાદીની વાત પર વિચાર કરે છે અને કહે છે, ઠીક છે દાદી..


પરિતા પરાગને એક જૂના જેવા મકાનમાં લઈ જાય છે. જે અડધુ બળેલું હોય છે. જે ઘરને જોઈને કોઈ પણ કહી શકે કે આ મકાનમાં આગ લાગી હશે...!

પરાગ પરિતાને પૂછે છે, મમ્મીનો રૂમ ક્યો હતો?

પરિતા નીચેનાં જ ફ્લોર પર એક રૂમ હોય છે ત્યાં લઈ જાય છે અને કહે છે આ મમ્મી અને મારા પપ્પાનો રૂમ હતો...

એટલાંમાં પરિતાનાં ફોન પર કોઈનો ફોન આવે છે અને તે વાત કરે છે કે તે હમણાં તેના ભાઈ સાથે છે.. થોડીવાર બાદ પહોંચશે...!

પરાગ પરિતાને ઘરે મૂકવા જાય છે. ગાડીમાં પરિતા તેના સાથીઓને મનમાં થેન્કસ કહે છે. પરિતા જ્ચારે કપડાં બદલવા ગઈ હોય છે ત્યારે ફટાફટ તેમને ફોન કરી બધી વાત કહે છે... નસીબ સંજોગે તેમની પાસે એવું ઘર પણ હોય છે.. પરિતાના સાથી તેને સરનામુ મોકલી દે છે.. અને પરિતા પરાગને ત્યાં લઈ જાય છે.

પરાગ પરિતાને તેના ઘરે મૂકી પોતાના ઘરે જાય છે... ઘરે જઈને જોઈ છે તો રિની ત્યાં નથી હોતી..! પરાગ રિનીને ફોન કરે છે પરંતુ રિની ફોન નથી ઊંપાડતી..! આ બાજુ દાદી રિનીને ત્યાં જ રોકાય જવાનુ કહે છે. પરાગને ખબર પડતા તે તરત રિનીને લેવા આવી જાય છે પરંતુ દાદી તેને પણ રોકી લે છે અને કહે છે, આજની રાત બંને અહીં રોકાય જાઓ.! દાદીના માન ખાતર પરાગ હા પાડે છે. પરાગ અને રિની ભલે એક જ રૂમમાં રોકાય છે પરંતુ કોઈ જ સંવાદ નથી થતો..!


બીજા દિવસે એશા અને નિશા બંનેને નક્કી કરે છે કે તેઓ રિનીને મદદ કરશે પરિતા કોણ છે તે જાણવામાં..! અને ત્રણેય એક જગ્યાએ મળવાનું નક્કી કરે છે.




શું ત્રણેય છોકરીઓ પરિતાની સચ્ચાઈ જાણી શકશે? અને જાણશે તો કંઈ સચ્ચાઈ? પરાગના ભાઈ તરીકેની કે પછી કોઈ ખોટી ઓળખાણ વાળી છોકરીની?

પરાગ અને રિની બોલતા થઈ જશે?

જાણવા માટે વાંચતી રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૫