નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08. Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08.

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 08.

મિત્રો, સોપાન 07 માં આપણે જોયું કે નવરાત્રીના પ્રથમ દિવસની રમઝટની શરૂઆત થોડી ધીમી પણ સારી રહી. પરિતાના સાથમાં હર્ષ મન મૂકીને રમઝટ રમ્યો. પરિતા પણ માત્ર હર્ષના સાથની અપેક્ષાએ જ રમઝટ દિલ દઈને રમી. પરંતુ એની વિપરીત અસર હરિતાના મનોભાવમાં જોવા મળી. હરિતાને સતત ડર રહે છે કે હર્ષ પરિતા તરફ ઢળી નહીં જાય ને ! હર્ષ તો હરિતાના મનનો મીત છે જેની હર્ષને પણ જાણ નથી. હરિતા આ વાતને પકડીને, તેની મમ્મીને ખોટું બોલીને રમઝટ મેદાનમાં હર્ષ સાથે રોકાય ગઈ. બધા ગયા પછી હરિતા હર્ષને આઈસ્ક્રીમ પાર્લરમાં લઈને ગઈ, જ્યાં હરિતાએ હર્ષને પોતાનો કરવામાં જે પ્લાન કર્યો તેમાં તે સફળ રહી. હર્ષનો પ્રતિભાવ પણ અહીં હકારાત્મક જણાયો. શું હર્ષ પરિતાને પોતાનાથી દૂર રાખી શકશે ? આ ત્રિપુટીમાં ભંગાણ સર્જાશે ?
આ બધુ તો આવનાર સમય જ કહશે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... 08.

આજે નવરાત્રીનો બીજા દિવસ છે. બીજો દિવસ એટલે મા દુર્ગાનું સ્વરૂપ. આજે ખેલૈયાઓને માત્ર સ્કાય બ્લ્યૂ અને નેવી બ્લ્યૂ રંગનાં વસ્ત્રો જ પહેરવાની સૂચના રમઝટ સંચાલકો તરફથી જાહેર કરવામાં આવી હતી. કોઈ ડ્રેસકોડ અપાયો નથી માટે બજારમાંથી કોઈ ડ્રેસ ભાડે લાવવાનો અવકાશ રહ્યો ન હોવાથી શાંતિ હતી.
હરિતાએ તો આજે શાળામાં રજા પાડી દીધી. રાત્રે મોડા સુધી તેને ઊંઘ ન આવી. મનમાં ઉદભવેલ કેટલાંયે દિવાસ્વપ્નોમાં તે રાચતી રહી. તે હવે દિલથી કંઈક અલગ ભાવથી મુંજવણ અનુભવવા લાગી અને વિચારવા લાગી કે આઈસ્ક્રીમ પાર્લરમાં મારાથી હર્ષ સાથે થયેલી પ્રતિક્રિયા શું હશે ? મારાથી કેમ હર્ષને કિશ અપાઈ ગઈ ? હર્ષ મારા વિશે શું વિચારશે ? જો કે આવું તો હું અને હર્ષ નાના હતા ત્યારે સંતાકૂકડી રમતાં રમતાં પણ કરી લેતાં હતા. હર્ષે મને હગ કરી ત્યાં સુધી તો ઠીક છે કેમ કે અમે રમતમાં આમ કરતા હતા. પરંતુ મારા નાજુક હોઠ પર હર્ષના ગરમ ગરમ હોઠનું મિલન. ... આ વિચારથી તેની દિલના દરવાજે દિલરૂબાના તાર ઝણઝણાટી ઊઠ્યા. તેના દિલમાં એક અનેરો આવેગ ઊઠ્યો અને તે બીજુ ઓશીકું સોડમાં લઈને ઊંંઘી ગઈ. સવારે લગભગ નવ-દસ વાગે ઊઠી. પરવારીને ચા-નાસ્તો કરી તેની મમ્મીના કામની મદદમાં લાગી.
બપોરના લગભગ 2:00 વાગે પરિતા હરિતાના ધરે આવે છે. તે દુકાનમાં પાછો આપવાનો ડ્રેસ અને હર્ષને આપવાના ડ્રેસના ભાડાના ₹. 500 લઈને જ આવી હતી. બંને રૂમમાં ગયાં અને આજની રાત્રે ધારણ કરવાના ડ્રેસ બાબતે વિચારવા લાગી. બંનેએ નક્કી કરી લીધું કે નેવી બ્લ્યૂ પ્લાજો, સ્કાય બ્લ્યૂ ટૉપ પહેરવું તેમજ ઉપરણા તરીકે નેવી બ્લ્યૂ ઓઢણીને રાખવી. એટલામાં હર્ષ ટ્યુશન જવા માટે નીકળતો હતો ત્યાં હરિતાની મમ્મીએ તેને બોલાવ્યો, એટલે તે હરિતાના ઘરમાં ગયો. તેમણે હરિતાના ડ્રેસના ભાડાના ₹. 500 આપ્યા અને ડ્રેસ દુકાનમાં આપી આવવાની વાત કરી. પરિતા પણ ડ્રેસ લઈને આવી છે અને અંદર રૂમમાં બંને બેઠાં છે એવી વાત સાંભળતાં હર્ષ રૂમમાં ગયો. હરિતા તેને ધ્યાનથી નિરખતી હતી ત્યાં હર્ષની પ્રેમભીની સ્માઇલથી હસી પડે છે. પરિતા પણ હસી પડે છે અને હર્ષને તેના ડ્રેસના ભાડાના ₹. 500 આપે છે. તેણે પરિતાને ટ્યુશનથી આવું ત્યાં સુધી રોકાવાનું કહીને ટ્યુશન ચાલ્યો ગયો.
ચાનો સમય થવાથી બંને બહેનો રસોડામાં આવી હરિતાનાં મમ્મી સામે ચેતનાબહેનના ધરે બેઠા છે. હરિતા અને પરિતા ચા બનાવીને પીવે છે સાથે હળવો નાસ્તો પણ કરે છે. ત્યાં થોડી વાર પછી હર્ષ આવે છે, થોડી વાતો કરી ત્રણેય ડ્રેસ લઈને આપવા માટે બરોડા પ્રિસ્ટેજ જાય છે. ત્યાંથી ડેરી ડૉન આઈસ્ક્રીમ સેન્ટર પર જઈ મિલ્કચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ પરિતાને ધેર મૂકવા જાય છે. હરિતા તેને કહે છે કે "હું અને હર્ષ રાત્રે તને લેવા માટે આવીશું." આટલી વાત થયા પછી પરિતા પણ ઘેર ઉતાઈ બંને ઘેર આવ્યા.
રાતના આઠ વાગતાં હર્ષ જમી પરવારી તૈયાર થઈ હરિતાના ફ્લેટમાં જાય છે. હરિતા તૈયાર થઈ રહી છે. તે બેઠકખંડમાં બેઠો છે. હરિતા તેને તેની રૂમમાં બોલાવે છે. હરિતાએ સ્કાયબ્લ્યુ પ્લાજો અને નેવી બ્લ્યુ ટૉપ ધારણ કરેલ છે. તેને જોઈ હર્ષ ઘણો જ રાજી થાય છે અને હાથની આંગળીઓ દ્વારા 👌 ઘણી જ સુંદર લાગે છે, તેવો ઈશારો પણ કરે છે. હરિતા પણ રાજી થાય છે. હર્ષને કમરે બાંધવા સ્કાય બ્લ્યુ ઓઢણી આપી પોતાના હાથમાં બ જોડ દાંડિયા પણ લે છે. આજે દાંડિયા રાસ રમવાની છે.
હર્ષ તેની સ્કૂટી પાર્કિંગમાંથી બહાર કાઢે છે. હરિતા તેને ચીપકીને પાછળ બેસે છે. બંને પરિતાને લેવા તેને ત્યાં જાય છે, પરિતાને લઈને આવી ત્રણેય સ્કૂટી પર રમઝટના સ્થાન પર પહોંચી સ્કૂટી પાર્ક કરી. હર્ષે દરવાજા પર ત્રણેયનો એન્ટ્રી પાસ બતાવ્યો અને પોતાની જગ્યાએ પહોંચ્યા. સંગીત વાગી રહ્યું છે અને ગરબા શરૂ થવાની થોડી વાર છે. હર્ષ, હરિતા અને પરિતા ખુરશીમાં બેઠા બેઠા વાતો કરે છે.
આજની રમઝટની તૈયારી શરૂઆત માતાજીની આરતીથી થાય છે. આરતી પૂરી થતાં જ ગણપતિ અને માતાજી ની સ્તુતિ કરતો ગરબો ચાલી રહ્યો છે.આજે હરિતા રંગમાં છે. તેનો કાનજી પણ રંગભર્યાઉમંગે કમરે ભૂરું કેડિયું બાંધી ઘૂમી રહ્યો છે. તેનો તો
બબ્બે ગોપી સંગ રમવાની રંગત દિલને રોમાંચિત કરી રહી છે. ગરબો પૂરો થતાં ફાલ્ગુની પાઠકના મધુર કંઠે ગરબાની રમઝટ શરૂ થાય છે.
આજની રમઝટ ફાલ્ગુની પાઠકના સ્વરમાં :
વાચક મિત્રો નીચે દર્શાવેલ લિંક પર આ ગરબા માણી આનંદ મેળવજો.

https://www.facebook.com/colorsgujarati/videos/676471762718878/?sfnsn=wiwspmo

રમઝટ હવે રંગ પકડતી જાય છે. ત્રણેય ઘણા જ આનંદ સાથે એકબીજાને જોતા, મખડે મલકતા હૈયે હરખતા અને નયનોમાં નેહ ભરતા રમઝટની ઉડન ખટોલા પર ઉડતાં જાય છે. હરિતા પરિતાને પણ ધ્યાનમાં લેતી જાય છે. હરિતાના મનમાં તેના સ્વપ્નનો રાજકુમાર સાથે મહાલે છે. આજે કોઈ જોનાર કે કહેનાર નથી. એક બે વાર તો હર્ષ સાથે અથડાઈ જવાનો ને ખભે હાથ મૂકી દેવાનો ખેલ પણ ખેલે છે. તો સામે પક્ષે હર્ષ પણ હવે મુક્ત બન્યો છે. એનો હરિતાનો આ રીતે થતો સ્પર્શ તેને આનંદ પ્રેરે છે. તેમ છતાં તેને આ બધું થોડું અજુગતું પણ લાગે છે.
પરંતુ એકાએક પરિતા હરિતાના કાનમાં કંઈક વાત કરતાં તે બંને રમઝટમાંથી બહાર નીકળી જાય છે ને ખુરશીમાં બેસી જાય છે. હર્ષ મુઝવણ અનુભવે છે ને તે પણ બહાર નીકળી જાય છે. તે હરિતા પાસે જઈને બેસે છે. હર્ષ પાણીની બોટલ લાવીને તે બંનેને આપે છે. હજુ તો સાડા દશ જ વાગ્યા છે. પરિતાને ઘેર જ જવું છે તેથી ત્રણેય દરવાજાની બહાર આવે છે અને હરિતા હર્ષ પાસેથી સ્કૂટીની ચાવી લઈને પરિતાને મૂકવા જાય છે. હર્ષ હરિતાની રાહ જોતો બહાર જ દરવાજે ઊભો રહે છે.
હરિતા પાંચ-સાત મિનિટમાં પાછી આવી જાય છે. એટલે તે બને સ્કૂટી લઈ નજીકના શેરી ગરબા જોવા જાય છે. આ ગરબ જોયા પછી બંન્ને એ જ આઈસ્ક્રીમ પાર્લરમાં જાય છે. આઈસ્ક્રીમ મંગાવે છે. આઈસ્ક્રીમને માણતાં હરિતા કહે છે ત્રણેક દિવસ પરિતા ગરબે રમવા નહીં આવે. હવે આ ત્રણ દિવસ આપણે એકલા જ છીએ. બોલ શું કરીશું ? હર્ષ કહે આપણે બે તો છીએ ને, રમઝટમાં રમવાનું. હરિતા ગુસ્સામાં પણ ધીમા સ્વરે ... "પાગલ, હું અલગથી કંઈક કરવાની વાત કરું છું. એટલે કે એક દિવસ માટે પિક્ચરની ગોઠવણ કરીએ તો ?
હર્ષ : "ધરમાં વાત ખબર પડશે તો બે ઘરના સંબંધ
તૂટી જશે."
હરિતા : માત્ર તું ને હું છે, રાત્રીનો સમય છે, કોઈ
જોનાર નથી, ક્યાંથી જાણશે !
હરિતાના આગ્રહથી હર્ષ માની જાય છે. બંને બસસ્ટેશન પાસે અલંકાર ટૉકીઝમાં 'પ્યારકા આશિયાના' પિકચર જોવાનું નક્કી કરે છે. એ જ અંધારી જગ્યા છે અને બંને દીર્ઘ અધર મિલન માણી ઊભા થાય છે. રમઝટના દરવાજે લોકો બહાર આવી રહ્યા છે. સૌ પોતપોતાના ધરે જાય છે. હર્ષ અને હરિતા પણ ઘેર રવાના થાય છે. ફ્લેટ આવી જતાં હરિતા સ્કૂટી પરથી નીચે ઊતરી લિફ્ટ તરફ જાય છે. હર્ષ પણ સ્કૂટી પાર્ક કરી લિફ્ટ પાસે પહોંચી લિફ્ટમાં પ્રવેશ કરી દરવાજો બંધ કરે છે. હરિતા લિફ્ટમાં હર્ષને બાઝી પડે છે. ચોથો માળ આવતાં સામસામે નજરો મિલાવી તેમના ઘેર જાય છે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આજની નવરાત્રી તો રંગ લાવી. પારેવાંની જોડ જાણે બહાર લાવી. પરિતાની ત્રણ દિવસની ગેરહાજરી હજી ઘણા રંગ લાવશે. આવતા સોપાન સુુધી રાહ જોઈએ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
માત્ર વૉટસ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐