પિતા - એક નિષ્ઠાનું નિશાળ Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતા - એક નિષ્ઠાનું નિશાળ

" પિતૃપ્રેમ "

પ્રાચીનકાળથી આપણા ઋષિ - મુનિઓ દ્વારા રચાયેલ વેદોમાં મા, પિતા, ગુરુ, અતિથિ, ભાઈ , બહેન વગેરેનો મહિમા દર્શાવાયો છે.કહેવાય છે કે " मातृदेवो भवः । पितृदेवो भवः । गुरु देवो भव। अतिथि देवो भवः । " આમ, અનેક રીતે સામવેદમાં પિતૃપ્રેમનો મહિમા દર્શાવાયો છે.આમ, જેમ માતા બાળક માટે પ્રેમનું ઝરણું હોય છે.તેવી જ રીતે પિતાએ દરેક દિકરીને માટે પ્રેરણા મૂર્તિ હોય છે.બાળક તેમની પાસેથી ઘણાં સારા અને નરસાં કામ શીખતો હોય છે.

"પપ્પા, તમે ઈશ્વર નથી.
કારણકે ઈશ્વર તો સુખ અને દુઃખ,
બંને આપે....
તમે તો ફક્ત સુખ જ આપો છો."

ઘણાં એવું કહેતા કે પ્રાચીન સમયમાં માતાને બા અને પિતાને બાપા કહેવ તાં હતાં. તેનું મુખ્ય એક જ કારણ હતું. અને તે હતું કે તે સમયે પિતા બાળકોનું ખાસ ધ્યાન ન રાખતા તેથી બાપા એટલે બાનો પા ભાગ. પણ મારા મતે હું કહું તો મારા બાપા એટલે બાનો પોણો ભાગ. કારણકે મારા પપ્પાએ મારા માટે ઘણું કર્યું છે. મારા પપ્પાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મારા પપ્પાએ મને મા અને બાપ બંનેનો પ્રેમ પૂરો પાડ્યો છે.તેમના માટે જેટલું કહું એટલું ઓછું છે. તેથી હું ઘણી વખત કહેતી,

"મને પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે,
કારણ કે પપ્પા તો ફક્ત રમકડાં જ લાવે છે.
પરંતુ સાંજ તો મારા પપ્પાને લાવે છે."

કોઈક કહે છે કે પપ્પા નાળીયેર જેવા કઠોર હોય છે પણ મારા મતે પપ્પાનો અર્થ એવો થાય છે કે,

"પિતા એટલે કાળજી ભરેલું કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારોનું સુરક્ષા કવચ અને,
નિષ્ઠાનું નિશાળ. "

કહેવાય છે કે પિતા એટલે એવી છત્રી જેની છાયા બધાનાં નસીબમાં નથી હોતી. ફક્ત એક દીકરીના નસીબમાં હોય છે.તેવી જ રીતે તેનાથી ઉલટું એવું પણ કહેવાય છે કે, દરેક દીકરીને બાપનો પ્રેમ મળે જ છે.પરંતુ દરેક બાપને દીકરીનો પ્રેમ ભાગ્યે જ મળે છે. તેથી જ કહ્યું છે કે,

"બાપ અને બેટીમાં એક ચીજ કોમન હોય છે.
બંનેને પોતાની ઢીંગલીથી ખૂબ પ્રેમ હોય છે."

આપણે મોટા થઈએ ત્યારે આપણા પપ્પાની ઘણી આશાઓ આપણી સાથે જોડાયેલી હોય છે.આ આશાઓ પૂર્ણ કરવા જતાં કોઈક વખત ભૂલે ચૂકે ભૂલ થઈ જાય. ત્યારે પણ પપ્પા આપણને એક શબ્દ પણ નથી કહેતા.તેથી કોઈકે કહ્યું છે કે,

"કોઈકે પૂછ્યું કે
એવી કોઈ વસ્તુ કે જગ્યા કે જ્યા
દરેક ભૂલ, દરેક ગુનો , દરેક વસ્તુ
માફ થઈ જાય ?
તો એક નાનકડા બાળકે
હસીને જવાબ આપ્યો".
"મારા પપ્પાનું દિલ !"

ઘણાં પિતાની ગણનાં કઠોરમાં કરે છે.પરંતુ તેઓને ક્યાં ખબર હોય છે?કે પિતા નાળીયેર જેવા હોય છે. બહારથી કઠોર અને અંદરથી કોપરા સમાન નરમ હાય છે.જયારે પોતાની દીકરી નવી જીદગી જીવવા પિતાની વિદાય છે. પોતાના પરિવારજનોની વિદાય લે છે.ત્યારે પોતાની દીકરી ભાંગી ન પડે તે માટે પિતા પોતાના આંસુઓને માંડ માંડ રોકીને રાખે છે.વિદાય વેળે દરેક પરિવાર જનોની પાંપણોમાં રહેલા આંસુઓ જોઇ શકાય છે.પરંતુ તે જ વેળે એક પિતાના હ્યદયમાં વહી રહેલાં ચોધાર આંસુઓની નદી કોઈ જોઈ શકતું નથી. કહેવાય છે કે જેણે પૂર્વજન્મમાં ઘણાં પુણ્ય કર્યા હશે. તેને ત્યાં જ દીકરીનું અવતરણ થાય છે. તેથી બાપને દીકરા કરતાં દીકરી પ્રત્યે વધુ લગાવ હોય છે. તેથી જ કહે છે કે,

" Behind a great daughter
is a truly amazing dad. "

જૂના પુરાણા લેખકો, કવિઓ અને સાહિત્ય કારોએ પિતૃપ્રેમની અવગણના કરી અને માતૃપ્રેમને વધુ પ્રોત્સાહન આપ્યું. જેથી આજના બાળકો મધર્સ ડેની ઉજવણી ધામધૂમથી કરે છે.પરંતુ ફાધર્સ ડે ક્યારે આવે છે તેની જાણકારી પણ નથી રાખતાં. પિતૃપ્રેમ પણ માતૃપ્રેમ કરતાં ઓછો ચડિયાતો નથી. છતાં આજના બાળકો પિતૃપ્રેમની અવગણના કરે છે. અને બંને પ્રેમને સમાનદ્રષ્ટિથી જોવાની જગ્યાએ માતૃપ્રેમ અને પિતૃપ્રેમમાં ભેદભાવ ઉભો કરે છે. છતાં પિતા તેનો વિરોધ કરતાં નથી તેમાં જ તેમની મહાનતા છે. તેથી જ કોઈ કે કહ્યું છે કે,

"પપ્પા હંમેશા મહાન જ હોય છે,
તોય તેના મહાન સંતાનો એની
બધી ક્રેડીટ મમ્મીને આપે છે,
છતાં પપ્પા મૌન સેવે છે,
બસ એટલે જ પપ્પા મહાન છે . ''

છેલ્લે બસ એક જ વાક્ય કહીશ કે,

" The greatest gift
I ever had came
from god ,
I called him Dad.... "
- secret writer