પરાગિની ૨.૦ - ૨૨
દાદીએ તેમના હાથથી આજે પરાગનું ફેવરેટ જમવાનું બનાવ્યું હોય છે. દાદી સમરને પરાગને આપી આપવાનું કહે છે.
પરાગ સાંજે ઓફિસથી ઘરે જતાં રિની માટે રેડ રોઝનું બૂકે અને બ્રેસલેટ લઈને ઘરે પહોંચે છે. રિની પરાગને હેરાન કરવા ગાર્ડનનાં ખૂણામાં જઈને બેસી જાય છે. રિની બહારથી પરાગને ઘરમાં જોઈ શકતી હોય છે. પરાગ રિનીને આખા ઘરમાં શોધે છે પણ રિની ક્યાંય નથી મળતી..!
એટલામાં જ પરાગનાં ફોન પર પરિતાનો ફોન આવે છે.
પરિતાનો અવાજ ગભરાયેલો હોય છે. તે એવું કંઈક બોલતી હોય છે કે ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે... પરિતા રડતી હોય છે. પરાગ તેને શાંત રહેવાનું કહે છે અને તે હમણાં જ તેના ઘરે પહોંચે છે તેવું કહે છે.
રિની નીચે બેઠી બેઠી પરાગને જોતી હોય છે. તે જોઈ છે કે પરાગ તેની માટે ફ્લાવર બૂકે લાવ્યો છે અને નાની હેનન્ડલ બેગમાં કંઈ છે, પરંતુ કોઈનો ફોન આવતા પરાગનાં હાવભાવ બદલાય ગયા હોય છે તે પણ રિની જોઈ છે.
રિની જોઈ છે કે પરાગ તે ફ્લાવર બૂકે ટેબલ પર મૂકી દોડીને બહાર જાય છે અને ઘરનાં મેઈન ગેટ તરફ જતો હોય છે.
રિની- પરાગને શું થયું? અચાનક આમ ક્યાં જાય છે? કોનો ફોન હશે?
રિની પણ પરાગ પાછળ જાય છે. રિની બહાર જાય ત્યાં સુધીમાં પરાગ ગાડી ચાલુ કરી નીકળી જાય છે. જેવો પરાગ નીકળે છે કે તરત પાછળ સમર આવે છે.
રિની છેક ગેટની બહાર આવે છે પણ ત્યાં સુધીમાં તો પરાગ નીકળી ગયો હોય છે અને તે જોઈ કે સમર ત્યાં આવ્યો હોય છે. રિની તેને ગાડીમાં જ બેસી રહેવા કહે છે. રિની ફટાફટ ગાડીમાં બેસીને સમરને કહે છે, પરાગની ગાડીની પાછળ જવા દે..
સમર પરાગની ગાડી પાછળ તેની ગાડી જવા દે છે અને રિનીને પૂછે છે, શું થયું? કેમ આપણે ભાઈનો પીછો કર્યે છે?
રિની- તું બસ એમની પાછળ જ ગાડી જવા દે... મને પણ નથી ખબર એ ક્યાં જાય છે...?
સમર- હેં..? એવું કેવું નથી ખબર?
રિની- તારો ભાઈ આજકાલ એક ફોન પર બહુ દોડાદોડ કરે છે અને એ પણ રાત્રે... મને કંઈ કહેતા પણ નથી..! બસ તું પીછો કરતો રહે..!
સમર- વાહ... શું દિવસો આવ્યા છે..! મારે જ મારા ભાઈની જાસૂસી કરવી પડે છે...!
પરાગની ગાડી એક ઘર પાસે આવીને ઊભી રહી જાય છે. સમર તેની ગાડી થોડી દૂર ઊભી રાખે છે.
રિની- અહીં તમારું કોઈ ઓળખીતું રહે છે?
સમર- ના... ભાઈ અહીં શું કરવા આવ્યા હશે?
રિની- મને કંઈ જ ખબર નથી... એમની પાછળ જઈશ તો જ ખબર પડશે ને મને..!
પરાગ ગાડીમાંથી ઊતરી પરિતાના ઘરે જાય છે.
રિની પણ તેની પાછળ જાય છે. સમર પણ ગાડીમાંથી ઊતરીને રિની સાથે જાય છે.
રિની- તને શું લાગે છે સમર? પરાગ કેમ અહીં આવ્યા હશે? કદાચ કોઈ છોકરી........
સમર- રિની... ભાઈએ તારી સાથે મેરેજ કરવા માટે શું નથી કર્યું? દાદીએ ના કહેવા છતાં તારી સાથે મેરેજ કર્યુ અને તું આવું વિચારે છે?
રિની- એ તો છે... પણ આટલી રાત્રે તે કોઈના ઘરે કેમ જાય? ચાલ હવે અંદર જવું જ પડશે...
સમર- ના, રિની આમ કોઈને ત્યાં ના જવાય... ભાઈ બહાર આવે ત્યાં સુધી વેઈટ કરીએ... ભાઈને પૂછી લઈશું..!
રિની- મારામાં આટલી બધી ધીરજ નથી..! સોરી હું તો ચાલી...
રિની દરવાજા પાસે જઈ ડોરબેલ વગાડે છે. રિની સળંગ ડોરબેલ વગાળ્યા જ કરે છે જ્યાં સુધી કઈ દરવાજો નથી ખોલતું..!
પરિતા દરવાજો ખોલે છે અને રિનીને પૂછે છે, કોનું કામ છે તમારે?
રિની- પરાગને બોલાવો...
પરિતા- તમે કોણ છો?
રિની- મેં કહ્યું પરાગને બોલાવો...
રિની જોરથી પરાગને બૂમ પાડે છે.
સમર- રિની ધીમે... આજુબાજુ રહે છે બધા...
પરિતા- તમે કોણ છો?
રિની- હું પરાગની વાઈફ છું...
એટલામાં જ પરાગ બહાર આવે છે અને રિનીને દરવાજે ઊભી જોઈ આશ્ચર્ય પામે છે અને રિનીને પૂછે છે, રિની તું અહીં કેમની?
રિની- આ જ પ્રશ્ન તમને પૂછું છું કે તમે અહીં શું કરો છો?
સમર પણ ચોંકી જાય છે કે ભાઈ એક છોકરીનાં ઘરે શું કરે છે?
રિની- પરાગ જવાબ આપો... આ છોકરી કોણ છે? તમે અહીં કેમ?
પરાગને સમજ નથી પડતી કે રિનીને શું કહેવું...? પરાગ કંઈ બોલતો નથી..!
રિની- પરાગ તમને પૂછી રહી છું.. હું તમારા પર શક નથી કરતી પરંતુ આટલી રાત્રે અહીં આવવું અને તમારી ખામોશી મને કંઈક ઓર જ કહે છે...
રિની પરાગનો હાથ પકડી પૂછે છે, પણ પરાગ કંઈ બોલતો જ નથી....
રિની- શું હું જે સમજી રહી છું તે સત્ય છે?
પરાગ- રિની એવું કંઈ નથી...
રિની- તો મને કહો કે આ બધુ શું છે?
રિની હવે રડવા જેવી થઈ જાય છે...
રિની- જ્યારે આપણા બધા ડિનર કરતા હતા ત્યારે આનો જ ફોન આવ્યો હતો અને તમે ફટાફટ નીકળી ગયા હતા?
પરાગ- હા...
રિનીના આંખમાંથી ટપ ટપ આસું પડવા માંડે છે.
રિની પરિતાને પૂછે છે, તે દિવસે રાત્રે ઘરે લેન્ડલાઈન પર તે જ ફોન કર્યો હતોને?
પરિતા કંઈ બોલતી નથી અને નીચું જઈ રહે છે.
રિની- પરાગ..... હવે તો કંઈ બોલો.... તમે મને જે વાત હોય તે કહી દો... હું અહીંથી જતી રહીશ...
પરાગ- રિની આપણે શાંતિથી વાત કરીએ... આજુબાજુ બધા રહે છે...
રિની રડતી રડતી ત્યાંથી જતી રહે છે...
પરાગ રિની બૂમ પાડી રોકવાની કોશિશ કરે છે.
સમર- ભાઈ.. આ બધુ શું છે?
પરાગ- બધુ પછી કહીશ...
પરાગ રિની પાછળ જાય છે. પરાગ રિનીને બૂમ પાડતા ઊભી રહેવાનું કહે છે...
રિની- તમે તમારું જે કામ હોય તે પતાવો હું ઘરે જાવ છુ....
પરાગ- રિની... તું જેવું સમજે છે એવું કંઈ નથી....
રિની- તો તમે સમજાવો મને કે આ બધુ શું છે..?
સમરને ખ્યાલ આવી જાય છે કે કંઈક બીજી જ વાત છે તેથી તે તેના ભાઈની મદદ કરવાનું નક્કી કરે છે.. તે પરિતાને તેનું નામ પૂછે છે.
રિની ઝડપથી ચાલતી ચાલતી જતી હોય છે અને પરાગ તેની પાછળ તેને ઊભુ રહેવાનો કહેતો હોય છે. રિની પરાગને સાંભળતી જ નથી અને ચાલ્યા જ કરે છે... રિની મેઈન રોડ સુધી પહોંચી જાય છે. પરાગ રિનીને જોરથી બૂમ પાડે છે અને ઊભી રહેવાનું કહે છે. રિની ઊભી રહી પાછળ ફરે છે. રિનીની આંખો રડીને લાલ થઈ ગઈ હોય છે.
પરાગ- મારી વાત સાંભળ રિની...
રિની- બોલો... હું સાંભળું છું....
પરાગ- આપણે શાંતિથી ઘરે જઈને વાત કરીએ....
રિની- તમે ખાલી એટલું કહી દો કે એ છોકરી કોણ છે? અને એટલું તો શું લાગે છે કે તમે અત્યારે રાત્રે એને મળવા આવ્યાં?
પરાગ- રિની ઘરે જઈને વાત કરીએ....?
રિની- તમારે નથી કહેવું તો હું જઉં છું....
રિની મેઈન રોડ તરફ જ જતી હતી કે સામેથી એક ગાડી રિની તરફ આવતી હોય છે.... રિની જોઈ છે કે સામેથી ગાડી આવે છે પણ તેના પગ જાણે થીજી ગયા હોય એમ જ ઊભી રહી જાય છે. પરાગ દોડીને રિનીને સાઈડ પર ખેંચી લે છે.
પરાગ- રિની, તારું ધ્યાન ક્યાં છે?
આટલું કહી પરાગ રિનીને ગળે લગાવી દે છે.
રિની પરાગથી અળગી થઈ ઘરે જવા નીકળતી હોય છે કે પરાગ તેને રોકી લે છે અને કહે છે, રિની મારી પર વિશ્વાસ રાખ...
રિની- વિશ્વાસ તો છે પણ મારા પ્રશ્નો પ્રત્યેનું તમારું મૌન મને કંઈક બીજું કહે છે....
સમર ત્યાં આવે છે અને રિનીને કહે છે, રિની... ભાઈની કંઈ ભૂલ નથી... પરિતા મારી ગર્લફ્રેન્ડ હતી... એ મને ફોન કરતી હતી પણ મેં ફોન ના પીક કર્યો એટલે એને ભાઈને કર્યો... અને ઈમરજન્સી હતી એટલે જ ભાઈ આવ્યા છે... એની મોમ આ દુનિયામાં નથી રહ્યા... વિક પહેલા જ ઓફ થઈ ગયા હતા અને મને નહોતી ખબર... એ મુસીબતમાં હતી અને મને ફોન કરતી હતી...!
રિની- સમર... તારા ભાઈને બચાવવા માટે સારી સ્ટોરી બનાવી છે પણ મને ગળે નથી ઊતરતી..!
પરાગ સમજી જાય છે કે સમર મને બચાવવા જૂઠ્ઠું બોલે છે.
સમર- હું સાચું કહી રહ્યો છું...
રિની- હું જાતે જ પરિતાનો પૂછી જોઉં ને?
રિની સીધી પરિતાના ઘરે જાય છે.
પરાગ અને સમર બંને એકબીજાને જોઈ રહ્યા હોય છે. તેઓ બંને રિનીની પાછળ જાય છે.
ત્રણેય પરિતાના ઘરે હોય છે.
રિની પરિતાને પૂછે છે, તું અને સમર કેટલા સમયથી રિલેશનશીપમાં છો?
પરિતા અને સમર બંને એકસાથે જ જવાબ આપે છે પરંતુ બંનેના જવાબ અલગ હોય છે. પરિતા છ મહિના કહે છે અને સમર એક વર્ષ કહે છે.
રિની- બહુ જ સરસ.... મને મારો જવાબ મળી ગયો...
પરિતા- એવું નથી.... મારી મમ્મી છેલ્લા છ મહિનાથી બિમાર જ રહેતા હતા એટલે હું એમાં બીઝી રહેતી હતી....
રિની- મેં કોઈ જ સફાઈ નથી માંગી... મને મારો જવાબ મળી ગયો છે... હું હવે ઘરે જઉં છું..!
રિની ઘરની બહાર નીકળી જાય છે. પરાગ પણ રિની પાછળ જાય છે.
પરાગ- રિની ગાડીમાં બેસી જા... બંને સાથે ઘરે જઈએ...
રિની- ના, હું મારી રીતે જતી રહીશ... તમે તમારી મેટર પતાવીને આવો...
પરાગ હવે અકળાઈ છે અને રિની કહે છે, રિની ગાડીમાં બેસ....
પરાગ રિનીનો હાથ પકડી તેને ગાડીમા બેસાડી દે છે અને પછી બંને ધરે પહોંચે છે.
ઘરે પહોંચી રિનીએ જે ડિનર બનાવ્યું હોય છે તે બધુ ફ્રીઝમાં મૂકી દે છે અને પછી ઉપર રૂમમાં સૂવા જતી હોય છે કે પરાગ તેને રોકી લે છે.
શું રિની પરિતાના સચ્ચાઈ જાણી શકશે?
પરાગ અને રિની વચ્ચે સુલેહ થશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૩