સકારાત્મક વિચારધારા - 25 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 30

    હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પા...

  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 25

સકારાત્મક વિચારધારા 25


ગઈકાલ અમે કાંકરિયા ફરવા ગયેલા.હું અને મારી પત્ની.હું અને મારી પત્ની કાંકરિયા તળાવની પાડી પર બેઠા હતા.રવિવારનો દિવસ,ઉગતી સાંજ અને ડૂબતા સૂરજનો સમય હતો.તળાવ સૂર્યને પોતાના આગોશમાં લેવા તત્પર હતો અને આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવા અમે આતુર હતા.આ પળ ને યાદગાર બનાવવા ઈચ્છતા હતા.એવામાં તો ત્યાં એક અઢારેક વર્ષીય છોકરીએ ઝપલાવ્યું.ત્યાં તો તેને બચાવવા મે કૂદકો માર્યો.આપણે વ્યવસાયિક રીતે સાયકોલોજીસ્ટ .મારે રોજ આવા પ્રકારના કેસ ની ગુંથી ઉકેલવાનું રોજીંદુ કાર્ય. ડો.અશ્વિને પેલી સ્વાતિ નામ ની છોકરીના પ્રયાસને નિષ્ફળ બનાવી તેને બચાવી લીધી. સૌ પ્રથમ તો તેને નજીક ના સ્ટોલ પર લઈ જઈ બેસાડ્યો નાસ્તો ખવડવ્યો તેનું મન શાંત થયું.તે ક્યાં રહે છે? શું કરે છે? તેનું આત્મહત્યા નું કારણ પૂછ્યું?ત્યારે ખબર પડી કે તેને લાગતું હતું કે તેના માતા પિતા તેને પ્રેમ નથી કરતા અને તેના ભાઈને વધુ પ્રેમ કરે છે કારણકે,તે એક છોકરી છે બસ, આ વાત તેના મન માં બેસી ગઈ અને એટલી હદે પેસી ગઈ કે, હવે તેને લોકો તેને ગાંડી થઈ ગઈ છે અથવા વળગાડ થયો છે એમ કહેવા લાગ્યા અને છોકરીઓ છોકરો કરતાં ઓછી નથી હોતી એવું છતું કરવા એવા કૃત્ત્યો કરવા લાગે છે કે તેને સંભાળવું મુશ્કેલ જ નહીં
આપણાં હાથ બાહર ની વાત થઈ જાય છે.આથી, પોળ ના લોકો ના કહેવા મુજબ સ્વાતિ ને પોળ બાહર કાઢી મૂકવા અથવા પાગલખાના માં મોકલી દેવામાં આવી હતી.જ્યાંથી તે ભાગીને નીકળી કાંકરિયા માં ઝંપલાવવનો નિષ્ફળ કૃત્ય આચર્યો હતો.


સ્વાતિની આખી વાત સાંભળ્યા બાદ તેને તેના રહેણાંક વિસ્તારમાં લઈ જવામાં આવી તો ત્યાં તેને તિરસ્કાર
ની દૃષ્ટિએ જોવામાં આવતું હતું એટલું જ નહી તેને વળગાડ કે ગાંડી પણ કહેવામાં આવ્યું.કોઈએ તેનો સ્વીકાર કર્યો નહિ.અહી, સુધી કે તેની માતા એ મને પ્રશ્ન કર્યો કે ,"તમે આને બચાવીને ભૂલ છે?" કોઈ માતાનો આ પ્રકારનો પશ્ન
આશ્ચર્ય જન્માવનારો હતો.ત્યારબાદ તેને એક મહિલા આશ્રમમાં સોંપી દેવાનું યોગ્ય લાગ્યું અને તેને મેં પોલીસ, તેના માતા - પિતા ને જાણ કર્યા બાદ એક મહિલા આશ્રમને સોંપી દીધી.

થોડા દિવસ બાદ મને એ આશ્રમમાંથી ફોન આવ્યો કે, એ પોતાના વાળ કાપી નાખ્યાં છે અને માત્ર છોકરાઓના કપડાં ચોરી કરીને પહેરે છે.અંતે હું ત્યાં ગયો તેને પોતાના ક્લિનિક પર લઈને આવ્યો તેનું કાઉન્સસેલિંગ કરવાનુ
શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે,તેને સ્કીઝોફ્રેનીયા હતું.જે એક ગાંડપણ કે વળગાડ નહી એક બીમારી છે.જ્યારે જ્યારે તે બીમારી તેની પર હાવી થતી હતી.ત્યારે ત્યારે તે અજીબ હરકતો કરતી અને તેના ઈલાજ સ્વરૂપે મેં એક એન. જી.ઓ
પાસે થી મદદ માંગી અને તેને છોકરાઓ સાથે રેસ ની હરીફાઈ ગોઠવી આપી. તેમની સાથે ક્રિકેટ રમાડી છોકરાઓ ને પહેલે થી કહેલું કે તમારે હારવાનું છે.માત્ર એક જ એવા સમાચારની પ્રિન્ટ કઢાવી જેમાં તેની જીતવાના સમાચાર હોય. આટલું કર્યા બાદ તેને હિપનોટાઇઝ કરીને સમજાવવામાં આવી કે, છોકરીઓનું મહત્વ આગવું અને છોકરો કરતા વધુ છે.ત્યાર બાદ તે બીમારી માંથી બહાર આવી તેનું વળગાડ કે ગાંડપણ કહો તે દૂર થયું પ્રેમ અને આદર સાથે તથા એક માફીપત્ર સાથે તેના માતા પિતા અને તેના સમાજે તેનો સ્વીકાર કર્યો.

પશ્ન એ છે કે, તેની આ બીમારી ગાંડપણ,વળગાડ ને જન્મ આપનારું કોણ? આપણું સામાજિક દૂષણ, છોકરા છોકરી વચ્ચે નો ભેદ ભાવ જન્માવનારું દૂષણ.શું આ માટે તેના માતા પિતા જવાબદાર નથી? કે, જેઓ કહેતા કે છોકરાઓ મોટા થઈને આમ કરી શકે અને તેમ કરે શકે.?
આપના ક્યાં નકારત્મક શબ્દો ક્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને આપણાં માટે કેટલા નુકસાનકારક સાબિત થઈ શકે છે તેનો અંદાજો કયારેય લગાડી શકાતો નથી.પરંતુ નકારત્મક શબ્દ હોય કે વિચાર તેની પ્રતિક્રિયા અથવા પરિણામ નકારત્મક જ આવવનું છે.આથી, એક નકારત્મક વિચાર નકારત્મક વિચારધારા ની જાળ બનતી જાય છે.જે ભૂલભૂલૈયા માંથી નીકળવા, અસંખ્ય ગુનાહ કે ભૂલો થી બચવા સકારાત્મક અભિગમ ની કેળવણી જ એક માત્ર ઈલાજ છે.

મહેક પરવાની