પરાગિની 2.0 - 21 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 21

પરાગિની ૨.૦ - ૨૧



એશા અને નિશા બંને રિની સાથે બેસીને પરાગ અને તે છોકરી એટલે કે પરિતા વિશે વાત કરવાનું નક્કી કરે છે. તેઓ રિનીને ફોન કરી સાંજે મળવાનું કહે છે.

રિની પરાગથી નારાજ હોય છે રાત્રે બહાર ગયો તે પણ તેને સાથે ના લઈ ગયો અને ઘરે મોડો આવ્યો..! કહ્યું પણ ના કે ક્યાં ગયા હતા..?

મેરેજ પછી તેઓ એકબીજાને સરખો સમય નહોતા આપી શક્તા એમાં ખાસ પરાગ... રિની જે કંઈ સમય મળે તેમાં પરાગ સાથે વિતાવવાનો પ્રયાસ કરતી પણ પરાગ સામે નવા નવા રાઝ ખૂલતા જતા હોય છે અને તે સમેટવામાં તે વધારે ગૂંચવાતો જતો હતો..!


આ બાજુ દાદીએ નક્કી કર્યું હોય છે કે પરાગ અને રિની હવે તેમની સાથે એટલે કે નવીનભાઈનાં ઘરે રહે તેથી બંનેને દાદીએ સવારે ઘરે બોલાવ્યા હોય છે. ઘરે જતાં રસ્તામાં પરાગ રિની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે પણ રિની તેને કોઈ પ્રતિભાવ નથી આપતી..!

પરાગ રિનીને નવીનભાઈનાં ઘરે મૂકી દાદી સાથે વાત કરી ઓફિસ જવા નીકળી જાય છે. દાદી શેફને તેમનું અને રિનીનું લંચ બનાવવાની ના કહી દે છે, ફક્ત નવીનભાઈ અને શાલિની માટે જ બનાવવાનું કહે છે.

બપોરે દાદી અને રિની બંને દાદીની મનગમતી રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. જ્યાં બંને ખૂબ વાતો કરે છે. દાદી વચ્ચે વચ્ચે રિનીને પરાગ વિશે પૂછી લેતા કે તે કેમ છે? તે અપસેટ નથી રહેતો ને?

રિની વિચારતી હોય છે કે પરાગ આજકાલ અજીબ બિહેવ કરે છે... પણ તે દાદીને આ વાત નથી કહેતી..! જમીને બંને શોપિંગ કરવા નીકળી પડે છે.

પરાગ વચ્ચે એક ક્લાઈન્ટને મળીને ઓફિસ જાય છે. જૈનિકા સવારથી બે વખત પરાગની કેબિનમાં જઈ આવી હોય છે પણ પરાગ ત્યાં નથી હોતો..! હવે તે પરાગનાં કેબિનમાં જ બેસીને તેની રાહ જોતી હોય છે. અડધો કલાક પછી પરાગ ઓફિસમાં આવે છે અને સીધો તેની કેબિનમાં જાય છે. પરાગ હજી તો અંદર કેબિનમાં આવે છે, જૈનિકા તેને બેસવા પણ નથી દેતી અને પરાગને લડવાનું શરૂ કરી દે છે, પરાગ તારી હિંમત કેવી રીતે થઈ આવું કરવાની? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું કરીશ..! તને જરૂર જ કેમ પડી આવું કરવાની?

પરાગને કંઈ ખબર નથી પડતી કે જૈનિકા શું કહેવા માંગે છે?

પરાગ- એક મિનિટ... તું શું બોલી રહી છે? અને શું કહેવા માંગે છે? અને મેં શું કર્યું? જે હોય તે સીધું જ કહી દે મને....

જૈનિકા- ઓકે... વેઈટ...

જૈનિકા તેના ફોનમાં ફોટો ગેલરી ખોલી પરિતા એ પરાગને હગ કર્યું હોય છે તે ફોટો બતાવતા કહે છે, બોલ.. હવે આ શું છે?

પરાગ તે ફોટો જોઈને આશ્ર્ચર્ય પામે છે.

જૈનિકા- મને કહીશ આ શું છે? તું રિની સાથે આવું કેમનું કરી શકે?

પરાગ- તું જે વિચારે છે એવું કંઈ નથી... પણ તને આ ફોટો કેમનો મળ્યો?

જૈનિકા- રિનીની પેલી બે ફ્રેન્ડસ છેને એશા અને નિશા તેમની પાસેથી મળ્યો મને.... અને ફોર યોર કાઈન્ડ ઈન્ફોર્મેશન આ ફોટો ગમે ત્યારે રિની પાસે પહોંચી શકે છે... એટલે કે એ બે છોકરીઓ ક્યારેય પણ રિનીને ફોટો બતાવી દેશે...

પરાગ- નો વે....

પરાગ તરત જ ત્યાંથી ફટાફટ નીકળીને જતો હતો કે ઓફિસના રિસેપ્શન પર દાદા પરાગને રોકી લે છે.

પરાગ દાદાને કહે છે કે તમે બેસો મારે ઈમરજન્સીમાં કામ આવ્યું છે એટલે હમણાં જ જવું પડશે..!

દાદા- ના, મારી વાત પણ અગત્યની છે... ઓફિસનું જ કામ છે... ચાલ...

પરાગના ના કહેવા છતા દાદા તેને લઈ જાય છે.


દાદીને ઘરે મૂકીને રિની એશા અને નિશાને મળવા કેફે જાય છે.

રિની- એવું તો શું કામ હતું કે તમે મને બોલાવી?

એશા- પહેલા કંઈ ઓર્ડર આપી દઈએ...?

રિની- હું ફક્ત જ્યૂસ જ લઈશ... દાદી મને એમની સાથે લંચ કરવા લઈ ગયા હતા... તેમને ઘરે મૂકીને આવી...

એશા- ઓકે...

એશા ઓર્ડર આપે છે...

નિશા- દાદી સાથે શું વાત કરી એતો કહે... અને આજે કેમ દાદી તને જમવા લઈ ગયા હતા..?

રિની- અરે..! અમે બસ એમ જ બહાર જમવા ગયા હતા... લાઈક લેડીઝ ડે આઉટ..! બહુ કંઈ ખાસ વાત નથી થઈ..! એન્જોય કર્યુ..! એ બધી વાત મૂકો... તમે મને શું કહેવા અહીં બોલાવી છે?

એશા- હા, હા... શાંતિ રાખ ને... પહેલા મને કહે કે તારા અને પરાગ વચ્ચે કંઈ થયું નથીને? એટલે કાલે જે કંઈ થયું હતું તે....

રિની- કાલે જે થયું એનાથી નારાજ તો છું જ એ મારી સાથે વાત કરવાની ટ્રાય કરે છે પણ હું તેની સાથે વાત કરતી જ નથી..!

નિશા- બધુ ઠીક થઈ જશે... ડોન્ટ વરી..!

રિની- હા... એશા એ તો કહે તારા અને માનવ વચ્ચે કેવું છે?

એશા- અમે બંને હવે હંમેશા સાથે જ રહેવાના છે...

રિની- ઓહ...! શું વાત છે?

એશા શરમાય જાય છે. એટલામાં જ માનવ તેનો ફોટો એશાને મોકલે છે... એશા રિનીને બતાવતા કહે છે, જો મને ફોટો મોકલ્યા કરે છે. રિની ફોટો જોઈને સ્માઈલ આપતા કહે છે, તમારે તો જોરદાર ચાલે છેને..! અને એટલામાં જ પરાગનો ફોન એશા પર આવે છે અને રિની જોઈ છે કે પરાગનો ફોન હોય છે.

રિની- પરાગ તારા ફોન પર કેમ ફોન કરે છે? કદાચ મારો ફોન નહીં લાગતો હોય...!

આટલું કહી રિની એશાનાં હાથમાંથી ફોન લઈ લે છે અને ફોન પીક કરી લે છે.

રિની હલ્લો બોલવા જાય એની પહેલા જ પરાગ બોલવાનું ચાલુ કરી દે છે અને કહે છે, એશા.. પેલો ફોટો રિની જોઈ ના જાય... સમજી ગઈ?

રિનીને કંઈ ખબર પડતી નથી કે પરાગ શું કહેવા માંગે છે? તેથી તે પરાગને કહે છે, કંઈ ફોટોની વાત કરો છો તમે?

એશા અને નિશા સમજી જાય છે પરંતુ પરાગ રિનીનો અવાજ સાંભળીને શોક લાગે છે... તે ગૂંચવાય છે કે હવે રિનીને શું કહેવું એમ..?

રિની પરાગને ફરી પૂછે છે, પરાગ તમે ક્યાં ફોટોની વાત કરો છો?

એશા ઊભી થઈ રિનીનાં હાથમાંથી ફોન લઈ લે છે અને પરાગ સાથે વાત કરે છે, ડોન્ટ વરી પરાગ જીજુ... કંઈ પ્રોબ્લમ નહીં... હું જોઈ લઈશ બધુ... બાય..!


એશા અને નિશા ખરેખરમાં રિની સાથે આ બાબતે જ વાત કરવા આવ્યા હોય છે પરંતુ પરાગે ફોન કર્યો અને આખી વાત ઊંધી થઈ ગઈ..!

રિની થોડી અકળાઈ જાય છે.. એશા અને નિશાને પૂછે છે, ચાલો બોલો તો કે એવો તો કેવો ફોટો છે જે મારા હાથમાં ના આવવો જોઈએ... એટલે કે હું જોઈ ના જાઉં?

એશા- અરે.. કેવો ફોટો? ફોટો ની એવી કોઈ વાત જ નથી..!

રિની- કહેશો તમે બંને? શું વાત છે તે?

નિશા- અરે પણ એવી કોઈ વાત જ નથી..!

રિની ગુસ્સામાં કહે છે, તમારે વાત કહેવી છે કે નહીં? ક્યાંક પછી હું કોઈ ગરબડ કરી દઈશ..!

એશાના દિમાગમાં તરત એક આઈડીયા આવે છે અને તે કહે છે, નિશા... શું કરીશું હવે આપણે ફોટો બતાવો જ પડશે.. પણ પરાગની સરપ્રાઈઝ ખરાબ થઈ જશે એનું શું?

પહેલી વખત નિશા તરત એશાની વાત સમજી જાય છે અને કહે છે, હા... પરાગની સરપ્રાઈઝ ખરાબ તો થશે જ ને..! એણે જાતે જ ખરાબ કરી દીધી..!

રિની- તો સરપ્રાઈઝ છે એમ..?

નિશા- હા...

રિની- તો તમે હવે સરપ્રાઈઝ મને એક્સપ્લેઈન કરો...

નિશા- હવે એમાં એવું છે કે પરાગ અમારી મદદ માંગી તને સરપ્રાઈઝ આપવા માટે... એટલે એ ફોટોની વાત કરતો હતો... ફોટોમાં શું છે તે તો ના કહી શકીએને..!

એશા- ડિયર... સરપ્રાઈઝ કહેવાનું થોડી હોય... તારે વેઈટ કરવી પડશે. ઘરે જઈને જોજે શું સરપ્રાઈઝ હશે..!

નિશા- તારે ઘરે જઈને વેઈટ કરવાનું રહેશે કે શું સરપ્રાઈઝ હશે..? એક કામ કર અત્યારે જ ઘરે જા અને મસ્ત તૈયાર રહેજે... તો પરાગને પણ સારૂં લાગે..

એશા- હા, નિશા બરાબર કહે છે.

રિનીને થોડું એવું લાગે છે કે કંઈક તો ગરબડ છે પણ તે કંઈ બોલતી નથી અને ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે.

રિનીનાં ગયા બાદ નિશા એશાને કહે છે, હવે પરાગને ફોન કરીને કહે કે સરપ્રાઈઝ તૈયાર કરે... બીજુ શું..!


જૈનિકા ફરી પરાગને પૂછવા જાય છે કે શું વાત થઈ એમ..?

પરાગ- કંઈ નહીં રિનીને ખબર પડી ગઈ...!

જૈનિકા- વોટ? એ છોકરીઓ પણ ...

પરાગ- એમણે નથી કહ્યું... મારાથી જ ભૂલ થઈ છે...

જૈનિકા- ઓહ....

એટલામાં જ એશાનો ફોન આવે છે પરાગનાં મોબાઈલમાં અને એશા પરાગને બધી વાત કહે છે અને સાથે એ પણ કહે છે કે હવે તમારે કોઈ સરપ્રાઈઝ તૈયાર રાખવી પડશે..!


ફોન મૂક્યા બાદ એશા નિશાને પૂછે છે, શું સાચેમાં પરાગ કોઈ બીજી છોકરી સાથે બોલતો હશે?

નિશા- કંઈ કહી ના શકાય...! હોય શકે કોઈ બીજી વાત પણ હોય?

એશા- હમ્મ... હોઈ શકે...


પરાગ રિની માટે રેડ રોઝનાં ફ્લાવર બૂકે, એક બ્રેસલેટ લે છે અને તેની માટે એક મસ્ત ડ્રેસ પણ ખરીદે છે. પરાગ વિચારે છે આમ પણ કાલે મેં જે કર્યું છે તેના માટે સોરી તો કહેવું તો પડશે જ... તો આજે મનાવી લઈશ હું રિની ને...!

પરાગ ઘરે પહોંચે છે. રિની તૈયાર થઈને નીચે ગાર્ડનમાં ખૂણામાં બેસી રહી હોય છે. પરાગ તેને બધે જ શોધી આવે છે પણ તેને રિની નથી મળતી...!

થોડીવાર બાદ પરાગનાં મોબાઈલ પર ફોન આવે છે અને તે એવું કહે છે હા તે હમણાં જ ત્યાં પહોંચે છે..!



પરાગ કોની સાથે વાત કરતો હતો? સરપ્રાઈઝનું શું થશે?

પરિતા વિશે રિનીને ખબર પડશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૨


વાંચક મિત્રો છેલ્લા બે સોમવારથી પરાગિનીનો ભાગ પ્રસ્તુત નથી કરી શકતી તે બદલ માફી માગું છું... અમુક સંજોગોને કારણે હું લખી નથી શકતી પણ હવે સમયસર આગળના ભાગ જરૂરથી રજૂ કરીશ..!

ધન્યવાદ..!