લવમાં લોચા - 9 Er Twinkal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવમાં લોચા - 9

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવા માટે સોંગ ગાય છે. મિતવા વિન્ડો પાસે શોક્ડ થઈ ઉભી હોય છે. પ્રિતમ એની પાસે જાય છે. મિતવાની આંખમાં ઝળઝળીયાં હોય છે. હવે આગળ...)

પ્રિતમના સોંગ ગાયા પછી પણ મિતવા ત્યાં જ ઉભી હોય છે. " ચાલ બોલ હવે થપ્પડ કે માફી? " પ્રિતમ પૂછે છે બદલામાં મિતવા બોલવાને બદલે રડવા લાગે છે.

" વોટ હેપન્ડ? અગેન મેં તને હર્ટ કર્યું?? તો સોરી ડિયર. રડ્યા કરીશ તો મને ક્યાંથી ખબર પડશે કે તને શું થયું? બોલ કંઈક!" પ્રિતમ બોલ્યો. મિતવા પ્રિતમને વળગી પડી અને રડવા લાગી. થોડી વાર પછી રડતાં રડતાં મિતવા બોલી, " યુ નો ધેટ આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ. પ્લીઝ ડોન્ટ બ્રેક મી અગેન. આઇ જસ્ટ વોન્ટ ટુ બી વીથ યુ."

પ્રિતમે મિતવાનો ચહેરો બે હાથથી પકડી બોલ્યો, " બહું ગંદી લાગું છું તું રડું ત્યારે, હોરર મૂવીની લીડ એક્ટ્રેસ જેવી 😜😁. ચાલ રડવાનું બંધ કર. કેટલું મસ્ત પ્રપોઝ કર્યું મેં આને તું?🤦. એની વે ૬ વાગ્યા છે, ઘરે જવાનો ઇરાદો ખરો??‌ જો અહીં જ રોકાવું હોય તો આઇ ડોન્ટ હેવ પ્રોબ્લેમ."

" ટેકનોલોજી ગમે તેટલી પાવરફૂલ થઈ જાય પણ કુદરતથી પાવરફુલ ના થાય, એન્ડ બહાર ધોધમાર વરસાદ છે અને તું ઘરે જઈશ?? સિરીયસલી!!! " મિતવા થોડું ચિડાઈને બોલી.

" સીધું સીધું કે ને તારે જવું નથી, અહીં જ રોકાવું છે મારી સાથે! હું સમજું છું તું સિચ્યુએશનનો એડવાન્ટેજ લેવાં માંગે છે પણ હું બહું સીધો છોકરો છું " પ્રિતમે મિતવાના મૂડને‌ થોડું હળવું કરવા કહ્યું.

" પહેલી વાત ‌આઇ નીડ વન મોર કપ ટી, બીજી વાત તું મારી સાથે અહીં વિન્ડો પાસે બેસી વરસાદ એન્જોય કરીશ અને ત્રીજી વાત હું કહીશ એમ જ તું કરીશ. હવે તું મારી માટે ચા‌ લ‌ઇ આવ અને તારે પીવી યા નહીં એની તને ખબર" મિતવા બોલી.

" તને આઇડિયા નથી હું કેટલી ખુશ છું આજે! પહેલાં મને લાગ્યું મારો ભ્રમ છે કે તું મારી કોલેજ આગળ આવ્યો! પછી મારો ઇરાદો ભાગવાનો હતો,તારાથી દૂર" મિતવા.

"તો ઇરાદો બદલ્યો કેમ!? " પ્રિતમ.

" બસ આતો તું વરસાદનો અહેસાન માન અને મારા સોફ્ટ સોફ્ટ હાર્ટનો પણ" મિતવા.

" આજે મેં પણ ડિસાઇડ કરી જ લીધું હતું કે કંઇ પણ થાય આજે તને મનાવી લ‌ઇશ. નથી ચાલતું તારાં વિના તો પછી શું કામ હું કન્ફ્યુઝ્ડ થ‌ઉ અને તને પણ કરું? બસ પછી બધું વર્ક મૂકીને તારી પાસે" પ્રિતમ.

" એમાં કંઈ નવાઈ ના કહેવાય હોં? "

" જી મેડમ 😁" કહી પ્રિતમ હસીને ચા લેવાં ગયો.

" હેય બ્યુટીફુલ તને આટલું સુપર્બ પ્રપોઝ કર્યું એન્ડ યુ સ્પોઇલ ધેટ મોમેન્ટ યાર. વ્હોટ ધ હેલ ધીસ રોના?સે સમથીગ હીમ, બટ રોમેન્ટિકલી " કેફેમાં બેસેલી કોઈ ગર્લએ કહ્યું.

" યપ! લેટ મી થિક વોટ આઇ વીલ સે🤔!?!!?..." મિતવા.

" કેટકેટલા સવાલો, કેટકેટલા ઇમોશન્સ, કેટકેટલા ડ્રામા પછી ફાઇનલી આને બુદ્ધિ આવી ખરી ભગવાન. પણ હવે એને પ્રપોઝલના આન્સરમા કહું શું????? જોકે મેં પ્રપોઝ કરેલું ત્યારે એને પણ ક્યાં હા કે ના કહેલું???? તો હું કહું? આ બેન બિચારી ના તો મારા ખડુસને જાણે છે ના એનાં ડ્રામા વિશે. કંઈ નથી બોલવું, બસ હંમેશા જેમ મારી સાઇલેન્સને એ સમજી જ જશે 😍" મિતવા મનમાં વિચારવા લાગી અને વિન્ડો બહારના ધોધમાર વરસાદને જાણે આભાર વ્યક્ત કરતી હોય એમ ખુશીથી જોવાં લાગી.