Locha in Love - 3 books and stories free download online pdf in Gujarati

લવમાં લોચા - 3

( ગતાંકમાં જોયું પ્રિતમ અને મિતવા બાકીના મિત્રો સાથે રિયુનિયનને માણી રહ્યા હતા. એક સોંગ વાગવા પર પ્રિતમ અને મિતવાની આંખો ભરાઈ આવી. મિતવા સોંગ ચેન્જ કરવા ગયી અને પ્રિતમ કંઈક વાત કરવા માટે આવ્યો...)

મિતવા: તેરી નિગાહે કભી રોકતી થી હમ રુક જાતે થે,
તેરે દિલ કી બાત સુનકર તેરી ઔર મુડ જાતે થે,
અબ તું ચાહે જિતને ભી ગહેરે અલફાઝ બયા કર દે....
ડોન નહીં રોકાય 😎.

પ્રિતમ : તું તારી શાયરી બાજુંમાં રાખ હાલ, આઇ એમ સિરીયસ યાર.

મિતવા હસવા લાગી અને બોલી " હું નથી સિરીયસ તો??છોડને યાર બધાં રાયતા તારાં 🙄. હજું પણ તું ક્દાચ મને લ‌ઇને કન્ફ્યુઝડ જ હોઈશ. " આટલું બોલી મિતવા અવની પાસે જઈને બેસી ગ‌ઇ. મનમાં વિચારવા લાગી અહીંથી જવું બેટર રહેશે કદાચ. ઘણી બધી વાતો ફરીથી દિમાગમાં આવવા લાગશે તો પાછો તવો. એમ પણ તું અહીં એકવાર મન ભરીને પ્રિતમને જોવા આવી હતી, ભલે દૂરથી તો દૂરથી. ભાગ બેટા મિતવા ભાગ.

" બ્રો હું જ‌ઉ છું. ડોન્ટ આસ્ક એની સવાલ, અધરવાઇઝ હોગી અપની બબાલ. બાય બાય એન્ડ ટેક કેર. " આટલું બોલી મિતવા બહાર તરફ આવી.

ન્યુરા લિંકથી લેફ્ટ કાનને કનેક્ટેડ કર્યો. હવે ઇયરફોનના જમાના જ નથી. એક ચીપ સીધી કાન સાથે એપ્લિકેશનથી કનેક્ટ થાય. મ્યુઝિક એનાં મગજને અને વિચારોને વિરામ આપે એવી બેસ્ટ થેરાપી છે. પ્લેયલિસ્ટ ઓન કરી એ બસ પોતાની ટુવ્હીલર પર બેસી ગ‌ઇ. પણ આજે એનું મગજ શાંત થવાનું નામ જ લેતું. ભૂતકાળમાં સરી પડી મિતવા....

બધી યાદો આંખ સામે તરવરવા લાગી. એ સ્કૂલમાં વહેલાં જવું, પ્રિતમનો વેટ કરવો, ચાલુ ક્લાસમાં પ્રોજેક્ટર કરતા પ્રિતમ પર વધારે ફોકસ કરવું. એની નાની નાની વાતોમાં ખોવાઈ જવું. બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ ને લવ એવાં પ્રિતમના કન્ફ્યુઝન. બધું યાદ કરી એની આંખો ભરાઈ આવી. મનમાં વિચારવા લાગી ના તો મેં એને ચેલેન્જ કરી હોત, ના વાતોનો સિલસિલો શરૂ થયો હોત અને ના આજે આમ સાવ પથ્થર જેવું જીવવું પડતું હોત.

પ્રિતમ હંમેશા અવ્વલ રહેતો. જ્યારે પણ બધાં ક્લાસમેટ સાથે હોય ત્યારે પણ માત્ર ભણવાની ફિલોસોફી, જે મિતવાને ઈરિટેટ કરતું. એક દિવસ સાંજે કોલેજથી રિટર્ન થતાં એને સ્કૂલ ગ્રુપ મળ્યું. પ્રિતમ પણ બધાની સાથે હતો. હંમેશા જેમ શાંતિથી બેસી બધાને સાભળતો હતો. મિતવા પણ પ્રિતમને બસ જોયાં જ કરતી.

પ્રિતમ : આ વખતે મેં કોલેજમાં ટોપ કર્યું છે અને લાસ્ટ યરમાં તો જોબ પણ મેળવી લ‌ઇશ.

મિતવા : બસ એનાં સિવાય તો તું શું બોલે જ!?

પ્રિતમ : હા તો ? કરિયર important છે.

મિતવા: જિંદગીથી નહીં.

ત્યાં સાહિલ વચ્ચે બોલ્યો, " મિતવા જિંદગીથી પણ વધારે તો તારાં માટે લડાઈ, આરગ્યુ અને હાં બધાને હેરાન કરવું છે ને!???😂😂😂. "

મિતવા : હાય, હાઉ કેન આઈ ફરગેટ યુ? સાહિલડી. તું ઉભી છું તો ના તો તું મારાં વિશે સારું બોલવાની, ના મને કંઈ સારું બોલવાનું મન થશે. બાય ધ વે ઇન ફ્યુચર તારી ગર્લફ્રેન્ડ હશે કે બોયફ્રેન્ડ 😜😜🤔." સાહિલ મોં ફૂલાવી ચૂપ થઈ ગયો. બધાં હસવા લાગ્યા.

" તું હજું પણ બદલાઈ નથી. એવી જ છું જેવી પહેલાં હતી 😊" પ્રિતમે કહ્યું. મિતવા તો સાતમા આસમાને પહોંચી ગયી. કેટલાં વર્ષોથી રિસર્ચ કર્યું હશે મારી પર, હાય 😍 મિતવા મનમાં બોલી.

" એક્ઝામ આવી રહી છે તો કેવી છે પ્રિપરેશન બધાની?"‌પ્રિતમે પૂછ્યું.

" શું જ્યારે પણ હોય ત્યારે ભણવાનું ભણવાનું, તું ૨૪/૭ એ જ કર. આ વખતે એક પોઇન્ટથી બી તને બીટ કરે. જોઇએ ૨૪ કલાક સિરીયસ રહેવા વાળા સ્કોલર બાજી મારે છે કે પછી પરાણે પાસ થવા વાળા મારાં જેવાં. તારું ભણવાનું ભૂત તો હું જ ઉતારીશ 😁" મિતવા થોડા ગુસ્સામાં બોલી.

" ચેલેન્જ એક્સપ્ટેડ મિતવા 😊" પ્રિતમે કહ્યું.

બંને સેમ ફિલ્ડમાં જ પણ અલગ કોલેજ. હવે એક વર્ષ અને બે જ સેમેસ્ટર બાકી હતાં. બધાં છૂટાં પડી ઘર તરફ રવાના થયા. મિતવા આજે બહું જ ખુશ હતી એના મનમાં હજું પણ તું બદલાઈ નથી એ વાક્ય જ રિપીટ થયાં કરતું. થોડાં સમય પછી ફિફ્થ સેમેસ્ટરનુ રિસલ્ટ આવ્યું. પ્રિતમ ૭.૯૧ અને મિતવા ૮.૦૩. ચેલેન્જ મિતવા જીતી ચૂકી હતી પણ ચેલેન્જ યાદ જ નહોતી. પ્રિતમ બહું ખુશ હતો મિતવા માટે. એણે મિતવાને કોલ કર્યો. મિતવા પોતાની મસ્તીમાં કોલેજથી ઘરે આવી રહી હતી. ફોનની રીંગ વાગતાં શોક્ડ થઈ ઉભી રહી ગઈ, કારણ કે પ્રિતમનો કોલ ખુશીની વાત તો ખરી પણ નવાઈની વાત વધારે હતી.
" હેલો.." મિતવા.

પ્રિતમ: આટલી બધી કેમ ગભરાય છે? હું પ્રિતમ બોલું છું.

મિતવા : હું જાણું છું કે તું બોલું છું પણ હું કન્ફ્યુઝડ છું તારો કોલ!!

પ્રિતમ : કોન્ગ્રેચ્યુલેશન્સ, તું ચેલેન્જ જીતી ગ‌ઇ.

મિતવા : ક‌ઇ ચેલેન્જ!?

પ્રિતમ : મને બીટ કરવાની. ભૂલી પણ ગયી?

મિતવા : અચ્છા એ ચેલેન્જ, હા ભૂલી ગયી. તારું શું રિસલ્ટ આવ્યું?

પ્રિતમ : ૭.૯ , તે મને એક પોઇન્ટથી બીટ કર્યો. ગ્રેટ. માન ગયે બોસ આપકો. બીજું શું ચાલે છે લાઇફમાં?

મિતવા : કંઈ ખાસ નહીં, તું બોલ.

પ્રિતમ : એક સવાલ પૂછું. તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ??

મિતવા : ઘણાં બધાં, તું જાણે તો છે.

પ્રિતમ : અરે ડોબી , બેસ્ટ ફ્રેન્ડ જેની સાથે તું પૂરી લાઇફ જીવવા માગતી હોય, જેની લાઈફ પાર્ટનર બનવા માંગતી હોય.

મિતવા : સિરીયસલી?? બોલીશ તો સાંભળીશ તું? (મનમાં) જો મારા મનની વાત કહી દ‌ઇશ અને એની નાં હશે તો? હા પણ હોઈ જ શકે ને!?? બોલી જ દ‌ઉ, જો ભી હોગા દેખા જાયેગા.

પ્રિતમ : હા‌ ચાલ બોલ.

મિતવા : તું જ. તારી સાથે પૂરી લાઈફ જીવવી છે.

પ્રિતમ : તું પાગલ છે? ખરેખર? શું બોલું છું એનો ખ્યાલ છે? મને જોરદાર શોક લાગ્યો તારી આ વાતથી. તું ફોન મૂક હું રાત્રે ચેટ કરીશ તારી સાથે. બાય.

" ઈડિયટ હજું પણ અહીં જ ઉભી છું. ચાલ હવે ઘરે પહોંચ. તું ઠીક છું? કે હું તને ડ્રોપ કરી દ‌ઉ?? " અવની બોલી ત્યારે મિતવા ફ્લેશબેકમાંથી બહાર આવી.

" આઇ એમ ઓકે યાર. બસ થોડી વાર પછી હું જાતે જ જ‌ઇશ. તું જા પ્લીઝ" મિતવાએ જવાબ આપ્યો.

સૌ કોઈ ઘરે જવા માટે પાર્કિંગમાં આવ્યા અને મિતવાને જોઇ નવાઇ પામતાં. " તૂફાન અભી કયું શાંત!??" સ્વીટુ બોલી. " કંઈ નહીં યાર" મિતવા જવાબ આપીને વ્હીકલને જવાનો કમાંડ‌ આપ્યો. અહીં ઉભી રહીશ તો સો સવાલ પુછશે બધાં જવું જ બેટર રહેશે ( મિતવા મનમાં).

બીજી તરફ પ્રિતમ ઘરે પહોંચ્યો. આજે મેઇન ડોર ડાયરેક્ટ અનલોક થતો નહોતો. એને ફોનના એપથી ડોર અનલોક કર્યો. જિગો સામે આવ્યો પાણીનાં ગ્લાસ સાથે. એને ચૂપ રહેવાનો ઈશારો કરી પ્રિતમ પોતાના રૂમમાં ગયો. આંખ બંધ કરીને સૂઈ જવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. પહેલી વખત મિતવા સાથે કરેલી ચેટ એને યાદ આવી, ત્યારે પણ આ જ રીતે ઉંઘ હરામ થઈ ગઈ હતી.

મિતવા : હાઈ

પ્રિતમ : હાઇ. બોલ

મિતવા : શું કરે છે?‌

પ્રિતમ : બસ ફોન લ‌ઇને બેસ્યો છું.

મિતવા : હા જાણું છું, એટલે જ ઓનલાઇન છે તો પણ મેસેજ નહીં.

પ્રિતમ : 😁 જમી તું?

મિતવા : ના

પ્રિતમ : કેમ?

મિતવા : બસ આજે ભૂખ જ નથી, તું જમ્યો?

પ્રિતમ : હા , ફૂલ પ્લેટ 😁.

મિતવા : ગુડ બોલ બીજું.

પ્રિતમ : શું બોલું સમજાતું નથી આજે. તું ખરેખર સ્યોર છું તારી ફિલીંગ બાબતે??

મિતવા : હા ૧૦૦%

પ્રિતમ : મેં કયારે પણ આમ વિચાર્યું જ નથી, તું મારી ખાસ દોસ્ત છું જેને મારે ક્યારેય ખોવી નથી. તને કયારે આવી ફિલીંગ આવી મારી માટે??

મિતવા : 😁 તું સિક્સ સ્ટાન્ડર્ડથી મારું ક્રશ હતો. પણ તને હું પસંદ આવીશ યા નહીં એ જ કન્ફ્યુઝનમા હું ચૂપ રહી. જોકે મેં ડિસાઇડ કર્યું હતું કે ડિપ્લોમા પછી ‌તને‌ પ્રપોઝ કરીશ, પણ આજે તે પૂછી લીધું તો મેં પણ કહી દીધું.

પ્રિતમ : હું તને ક્યારેય પણ ખોવા નથી માંગતો, પણ હાલ અાપણે માત્ર દોસ્ત જ રહીશું.

મિતવા : નો પ્રોબ્લેમ 😊.

પ્રિતમ : ઓકે હવે ૧૨ વાગશે,સૂઇ જવું જોઈએ ને?

મિતવા : તું સુઇ શકે છે, મને ઉંઘ નથી આવતી.

પ્રિતમ : મને પણ ઉંઘ નથી આવતી, બસ તું જ દેખાય છે.

મિતવા : કેમ હું જ દેખાઉં છું?? 😜😁

પ્રિતમ : ખબર નહીં. ચાલ બાય. હવે ડિપ્લોમા પતે પછી વાત કરીશું. તું બસ આટલું સારું રિઝલ્ટ લાવતી રહેજે. ઓલ ધ બેસ્ટ.

મિતવા : હા તને પણ ઓલ ધ બેસ્ટ. આઇ વીલ મિસ યુ. બાય એન્ડ આઇ લવ યુ.

થોડી વાર પછી ફરીથી પ્રિતમનો મેસેજ આવ્યો.

પ્રિતમ : ખબર નહીં શું જાદુ છે તારાંમાં ઉંઘ છીનવી લીધી.

મિતવા : જાદુ તો તારાંમાં છે. તારી આંખો, તારી સ્માઇલ, તારી પર્સનાલિટી, તારાં હેર.

પ્રિતમ : તારી વાતો જ તારો જાદુ છે. બસ તું બોલ્યા કરે હું સાંભળ્યા કરું. કેટલી ઈઝીલી તું બધાંને તારાં બનાવી દે છે.

મિતવા : હાય 😍😍! સ્કોલર કો તારીફ કરના બી આતા હૈ, અચ્છા હૈ.

પ્રિતમ : પાગલ 😊😁

મિતવા : હાં તારાં માટે 😘

પ્રિતમ : 😘 આ શું છે??‌ આવું બધું નહીં હો અત્યારે.

મિતવા : તું આવું બધું કેમ વિચારે છે? માથું પણ ચૂમી શકાય જ, કોઈ ખાસ હોય એનું 🙄

પ્રિતમ : અચ્છા એવું?

મિતવા : હા‌ એવું 😁.

પ્રિતમ : પાગલ, તું હંમેશા આવી જ રહેજે. મારા માટે ખાસ ‌😍.

મિતવા : સ્યોર. તું પણ હંમેશા આવો જ રહેજે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED