લવમાં લોચા - 4 Er Twinkal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

લવમાં લોચા - 4

( ગતાંકમાં જોયું પ્રિતમ મિતવાને રોકે છે પણ તે ચાલી જાય છે. બંને ભૂતકાળમાં સરી પડે છે. પ્રિતમ ઘરે જઈને સૂઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તેને મિતવા સાથેને ફર્સ્ટ ચેટ યાદ આવે છે. હજું પણ તે ભૂતકાળમાં જ ખોવાયેલો છે.... )

ડિપ્લોમા પછી વાત કરીશું એ તો બસ પ્રિતમ મિતવનાને એમ જ કહે છે. બીજી તરફ મિતવા જે પોતાના કમિટમેન્ટસ અને પ્રોમિસ‌ પર અડગ‌ રહેવા વાળી. મિતવા બધાં જ ચેટ એપ્સ એક સેમેસ્ટર માટે બંધ કરી દે છે. જ્યારે પ્રિતમ ઇચ્છા થાય ત્યારે મિતવાને મેસેજ કરે, પણ નો રિપ્લાય. છેવટે પ્રિતમ કોલ કરવાનું નક્કી કરે છે.

" હેલો , કેમ ઓનલાઇન નથી હોતી!? " પ્રિતમ.

મિતવા : તું જ તો કહેતો હતો હવે ડિપ્લોમા પછી વાત કરીશું.

પ્રિતમ : સાવ પાગલ છે તું, મેં કહ્યું એટલે બંધ પણ કરી દેવાની? 😁

મિતવા : હા જ ને. શું કરે છે?

પ્રિતમ : તને મિસ એન્ડ ઇમેજીનેશનમાં કિસ.😜

મિતવા : વોઇલા ખડુસ એન્ડ રોમેન્સ?? અઘરું 😜.

પ્રિતમ : હું કંઈ ખડુસ નથી.

મિતવા : છે જ તો. ફિક્સ હાવભાવ અને ખૂણામાં બેસીને ભણવાનું, કોઈ સાથે બોલવાનું પણ નહીં.

પ્રિતમ : જો મને તારી જેમ બધાની સાથે બોલવું હસવું પસંદ નથી. એક વાત બોલ, તે આપણા વિશે કોઇને કહ્યું તો નથી ને?

મિતવા : ના કોઇને કંઇ જ નથી કહ્યું, કેમ?

પ્રિતમ‌: બસ કહેતી પણ નહીં હાલ.

મિતવા : ઓકે ફટ્ટ, બીજું કંઈ ?

પ્રિતમ : ફટ્ટ નથી હું 🙄.

મિતવા : ઓઓઓ ખોટું લાગ્યું?? 😁😜

પ્રિતમ : ના તારી વાતનું ખોટું ક્યારેય નાં લાગે ડિયર.

મિતવા : એની માને ડિયર 😲??

પ્રિતમ : હવે તું મારાં કંઈ પણ બોલવા પર આવા વિચિત્ર રિએકશન જ આપીશ??

મિતવા : 😁😁😁😁

બસ આવી જ વાતો, પણ દોસ્તી કે પ્રેમ એનાથી અજાણ પ્રિતમ. પ્રિતમ હંમેશા મિતવાને કહ્યા કરતો, "તું બહું પાગલ છે મારી માટે. આટલું બધું પાગલપન સારું નહીં. લાઇફ ક્યાં લઇ જાય એની ખબર જ નથી. " મિતવા " ફોડી લ‌ઇશ હું" બસ આટલું જ કહેતી.

જોતજોતામાં ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું. બંને સારા પર્સન્ટેજ સાથે પાસ થ‌ઇ ગયા. પ્રિતમને જોબ મળી ગઈ અને મિતવાએ આગળ સ્ટડી કન્ટીન્યુ કરી. પણ રોજ લોંગ કોલ્સ કે ચેટનો સિલસિલો હતો જ નહીં. ક્યારેક ક્યારેક થતી વાતો અને ચેટ્સ છતાં પણ એકબીજાનાં અવાજથી જ સુકુન.

તહેવાર, પ્રસંગે એકબીજાની કમી,
એ વાત પર આંખોની નમી.

પ્રિતમને ક્યારેક એ વિચાર પણ આવતો બહું ડિફરન્સ છે મારાં અને મિતવા વચ્ચે, એ મારી સાથે લાઈફ ટાઈમ ખુશ નહીં રહી શકે. હજું તો એકાદ વર્ષ જ થયું છે અમારા સાથને, જો વધારે વર્ષ સાથે રહીશું તો જુદા થવું મુશ્કેલ બની જશે. પણ મિતવા તો શ્ર્વાસ છે મારો, મારે ક્યારેય એને કહેવું જ નથી પડતું મારાં હાલચાલ વિશે. મારાં મનની વાત દૂર રહીને પણ સાંભળી જાય છે. મેં તો આટલું જ સ્ટડી કર્યું છે અને એ હજુ આગળ ભણશે, અમારું સાથે હોવું એનાં કરિયરને ઇફેક્ટ કરશે? મારા માટે એ પરફેક્ટ છે, શું હું એની માટે પરફેક્ટ છું??

પ્રિતમ : હેલો , શું કરે છે?

મિતવા : કંઈ નહીં.

પ્રિતમ : રડમસ અવાજે બોલે છે તું.‌ કંઈ થયું છે?

મિતવા : ઘરેથી મેરેજની વાત ચાલે છે એન્ડ આઇ વોન્ટ ટુ બી વીથ યુ.

પ્રિતમ : જો‌ મિતવા એ તારાં મમ્મી પપ્પા છે, તારું સારું જ વિચારશે, કોઈ મારાથી પણ સારું હોય તો સ્યોર તું હા પાડી શકે છે.

મિતવાને શોક લાગ છે.

મિતવા : મારે મારું સ્ટડી કમ્પ્લીટ કરવું છે, પછી વિચારીશ એ વિશે. હા તને ડેફિનેટલી હું ખટકુ છું, તો તું સીધું જ કહી શકે છે.

પ્રિતમ : તું ગુસ્સામાં છે અને મને હાલ નહીં સમજે. રડવાનું બંધ કર અને શાંતિથી વિચાર કર તારાં કરિયરનો. બીજું બધું સમય પર છોડી દે.

આવી વાતો પર બંને ઘણું ઝઘડી પડતા પણ જ્યારે ફરી વાત થાય ત્યારે કંઈ બન્યું જ નાં હોય. એકબીજા માટે લાગણી , કેર હંમેશા એમ જ રહેતી. પ્રિતમ જોબમાં આગળ વધવા લાગ્યો સાથે સાથે એને સ્માર્ટ ગેજેટ્સ ખરીદવા અને એમાં જ જીવવું વધારે પસંદ આવવા લાગ્યું. પોતાના સ્માર્ટ આસિસ્ટન્ટમાં સેટ કરેલા ચેટ્સ અને ઓડિયો મેસેજ સિસ્ટમ ટાઇમ પર મિતવાને સેન્ડ કરી દેતી. મિતવા બધુ જ જાણતી છતાં પણ ' જેસા ભી હૈ મેરા હૈ' આમ જ ચલાવતી જતી. બે વર્ષ સુધી રિલેશનશીપના ચડાવ ઉતાર અને જિંદગીના પણ, છતાં પણ મિતવા હંમેશા પ્રિતમને દરેક વાતે સપોર્ટ કરતી.

" યાર બે વર્ષ થયાં આપણા રિલેશનશીપને ક્યારેય તને મળવાની ઇચ્છા નથી થતી?? " પ્રિતમે કોલ કરીને પૂછ્યું.

" થાય જ ને. બસ તને સામે બેસીને જોયાં જ કરું 😍.પણ તને જોબમાંથી સમય મળે તો ને?" મિતવા.

પ્રિતમ : ચાલ કાલે જ મળીએ. પણ તારાં લેક્ચરનું શું?

મિતવા : અરે બંક કાલે, એમાં શું?

પ્રિતમ : ના સાવ એવું નહીં , તું બે લેક્ચર અટેન્ડ કરીને આવજે.

મિતવા : હા 😴.

ફાઇનલી બંને એકબીજાને ઘણા વર્ષો પછી રૂબરૂ મળવાનાં હતાં. બંને હૈયામાં એક્સાઇટમેન્ટ , હેપ્પીનેસ હતી. રાત તો જાણે આજે દુશ્મન લાગતી. સવારની રાહ અને જલદી મળવાની ચાહ. પડખાં ફેરવતાં સાથે ફરતા વિચાર.

તને બસ જોયાં જ કરીશ કે કરીશ કંઈ વાત?
કયારે એ ક્ષણ આવશે કે થશે મૂલાકાત?

મિતવા જલ્દી ઉઠીને તૈયાર થઈ ગઈ. આજે ઘરમાં સૌને એ વાતની નવાઈ લાગી.

🎶🎶🎶🎶

આઇ વોન ગ્રો ઓલ્ડ વીથ યુ,
આઇ વોન ડાઇ લાઇગ ઈન યોર આર્મ્સ...
આઇ વોન ગ્રો ઓલ્ડ વીથ યુ,
આઇ વોન બી લુકિંગ ઇન યોગ આઈસ
આઇ વોન બી ધેર ફોર યુ શેરિંગ એવરીથીંગ યુ ડુ,
આઇ વોન ગ્રો ઓલ્ડ વીથ યુ.....

🎶🎶🎶🎶

મિતવા ગમતા ગીત પર ખુલ્લી આંખે સપના જોતા જોતા તૈયાર થઈ રહી હતી. ઢગલો કપડાં બસ જોઇ જ રહી હતી ક્યાં પહેરવા!‌ ફાઇનલી એક પિંક અને વ્હાઇટ કુર્તો સિલેક્ટ કર્યો. હાફ પોની કરેલાં વાળ, એક બિંદી અને એક રાઈટ હાથમાં વોચ. એકદમ સિમ્પલ પણ આજે જાણે શોળ શણગાર સજે એ પણ એની સામે ફિક્કું લાગે એવી જક્કાસ.

એક " મિતવા આજે બહું ખુશ લાગું છું અને બ્યુટીફુલ તો જોરદાર!! કુછ તો ગડબડ હે??!" ભાભીએ પૂછ્યું.

મિતવા : રોજ તો આમ જ હોઉં છું, શું તમે બી. હું કોલેજ જાઉં છું, આવીને જમીશ, લંચ બોક્ષ નહીં લ‌ઇ જ‌ઉ. જય અંબે,જય શ્રી કૃષ્ણ 🙏🏼.

પ્રિતમ મિતવાના આવ્યા પહેલાં જ એકાદ કલાક વહેલો ફેવરિટ પ્લેસ ' સ્પર્શ ' નેચર પાર્કમાં પહોંચી ગયો. બીજી તરફ મિતવા પરાણે પરાણે ભણવા પર ફોકસ કરી હતી. લેક્ચર ખતમ થતાં જ મિતવા ઝડપથી ક્લાસ બહાર નીકળી ગ‌ઇ. મેટ્રો પણ આજે જાણે સ્લો ચાલતી હોય એવું લાગી રહ્યું હતું એને. 'આઇ એમ ઓન ધ વે, વીલ બી ધેર સૂન 😍 ' પ્રિતમને મેસેજ કર્યો.

કેટલી ભારે એક એક ક્ષણ,
આંખના પલકારામાં કેમની આવી શકું પણ?