લવમાં લોચા - 7 Er Twinkal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

લવમાં લોચા - 7

( ગતાંકમાં જોયું પ્રિતમને મિતવા ઘણા મેસેજ કરે છે અને એમાં ઘણી ફરિયાદો હોય છે. પ્રિતમ મમ્મીનાં ખોળામાં માથું મૂકીને થોડી વાર સૂઈ જાય છે.)

🎶🎶🎶🎶

વેર એવર યુ ગો
વોટેવર યુ ડુ
આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ..
વોટેવર ઈટ્સ ટેક
હાઉ માય હર્ટ બ્રેક્સ
આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ..

🎶🎶🎶🎶

ન્યૂરા લિંકને ઓલ્વેઝની જેમ લેફ્ટ કાન સાથે કનેક્ટ કરી મિતવા ડાયરી રિડ કરે છે. ક્યારેક સ્માઇલ તો ક્યારેક રડે છે.

( ડાયરીના શબ્દો)

( બિફોર મિટિંગ)

કાલે મારા એનટીસીને મળવાની છું. મે બી આફટર ફાઇવ ઓર સિક્સ મંથ્સ. સો એક્સાઇટેડ ટુ સી હીમ. વોન અ સ્ટ્રોંગ હગ ફ્રોમ હીમ 😍. ઘણી બધી વાતો કરવી છે. હા પાછો એ તો એનટીસી છે. યપપ! એનટીસી નવો વર્ડ લાગ્યો ને ડિયર ડાયરી? ઈટ્સ નાપતોલ.કોમ 😜😂. યા, નાપતોલ.કોમ બીકોઝ બહું ઓછું બોલે છે અને જે પણ બોલે એમાં બહું વિચારીને બોલશે , હા સમ હાઉ ઈટ્સ ગુડ બટ સમ હાઉ 😴😴😴😴. એની વે લેટ મી ગો ટુ સ્લીપ. હા ઊંઘ તો નહીં આવે પાછી 😁, બટ ઉસકે લીયે ખુદ કો સંભાલના હે 😜, ઓર કલ સંવારના ભી હૈ 🤭.

( આફટર મિટિંગ )

વફાની વ્યાખ્યા તારાં માટે જવાબદારી,
મારા માટે બસ તારું નામ.....

બહું ખુશ છું આજે😊😍. એનો રેડ શર્ટ 😍😍😍! હાયય 😍😍😍 કેટલીય વસંત ને વેલેન્ટાઇન સાથે લાવ્યો હતો. હાય એની ભૂરી ભૂરી આંખોની રોમેન્ટિક વાતો 🤭🤗🤩. એનાથી નારાઝ થ‌ઉ અને મનાવા માટે જ્યારે પણ હું એને એક સોંગ ગાવાનું કહું , એ કેમ ના પાડતો આજે ખબર પડી 🤦😁. બહું બેસુરુ ગાય છે,પણ હા છતાંય એકવીસમી સદીના અરિજિત સિંગને બીટ કરે એવું લાગે છે 😍.

આજે પૂરો ડે નેચર પાર્કમાં એનું પ્લેલિસ્ટ અને ન્યૂરા લિંક સાથે બંનેનાં કનેક્ટેડ કાન. મારાંથી એનું પ્લેલિસ્ટ જક્કાસ છે. આજે મારી સાથે બહું ગંદી મજાક કરી એને અને જ્યારે મેં કરી તો રડવા લાગ્યો 😲.

એને ખબર‌ છે એ મારું ઝૂનૂન છે છતાં પણ હું કોઈ બીજા સાથે લાઇફ સ્પેન્ડ કરું ‌એ ફિલોસોફી ચાલું હતી એની. એને ખબર છે મને બહુ ગુસ્સો આવે છે આ વાતથી, ખબર નહીં એને શું મળે છે મને ગુસ્સે કરીને.

જ્યારે મેં એને કહ્યું, " તું પણ તારા પપ્પાની ચોઇસ સાથે મેરેજ કરી લ‌ઇશ જ. પછી તો એક થી મિતવા એવું બી યાદ નહીં આવે તને. કેવું થશેને? મારાં બદલે કોઈ બીજું તારી પર બધાં હક જતાવશે ☹️. " મારું આટલું વાક્ય પૂરું થતાં જ મને વળગીને રડવા લાગ્યો 😲! આ મારા માટે શોક હતો. મને કહે , " હું ઓછું બોલું છું પણ તારી સાથે બોલ્યા કરવું ગમે છે. તારી સાથે સમય વિતાવવો ગમે છે. કંઈ પણ હોય તું બહું એક્સપ્લીનેશન નથી માંગતી અને હંમેશા સમજી જાય છે, તું કમ્ફર્ટ ઝોન છે મારાં માટે. પ્લીઝ આવું ના બોલતી હવે."

બહું અજીબ તો લાગ્યું એનું રડવું પણ ખૂશ છું બહું 😍. આજે ના તો ભૂખ લાગી નાં તરસ! અધરવાઇઝ ભૂખ્ખડના લિસ્ટમાં ડોન ટોપ પર આવે 😂. એનાં ખભા પર માથું ઢાળી અને એનાં હાથમાં હાથ પરોવીને ક્યાંય સુધી બેસવું, ફાલતું વાતોમાં એને હેરાન કરવું, ફ્યુચરના ભંગાર પ્લાન કરવાં અને છેલ્લે એનાં હોઠનો મારા હોઠને પહેલો સ્પર્શ 🤭🤭. એનું ફર્સ્ટ રોમેન્ટિક હગ 😍😍😍😍, હા ફર્સ્ટ રોતડુ હગ બી, હજું પણ મારી સ્માઇલ ઓછી નથી થવા દેતું 😍.

હવે કદાચ નહીં ‌રડી શકાય એવું વિચારીને મિતવાએ ડાયરી બંધ કરી દીધી. બેડ પર પડીને પ્રોમિસ કરી હતી પોતાને જ, યુ લવ હીમ, ઈટ્સ ઓકે બ્રો, બટ રોજ રડીને બેવડા બનવું એનાં કરતાં લાઇફમાં ઘણું બધું છે એના પર ફોકસ કર હવે. પ્રિતમ માત્ર તારો જ છે મિતવા. કોઇ પણ તારાં મગજ, મેમરી કે હાર્ટમાંથી એને નહીં લ‌ઇ જાય, સો ટેક અ ચિલ પીલ એન્ડ સ્લીપ. પોતાને આમ મનાવતાં મનાવતા મિતવા સૂઇ ગયી.

પ્રિતમને આજે સવારે જલ્દી ઉંઘ ઉડી ગઇ. હવે મમ્મીનાં હાથનું લંચ બોક્ષ લઇ જલ્દી ઓફિસ જવા નીકળે છે. બ્રેકફાસ્ટ જેવું તો કંઈ યાદ જ નથી. આજે સ્માર્ટ કાર નહીં પણ દાદાની ગિફ્ટ એન્ડ ફેવરિટ બાઈક લઈને જવાનું નક્કી કર્યું.

પ્રિતમ " મમ્મી બાઈકની ચાવી આપી દે. "

રમીલાબેન " બેટા બેસ અહીં ."

પ્રિતમ મમ્મી પાસે આવીને બેસી જાય છે. મમ્મી માથે હાથ ફેરવીને પૂછે છે, " તું ઠીક છે? આજકાલ તું એ નથી જે મારો લાડકવાયો દીકરો છે. કંઈ થયું છે? કોઈ પ્રોબ્લેમ છે? "

પ્રિતમ " ના મમ્મી બસ જોબનો થોડો ઇસ્યુ છે, બટ ડોન્ટ વરી, એવરીથીગ વીલ બી ફાઇન 😊. " પ્રિતમ ઓફિસ જવા નીકળી જાય છે. આજનું વેધર વરસાદની આગાહી કરતું હોય છે છતાં પણ મિતવા સેફ્ટી માટે કંઈ પણ લીધા વિના કોલેજ જવાનું નક્કી કરે છે. ઘણું રડ્યા પછી ફરીથી પોતાની મોજમાં કોલેજ જવા નીકળે છે.

પ્રિતમ ઓફિસ તો જાય છે પણ મન વિના. આજે ના તો કોડ સૂઝે છે ના તો એરરનું કોઈ સોલ્યુશન. બસ હાફ લીવ લ‌‌ઇ મિતવાની કોલેજ બહાર એનો વેટ કરે છે. આજે બસ મિતવાને ઓન્લી સબમિશન જ હોય છે. એ પતાવીને મિતવા કેમ્પસની બહાર પોતાની મસ્તીમાં આવતી હોય છે. એ જ પાગલપન, એ જ પોતાની દુનિયામાં મસ્ત, જાણે રસ્તા તો એનાં જ બન્યા છે એવી એની ચાલ. એની નજર પ્રિતમ પર પડી. એક વાર તો એનું મન માનવા તૈયાર નહોતું કે આ પ્રિતમ જ છે પણ ફરીથી જોયું તો એજ હતો.

મનમાં બોલવા લાગી , " ભાગ બેટા મિતુ, તેરા બચા કુચા ભેજા ઉડ જાય યા‌ તું ગુંડી બન જાયે ઉસસે પહેલે. તે પ્રિતમને ક્યાં જોયો જ છે? એ ના આવે. એ બહું બીઝી છે. જલદી ભાગ, નહીં તો તારું બોલવું એને હર્ટ થશે. "

" મિતવા સ્ટોપ. ક્યાં સુધી ભાગીશ? " પ્રિતમે મિતવાને રોકીને કહ્યું. પણ મિતવા કંઈ બોલી જ નહીં.

" ચાલ બાઇક પર બેસી જા, અહીંથી થોડે દૂર બેસીએ. મારે તારી સાથે વાત કરવી છે" પ્રિતમે બોલ્યો.

" જા તું મને કંઈ જ નથી કહેવું ના તો સાંભળવું છે" મિતવા.

" પણ મારે બોલવું છે અને તારે સાંભળવું જ પડશે" પ્રિતમ.

મિતવા ગુસ્સામાં બોલી , " જ‌ઇશ કે થપ્પડ ખાઇશ? 🙄".

પ્રિતમ " હા ચાલ માર થપ્પડ, પાક્કું ખોટું નહીં લાગે અને કંઈ કહીશ પણ નહીં ".

મિતવા કંઈ પણ બોલ્યા વિના બાઈક પર બેસી ગ‌ઇ. ત્યાં જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. નજીકમાં જ એક કેફે હોવાથી પ્રિતમને ત્યાં જવું યોગ્ય લાગ્યું. બંને કેફેના કોર્નરમાં બેસ્યા.

" તું શું લ‌ઇશ " પ્રિતમે મિતવાને પૂછ્યું.

" કંઈ નહીં 🙄" મિતવા.

થોઠી વાર સુધી પ્રિતમને જોઇ લીધા પછી મિતવા બોલી, " તારે જે બોલવું હોય તે બોલ, મારે ઘરે જવાનું લેટ થશે."

" તારી આગળ મારે બોલવાની જરૂર નથી. તું બધું જાણીને અજાણ બનવાનો ટ્રાય નાં કર " પ્રિતમ.

મિતવા " 😂 તું જાણે જ છે ને કે શું વીતી હશે મારાં પર? છતાં તું સડનલી મારાથી દૂર રે છે! છ મહિનામાં મારો કેટલો ફ્યુઝ ઉડ્યો છે, તને ખબર પણ છે? પથ્થર બની ચૂકી છું હું કદાચ. યા તો તારાં સ્માર્ટ ગેજેટ્સની જેમ બસ‌ બધાંનાં કમાંડ્સ એક્સેપ્ટ કરું છું બસ. મારા થોટ્સ, મારું નેચર જે બી હતું હવે નથી કદાચ. આઇ ડોન્ટ નો વાય‌ આઇ એમ સ્ટીલ અલાઇવ. આઇ ઓન્લી હેટ માય સેલ્ફ. "

પ્રિતમ ચેર પરથી ઘૂંટણિયે બેસી જાય છે મિતવાની સામે.

( ક્રમશઃ)