લવમાં લોચા - 8 Er Twinkal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

લવમાં લોચા - 8

( ગતાંકમાં જોયું કે પ્રિતમ મિતવાની કોલેજ બહાર એનો વેટ કરે છે. આનાકાની કરવાં છતાં મિતવા પ્રિતમ સાથે જાય છે. કેફેમાં મિતવા સામે પ્રિતમ ઘૂંટણિયે બેસી જાય છે. હવે આગળ.... )

ઘૂંટણિયે બેસી પ્રિતમ બે કાન પકડી અને બોલે છે , " આઇ નો આઇ હર્ટ યુ અલોટ, યુ વીલ નોટ ફરગીવ મી બટ સ્ટીલ આઇ અપોલોજાઇઝ ફોર વોટ આઇ ડીડ વીથ યુ. આઇ લવ્સ યુ અલોટ એન્ડ ઈટ્સ રીયલી મિન્સ ટુ મી. હું માત્ર તારી ખુશી ઇચ્છું છું. મને ખરેખર એવો આઇડિયા જ નહોતો તું મારી આટલી પાગલ હોઇશ. તને રિયુનિયનમાં જોઇ ત્યારથી જ તારી સાથે વાત કરવાનુું ડિસાઇડ કર્યું હતું. હા, એક ડર હતો તું જો બધાં વચ્ચે ગુસ્સે થઇશ તો હું શું કરીશ? એટલે જ તને ત્યારે વધારે વાત સાંભળવા કન્વીન્સ નાં કરી."

મિતવા " 😂😂😂 બે જાને , તવો કરી ચૂક્યો છું તું મારાં સારાં ભેજાનો. કેટલી સીધી લાઇફ એક્સપેક્ટ કરી હતી મેં યાર! બસ મી એન્ડ માય ડ્રીમ. પણ તું? છોડને યાર પ્લીઝ. હું કદાચ કંઈ પણ વિચારી જ નથી શકતી મારાં માટે હવે. એન્ડ ચેર પર બેસી મારા પર અહેસાન કર. "

પ્રિતમ મિતવાના કહેવાથી ચેર પર બેસી ગયો!

પ્રિતમ " પ્લીઝ યાર એવું નાં બોલ. યુ આર ધ સ્ટ્રોંગેસ્ટ ગર્લ એવર ન? હાઉ કેન યુ સે ધીસ? તું ગુસ્સો કર મારી પર , થપ્પડ માર મને , બટ સાવ આવો રિસ્પોન્સ નહીં કર. મારી મિતવા એટલે પોઝિટિવીટી, ગમે તે સિચ્યુએશન હોય ફોડી લે પણ ભાગે નહીં."

મિતવા હસીને બોલી " 😂😂 મારો પ્રિતમ એટલે થોડો ડ્રામા ક્વીન ખરો પણ હંમેશા મારો જ. જ્યારે બી જિંદગીથી થાકી જ‌ઉ ત્યારે એક મસ્ત જાદુ કી ઝપ્પી આપી મને રિફ્રેશ કરી દે. હવે જો એ પ્રિતમ જ નાં હોય તો એ મિતવાનુ બી શું? "

થોડું અટકીને મિતવા બોલી , " એની વે ઓર્ડર સમથીગ, મારું કેફે નથી કે ફ્રીમાં બેસવા દે. "

પ્રિતમે કેફેના રોબર્ટને બે ચાનો ઓર્ડર આપ્યો. વરસાદી માહોલ એમાંય ચા મિતવાને ખૂબ ગમતા. પ્રિતમે ચાનો ઓર્ડર આપ્યો એ પણ બે એટલે મિતવાને થોડું અજીબ લાગ્યું પણ કંઈ બોલી નહીં.

" હીયર ઇઝ યોર ટી મેમ એન્ડ એન્જોય ઇટ વીથ યોર લવ્ડ વન્સ એન્ડ રેઇન " ચા સર્વ કરી રોબર્ટએ કહ્યું.

" લવ્ડ વન્સ 😏" મિતવા બોલી.

" ફાઇનલી મિતવા દેખાયી ખરી, ગુસ્સા વાળી" પ્રિતમ હસીને બોલ્યો. પણ મિતવા હજું પણ મૌન હતી. એની ચૂપ્પી હંમેશા ઓછું બોલવા વાળા પ્રિતમને આજે ખટકી રહી હતી.

પ્રિતમ " અરે યાર કંઇક તો બોલ, હું ઓછું બોલું છું. તું નહીં. પ્લીઝ સે સમથીગ યાર. યોર સાયલન્સ કિલિંગ મી ઇનસાઇડ."

" વોટ અબાઉટ યોર સાયલન્સ? ઈટ્સ ઓલરેડી કિલ્ડ મી ઇનસાઇડ. જસ્ટ શટ અપ. ઇમોશનલી તો તું કંઈ જ નાં બોલ. તારી પાસે ઇમોશન્સ હોત તો તે મારાં ઇમોશન્સ એન્ડ ફિલિંગનો એટ લીસ્ટ વન્સ વિચાર કર્યો હોત" મિતવા ગુસ્સામાં બોલી.

પ્રિતમ " હા સાચું. બીજું? "

મિતવા " થપ્પડ મારવી જ છે તને. બોલ હવે?"

પ્રિતમ ચેર પરથી ઉભો થયો અને મિતવા સામે ગાલ ધરી ઉભો રહ્યો. " લેફ્ટ પર ચાલશે કે રાઇટ પર? "

પ્રિતમના ફેસ પર એ સ્કૂલ ટાઇમની ઇનોસન્સ જોઇ મિતવાનો ગુસ્સો જાણે ઓગળી જ ગયો! " જસ્ટ શીટ ધેર ઇડિયટ " આમ‌ બોલી મિતવા હસવા લાગી. ઘણા સમય પછી પૂરાં દિલથી હસતી મિતવા આજે કંઈ ઓર જ લાગી રહી હતી. એની હેપ્પીનેસ જોઇ પ્રિતમ ખુશીથી રડી‌ પડ્યો.

" હવે મારાં હસવા પર બી તું રડીશ? હેલ યાર ☹️" મિતવા ચિડાઈને બોલી.

" ખુશી, હેપ્પીનેસ એટલે..." પ્રિતમ.

બંને ચાનાં એક એક ઘૂંટડા સાથે એકબીજાનો સાથ માણી રહ્યા હતા. સમય અહીં જ રોકી લે બંનેને એવી મિતવાની વિશ હતી. પણ પ્રિતમના સ્માર્ટ આસિસ્ટન્ટ એનો પીછો છોડે??

" ઈટ્સ મેસેજ ફ્રોમ ઓફિસ એન્ડ યુ નીડ ટુ સબમિટ ઓલ વર્ક એન્ડ ઓલ્સો ધે આસ્ક યુ ધ રીઝન ફોર યોર એબસન્સ" સ્માર્ટ આસિસ્ટન્ટે મિતવાનુ મોં બગાડ્યું.

" ટાઇપ ધ મેસેજ, આઇ એમ નોટ વેલ ધેટ્સ વાય એબસન્ટ એન્ડ માય વર્ક ઓલરેડી ફિનીશ" પ્રિતમે સ્માર્ટ આસિસ્ટન્ટને કમાંડ આપ્યો પણ એનો જવાબ ના આવ્યો. કારણ? ધોધમાર વરસાદ જેનાં કારણે ઇન્ટરનેટ ઠપ્પ થઈ જાય. મિતવાને મજા પડી રહી હતી.

" અરે યુ શૂડ ટુ ગો ન? જા જા ઈટ્સ ઓકે. તું મશીન્સથી જ ઘેરાઈને રહેજે ઓલ્વેઝ " મિતવા કંટાળીને બોલી.

" હા ઓલ્વેઝનુ છે મારું આ. આઇ નો ધેટ યુ ડોન્ટ લાઈક ઇટ. શું કરું કે? " પ્રિતમે કહ્યું.

" સાચેમાં હું કહીશ તો તું માનીશ? " મિતવા.

" તારું આવું પૂછવું આફતનુ ઇન્વિટેશન છે બટ તો બી બોલ" પ્રિતમ.

" ચાલ કોઈ મસ્ત સોંગ ગા 😍" મિતવા.

" અબે યાર પબ્લિક પ્લેસમાં? સિરીયસલી? " પ્રિતમ.

" જો તારી સ્માર્ટ દુનિયા ઇન્ટરનેટ વગર ઠપ્પ છે. બહાર સોલિડ વરસાદ છે. અહીં કોઈ મ્યુઝિક ચાલવાનું નથી એન્ડ તારા જેમ ચૂપચાપ બેસવું મને નહીં પોસાય. હજું પણ બે કલાક સુધી વરસાદ આવશે જે મને મોર્નિંગમાં સ્માર્ટ મિરરે સજેસ્ટ કર્યું હતું " મિતવા.

" હા હું ઓછાં બોલો છું પણ તારી સાથે હું લોંગ ટાઇમ સુધી બોલી શકું છું. ખબર નહીં કેમ પણ તારી સાથે બોલાવામાં મારે કંઈ વિચારવું નથી પડતું. મને ગમે છે તારી સાથે બેસી રહેવું ને તને જોયાં કરવું " પ્રિતમ.

" એક્સક્યુઝ મી પ્લીઝ " મિતવા બોલીને કેફેની ગ્લાસ વિન્ડો તરફ આવીને ઉભી રહી. મનમાં વિચારવા લાગી " ઇઝ ઇટ ઓકે? ઓર નોટ? પ્રિતમ આજ પણ એજ છે જેને મેં ચાહ્યો હતો. એનાં કન્ફ્યુઝન હજું પણ છે કે એ મારાં વિશે ક્લિયર છે? થોડો ટાઈમ લ‌ઇએ તો બંને એકબીજા માટે!? "

🎶🎶🎶🎶

ધેર ગોઝ માય હેન્ડ શેકિગ
એન્ડ યુ આર ધ રીઝન
માય હાર્ટ કીપ્સ બ્લીડીગ
આઇ નીડ યુ નાઉ

એન્ડ ઇફ આઈ કૂડ ટર્ન બેક ધ ક્લોક
આઇ વૂડ મેક સ્યોર ધ લાઇટ ડિફીટેડ ધ ડાર્ક
આઇ વૂડ સ્પેન્ડ એવરી અવર ઓફ એવરી ડે
કીપીગ યુ સેફ

આઇ ક્લાઇમ્બ એવરી માઉન્ટેન
એન્ડ સ્વીમ એવરી ઓશિયન
જસ્ટ ટુ બી વીથ યુ
એન્ડ ફિક્સ વોટ આઇ હેવ બ્રોકન...

🎶🎶🎶🎶

અહીં મિતવના વિચારોમા સ્ટોપ સિગ્નલ આવ્યું. એણે પાછાં ફરીને જોયું. આ સોંગ મિતવાના પ્લેય લિસ્ટનું હતું . કેફેમાં મિતવા માટે પ્રિતમે ગાયું. સોંગ ગાઇ લીધાં પછી આજુબાજુમાં બેસેલા બધાએ પ્રિતમને તાળીઓથી વધાવી લીધો. પ્રિતમને થોડું ઓક્વર્ડ લાગ્યું છતાં પણ બધાનો આભાર માન્યો અને બોલ્યો , " ઇટ વોઝ ફોર ધેટ ગર્લ હુ ઓલ્વેઝ ધેર વીથ મી એઝ માય બ્રીથ. મિતવા આઇ રીયલી લવ યુ એન્ડ આઇ રીયલી વોન્ટ યુ ફોર માય એન્ટાયર લાઇફ."

મિતવા હજું પણ શોક્ડ થઈ ગ્લાસ વિન્ડો પાસે જ ઉભી હતી. ફરીથી જીવવાની એની ઇચ્છા જાણે સાચી સાબિત થઈ રહી હતી.

" હે મિતવા , કંઈક તો બોલ! ચાલ તે કીધું એ કરી દીધું સોંગ ગાઇ લીધું. હવે માફી મળશે?? યા કાન પકડું ફરીથી? " પ્રિતમ. મિતવા હજું પણ કંઈ ના બોલી. કેફેના દરેક વ્યક્તિ મિતવાના જવાબની રાહમાં જોતાં હતાં. પ્રિતમ મિતવાની નજીક ગયો અને બોલ્યો, " તું મને ફટટુ કહેતી હતી અને હાલ તારો ફેસ એવો લાગે છે 😂. બોલ હવે , થપ્પડ કે માફી?"

મિતવાની આંખમાં ઝળઝળીયાં હતાં.