લવ ફાઈન, ઓનલાઇન - 13
રાજીવ અને સ્નેહા વાતો માં એવા તે મશગુલ થઈ ગયા હતા કે એક પળ માટે તો એ બંને એમ જ સમજી ના ગયા હોય કે એ બંને ઘરમાં એકલા જ છે! એમના માટે તો રાજેશ અને પ્રાચીની હાજરી પણ ગેરહાજરી જ હતી!
એ જ વાત નો ફાયદો રાજેશે ઉઠાવ્યો અને એનાં હાથ થી એણે પ્રાચી ને "બ્યુટીફુલ" લાગુ છું એવો ઇશારો કરી દીધો! પણ ખરેખર આજે પર્પલ ડ્રેસમાં પ્રાચી બહુ જ મસ્ત લાગી રહી હતી. મોટી મોટી આંખોમાં કાજળ પણ એની ખૂબસૂરતીમાં વધારો કરનાર હતું.
ઈશારો કરવો એકદમ વાજબી હતો કારણ ને લાઈટ પિંક ડ્રેસમાં પ્રાચીનો એ લંબગોળ ચહેરો બહુ જ ખૂબસૂરત લાગી રહ્યો હતો. ઉપરથી જ્યારે એ ચશ્માં પહેરતી તો ચશ્માં એની ખૂબસૂરતીમાં વધારો કરતાં હતાં. પ્રાચીને પણ ખબર જ હતી કે રાજેશને પણ આ ડ્રેસ ગમતો હતો અને એટલે જ એ આ ડ્રેસ પહેરીને આવી હતી.
પ્રાચી પણ બેસી ને ચા પીવા લાગી! એક ઘૂંટ મારી એણે બનાવટી ખાંસી ખાધી તો એ બંને માંડ શાંત થયા! ભૂલ એ બંનેની પણ થોડી હતી! દિલને જે વ્યક્તિ પાસે બહુ જ ગમે છે તો પછી એને વાતો કરવી બહુ જ ગમે છે. એક દિવસ, એક મહિનો હોય કે એક આખી જિંદગી જ કેમ ન હોય, પણ એમને તો જાણે કે એ પણ ઓછી જ લાગે છે. પ્યારમાં આ જ સમયની કમી ને લીધે જ પ્રેમી એક લાઇફ જ નહિ પણ ગમતી વ્યક્તિ સાથે સાત જન્મ માગે છે. અને ખરેખર તો સચ્ચાઈ તો એ જ છે કે જ્યારે ગમતી વ્યક્તિ પાસે હોય તો સાત શું સાતસો જન્મ પણ ઓછા જ લાગે છે.
"સો રાજીવ... તું બહુ જ વાંચ્યા કરે છે એમ ને! હમણાં પણ ન્યુઝ પેપર વાંચતો હતો! અરે અમારા દિલ ને પણ તો વાંચ!" રાજેશે કહ્યું તો રાજીવ તો એની વાત થી ખુશ ખુશ થઈ ગયો!
"વાહ! શું વાત કહી છે!" રાજીવે કહ્યું.
"ધન્યવાદ... જનાબ!" રાજેશે એ જ અદાથી કહ્યું. અમુક લોકો મહેફિલની જાન હોય છે. અહીં એ જાન રાજેશ ખુદ હતો. અમુક લોકોને આમ બધાને હસાવવાની મજા આવતી હોય છે.
ચારેય ચા કમ્પ્લીટ કરી ને કાર તરફ આગળ વધ્યા.
"સ્નેહા, તું યાર પાછળ બેસ... મારે પ્રાચી સાથે ઘણી બધી વાતો કરવી છે!" ડ્રાઈવિંગ સીટ પર બેસતા રાજેશે કહ્યું.
"હા... મારે પણ સ્નેહા સાથે વાતો કરવી છે!" રાજીવે પણ સહમતી આપી તો પેલી બંને પણ નિયત જગ્યા એ બેસી જાય છે!
"મતલબ કે આ બધું આ કૃષ્ણ કરે છે એમ ને!" પાછળનું કોઈ સાંભળે નહિ એમ હળવેકથી પ્રાચી એ કાચમાં જોતા રાજેશ ને કહ્યું. ભગવાન કૃષ્ણ જેમ લીલાઓ કરે છે એમ જ રાજેશને પણ આ બધું કરતાં જોઈને પ્રાચી કહે છે.
"શું? હું કૃષ્ણ?! અરે ઉપરવાળો જ આ બધી લીલા કરે છે! હું તો બસ નિમિત્ત માત્ર છું!" એટલા જ હળવેકથી રાજેશે પણ કહ્યું.
"જો તો આ બંને ને, કોઈ પણ આમને જોઇને કહી શકે કે આ બંને એકમેકના પ્યારમાં છે એમ!" કાચમાં બંને ને એક બીજા સાથે વાતો કરતા જોઈ પ્રાચી એ કહ્યું.
"કાશ..." પ્રાચી ના આગળના શબ્દોથી એ બંને એક ઊંડો નિશ્વાસ કર્યો!
કાશ, આ એક શબ્દમાં જ જાણે કે વ્યક્તિ ખુદનું ફ્યુચર એ રીતે ડિઝાઇન કરવા માગે છે જેમ કોઈ આર્ટિસ્ટ કેનવાસ પર દ્ર્શ્યો! પણ હંમેશાં આપને ચાહીએ એવું જ થાય એવું જરૂરી તો નહીં ને. આપણે તો બસ કાશ શબ્દ ની સાથે સાથે બસ આપનો વિચાર જ રજૂ કરી શકીએ છીએ, જેમ રાજેશે કહ્યું એમ કરવાવાળો તો ભગવાન જ છે, આપને તો બસ એમની મરજી સાંભળનાર બસ કઠપૂતળી જ છીએ!
વધુ આવતા અંકે...