Amar prem - 40 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - ૪૦

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા,અજયની વરસગાંઠ હોવાથી અમદાવાદ આવે છે.સાંજે ફલેટમા સફાઈ કામ કરવા જવાનું હોવાથી તેના પિતાને જણાવે છે ત્યારે તેના પિતા તેમની ઊંઘવાની ગોળી લાવવા દવાનું પિ્કિ્પશન આપે છે. સ્વરા ફલેટપર આવી બાર વાગવાની રાહ જોતા થોડીવાર સુઇ જાય છે.૧૧.૩૦ વાગે તૈયાર થઈ તેની અજય ौસાથેની દોસ્તી અને પ્રેમની ફિલ્મના રીલની માફક દરેક પ્રસંગો યાદ કરી ખુબ લાગણીસીલ બનતા રોઇ પડે છે.બાર વાગે વરસગાંઠ મનાવી લાવેલ ઊંઘવાની ગોળીઓ ગળી જઈ અજયની રાહ જોતી જાગતી તેની પ્રતિક્ષા કરે છે.......,,હવે આગળ......,



સવારના ચાર વાગવા આવ્યા હતા અને સ્વરાને હવે દવાનું ઘેન ચડતું હોવાથી ખુબ પ્રયત્ન પૂર્વક જાગતી રહેવા મહેનત કરે છે.કોણ જાણે તેને હજુ પણ છેલ્લે અજય તેને મલવા આવશે તેવી શ્રધાથી તેની પ્રતિક્ષામા જાગવાનો પ્રયત્ન કરતી રહે છે.



સ્વરા ઘેનમાં ડુબવા જઈ રહી હતી ત્યાં તેના ડોરનો ઊઘડવાનો અવાજ થવાથી આંખ ઊંચી કરી જોવા પ્રયત્ન કરે છે.તેને ઝાંખી ઝાંખી કોઇ આકૃતિ દેખાય છે,તે આવનાર વ્યક્તિને ઓળખી શકતી નથી.દુબળો-પાતળો,માથાપરના આછા વાળ વાળો,પહેરેલા કપડાંમાં કોઈ હાડપિંજરવાળી ખોખલી વ્યકિત,જેની ચહેરા ઉપર નુર ના હોય,શરીરમાં લોહીની એકપણ બુંદ બચી ના હોયતેવું લાગે છે!સ્વરા પરાણે કોણ છે, પુછી તેના તરફ જોવે છે.આવનાર વ્યકિત તેની ઓળખાણ અજય તરીકે આપે છે.સ્વરા એકદમ ખુશ થઈ ઊભી થવા પ્રયત્ન કરે છે પણ તેનાથી ઊભા થવાતુ નથી અને પડવા જવા જેવું થાય છે ત્યાં અજય તેને પોતાના બાહુમાં સમાવી સંભાળી લે છે.અજય,સ્વરાને પુછે છે કે તારી તબિયત સારી નથી ? તુ અહિંયા એકલી શું કરે છેપૂછી તેને સોફાપર સુવાડે છે.
સ્વરા : તુ અત્યારે ક્યાંથી આવ્યો ?આટલા દિવસોથી કયાં હતો? તારા તરફથી કોઇ સમાચાર કે કોનટેકટ કેમ થતો નહતો ?
અજય:સ્વરા,હું અત્યારે કેનેડાથી તને મલવા ખાસ આવ્યો છું.
સ્વરા :અજય તારી તબિયત આવી કેમ થઇ ગઇ?તુ તો ઓળખાય તેવો પણ રહ્યો નથી!તને શું થયું છે ?તારી આવી હાલત સાથી થઇ છે?
અજય:સ્વરા,મને blood કેનસર થયું છે અને હવે લાસટ સ્ટેજમાં છે.હું હવે થોડા કલાકોનો મહેમાન છું.
સ્વરા :અજય તને કેનસર થયું તો મને જણાવ્યું કેમ નહી ?
અજય:સ્વરા, તને યાદ હશે કે,જ્યારે આપણે રિવરફ્નટ ફરવા ગયા હતા ત્યારે મને ચક્કર આવ્યા હતા અને થોડીવાર સુધી આંખે અંધારા સાથે કાળું ધબ્બ જેવું દેખાય તેવું થયું હતું ત્યારે મેં તેને ગંભીરતાથી લીધું નહતુ,પરંતુ તે જ વખતે શરુઆત થઇ ગઇ હતી,પછી કેનેડા ગયા પછી બે-ત્રણ વાર આવું ફરીથી થયું હતું તેથી પૂજને મને ડોકટરને બતાવવા કહ્યું એટલે મારા ફેમિલી ડોકટરને ડાઉટ પડવાથી તેમણે થોડા test કરાવડાવયા તેમાં તેમને blood કેનસર હોવાનું ડાયગોનીસ થયું હતું. એકવાર મારી બથઁડે પાટીઁ વખતે ફરીને આવું થવાથી પૂજને મને ડોઁકટરનો કોનટેકટ કરવા કહ્યું ત્યારે મારા ફેમીલી ડોકટરે મને હોસપિટલમા ચેકઅપ કરાવી test કરાવવા કહ્યું અને testમા કેનસરખૂબ જ વધી ગયું હોવાથી ડાયાલીસિસ કરાવવા દર મહિને લોહી ચેઇનજ કરવું પડશે તેમ જણાવ્યું હતું.
સ્વરા:અજય તુ તો ‘જેની’સાથે લવમાં હતો! તમે બન્ને દરેક વિકએનડમા ફરવા જતા હતા,તારે ‘જેની’સાથે મેરેજ કરીને કેનેડાનુ પી.આર. લેવુ હતું ને ? પછી શું થયું ?’જેનીએ’તને કેનસર થવાથી છોડી દીધો ? મને પૂજન મારફત દરેક વખતના ફોટા અને વિડિયો મલતા હતા !દ
અજય:સ્વરા જ્યારે ડોકટરે મારા કેનસર વિષે મને જાણ કરી ત્યારથી મેં અને પૂજને તારી જીંદગી બરબાદ ના થાય તે માટે ‘જેની’ને રિકવેસટ કરીને પ્રેમનું નાટક કરવા મનાવી હતી,જેમાં ‘જેની’અને પૂજને મને સહકાર આપવા સંમતી આપી હતી.મેં જ પૂજનને દરેક વખતે મારી સાથે આવવા અને તેના ફોટા ને વિડિયો બનાવી તને મોકલવા જણાવ્યું હતું.મારો મોબાઇલ પણ બદલી નાંખ્યો હતો જેથી તારી સાથેનો સંપર્ક થાય નહી.હું છેક સુધી પૂજનની સાથે જોબ કરતો હતો.મેં નોકરી છોડીને બીજે જતો રહ્યો છું તેવું પૂજન મારફત તને કહેવડાવ્યું હતું જેથી તુ મને નફરત કરે અને ભુલીને બીજે મેરેજ કરવા તૈયાર થાય તે માટે અમે આવો પ્લાન બનાવ્યો હતો.
સ્વરા :તો પછી ‘જેની’અને પૂજનના પ્રેમનું શું થયું?
અજય:સ્વરા,પૂજન અને ‘જેની’સાચો પ્રેમ કરતા હતા. તેઓ બન્નેએ મને એક વખત ઇન્ડિયા જઇ તને બધી હકિકતની જાણ કરવા અને રુબરુ મલી તારી માફી માંગવા કહ્યું હતું. તેઓએ મેરેજ કરી લીધા છે.મારી બથઁડેના દિવસે તને મલી શકાય તે પ્રમાણે મેં ફલાઇટની ટિકિટ બુક કરાવી હતી.આજે સવારે વરસગાંઠનો દિવસ છે તે પ્રમાણે તને મલવા આવ્યો છું.
અજયે જોયું તો ટેબલ પર તેની મનપસંદ ચોકલેટ કેક અને બુઝાઈ ગયેલ કેનડલ જોવે છે તેથી સ્વરાને પુછે છે કે કોની વરસગાંઠ ઊજવી હતી?
સ્વરા:અજય,આજે તારી વરસગાંઠ હોવાથી તારી મનપસંદ ચોકલેટ કેક લાવી ઊજવી હતી,તારા કેનેડા ગયા પછી એકપણ વરસ બથઁડે સેલીબે્ટ કર્યા વગર ગયો નથી.આજે પણ તારી વરસગાંઠ ઊજવી તારી પ્રતિક્ષા કરીને છેલ્લે તારા તરફના કોઇ સમાચાર નહી મલવાથી તને આપેલ વચન મુજબ સાત વરસ તારી રાહ જોયા પછી બીજા કોઈની સાથે મારુ જીવન જોડી ના શકવાની મારી મજબુરીના કારણે આજે હું મારા જીવનનો અંત લાવવા ઊંઘની બોટલની બધીજ ગોળી લઈને તને જોવા અને તારી રજા લેવાની ઇચ્છાથી મારા મોતને લંબાવી રહી હતી.હવે તુ આવી ગયો છે તો આપણે ફરીથી કેનડલ બલાઁ કરી તારી મનપસંદ ચોકલેટ કેક એકબીજાને ખવડાવી ઉજવીએ.અજય કેનડલ બલો કરે છે અને સ્વરા હેપી બથઁ ડે ટુ અજય કહી બન્ને એકબીજાને કેક ખવડાવે છે.
અજય:સ્વરા તેં બથઁડે ઉજવવામા ઉતાવળ કરી જો સવારનો સમય પસંદ કર્યો હોત તો તારે ઊંઘવાની
ગોળી લેવાનો વખત ના આવત! હું મારી વરસગાંઠની દિવસે તને મલવા સમયસર આવી ગયો.
સ્વરા:અજય કાળચક્ના નિમિત્તને કોઇ રોકી શકતું નથી,જે બનવાનું નિમિત્ત હોય તે બનીનેજ રહે છે.મને આજે સંતોષ છે કે હું મારા પ્રેમીની બાહોમા મારો જીવ છોડીશ.અજય હવે મારાથી વધુ જાગી શકાતુ નથી,મને ખૂબ જ ઘેરી ઊંઘ આવે છે.અજય મને તારા ખોળામાં ચિરનિંદરામાં સુવાડી વિદાય આપ!
અજય:સ્વરા હું મરી રહ્યો છું ....હું મરી રહ્યો છું સ્વરા !
અજય મારાથી પાછો હટીને મોટેથી રડવા લાગ્યો અને પછી મારા ખોળામાં મો છુપાવી દીધું
સ્વરા :તુ શું કહેવા માંગે છે મને? તુ શું કહે છે મને?મેં તેના બન્ને હાથ ચુમી લીધા અને તેની સામે જોવા લાગી.
તેણે ઉપર જોયું,તેની આંખોમાં આખી દુનિયાની ઉદાસી ભરી હતી,તે થોડા સમયનો મહેમાન હતો,તેને લાસટ સ્ટેજનું કેનસર હતું તેણે તેનાથી દુર કરવા અને મને તેનાથી નફરત પેદા કરવા માટે આ નાટક કરવું પડ્યું હતું.હવે છેલ્લો સમય મારી સાથે પસાર કરવા આવ્યો હતો.
અજય:પ્લીસ સ્વરા મને છોડીને જતી નહી.સ્વરા હું તારી સાથે જીવવા માંગુ છું,”પ્લીસ સ્વરા મને મરવા ના દેતી.હું મરવા નથી માંગતો ...પ્લીસ સ્વરા ....પ્લીસ સ્વરા ...”.તે મોટેથી રડવા લાગ્યો અને મારા ખોળામાં માથું મુકી દીધું.
સ્વરા જાણે સાનભાન ખોઇ રહી હતી,તે સ્તબ્ધ થઇ ગઇ હતી.
હું તેને જોઇ રહી હતી,તે મરી રહ્યો હતો!અજય મારી સામે જ મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યો હતો.મેં જે માણસ સાથે આખી જીંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું તે મારી આંખ સામે મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યો હતો.મારા ખોળામાં પડી પોતાને બચાવવા વિનંતી કરતો હતો કે તેણે આપેલું વચન પુરુ કરે!તેને જીંદગી આપી બચાવી લે!તે મારી પાસે પાછો આવી ગયો હતો.હું ઈચછી હતું તેવું જ થયું હતું.પણ એ તો હમેશાં માટે જવા આવ્યો હતો.બસ આટલો અપરાધ ભાવ બાકી રહી જવાનો હતો.
હું તેને બચાવી ના શકી!એ થોડાક જ સમયમા આ દુનિયામાંથી વિદાય લેવાનો હતો અને મારી પાસે તેને જતો જોવા સિવાય કોઇ જ રસ્તો નહતો.હું અસહાય હતી,એવું લાગ્યું જાણે મને છળવામા આવી છે.મને સજા આપવામા આવી હતી.અજયના મારા જીવનમાં આવ્યા પહેલા મેં જે પણ કર્મો કર્યા હતા,કદાચ એ જ અત્યારે મારી સામે આવી રહ્યા હતા!પણ એનું પરિણામ એ કેમ ભોગવી રહ્યો હતો?હું પણ ભોગવવા માંગતી હતી.
મેં સાહસ કરીને તેની સામે જોયું અને તેને ગળે લગાવી દીધો.જાણે ક્યારેય જુદા જ ના થવાનું હોય! હું તેને ક્યારેય છોડવા માંગતી નહતી.
તેની આંખો થાકેલી હતી,ચમક ગુમાવી ચુકી હતી...એ આંખો જેમાં હું કલાકો સુધી ખોવાયેલી રહેતી હતી,એ આંખો જે તેના હોઠ કરતા પણ વધારે બોલયા કરતી હતી,એ આંખો જે તોફાની હતી,એ આંખો જેણે મારી અંદર એક સુંદર છોકરીને જોઇ હતી,તે કમજોર થઇ ગઇ હતી..માંસપેશિયો ઊભરાઈ આવી હતી,કાંડા પર માંસનુ નામો-નિશાન નહતુ,આખા શરીરના હાડકા ગણી શકાય તેમ હતા ગાલના હાડકા પણ સ્પષ્ટ જોઇ શકાતા હતા,તેની જાંધો પાતળી થઇ ગઇ હતી,આખુ શરીર જાણે હાડપિંજર જેવું દયનિય થઈ ગયું હતું.આસપાસ ચારે તરફ વાળ વિખેરાઇ પડયા હતા.મેં ‘અમારી વાર્તા ‘ને તેના વાળ,મરતા શરીરની આસપાસ વીખરાયેલી અનુભવી.તયાંજ ક્યાંક હું પણ મરી રહી હતી અને અમે બન્ને એકબીજાના બાહુમા જકડાયેલા અમારા ‘અમર પ્રેમ ‘ની યાદમાં મરી રહ્યા હતા ત્યારે રેડિયોમાં જાણે અમારી વિરહની ક્ષણને વિદાય આપતા ગીતો પ્સારીત થઈ વાતાવરણને ગંભીરતા બક્ષતા હતા.અમે દુનિયામાંથી વિદાય લઇ રહ્યા હતા....
जनम जनम का साथ है ॥

तुम्हारा हमारा....तुम्हारा हमारा ।
अगर न मिले इस जनम में ।
लेंगे जनम दुबारा,तुम्हारा हमारा।



हम तुम युग युग से गीत मिलन के गाते रहे है।

गाते रहेंगे हम तुम।
हम तुम जगमें जीवन साथी बनके आते रहे है।
आते रहेंगे हम तुम......



किसी हाल में
,किसी बात पर कहीं तु चल ना देना।
मेरे हम सफ़र ..,. मेरे हम सफ़र ....



एक तेरा साथ ....एक तेरा साथ ...
हमको दो जहाँ से प्यारा है।


तु है तो हर सहारा है ।एक तेरा साथ......

ना मिले संसार .... ना मिले संसार ....

तेरा प्यार तो हमारा है।

तु है तो हर सहारा है।एक तेरा साथ..,...
સવારના સૂર્યનારાયણ તેમના સાત ઘોડાના રથમાં સવારી લઈ આવી રહ્યા હતા ,આકાશમાં આછુ અજવાળું પથરાઈ રહ્યું હતું,પંખીઓ તેમના માળાઓમાંથી નિકળી તેમના બચ્ચા માટે ખોરાકની શોધમાં નિકળી ઊંડી રહ્યા હતા,વાતાવરણમાં સવારની ઝાકળ પથરાયેલ હતી,ઠંડો મંદ મંદ પવન વહી રહ્યો હતો ત્યારે બે પ્રેમીઓ એકબીજાના બાહોમા સમાઈ આવતા ભવમાં એકબીજાને મલવાની પ્રતિજ્ઞા લઈ અનંત સફર તરફ પ્રયાણ કરી ગયા હતા.
પ્રેમ અમર છે,પ્રેમ મરતો નથી,તે તો ભવે ભવ એક બીજાને શોધી લેતો હોય છે.સ્વરા અને અજય પણ બીજા ભવમાં સાથી બનવા માટેની ઈચછા સાથે એકબીજાના બાહોમા સમાઈ અંતિમ પ્રયાણ તરફ વિદાય લઇ સદા માટે સમાઇ જાય છે.....,,,,,
મિત્રો અહિંયા ‘અમર પ્રેમ’ નવલકથા પુરી થાય છે.હું નવો લેખક છું.મારો આ પ્રથમ પ્રયાસ છે,તમે મને વાંચ્યો તેમજ તમારા પ્રતિભાવ આપી મારી હિંમત વધારવામા મદદ કરી તે માટે આપ સર્વેનો આભારી છું.નવલમા કોઈ ભુલ થઇ હોય અથવા ક્ષતિ રહેવા પામી હોય તો આપ સર્વેની ક્ષમા માંગુ છું.આપને આ નવલ કેવી લાગી તેનો પ્રતિભાવ આપશો જેથી ભવિષ્યમાં નવી નવલ લખવાની પે્રણા મલે.
ખુબ ખુબ ધન્યવાદ.....
——————અ લ વિ દા—————-
.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED