Amar Prem - 3 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - 3

જોરાવરસિંહના મોકલેલ માણસો દાદાનો માર્ગ રોકવા ગામ બહારથી નિકળી લગભગ ૫ કિ.મી દુર જયાં બન્ને તરફ મોટી ટેકરીની વચમાં નાનો ગાડા માર્ગ હતો,આ માર્ગ ખાસો લાંબો હતો અને નેળીયામાં આગળ પાછળથી ખુલ્લો અને આજુબાજુમાં ટેકરીથી ઘેરાયેલો હતો.ધોળા દિવસે પણ કોઇ વટેમાર્ગુ નીકળે તો પણ ચોર-ડાકુનો ભય રહેતો હતો.

દાદા જેવા આ માર્ગમાં પ્રવેશ્યા ત્યારે ઝડપથી આ નેળીયુપસાર કરવા તેમની ઘોડીને ચાબુક મારી ફાસ્ટ દોડાવવાં લાગીયા પરંતુ બરોબર અધવચે પહોંચ્યા ત્યાં સામેથી બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા દેખાયા.દાદાએ પાછળ નજર કરી તો પાછળ પણ બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા હતા,તેમના દેખાવ ઉપરથી ચોર-ડાકુ હોવાનો દાદાને ખ્યાલ આવી ગયો.પોતાની પાસે બાપુની વસૂલાત કરેલી સારી એવી માલમતા હતી તેથી તેમને પોતાની ઇમાનદારી અને આબરૂ નો સવાલ આવી ઊભો હતો.

દાદા હિંમત હાર્યા વગર પોતાની પાસેની માલમતા ની પોટલી તેમની કમર ઉપર બાંધી હાથમાં બંધૂક પકડી, લેચ કી ખોલી મુકાબલા માટે તૈયાર થઇ ગયા.સામેના બે ઘોડે સવાર અને પાછળના બે ઘોડે સવાર દાદાની નજીક આવતા જતા હતા,દાદા વચ્ચેાવચ ઊભા રહી ગયા.

આંગળના બે ડાકુમાં જે સરદાર જેવો લાગતો હતો તેણે દાદાને ધમકીના સ્વરમાં પડકાર કરીયો

ડાકુ: કોણ છો ? કયાં જવા નિકળીયા છો ?
દાદા: હું રતનપર ગામના દરબાર જોરાવરસિંહનો કારભારી અંબેરામ છું અને મારા ગામ તરફ જઉં છું.
ડાકુ :જોવો તમે ગમે તે હો અમારે કોઇ મતલબ નથી પરંતુ તમારી પાસે શું છે તે કહો.
દાદા: જોવો ભાઇ હું એક નેક અને વફાદાર કારભારી છું અને મારા માલિકની વસૂલાતની રકમ છે.
ડાકુ: જોવો અંબેરામભાઇ તમારી પાસે જે કોઇપણ માલમતા તથા તમારા શરીર ઉપરના ઘરેણા તથા તમારી રોકડ રકમ ચુપચાપ અમને આપી દો તો અમે તમને કંઇ નહી કરીએ.
દાદા: જોવો ભાઇ મારા દાગીના તથા મારી પાસે જે મારી પોતાની રકમ છે તે બધૂજ તમને આપી દઇશ પરંતુ મરા માલિકની વસૂલાતની રકમ તમને આપી નહીં શકુ
ડાકુ: હવે વધારે દોઢ ડાહ્યા થયા વગર જે કંઇપણ તમારું અને તમારા માલિકનુ છે તે બધુજ આપી દો નહી તો આ કડીયાળી ડાંગ તમારી સગી નહી થાય અને લોહીનીનદી વહેશે.
દાદા:ભલે તમારી ઇચ્છા હોય તો થઈ જાવ તૈયાર મારા જીવતા જીવે તો તમને મારા માલિકની માલમતા નહી મળે.
ડાકુ:અંબેરામ હજુ પણ શાનમાં સમજીજાવ અને જીવ બચાવી તમારા ગામ ભણી રવાના થઈ જાવ તમારા માલિક તમને કંઈ નહી કહે.
દાદા:મારા માલિકને મારા ઉપર ભરોસો છે તેથી હું જીવતો પાછો જઇશ તો માલમતા સાથે જ જઇશ નહીતર મારી લાશ જશે,માટે વાતો કરીયા વગર લડવા તૈયાર થઈ જાવ.આજ કાં હું નહી કાં તમે નહી.
ડાકુઓ દાદાની મક્કમતા જોઇ(મનમાં હરખાતા)લડવા માટે આગળથી અને પાછળથી ડાંગ સાથે ઘોડા દોડાવીયા એટલે તરત દાદાએ ચેતવણી આપવા માટે હવામાં એક ગોળી થોડી કે તરત ગોળીનો અવાજ સાંભળી ડાકુઓની પાછળ સંતાઇ રહેલા બાપુ એ મારતે ઘોડે આવી ડાકુઓને પડકાર કયોઁ કે કોની માં એ સવા શેર સુંઠ ખાધી છે કે મારા કારભારીને લુંટવા આવીયા છે, હિંમત હોય કો આવી જાવ લડવા હવે તે એકલા નથી હું પણ તેમની સાથે છું તેમ બોલીને બાપુએ પણ હવામાં એક ભડાકો કરીયો.

બાપુના ભડાકાના અવાજથી ચેતી જઇને તેમની વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે ડાકુઓ જાન બચાવવી હોય તેમ પરબારા ભણી ગયા.

બાપુ, દાદાને લઇને તેમની હવેલીએ આવીયા અને તેમની માન સાથે આગતા સાગતા કરીને તેમને શાબાશી આપી અને કહીયું કે અંબેરામ તમે આજ તમારો જાન જોખમમાં નાખીને મારી માલમતા બચાવી છે તેથી હું તમારી ઉપર ખુબ ખુશ થયો છું બોલો તમારી શી ઈછછા છે.દાદાએ કહીયું કે માલિક તમાારી માલમતા બચી અને મારી આબરૂ બચી તેનાથી વધારે મારે કંઈ ના જોઇએ.

બાપુ દાદાની વફાદારી અને નેકીથી ખુશ થઇ ગયા ત્યારથી દાદાના અને બાપુના કુુટુંબો વચ્ચે ઘર જેવો સંબધ થઈ ગયો તે આજની પેઢી સુધી જળવાયી રહ્યો છે.

આગળ નો ભાગ પ્રકરણ -૪ મા જોઈશું

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED