Amar prem - 5 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - 5

ચોમાસાના દિવસો નજીક આવતા હોવાથી ખેડુતો પોતાના ખેતરમાં કામકાજ શરુ કરવા તૈયારી કરતા હતા,ખેતર ખેડવા માટે હળ તથા બળદ તૈયાર કરી ખેતર જવાની તથા એકબીજાને મદદ કરવા પોતાનાથી બનતી મહેનત કરતા હતા.બીયારણ તથા ખાતર વિગેરે તૈયાર કરીને વરસાદની ચાતક પક્ષીની ડોળે રાહ જોઇ રહ્યા હતા.

શરુઆતમાં મોસમનો પહેલો વરસાદ પડ્યો તેથી ખાતર તથા બિયારણ રોપી પાછળના વરસાદની રાહ જોઇ રહ્યા હતા.જો ઊઘાડ પછી સારો વરસાદ થાય તો પાકની ઊપજ સારી થાય નહીતર પાક નિષ્ફળ જાય અને વરસ નબળું થાય.વાદળો ઘેરાતા અને વરસાદ આવવાના એંધાણી બતાવતા હતા પરંતુ વરસાદ હાથતાળી દઇને જતો રહેતો હતો.આમને આમ ચોમાસું પુરુ થવા આવીયુ પરંતુ પાછળનો વરસાદ થયો નહી અને બિયારણ બળી ગયું અને ખાતર પણ નકામું જશે તેથી વરસ નિષ્ફળ જાય તેમ લાગતું હતું .મોંઘા ભાવનું બિયારણ તથા ખાતર જે લાવ્યા હતા તેના પૈસા ઊપજ થાય પછી આપવાના હતા તેનું પણ દેવું થઇ ગયું હતું અને દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું .ગામના મુખી તથા બાપુની જમીનમાં બોર મુકાવેલ હોવાથી તેમના પાકને બચાવી લીધેલ.તેઓએ તેમનાથી શક્ય થાય તેટલા ખેતરોમાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરીયો હતો પરંતુ એવરેજ દુકાળના એંધાણ વરતાતા હતા.

બાપુએ તથા મુખીએ પોતાની વખારમાં સંગે્લા અનાજમાંથી જેમનો પાક નિષ્ફળ ગયો હતો તેમને મદદ કરવા પોતાના અન્ન ભંડારો ખુલ્લા મુકીને ગામ ઉપર આવેલી આફતમાંથી રાહત આપવા તૈયારી કરી દિધી હતી અને જરુરીયાત વાળાઓને આપવા માંડ્યા હતા.

દુકાળના વષઁમા ખાવાની તથા પાણીની અછત ઊભી થવાથી લોકો પોતાની ભૂખ સંતોષવા બીજી આજીવિકા મેળવવા તરફ વળવા લાગીયા હતા.

ગામમાં વનેચંદ વાણીયાની રોજબરોજની ઘર વપરાશ તથા કરિયાણાની દુકાન હતી. તે ગામના ખેડુતોને બિયારણ તથા ખાતર લાવવા માટે પૈસાનું ઘિરાણ કરતા હતા અને જ્યારે ફસલ પાકી, પાક લણીને ઊપજ થાય ત્યારે તેના પૈસા વ્યાજ સાથે પાછા આવતા હતા. આ ઊપરાંત રોજની કરિયાણાની તથા ઘર વપરાશની વસ્તુઓનો ઘંઘો કરતા હતા.આ વરસે પાક નિષ્ફળ જવાથી તેની ધીરેલી રકમ પાછી આવે તેમ નહતી.

એક દિવસ ગામમાં આટલા વરસે કોઇ દિવસ નહીં બનેલી તેવી ઘટના બની.વનેચંદની દુકાન તથા ઘરમાં ચોરી થઇ અને રોકડ રકમ ઊપરાંત તેમની પત્નીના સોના ચાંદીના ઘરેણાંની કોઇ ચોર ઉઠાંતરી કરી ગયો.વનેચંદે પહેલા આ બાબતની જાણ મફતલાલ મુખીને કરી તેથી મુખી પણ ચિંતામાં પડી ગયા કે આ ગામમાં ગમે તેવા કપરા સંજોગો અથવા કાળ આવીયો હશે પણ ગામના કોઇ માણસે કોઈના ઘેર ચોરી કરી નહતી.ગામના પછાત વર્ગો વસોયા,ચમાર,હરિજન,વણકર વિગેરે જરુર પડે મહેનત કરીને કે ઉછીના લઇને ગુજરાન ચલાવતા હતા પરંતુ ક્યારે પણ ચોરી કરતા નહતા તેથી ચોરી કોણે કરી હશે ? આ ચોરીની ફરિયાદ નોંધાવતા પહેલા બાપુને જાણ કરવી જરુરી હતી તેથી વનેચંદ તથા મુખી ભેગા થઇ બાપુની હવેલીએ જવા તૈયાર થયા.

મુખીએ વનેચંદને કહીયું કે આપણા ગામમાં ગમે તેવા કપરા સંજોગો આવીયા હશે પણ કોઇ વ્યક્તિ ચોરી કરે નહી તેવો મને આજસુંધીની મારી મુખીની વડપણ હેઠણની કામગીરી દરમ્યાનનો વિશ્વાસ છે તેથી આપણા ગામની આબરૂનો સવાલ છે. આપણે પોલીસમાં ફરિયાદ નોંઘાવીસુ એટલે પોલીસ તપાસ કરવા આવશે અને આટલા વરસમાં કોઇ દિવસ ફરિયાદની તપાસ અર્થે પોલીસ આપણા ગામમાં આવી નથી માટે આ બાબતમાં ઉતાવળ કરતા પહેલા પણ બાપુને જાણ કરવી જરુરી છે.
વનેચંદે મુખીને કહીયું કે મને પણ તમારી જેમ ગામના લોકો ઊપર પુરો ભરોસો છે પરંતુ ચોરી થઇ છે તે હકિકત છે અને ભલે ગામની કોઇ વ્યક્તિ આમાં સંડોવાયેલી ના હોય પરંતુ આજુબાજુના ગામનો કોઇ માણસનો હાથ હોય તો પોલીસ ફરિયાદ કરી હોય તો તપાસ થાય પરંતુ તમે અને બાપુ નક્કી કરો તેમ કરીશું

આગળ પ્રકરણ-૬

મિત્રો આ લવ સ્ટોરીમા આગળના ભાગમાં બહુજ રસપરદ વળાંક આવશે।અતીયારે તો બેક્ગા્ઊનડ ચાલે છે માટે આંગળના હપતા નિયમિત વાંચતા રહેશો તેવી મારી નમ્ વિનંતી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED