amar prem - 4 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - 4

સ્વરા અને અજય રોજ રાત્રે આરતી પછી મહાદેવના ઓટલે બેસી મલવાનો પો્ગામ જાળવી રાખ્યો હતો. મહાદેવનું મંદિર બનાવવામાં ગામના લોકો તથા મુખી પોતાનાથી ઈંટો.સિમેંનટ તેમજ સુથારી તથા લુહારી કામ તથા માલસામાન વિનામૂલીય આપી,કડિયાઓએ ચણતર કરવા સહકાર આપ્યો હતો.

મંદિરનું બાંધકામ ખૂબ જ સરસ રીતે કરવામાં આપ્યું હતું.આ ઉપરાંત સા્વણ મહિનામાં રોજ પૂજા કરવામાં તથા બિલીપત્રો ચઢાવવા લોકો નિયમિત આવતા હતા. શિવરાત્રી વખતે ઓમ નમ: શિવાય ના અખંડ પાઠો ગામ લોકો કરતા હતા.

પૂજારીને નિયમિત આવક મળે તે માટે બાપુએ પોતાની જમીનમાંથી થોડો ભાગ કાઢી આપી તેમાં ખેતીવાડી તથા ફળ-ફૂલો જેવા કે ગુલાબ, મોગરો,ચમેલી જાસુદ બિલીપત્રના છોડ તથા જામફળી,ચીકુ,બદામ,પપૈયા વગેરે ફળો ના ઝાડો રોપી નાની એવી વાડી અને બગીચાનું નિર્માણ કરવામાં આવીયુ હતું.આ ઊપરાંત થોડી જમીનમાં ખેતી કરીને આવક ઊભી કરવામાં આવી હતી. સાંજે આરતી સમયે શાંતિથી બેસવા માટે સિમેન્ટનો ઓટલો બનાવીયો હતો.

નવરાત્રીના તહેવારો નજીકમાં આવતા હોવાથી રમાબેન સ્વરાને તેની તૈયારીમા મદદ લેવા બીજી છોકરીઓ સાથે તેમના ઘેર બોલાવી બધા ભેગા મળીને રંગબેરંગી કાગળની ધજાના તોરણો તૈયાર કરતા હતા. મફતભાઇ મુખી ગામના લોકોને ભેગા કરીને અંબેમાના ચોકમા વચમાં મોટો થાંભલો ઊભો કરી ગોળાકારમાં વાંસ રોપી મંડપ ઊભો કરી આપતા હતા.રોજે રોજ ફૂલોના હારની સેરો અને માતાજીના ફોટાને ગુલાબનો હાર તૈયાર કરવામાં આવતા હતા.વચ્ચેના થાંભલાનો ટેકો લઇ ગોળાકાર ફરતે વાંસ સાથે કાગળની રંગબેરંગી ધજાથી સણગારી ફરતી ઝગમગ સિરીંજ લાઇટોથી સજાવી સરસ મજાનો અંબે માંનો ચોક તૈયાર કરતા હતા.

નવરાત્રીના નવ દિવસના તહેવારમાં રાત્રે ગામના નાની મોટી બહેનો દીકરીઓ તથા સ્ત્રીઓ સાથે મળીને નવે નવ રાત્રી ઢોલીના તાલે ગરબે ઘૂમતા હતા,સ્વરાનો અવાજ ખુબજ મીઠો અને મધુર હતો તેથી મોટા ભાગના ગરબા તેની પાસે ગવડાવવાનો આગ્રહ રાખતા. સ્વરા દરરોજ નવે નવ રાત્રી નવા નવા ડે્સ પહેરી ગરબા ફરતી અને ગવડાવતી ત્યારે અજય તેને એક ધ્યાનથી જોયા કરતો. અજયને તેનો મીઠો મધુરો અવાજ તથા ઇસ્ટાઇલ ખૂબજ પસંદ હતી અને તેથી જાણે અજાણે તેના પ્ર્તાીયે આકરષાતો અને તેમની મુલાકાતોમાંથી એક અલગ પ્રકારની લાગણી અનુભવતો હતો.

નવરાત્રીના નવે નવ દિવસ રાત્રે ગરબા મોડેથી પતે પછી આરતી અને પ્રસાદ કરવામાં આવતો હતો અને ગામના આગેવાનો તરફથી લહાણી વહેંચવામાં આવતી. વિજયા દશમીના દિવસે સર્વે ગામના નાના મોટા સહુ સાથે મળીને જલેબી-ફાફડા ખાઇને દશેરાના તહેવાર ધામધૂમથી ઉજવતા અને ક્ષત્રિયો તેમના શસ્ત્રોની પૂજા કરી આનંદ મંગલના વાતાવરણમાં નવરાત્રીના તહેવારની પૂરણાહુતી કરવામાં આવતી હતી.

તહેવારોના આવન જાવન વચ્ચે સ્વરા અને અજય પોતાના ભણતરમાં પણ ખાસ ધ્યાન રાખીને પરિક્ષા નજીકમાં આવતી હોવાથી તેની તૈયારીમાં લાગી ગયા હતા તેમજ નિશાળ છુટયા પછી સાંજે મણિયાર સાહેબના ઘેર ભણવા માટે ભેગા થતા.અજય ભણવામા હોશિયાર હતો તેથી નિશાળમાં સારા નંબરે પાસ થતો અને સ્વરા ભણવામા અજય કરતા એવરેજ હતી,સાતમા ધોરણની પરિક્ષા પતે પછી આગળ વધુ અભિયાસ માટે બાજુના મોટા ગામમાં અજયને બસ મારફત આવવા-જવાનું હોવાથી બન્નેને છુટા પડવું પડશે તેની ચિંતા સતાયા કરતી હતી.

રોજ સાંજે આરતી પછી મહાદેવના મંદિરના ઓટલે ભેગા મળી સુખદુ:ખની વાતો કરીને આવનાર સમય એકબીજાના વિરહમાં કેવી રીતે પસાર કરીશું તેની ચિંતા રહીયા કરતી હતી.અજય જ્યારે તું બાજુના ગામથી નિશાળ છુટયા પછી બસમાં પાછો આવીસ ત્યારે આજ મહાદેવના મંદિરના ઓટલે બેસીને તારી રાહ જોઇશ અને આપણે બન્ને સાથે આજની જેમ દરરોજ બેસીશું અને તારી નવી નિશાળની વાતો કરીને મને પણ તે ગામની ખૂબીઓ જણાવજે જેથી આવતા વરસે જ્યારે મારે તારી સાથે ભણવા આવવવાનુ થાય ત્યારે મને તકલીફ ના પડે.આમ વાતો કરીને તેઓ છુટા પડીને પોતાના ઘર તરફ જતા હતા.

વધુ આગળ પ્રકરણ -૫


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED