Amar prem - 39 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - ૩૯

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેના મિત્ર સાથે શેરીંગમા,પૂજન તેના કાકાના મિત્રના ઘેર પી.જી મા ,જેની તેની ફે્નડના સાથે Scarborough (મિત્રો આગળના પ્રકરણમાં શરત ચૂકથી ‘જેની’ના સ્ટડી બાબત સી.એ ને લગતું લખાઇ ગયેલ છે તો સુધારી સાયંસમા એમ.એલ.ટી વાંચવું )રહેવા જાય છે.પૂજન અને અજય એકજ કંપનીમાં જોબ કરતા હોવાથી બે્ક ટાઇમે ભેગા થતા હતા.હમણા ચાર-પાંચ દિવસથી અજય બે્કમા આવતો નહતો તેથી અજયને ફોન કરે છે પણ નોરિચેબલનો મેસેજ આવતો હતો.વિક એનડમાં અજય જયાં શેરિંગમા રહેતો હતો તેના ઘરે તપાસ કરવા જાય છે તો અજયની બિમારી અને તેને હોસપિટાઇલીઝ કરવાના સમાચાર મલવાથી તે અજયની ખબર પૂછવા હોસપિટલમા જાય છે.અજય તેને તેની બિમારીના સમાચાર કોઇને ના કહેવા કહે છે તેમા ખાસ સ્વરાને જાણ નહી કરવાનું પો્મિસ માંગે છે.પૂજન તેને પો્મિસ આપતા ધર્મ સંકટમાં આવી જાય છે કારણ કે સ્વરાએ તેને ધર્મનો ભાઇ બનાવ્યો છે...... હવે આગળ વાંચો.....










પૂજન,સ્વરાને અજય અને જેનીની છેલ્લી ૧૦૦૦આઇલેનડ અને તેની વરસગાંઠની ઉજવણીના ફોટા અને વિડિયો મોકલે છે.સ્વરાને તેની કંપની તરફથી જોધપુર(રાજસ્થાન ) નું નવું કામ મળેલ હોવાથી વિકલી બે થી ત્રણ દિવસ ત્યાં રોકાવાનુ થાય છે.આવવા જવાના બે દિવસ થઇ લગભગ આખુ વિક બીઝી રહે છે તેથી હમણાં પૂજનને ફોન કરી શકી નહતી.આમ આશરે દોઢ થી બે મહિના બન્ને સાઇડ તરફથી કોઇનો કોનટેકટ થઇ શકયો નહતો.સ્વરા તહેવારોની રજા હોવાથી અમદાવાદ આવે છે અને સૌ પ્રથમ પૂજનને ફોન કરીને તેની જોબ બાબત જાણ કરી હમણાથી જોધપુર વધારે આવવા જવાનું થવાથી તને ફોન કરી શકાયો નહતો તો હવે તયાંના શું સમાચાર છે? અજયની તબિયત કેમ છે? હાલમાં તે શું કરે છે? ‘જેની’ સાથે તેના ફરવાનું અને પ્રેમનું કેમ ચાલે છે? આમ એક સાથે અનેક સવાલો પુછી નાંખ્યા.પૂજન એકવાર તો તેને જવાબ આપવામા ગુચવાઈ ગયો! પછી સ્વસ્થા પ્રાપ્ત કરી તેને જવાબ આપે છે કે સ્વરા હવે અમે બધા અલગ થઈ ગયા છીએ અને અજય શેરીંગમા ડાઉન ટાઉનમા કોઇ સાથે રહે છે.તેનો ફોન નંબર પણ બદલાઈ ગયો છે તેથી ઘણા સમયથી તેનો કોનટેકટ થઈ શકયો નથી.જેનીને Scarborough મા જોબ મલી હોવાથી તે તેની ફે્નડ સાથે શેરીંગમા રહે છે.હવે તેઓનો મલવાનો પો્ગામ બંધ થઈ ગયા છે.શરુઆતમા હું અને અજય એકજ કંપનીમાં જોબ કરતા હોવાથી બે્કમા મલતા હતા પરંતુ હવે અજયે તેની જોબ બદલી છે તેથી તે કયાં છે અને શું કરે છે તેની મને કોઇજ ખબર નથી.તેનો ફોન નંબર પણ ચેઇનજ થઈ ગયો હોવાથી કોઈ કોનટેકટ થઈ શકાયો નથી માટે તેના વિષેની કોઈ માહિતી નથી.આયમ સોરી સ્વરા !



સ્વરા,પૂજન સાથેની વાત જાણી દુ:ખ સાથે ચિંતા અનુભવે છે.તેને અજયની બાબતમાં કોઇ સમાચાર નહી મલવાથી હવે અજય તેને આજીવન નહી મલી શકે ? અને હવે તેની રાહ જોવામા પણ કોઇ પરિણામ આવી શકશે કે કેમ ?તેવું વિચારી પોતાના પેરેનટસને શું જવાબ આપવો તેની ચિંતા સતાવી રહી છે.સ્વરાએ અજયને સાત વરસ સુધી તેની રાહ જોશે તેવી વાત તેઓ બન્ને જ્યારે રિવરફ્નટ ફરવાગયા હતા ત્યારે કહ્યું હતું તેથી હવે સાત વરસમાં દોઢ વરસ બાકી હોવાથી તેના તરફથી મેરેજને લગતા કોઈ સમાચાર ના મલે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરે છે.



અજયની રાહ જોવામા અને જોબમા બહુજ બીઝી હોવાથી દોઢ વરસ કયાં પસાર થઇ જાય છે તેની ખબર પણ પડતી નથી.કાલે અજયની વરસગાંઠ હોવાથી અમદાવાદ આવી હતી.સ્વરા તેની દર વરસની પરંપરા મુજબ અજયની મનપસંદ ચોકલેટ કેક બનાવવાનો ઑડર કરે છે.સાંજે ફલેટ પર જઈ વરસગાંઠ ઊજવવાનું નક્કી કરે છે.ઓફિસથી છુટી તેના પેરેનટસને તે આજે ફલેટમા સફાઈ કામ કરવાનું હોવાથી રાત્રે મોડુ થશે તો રોકાઇ જશે તો તેની ચિંતા નહી કરવાનું કહી ફલેટ પર જવા જાય છે ત્યારે તેના પિતા તેને ઊંઘવાની ગોળી ખલાસ થવા આવી છે તો સાથે લેતા આવવા પિ્સપિસન આપે છે.સ્વરા તેના પિતાને કહે છે કે આજે રાત્રે મોડુ થશે તો કાલે તમને દવા આપીશ તો કોઈ તકલીફ નથીને ?તેના પિતા તેને કહે છે કે હજુ થોડા દિવસ ચાલે તેટલી દવા છે તેથી બે-ત્રણ દિવસમાં લાવીશ તો ચાલશે.



સ્વરા ચોકલેટ કેક લઈ તેના ફલેટ પર જાય છે.ફલેટમાં થોડી સાફ સફાઈ કરી તેનું ડીનર જે ઑનલાઇન ઑડર કર્યું હતું તે પતાવી થોડો સમય અજયના વિચારમાં ખોવાઈ જઇ ઊંધી જાય છે અને જાણે અજય આવી તેને સરપા્ઇસ આપે છે અને તેઓ બન્ને સાથે વરસગાંઠ ઊજવી રહ્યા છે તેવુ સ્વપ્ન આવે છે.તે એકદમ જાગી જાય છે અને જોવે છે તો કોઇ હોતું નથી.સ્વરા વોચમા ટાઇમ જોવે છે તો ૧૧.૩૦ નો સમય થયો હતો તેથી ઊઠીને સાવર લે છે અને અજયની પસંદગીનો ડે્સ પહેરી ,કિ્મ,લિપસટીક લગાવી,પરફયુમ સપે્ કરી તૈયાર થઇ ટેબલ પર કેક મુકી કેનડલ લગાવે છે.બાર વાગવાની રાહ જોતી બેસે છે.આ સમય દરમિયાન તેની અજય સાથેની દોસ્તી અને બચપનથી ,નિશાળથી શરુ થઇને કોલેજ દરમિયાન અમદાવાદની વિવિધ મુલાકાતો,હોટલો તેમજ બાગ-બગીચાની સફર ફિલ્મના રીલની માફક યાદ કરે છે.હજુ પણ તેને અજયે તેનો વિશ્વાસઘાત કર્યો હોય તે માનવાને તૈયાર નથી.સ્વરાને અજય કોઇ મુસીબતમાં હોય અથવા કોઈ બિમારીમા સપડાયો હોય તેથી તેને અવોઈડ કરતો હોય તેમ લાગે છે.તેને તેના પ્રેમમાં વિશ્વાસ છે કે અજય કોઇપણ સંજોગોમાં તેને દગો દઇ બીજી યુવતી સાથે લગ્ન કરે નહી !વિચારને વિચારમાં બાર વાગે છે અને કેક પર મુશ્કેલ કેનડલ ફાયર કરી બલોઑ કરી હેપી બથઁ ડે ટુ માય લવ,માય લાઇફ,માય sweet heart અજય કહી તેના ફોટા સામે કેકનો પિસ મુકી તેમાથી થોડી તે ચાખે છે પછી તેને યાદ કરી ધુ્સકે ધુ્સકે રડે છે.આજે તેને અજયની ખુબજ યાદ સતાવે છે અને કહે છે કે અજય મેં તને સાચો અને હદયના ઊંડાણથી પ્રેમ કર્યો છે મેં તારી સાત વરસ સુધી રાહ જોવાનું વચન આપ્યું હતું આજે મારી પતિ્ક્ષાનો અંત આવે છે આપણે આ ભવમાં ના મલી શકયા પરંતુ આવતા ભવમાં જરુર મલીશું.આપણો પ્રેમ જન્મો જન્મનો છે.અલવિદા માય સ્વિટ હાટઁ કહી ફલેટનો દરવાજાની સ્ટોપર ખુલ્લી રાખી સાથે તેના પિતા માટે લાવેલી ઊંઘની ગોળીની આખી બોટલ ગળી જાય છે અને અજયના મિલનની પ્રતિક્ષા કરતી જાગતી રહે છે...........,



મિત્રો હવેનુ પ્રકરણ અંતિમ પ્રકરણ હશે.શું અજય, સ્વરાને મલવા આવશે? શું સ્વરા ,અજયના આવતા સુધી જીવતી હશે?આ નોવેલનો રસપ્દ અંતિમ પ્રકરણ વાંચવાનું ચુકશો નહી ........વધુ માટે વાંચો પ્રકરણ -૪૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED