પરાગિની 2.0 - 20 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 20

પરાગિની ૨.૦ - ૨૦



પરાગ અને પરિતા બંને કોફી શોપમાં બેસીને વાત કરતાં હોય છે અને એશા તેમને જોઈ જાય છે અને બંનેના ફોટો ક્લિક કરી લે છે.

પરાગ પરિતાને કહેતો હોય છે કે જો આ વાત તો પોસીબલ નથી.. પહેલા પણ કહ્યું કે આપણે સાથે નહીં રહી શકીએ...

પરિતા- પણ તારા સિવાય મારું કોઈ નથી.

આટલું કહી પરિતા રડવા લાગે છે.

પરાગ- જો તું આમ રડીશ તો પણ મારા પર કોઈ અસર નહીં થાય..!

પરિતા- ઓકે... સોરી પરાગ... તું જેવું ઈચ્છે છે એમ જ થશે... આજ પછી એવું નહીં થાય...

પરાગ બીલ પે કરે છે અને કહે છે, હું નીકળું મારે કામ છે.

પરિતા- થેન્ક યું અહીં આવવા માટે... આટલું કહી પરિતા પરાગને હગ કરે છે.. અને આનો ફોટો એશા ક્લિક કરી લે છે.

પરાગ ઓફિસ જવા નીકળે છે અને પરિતા પણ ત્યાંથી નીકળી જાય છે.

( પરિતાના કેરેક્ટરને લઈને તમને થોડી ક્ન્ફ્યૂઝન થશે, પરાગ અને પરિતાના સંવાદ પણ તમને અત્યારે સમજ નહીં પડે પણ એની વિસ્તૃતી પછી હું આપીશ.)


આ બાજુ દાદી પણ ઓફિસ આવે છે. દાદા અને દાદી બંને એકબીજાને જોવાનું ટાળે છે. દાદી નીચે નવીનભાઈની કેબિનમાં જ બેસે છે. જૈનિકા પરાગને ફોન કરી ઓફિસ પર આવવાનું કહે છે. રિની ટેન્શનમાં હોય છે કે હવે દાદા નવું શું કરવાના છે?


પરાગ આવી જાય છે ઓફિસ પર... તે તેના કેબિનમાં જાય છે જ્યાં દાદા, રિની, જૈનિકા અને સમર બેઠા હોય છે. પરાગ કેબિનમાં આવી દાદાને તેમની તબિયત વિશે પૂછે છે.

દાદા- આટલું બધુ થઈ ગયું અને તું મારી ખબર પૂછે છે?

રિની- દાદા, તમે શાંત થઈ જાઓ... આપણે શાંતિથી વાત કરીએ...!

દાદા હજી પણ ગુસ્સામાં હોય છે.

પરાગ- તમે બધા બહાર જાઓ... મારે દાદા સાથે વાત કરવી છે.

રિની- પરાગ, તમે પાગલ થઈ ગયા છો? દાદા ગુસ્સામાં છે એ કંઈ પણ કરી શકે છે... તમે એકલા વાત ના કરશો..!

પરાગ- મેં કહ્યુંને તમે બધા બહાર જાઓ...

જૈનિકા અને સમર બહાર જતા રહે છે. રિની ત્યાં જ ઊભી હોય છે.

પરાગ- રિની... પ્લીઝ...

રિની પણ બહાર જાય છે. પરાગ દરવાજો બંધ કરી દે છે અને દાદાને કહે છે, દાદા.. તમે ચિંતા ના કરશો.. પેપરમાં જે છપાયું છે તેને હું હેન્ડલ કરી લઈશ.. હું બધા પ્રેસ વાળાને બોલાવી તેમને કહીને ક્લિયર કરી દઈશ..!

ત્રણેય બહાર જ ઊભા હોય છે... રિનીને ટેન્શન આવી જાય છે કે દાદા પરાગને કંઈ કરે ના તો સારું..!

દાદા જોરથી ગુસ્સામાં બોલે છે, બધા ભેગા તો થશે એ પણ તારી મૈયતમાં... પરાગ શાહ મેં તને કહ્યું હતું કે મારી રિનીને કંઈ ના થવું જોઈએ..!

દાદાનો ઊંચો અવાજ સાંભળી ત્રણેયને ચિંતા થવા લાગે છે. દાદાનો અવાજ સાંભળી દાદી ઉપર આવે છે અને પરાગના કેબિનમાં જતા રહે છે. કોઈ બીજુ અંદર આવે એની પહેલા દાદા દરવાજો બંધ કરી દે છે.

દાદી- મારા છોકરાને તમારે કંઈ બોલવાનું નહીં...

દાદા- મેં એને ચેતવણી આપી હતી કે મારી છોકરીને કંઈ ના થવું જોઈએ... તે મારી છોકરીને એક વાત માટે સાચવી નથી શક્યો તો આખી જીંદગી શું સાચવવાનો..? રિની હવે તારી સાથે નહીં રહે..! આટલું કહી દાદા જોરથી ટેબલ પર હાથ પછાડે છે.

પરાગ પણ હવે તેની સંયમતા ખોઈને જોરથી બોલે છે, રિની મારી સાથે જ રહેશે... દાદા.. રિની મારી વાઈફ છે.

બંનેના ઊંચા અવાજ સાંભળી રિનીની ગભરાહટ વધતી જાય છે અને તે ત્યાં જ ચક્કર ખાયને પડે છે.

ખરેખરમાં રિની પરાગ અને દાદાને ખુશ રાખવા માંગતી હોય છે પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય છે કે રિની બંનેને નથી સંભાળી શકતી..!

આ બાજુ ક્લાયન્ટ સાથે મીટિંગ પતાવી નિશાને ફોન કરી તે જ કેફેમાં બોલાવે છે. નિશા તેની જોબ પરથી ફટાફટ આવે છે.

નિશા- બોલ એશા શું કામ હતુ? કેટલા ઉતાવળમાં બોલાવી તે મને...

એશા- તારી પાછળ પેલુ ટેબલ જો ત્યાં જ એ બંને બેઠા હતા... મને તો એટલો ગુસ્સો આવ્યોને...

નિશા- કોણ બંને?

એશા- એને તું હું છોડું નહીં...

નિશા- ઓ એશા.... શું વાત કરે છે તું? કંઈ ખબર પડે એવું બોલ..! તું મને હવે સરખી અને પહેલેથી વાત કહે ચાલ..

એશા- આપણા જીજાજી છેને... પરાગ... તે ટેબલ પર બેઠા હતા... તે પણ એક છોકરી સાથે...

નિશા- હેં... શું વાત કરે છે તું? સીરિયસલી??

એશા- હા, હું સીરિયસ છું.. પ્રૂફ છે મારી પાસે જો બતાવું તને...

એશા તેના ફોનમાં પાડેલ ફોટો નિશાને બતાવતા કહે છે, જો આ... જોઈલે તું...

નિશા ફોન હાથમાં લઈ ફોટોસ જોઈ છે, જેમાં બંને સામસામે બેઠા હોય છે તેવો ફોટો હોય છે, બીજો પરિતા પરાગને હગ કર્યું હોય છે તે ફોટો હોય છે. આ જોઈ નિશાની આંખો પહોળી થઈ જાય છે.

નિશા- એશા.... રિનીને ખબર પડશે તો શું થશે??? મને તો વિચારીને જ ગભરામણ થાય છે.


રિનીને ચક્કર આવતા જૈનિકા પરાગને બૂમ પાડી બહાર બોલાવે છે. પરાગ બહાર આવી તરત રિનીને ઊંચકીને અંદર કેબિનમાં લઈ જાય છે અને સોફા પર સૂવડાવે છે. પરાગ રિનીના ગાલ પર હાથ ફેરવી તેને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. રિની ધીમે રહી આંખ ખોલે છે. આંખ ખોલતા જ પરાગનાં જાનમાં જાન આવે છે. તે રિનીને પાણી પીવડાવે છે. જૈનિકા દાદા,દાદી અને બધાને લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર કોન્ફરન્સ હોલમાં જાય છે.. જ્યાં બધી પ્રેસ મીટિંગ થતી હોય છે.

પરાગ સિયાને લીંબુ સરબત બનાવવાનું કહે છે. સિયા લીંબુ સરબત બનાવીને કેબિનમાં આપી જાય છે. પરાગ રિનીને પીવડાવે છે અને પછી તેનો લઈને કોન્ફરન્સ હોલમાં લઈ જાય છે. હોલમાં બધા પત્રકાર આવ્યા હોય છે. બધા પત્રકાર સામે પરાગ ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ છપાયા હોય છે તે વાત ક્લિયર કરે છે. બધી વાત પત્યા બાદ પત્રકાર ત્યાંથી રવાના થઈ જાય છે. દાદા અને દાદી તેમના ઘરે જતા રહે છે.

એશા અને નિશા ઓફિસ પર આવે છે. તેઓ ખરેખરમાં પરાગ સાથે વાત કરવા આવ્યા હોય છે પરંતુ ત્યાં બધા હોવાથી તેઓ વાત નથી કરી શકતા અને પરાગને કહે છે, બહુ દિવસથી બધા તણાવમાં છે તો સાંજે બધા ભેગા મળીને ડિનર કરીએ?

પરાગ- હમ્મ... સારો આઈડીયા છે... મારા ઘરે જ રાખીશું..!

સમર- હાશ...! આજે કંઈક સારૂં લાગશે..!


રિની, જૈનિકા, એશા અને નિશા પરાગનાં ઘરે જવા નીકળી જાય છે. ચારેય સાંજ માટે બધી તૈયારીઓ કરવા માંડે છે. સાંજ માટે ડિનર તૈયાર રાખે છે. સાંજે પરાગ, સમર અને માનવ સાથે આવે છે. ત્રણેય ફ્રેશ થઈ બેસે છે. બધા સાથે જમવા બેસે છે. બધા જમી રહે છે.

જૈનિકા અને નિશા સાથે બોલે છે, આઈસ્ક્રીમ હોત તો મજા આવી જતે..!

રિની- હું હમણાં જ લઈ આવું... ફ્રીઝમાં છે.

રિની કિચનમાં જાય છે, ફ્રીઝમાં જોઈ છે પણ આઈસ્ક્રીમ ફક્ત બે જણને થઈ રહે એટલો જ હોય છે. તે બહાર પરાગને કહેવા જાય છે, પરાગ આઈસ્ક્રીમ બહુ નથી.. ચાલો આપણે લઈ આવીએ?

એટલામાં જ પરાગના મોબાઈલમાં મેસેજ આવે છે... પરિતાનનો મેસેજ હોય છે કે અત્યારે ઈમરજન્સીમાં મળવું પડશે..!

સમર- ભાઈ રહેવા દો... હું અને નિશા જઈને લઈ આવીએ છે.

પરિતાનો મેસેજ વાંચી પરાગ કહે છે, ના રહેવા દે.. હું જઈ આવું છું... મારે કામ પણ છે.. રિની તું અહીં જ રહે.. હું આવું છું...

રિનીને થોડી નવાઈ લાગે છે કે પરાગે મને કેમ આવવાની ના પાડી..?

એશા અને નિશા સમજી જાય છે કે કદાચ પરાગ પેલી છોકરીને જ મળવા જતો હશે..!

એશા- નિશા ચાલને કિચનમાં થોડી હેલ્પ કરવા...!

નિશા- હા, ચાલ...

જૈનિકાને પણ પરાગનું બિહેવીયર થોડું અજીબ લાગે છે.

એશા અને નિશા બંને કિચનમાં જઈ આ બાબતે વાત કરતા હોય છે કે પરાગ જરૂર પેલી છોકરીને જ મળવાં ગયો હશે..!

જૈનિકા કિચન તરફ આવતી હોય છે અને આ વાત તે સાંભળી જાય છે.

જૈનિકા એશા અને નિશાને કહે છે, શું ગુસપૂસ કરો છો તમે બંને?

નિશા- કંઈ નહીં અમે બંને તો બસ એમ જ વાત કરીએ છે..

જૈનિકા- મેં સાંભળ્યું કે પરાગ પેલી છોકરીને મળવા ગયો હશે... કદાચ મેં ખોટું નથી સાંભળ્યું હેં ને??

એશા- ના... એવું કંઈ નથી બોલ્યા અમે...

જૈનિકા- ચાલો... સાચું બોલવા માંડો... શું વાત છે? અને કંઈ છોકરી છે?

એશા અને નિશા એકબીજા તરફ જોવા માંડે છે અને વિચારે છે કે જૈનિકામેમને કહેવું કે નહીં..?

એશા ધીમે રહી તેનો ફોન કાઢે છે અને સવારે જે પરાગ અને પરિતાનાં ફોટો ક્લિક કર્યા હોય છે તે જૈનિકાને બતાવતા કહે છે, અમે આની વાત કરતાં હતા....

જૈનિકા ફોટો જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

એશા- શું વિચારો છો તમે? શું આ શક્ય છે? પરાગ તો રિનીને પ્રેમ કરે છે... તો આ કોણ છે? અને આ છોકરીને આમ ગળે કેમ લગાવે છે?

જૈનિકા- મેં આ છોકરીને પહેલા ક્યારેય નથી જોઈ... કોણ હશે આ છોકરી?


આ બાજુ પરાગ પરિતાને મળીને તેને ઘરે મૂકવા જાય છે.

પરિતા- સોરી.. પણ ઈમરજન્સી ના હોત તો તને ફોન જ ના કરતે... આટલી રાત્રે આવવા માટે થેન્ક યુ..

રિની વચ્ચે ફોન કરતી હોય છે પણ પરાગ ગાડી ડ્રાઈવ કરતો હોય છે તેથી ફોન નથી ઉપાડતો હોતો...

પરિતા- તારી વાઈફનો ફોન છે... ઉપાડી લેવો જોઈએ...!

પરાગ- વાંધો નહીં ઘરે જઈને વાત કરી લઈશ..!


પરાગ ફોન ના ઉપાડતા રિની માનવ અને સમરને પૂછે છે, પરાગને એવું તો શું કામ આવ્યું કે તરત નીકળી ગયા?

સમર- ખબર નહીં..?

રિની- તમે બંને મારાથી કંઈ છૂપાવતા તો નથીને?

માનવ- અમે શું કરવા છૂપાવવાના? અમને જ કંઈ નથી ખબર કે પરાગ આમ અચાનક કેમ જતો રહ્યો?

રિનીનાં મગજમાં અલગ અલગ વિચાર આવવા લાગે છે..

પરાગને આવવામાં વાર લાગી જાય છે. માનવ એશા અને નિશાને ઘરે મૂકવા જાય છે. રસ્તામાં એશા માનવને પરાગ વિશે ઘણું સંભળાવે છે કે પરાગ આવું કેમનું કરી શકે છે? ઘણું બધું સંભળાવે છે. સામે માનવ પરાગનો પક્ષ લેતા તેને બચાવવા માટે દલીલ પણ કરે છે. સમર જૈનિકાને ઘરે મૂકવા જાય છે.


રિની પરાગની રાહ જોતી જોતી સૂઈ જાય છે. પરાગ ઘરે આવીને જોઈ છે તો રિની સૂઈ ગઈ હોય છે.

બીજા દિવસે સવારે દાદીએ પરાગ અને રિની બંનેને ઘરે બોલાવ્યા હોય છે. બંને ગાડીમાં દાદીનાં ઘરે જતા હોય છે. આખા રસ્તે રિની શાંત બેઠી હોય છે. તે પરાગ સાથે વાત નહોતી કરતી... પરાગ સમજી જાય છે કે કાલ રાતની વાત લઈને રિની નારાજ છે.

રિનીનાં ફોન પર નિશાનો ફોન આવે છે. એશા અને નિશા બંને સ્પીકર પરથી વાત કરતા હોય છે.

નિશા- રિની, આજે તું બીઝી છે?

રિની- ના.. કેમ?

એશા- તો સાંજે આપણે ક્યાંક મળીએ? વાત કરવી છે?

રિની- શું વાત છે?

એશા- ફોન પર નહીં થાય વાત...

રિની- સારું... તો સાંજે કેફેમાં મળીએ..

રિની ફોન મૂકી દે છે. પરાગ રિનીને પૂછે છે કે એશા અને નિશા શું કહેતા હતા પણ રિની જવાબ નથી આપતી..!



શું એશા અને નિશા તે ફોટો રિનીને બતાવી શકશે? અને જો રિની ફોટો જોશે તો રિની શું રિએક્શન આપશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૧