વિશ્વાસ Dr. Brijesh Mungra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ

વિશ્વાસ

વાત છે મિત્રતાની ......વાત છે ગાઢ આત્મીયતાની.....વાત છે પરસ્પરના એકત્વની.....વાત છે વિશ્વાસની.....મિત્રતા .....નામ લેતા સમજાઈ કે એની તોલે કોઈ ઉપમા નાં આવે..કૃષ્ણ-સુદામા થી લઇ નવી પેઢી ની મિત્રતા એ જ ગાઢ સંબંધ ની જાણે પ્રતીતિ કરાવે છે ....વિશ્વાસ થી પરે પણ મિત્રતાનું કોઈ સ્થાન છે એવો જ એક કિસ્સો અહી પ્રસ્તુત છે....

હિતેન અને મનન નાનપણ નાં સાથી..લંગોટિયા મિત્રો..બે શરીર પણ જાણે એક આત્મા...નાનપણ થી હમેશ સાથે…. એકમેક વગર ચાલે નહિ, સ્કૂલ માં એક જ પાટલી નાં વિદ્યાર્થી, એક નો શોખ જાણે બીજા નો પણ શોખ બની જતો. એક નું પરિવાર ગરીબ હતું તો બીજો સુખી સમ્પન પરિવાર નો લાડકવાયો. પણ મિત્રતા ક્યાં અમીર ગરીબ નાં ભેદભાવ જોવે છે અને અહી તો બનેના મન અને હદય મળી ગયેલા.

આમ હસતા રમતા સ્કૂલ નાં દીવસો પુરા થયા. હિતેન ને સાયન્સ ગમતું જયારે મનન ગણિત માં એક્કો. પણ હિતેન ની ઈચ્છા જોઈ મનને પણ સાયન્સ માં ઝંપલાવ્યું. બંને એ સારા માર્કસે ઉતીર્ણ થઇ એક સારી આઈ .ટી. કોલેજ માં પ્રવેશ મેળવી લીધો, ત્યાં પણ આખું કેમ્પસ તેની મિત્રતા નું ઉદાહરણ આપતું, કારણકે તે બંને ની વચ્ચે ગેરસમજ પેદા કરવાની ખુબ મથામણ લોકો એ કરી પણ બધું વ્યર્થ ....અને મનન તો મજાક માં કેહતો “તમે ગમે એમ કરો અમે બંને એક છીએ અને રહેવાના ”આમ ધમાલ મસ્તી કરતા કોલેજ લાઈફ પણ પૂર્ણ થવા આવી. હવે તેઓ પહોચ્યા જીવન નાં સૌથી મહત્વ નાં પડાવ પર. જ્યાં એકમેક નો સાથ છૂટી શકે એમ હતો . કેમ્પસ ઈન્ટરવ્યું...... હિતેન ને નીકરી ની તાતી જરૂરિયાત હતી. જયારે મનન મુક્ત ગગન નો પંછી...એ પોતાની કંપની ખોલવા માંગતો હતો. હિતેન મહેનતુ, ઈમાનદાર અને સ્વભાવે શાંત હતો .જયારે મનન ઉન્ચ્છલ અને મસ્તીખોર હતો. બંને નાં સ્વભાવ માં જમીન –આસમાન નું અંતર હતું પણ ભાઈબંધી એકબંધ હતી અને આખરે ભાઈબંધી ની જીત થઇ, હિતેન ને મળેલ પ્લેસમેન્ટ પ્રમાણે એ જ કંપની માં મનન ને પણ જોબ મીઠી કરી,આમ પણ સ્વભાવવશ એકત્વ નાં સ્થપાઈ તો એ મિત્રતા શાની....

આખરે ગ્રેજ્યુંએશન બાદ બંને પુને સ્થિત ‘એલ.કે. પ્રાઈવેટ લીમીટેડ’ માં લાગી ગયા. ઓફીસ માં બંને 'રામ ઔર શ્યામ' તરીકે ઓળખાતા. હિતેન આકર્ષક અને રૂપાળો હતો ,જયારે મનન ઘઉંવર્ણો હતો. પાર્ટી હોઈ કે પબ બંને સાથે ને સાથે ... જોબ નાં શરુઆત નાં દિવસો થી જ હિતેન કામ પ્રત્યે સમર્પિત થઇ ગયો. તેની લોકપ્રિયતા વધવા માંડી,તે એક નાં બાદ એક સફળતા નાં શિખરો સર કરવા માંડ્યો. અને ફર્મ માં આસીસ્ટન્ટ જનરલ મેનેજર ની પોસ્ટ પર પહોચી ગયો. તેને કામ માટે અવારનવાર દિલ્હી જવાનું થતું. એક વખત .....મીટીંગ દરમિયાન એક અપરિચિત ચેહરાએ એને સાધી લીધો.

ત્યારબાદ મુંબઈ ઓફિસે આવતા બધો સ્ટાફ તેને ઘેરી વળ્યો અને અભિનદન પાઠવવા માંડ્યો,પણ હિતેન સમગ્ર મામલા થી હજુ અજાણ હતો અને એક બાજુ મનન મંદ સ્મિત રેલાવતો ઉભો હતો...

મનન પાસે જઈને હિતેને પૂછ્યું "શું છે આ બધું ?"

"અરે યાર તારી તો લોટરી લાગી ગઈ, આપની ફર્મનાં માલિક દીપક શર્મા તને ખાસ મળવા આવ્યા છે અને સાથે કોઈક બીજું પણ છે..!"

ફર્મનાં માલિક દીપક સર અને તેની સુંદર પુત્રી શ્રેયા ઓફીસ મા બીરાજમાન હતા .હિતેન ઓફીસ મા પ્રવેશ્યો .અને દીપક સર જોડે વાત કરી .તેને પોતાની પુત્રી શ્રેયા માટે હિતેન પર પસંદગી ઉતારી .પણ...હિતેન આશ્ચર્ય સાથે આ બધું સાંભળતો હતો આખરે તેને મનન સામે જોયું .અને મનન ને હકાર માં માથું ધુણાવ્યું. આમ પણ કોઈ નિર્ણય હિતેન એકલો લેતો નહિ .અંતે હિતેને પ્રસ્તાવનો સ્વીકાર્ય કર્યો.

હવે હિતેન માટે જાણે સોનાનો સુરજ ઉગ્યો હતો. એક તરફ શ્રેયા અને બીજી તરફ સફળતા નું નવું સોપાન...હિતેન દિલ્હી શિફ્ટ થયો અને મનન મુંબઈ રહી ગયો. હવે હિતેન સાથે ઓછી વાતો થતી, હિતેન જાણે શ્રેયામય બની ગયો હતો. મનન થી આ સહન નાં થયું. આજે તેની મિત્રતા ની સંવેદના ને જાણે ઠોકર લાગી હતી. મિત્ર વગર તેના નશા નું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું હતું. આમ પણ મિત્રતા શું ઝંખે છે ? સાથ અને એ જ રફતાર ..પણ હિતેન ની રફતાર વધી હતી મનન અંદર થી તૂટતો જતો હતો અને એટલે જ મનન નાં સમર્પણ માં ઓટ આવવનું શરુ થયું.

કંપની નાં મોટા ભાગ ની જવાબદારી હિતેન નાં શિરે હતી અને હિતેન પણ પોતાનું સર્વસ્વ કંપની ની પ્રગતી માં લગાવી ચુક્યો હતો. પરંતુ એક વખત ...

હિસાબ માં મોટો ગોટાળો થયો. પણ હિતેન ધીરજ ગુમાવ્યા વગર સતત મેહનત કરતો રહ્યો અને અંતે સાત દિવસ બાદ તેને હેમખેમ બધું પર પાડ્યું. દીપક સર હિતેન નાં કર્તવ્ય તત્પરતા થી ખુશ થયા અને શ્રેયા સાથે તેની સગાઇ નક્કી કરી...

સગાઇ નાં દિવસે ચારેતરફ હર્ષોલ્લાસ હતો .હિતેન શૂટ માં રાજકુમાર જેવો લાગતો હતો અને પિંક ચોળી માં શ્રેયા અપ્સરા ભાસતી હતી. મનન બંને ને દુર થી એકીટશે જોઈ રહ્યો હતો. હિતેન નાં વારંવાર કેહવા છતાં મનન બાજુ માં પણ નાં ફરક્યો. સેરેમની પૂરી થતાં બધા ફર્સ્ટ ફ્લોર પર શીતળ ચાંદની રાત ની મજા માંણી રહ્યા હતા . થનારા નવ દંપતી ને સૌ આશીર્વાદ આપી રહ્યા હતા .અચાનક...

નશા માં ચુર મનને ઘસી આવીને શ્રેયા ને જોર થી ધક્કો માર્યો પણ હિતેન ની સમય સુચકતા થી શ્રેયા બચી ગઈ પણ હિતેન ફર્સ્ટ ફ્લોર થી નીચે પટકાયો અને તેનો એક હાથ અને પગ ભાંગી ગયા.

હિતેન ને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો .ઓપરેશન સફળતાપુર્વક થઇ ગયું. થોડા દિવસો બાદ...

મનન વિલા મોએ હોસ્પિટલ માં પોહ્ચ્યો.

મનન ને દુર થી જોતા જ હિતેને બધા ને જવાનું કહ્યું. ત્યાં ઉભેલા આ નાં સમજી શક્યા.ત્યારે હિતેને કહ્યું "મને સંભાળનારો આવી ગયો છે તમે જાવ."

દીપક સર બહાર નીકળતા મનન ને જોઈ ગુસ્સા થી પોતાનો હાથ ઉગામ્યો પણ શ્રેયા એ એમને રોકી લીધા ."વોટ ઈઝ ફ્રેન્શીપ ...યુ .. નો ઇડીયટ .."

"ફ્રેન્ડશીપ એટલે હિતેન .એનાથી વધુ સમજવાની મને જરૂર નથી પડી સર .." મનન નજરો ઝુકાવી બોલ્યો .

અંદર પ્રવેશી તે ત્રાસી નજરે હિતેન ની સ્થિતિ જોતો હતો.અને હિતેન એકીટશે તેના પરમ મિત્ર ને જોઈ રહ્યો હતો. મનન ની આંખો જાણે ઘણું કહી રહી હતી એ રડમસ અવાજે બોલ્યો "સોરી ...સોરી ફોર એવરીથીંગ ..."

"થેન્ક્સ ફોર એવરી થિંગ ગીવીંગ મેં સીન્સ લોંગ ટાઇમ ડીઅર ..તું શું માંને છે આપની મિત્રતા એટલી કાચી છે કે કોઈ પરિસ્થિતિ એને હચમચાવી શકે? મિત્રતા આવાં સંજોગો ની મોહતાજ નથી ."હિતેને મનન નાં માથા પર હાથ ફેરવતા કહ્યું.

"મેં એક વખત કંપની નાં હિસાબ માં ગોટાળો કર્યો અને બીજી વખત આં.......હજુ પણ તને આ મિત્ર પર ભરોસો છે ?"

"હા ..મને તારા પર હજુ પણ પૂરો વિશ્વાસ છે .હું આ બધાથી વાકેફ હતો પણ આપની મિત્રતા ને દાગ લાગે એ મને મંજુર નાં હતું ."હિતેન ને સ્પષ્ટ થઇ કહ્યું . મનન હિતન ને ભેટી પડ્યો .હિતેને મનન ને પંપાળતા કહ્યું "આપની ફર્મ ચાલુ કરીએ ?"

મનન ને હકાર મા માથું ધુણાવ્યું .આ બધું દુર થી જોઈ રહેલી શ્રેયા એક અનોખી મિત્રતા ને માણી રહી હતી. તેની આંખો નાં ખૂણે ભીનાશ હતી અને મો પર સ્મિત રેલાવતી એ બંને ને જોઈ રહી હતી

થોડા વર્ષો બાદ..

"એચ .એન પ્રાઇવેટ લીમીટેડ " ફર્મે ખુબ પ્રગતી કરી અને માર્કેટ માં સારી શાખ ઉભી કરી હતી ..અને આજે પણ બંને મિત્રો નો એક જ સુર હતો .."અમે એક છીએ અને રેહવાના .."

long live friendship....

-dr. brijesh mungra