આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-6

આઇ હેટ યુ
પ્રકરણ-6
નંદીનીનાં પાપાને હોસ્પીટલાઇઝ કરેલા હતાં. આજે રીઝલ્ટનો દિવસ હતો ફર્સ્ટક્લાસ પાસ થઇને ખુશખબરી આપવા ઘરે પહોંચી પરંતુ ખુશી નહીં મારાં ઘરે ચિંતા અને બીમારીનો સામનો કરવાનો આવ્યો. પાપાની તબીયત લથડી હતી. હોસ્પીટલમાં એડમીટ કર્યા રાત સુધી બેસી રહી માંને આશ્વાસન આપતી રહી પોતાની ખુશી દર્શાવી ના શકી....
રાત્રે રાજનો ફોન આવ્યો. રાજનાં મોઢેથી એનાં ઘરે આજે આનંદની પાર્ટી થઇ રહી હતી. રાજે એને લેવા આવવા માટે ફોન કર્યો પરંતુ નંદીનીનાં મોઢેથી ડુસ્કુ નીકળી ગયું. નંદીની કંઇ બોલી ના શકી. નંદીનીએ કહ્યું રાજ.. હમણાં હું આવી નહીં શકું. પપ્પાની તબીયત બગડી છે એમને હોસ્પીટલ લઇને આવી છું પણ... રાજ મારાં સમ છે તું અત્યારે અહીં આવ્યો છે તો તું તારાં પેરેન્ટસને અને બધાનો આનંદ બગાડીશ નહીં પ્લીઝ આપણે કાલે વાત કરશું અને એણે ફોન કાપી નાંખ્યો.
રાજનાં હાથમાં ફોન રહી ગયો. નંદીનીએ ફોન કાપી નાંખ્યો ના કંઇ કીધુ કે કઇ હોસ્પીટલમાં છે કેવું છે ? એ ઉદાસ થઇ ગયો એણે ફરી ફરી ફોન કરવા પ્રયત્ન કર્યો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો.
બીજા દિવસે સવારે વહેલાં ઉઠીને રાજે ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફજ હતો. એ નિરૂપાય થઇને નંદીનીનાં ફોનની રાહ જોવા લાગ્યો. નંદીની આખી રાત હોસ્પીટલની બેંચ પર બેસી રહી હતી સવાર થઇ અને ડોક્ટર રાઉન્ડમાં આવ્યા. એમણે પાપને તપાસ્યા અને નંદીનીને બોલાવીને કહ્યું કાલ કરતાં આજે સારુ છે ચિંતાની વાત નથી પણ આ દવાઓ લઇને એમને આપવાની છે આજે આજ રીતે સારું રહે તો કાલે ઘરે જવા રજા મળશે. પણ એમને ખૂબ સાચવવા પડશે. ધ્યાન આપવું પડશે. નંદીની માં પાસે ગઇ. અને કહ્યું માં આ દવાઓ લાવવા કીધી છે. માંએ પર્સમાંથી પૈસા આપ્યાં ને કહ્યું જા તું દવા લઇ આવ આજનો દિવસ જોયું જશે કાલે રજા આપે તો સારુ અને નંદીની માંનો ચહેરો અને આંખો જોઇ સમજી ગઇ કે હવે પૈસા પણ....
નંદીની દવાઓ લઇને આવી અને માં પાસે બેઠી. એનાં પાપાએ આંખો ખોલી અને નંદીનીને ઇશારાથી પાસે બોલાવી અને ઇશારાથીજ પૂછ્યું તારું રીઝલ્ટ શું આવ્યું ?
નંદીનીએ કહ્યું પાપા હું ફર્સ્ટકલાસમાં પાસ થઇ ગઈ છું અને એ પછી પાપાની આંખોમાં આનંદનાં આંસુ ઉભર્યા. નિર્બળ સાથે નંદીનીનાં માથે હાથ મૂક્યો અને આનંદ કરતાં નિસાસો મોટો નાંખ્યો.
રાજનાં ઘરે આનંદનો ઉત્સવ હતો. નંદીનોનાં ફોન પછી રાજ ઉદાસ થઇ ગયો હતો. એનાં પાપાએ પૂછ્યું રાજ બેટા શું થયું તું અચાનક આટલા આનંદ વચ્ચે ઉદાસ કેમ ? રાજે કહ્યું મારી ફેન્ડનાં પાપા સીરીયસ છે એ હોસ્પીટલમાં છે.
રાજનાં પાપા એની સામે જોઇ રહ્યાં અને સમજી ગયાં હોય એમ બોલ્યા કઈ નહીં બેટા સારુ થઇ જશે ઉદાસ થવાથી પ્રસ્નો ઉકેલી નથી જતાં. હવે તારું અગત્યનું પ્લાનીંગ વિચારવાનું છે કાલે સવારે તો વિકાસ અંકલને ફોન કરવાનો છું તારુ રીઝલ્ટ કહીશ અને USમાં સારામાં સારી કોલેજમાં તારું માસ્ટર્સ કરવા માટે એડમીશન કરાવવાનું છે.
જો દિકરા જીવનમાં આવું બધુ આવ્યાં કરે તારી ફેન્ડ માટે સહાનુભૂતિ છે અને તારી કારકીર્દી વચ્ચે કંઇ ના આવે આટલાં ઇમોશનલ ના થવાય બી પ્રેક્ટીકલ તારે પછી એને જઇને મળી લેવાનું કંઇ હેલ્પ કરવી પડે તો કરવાની પણ લક્ષ્ય ગુમાવવાનું નહીં.
રાજે કહ્યું "પાપા આઇ નો મારે શું કરવાનું છે હું આગળ ભણવાનો છું અને મારાં લક્ષ્યને હું મેળવીને રહીશ પણ આજે તમારી સાથે એકવાત સ્પષ્ટ કહેવા માંગુ છું એ મારી ફેન્ડ નંદીની એની સાથે... પાપા હું એને ખૂબ પ્રેમ કરુ છું અને લગ્ન પણ એની સાથે કરવા માંગુ છું એને હું કોઇ રીતે દગો નહીં કરી શકું.
પાપાનાં વકીલ મગજે તરતજ કામ લીધું. અને બોલ્યાં અરે બેટા તું અત્યાર સુધી બોલયો નહીં ? તારે એની ઓળખાણ કરાવવી જોઇએ. તારી પસંદગી અમારી પસંદગી પણ એ તને જો સાચો પ્રેમ કરતી હશે તો તારી કારકીર્દી બગડવા નહી દે મને પૂરો વિશ્વાસ છે. એને અનૂકૂળતા હોય આપણાં ઘરે લઇ આવ. પણ કાલે સવારથીજ તારાં એડમીશનની ફોર્માલીટી ચાલુ કરી દઇશુ. એ નક્કીજ બી બ્રેવ માય બોય લવ યું.
રાજ ખૂબ ખુશ થઇ ગયો. ઉદાસી ગાયબ થઇ ગઇ એણે ઉત્સાહમાં આવી કહ્યું પાપા એને હું આપણાં ઘરે લઇ આવીશ. મંમીને પણ વાત કરી દઊ.
રાજનાં પાપાએ કહ્યું મંમી અત્યારે મૂડમાં રહીને પાર્ટી એન્જોય કર. અને રાજ અટક્યો.
બીજા દિવસે સવારે રાજે ફોન કર્યા પણ નંદીનીનો ફોન સ્વીચ ઓફ હતો. રાજનાં પાપા સવારે ઊઠીને રાજને બોલાવ્યો. અને કહ્યું.
"રાજ મેં વિકાસ અંકલને ફોન કરી દીધો છે એમને ખૂબજ આનંદ થયો છે એમણે કહ્યું છે તારાં બધાજ સર્ટીફીકેટ અને બાકીનાં જરૂરી પેપર્સ એમને મેઇલ કરવાનાં છે. બધીજ ફોર્માલીટી આ વીકમાં પુરી કરી દઇશું રાજ રીયલી આઇ એમ પ્રાઉડ ઓફ યુ. આટલું સરસ રીઝલ્ટ અને તારે USની ખ્યાતનામ યુનીવર્સીટીમાં એડમીશન થવાનું.
રાજ બધુ સાંભળી રહ્યો પણ એને આનંદ સાથે નંદીનીનાંજ વિચાર ચાલી રહેલાં. એનાં પાપાએ એનાં ચહેરાં જોઇ કહ્યું રાજ મેં તને કાલેજ કીધુ હતું તારી પસંદગી અમારી પસંદગી રહેશે આઈ પ્રોમીસ યુ પણ તું મૂડ ના બગાડીશ. ઉત્સાહથી તારું કામ બધુ પુરુ કરવાનું છે. એ છોકરીને ઘરે લઇ આવ અમે મળી લઇએ.
રાજે કહ્યું હાં પાપા હું બધુ સમજુ છું પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. એટલે વધારે ચિંતા થાય છે. એ કોઇ મુશ્કેલીમાં તો નહીં હોય ને ? રાજનાં પાપા જમાનાનાં ખાધેલાં અને પોપ્યુલર એડવોકેટ હતાં એમણે હવે પોતાનાં દીકરાનોજ કેસ સોલ્વ કરવાનો હતો એ બાહોશ માણસે ફરીથી બાજી હાથમાં લેતાં કહ્યું અત્યારે આપણે તારુ કામ નીપટાવીએ. સાંજે તું રૂબરૂજ જઇ આવ. એટલે એને રૂબરૂ મળી વાત થાય અને અમારો નિર્ણય પણ જણાવી દે ઓકે.
ત્યાંજ રાજની મંમી વાતો સાંભળીને આવ્યા શું થયું. શેનો નિર્ણય ? મને તો તમે બાપ દીકરો કંઇ વાતજ કરતા નથી. રાજનાં પાપાએ વાત વાળી લઇને કહ્યું કંઇ નહીં એનાં એડમીશન અંગે વિકાસ સાથે વાત થઇ ગઇ USની સારામાં સારી યુનીવર્સીટીમાં એનાં એડમીશનનો નિર્ણય.
રાજે એના પાપા સામે જોયું પછી એની મંમીને કહ્યું મંમી મારાં એડમીશનનો નિર્ણયતો લીધોજ પણ બીજો પણ નિર્ણય લીધો છે મારી ફેન્ડ છે નંદીની એ પણ ફર્સ્ટ કલાસમાં પાસ થઇ છે એની સાથે મારે.. પ્રેમ છે અને અમે લગ્ન પણ કરવા માંગીએ છીએ મારાં માસ્ટર્સ થયાં પછી.. એનાં પાપા ખૂબ બિમાર છે અને હોસ્પીટલાઇઝ છે. માં પાપાએ કહ્યું તારી પસંદગીએ અમારી પસંદગી તારું શું કહેવું છે ?
રાજની મંમી સાંભળી આર્શ્ચય પામ્યા અને રાજ સામે જોવા લાગ્યાં.
બે દિવસ પુરાં થયાં અને નંદીનીનાં પાપાને ઘરે જવા રજા આપી પણ ડોક્ટરે કહ્યું હવે ફરીથી ઉથલો મારે ત્યારે હોસ્પીટલમાં લાબું રોકાવું પડશે. અને તાત્કાલીક ઓપરેશનની તૈયારી રાખવી પડશે. આમાં ક્યાંય બેધ્યાન કે નિષ્કાળજી એમની તબીયત વધારે બગાડશે. આ રોગ.. આઇ મીન હવે આખરી નિર્ણય લેવો પડશે.
નંદીની અને એની મંમી એનાં પાપાને લઇને ઘરે આવ્યાં. નંદીનીએ ફોન ચાલુજ નહોતો કર્યો. હવે ઘરે આવીને એણે ફોન ચાલુ કર્યો. ડોક્ટરે આપેલી સૂચનાં અને દવાઓનાં લીસ્ટ પ્રમાણે પાપાની ચાકરી કરવામાંજ લાગી ગઇ.
નંદીનીએ એની મંમીને કહ્યું "માં હું ફર્સ્ટકલાસમાં પાસ થઇ પાપાને ખૂબજ આનંદ થયો. પણ એમની તબીયત સારી થઇ જાય એટલે હું જોબ શોધી લઊં આમ ક્યાં સુધી ચાલશે ?
નંદીની મંમી કંઇ બોલી નહીં એમણે નંદીનીને કહ્યું ક્યાં સુધી ભગવાન આપણી કસોટી લેશે ? તારું આટલું સારુ પરીણામ આવ્યું મારી દીકરીનું મેં હજી મોઢું મીઠું નથી કરાવ્યું એમણે કીચનમાંથી ગોળ લાવી ગોળની કાંકરી નંદીનીનાં મોઢામાં મૂકી અને એને વળગીને ધુસ્કે ધૂસ્કે રડી પડ્યાં.
ત્યાંજ ડોરબેલ વાગ્યો. બંન્ને જણાં આંખ લૂછીને સ્વસ્થ થયાં. નંદીની એ ડોર ખોલ્યો અને સામે રાજ ને ઉભેલો જોયો નંદીનીએ ઠંડા સ્વરે કહ્યું રાજ ? આવ અંદર...
રાજ ઘરમાં આવ્યો અને આવીને પહેલાં એનાં પાપાની તબીયત અંગે પૂછ્યું નંદીનીની મંમીએ કહ્યું પહેલાં કરતાં સારુ છે પછી નંદીની સામે જોયું પ્રશ્નાર્થ નજરે કે આ કોણ છે ?
નંદીનીએ કહ્યું માં આ રાજ છે અમે કોલેજમાં સાથે હતાં. રાજ કોલેજમાં ત્રીજા આઇ મીન ફર્સ્ટ આવ્યો છે. એ મારો ખાસ ફેન્ડ છે પાપાની ખબર કાઢવા આવ્યો છે.
નંદીની મંમીએ કહ્યું "અભિનંદન દીકરા. આગળ શું કરવાનો વિચાર છે ? રાજે કહ્યું આંટી આગળ યુ.એસ. જઇને માસ્ટર્સ કરવા માટે.. પણ હું એક ખાસ વાત કહેવા આવ્યો છું.
કીચનમાંથી પાણી લઇને આવતી નંદીનીએ વાત કાપતાં કહ્યું માં ખાસ વાતમાં એનાં પાપાનાં ડોક્ટર છે જે ખાસ મિત્ર છે એમને બતાવવા પાપાને... રાજે કહ્યું આંટી વાત એમ છે કે ........
વધુ આવતા અંકે ---- પ્રકરણ-7