આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-7 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-7

આઇ હેટ યુ
પ્રકરણ-7
રાજ નંદીના ઘરે પાપાની ખબર કાઢવા માટે ગયો હતો એને સાથે સાથે એનાં માતાપિતાને આશ્વાસન પણ આપવું હતું કે હું નંદીની સાથે લગ્ન કરવા માંગુ છું મારાં ઘરે પણ મારાં પેરેન્ટસને વાત કરી દીધી છે પણ હું ભણું ત્યાં સુધી નંદીનીએ રાહ જોવી પડશે.
નંદીનીના પાપાની ખબર કાઢી અને એ એનાં પાપા પાસે શાંતિથી બેઠો પોતાની ઓળખાણ નંદીનીએ આપી દીધી હતી આગળ માસ્ટર્સ કરવા યુ.એસ. જવાનો છે એ પણ કહી દીધુ. એણે કહેવા માંડ્યુ કે હું બીજી પણ એક ખાસ વાત કહેવા માટે આવ્યો છું એજ કે... રાજ આગળ બોલે પહેલાં નંદીની કીચનમાંથી પાણી લઇને આવીને બોલી કે એનાં પાપાનાં ખાસ ફેન્ડ ડોક્ટર છે એમને બતાવવા પાપાને લઇ જવા અંગે.....
રાજ નંદીની સાથે આશ્ચર્યથી જોઇ રહ્યો. છતાં એણે કહ્યું આંટી વાત એમ છે કે નંદીનીએ કહ્યું એક અમારા ફેમીલી ફ્રેન્ડ મોટા ડોક્ટર છે એમની પાસે અંકલને લઇ જવા અનેઁ બીજી ખાસ વાત હું તમને કહેવા માટે આવ્યો છું કે હું અને નંદીની એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ હું નંદીની સાથે લગ્ન કરવા માંગુ છું પણ... નંદીનીએ હું ભણી લઊં ત્યાં સુધી રાહ જોવી પડશે એ મારાં પેરેન્ટસનો આગ્રહ છે. બસ એટલીજ વિનંતી કરુ કે હું ભણી લઊં ત્યાં સુધી નંદીની.....
રાજ આગળ બોલે પહેલાંજ નંદીનીનાં પાપાને ઉધરસ ચઢી અને ઉધરસ ખાઇ બેવડ વળી ગયાં. એમની ઉધરસ શાંત થઇ અને એ રાજ તરફ જોઇ રહ્યાં. થોડીવાર માટે ચૂપકીદી છવાઇ ગઇ. રાજનાં ચહેરા પર એનાં પાપાનો શું જવાબ આવે છે એ સાંભળવા અધીરાઇ હતી.
એનાં પાપાએ કુટક કુટક અવાજે કહ્યું દીકરા તારી લાગણી અને પ્રેમ અમને સ્વીકાર્ય છે. પણ.... પણ મારી પાસે સમય ઓછો છે... એમણે નંદીની માં તરફ જોયું. નંદીનની મંમીએ કહ્યું ખૂબ આનંદ થયો જાણીને કે તમે બંન્ને એકબીજાને પસંદ કરો છો. પણ નંદીની અંગે હજી કોઇ નિર્ણય નથી કર્યો. દીકરા તું ફર્સ્ટ આવ્યો છે તારી કારકીર્દી ખૂબ આગળ વધે એવાં આશીર્વાદ એમ કહીને ચૂપ થઇ ગયાં.
રાજ થોડીવાર બેઠો પછી કહ્યું "નંદીની અંકલને બતાવવા માટે ડોક્ટર પાસે સમય લઇ લઊ ? એમને એકવાર મોટાં ડોક્ટરને બતાવી દઇએ. ખૂબ ફરક પડશે. બીજી કોઇ ચિંતા ના કરીશ હું બધું જોઇ લઇશ.
નંદીનીએ એનાં મંમી પાપા તરફ જોયું પછી બોલી. રાજ હું પછી તને જણાવું તારે હજી ઘણાં કામ નીપટાવવાને હશે. પછી ફોન કરીને જણાવું છું રાજ પરિસ્થિતિ સમજી ગયો. એણે કહ્યું તારાં ફોનની રાહ જોઇશ. એ નંદીનીનાં ફલેટથી બહાર નીકળ્યો.. નંદીની એની સાથે છેક સુધી બહાર આવી.
રાજે નંદીનીનાં હાથ પકડી લીધાં અને બોલ્યો. નંદીની કેમ તું મને અટકાવતી હતી ? મેં મારાં ઘરમાં પણ આજે વાત કરી લીધી છે મંમી-પાપા બંન્ને સાથે. પપાએ કહ્યું મને તારી પસંદગી એ અમારીજ પસંદગી છે. મંમી સાથે વધુ વાત નથી થઇ પણ મને વિશ્વાસ છે કે માં પણ ના નહીંજ પાડે.
નંદીનીએ આંખમાં આંસુ સાથે કહ્યું "રાજ થેંક્યુ તે તારું વચન નિભાવ્યું પણ અહીં સ્થિતિ અને સંજોગો એટલાં નાજુક છે કે મને ખબર નથી માં-પાપા શું કહેશે ? એ લોકોનાં ચહેરાં જોઇને મને લાગ્યુ છે કે એ લોકો પણ ખૂબ ખુશ થયાં છે પણ બોલ્યા નથી હું એમની સાથે બધી વાત કરી લઊં છું... રાજ હું તારાં વિના રહી કે જીવી નહીં શકું મંમી પાપા તૈયાર પણ થઇ જશે એમાં પણ શંકા નથી મને પણ તારાં અભ્યાસનો સમય હું એ કેવી રીતે પસાર કરીશ ? મને નથી સમજાતું. રાજ આઇ લવ યું. હું પણ મંમી પાપા સાથે વાત કરીને તને જણાવીશ.
રાજ ઘણીવાર ના ગમતું પણ સ્વીકારવું પડે છે એમાં સંમત થવું પડે છે તારી કારકીર્દી મારાં પ્રેમને કારણે બગડે એ પણ હું ઈચ્છી ના શકું હું તો ઇશ્વરને પ્રાર્થના કરુ છું. કે તું ખૂબ સરસ ભણે ખૂબ આગળ આવે. તારી સાથે મારી જીંદગી જોડાય તો એ તારી પ્રગતિ આપણાં સંયુક્ત જીવન માટે પણ સારું છે. તારાં મંમી પાપાને પણ હક છે કે તને ખૂબ સારું ભણાવે તને ભણતો અને એમાં સફળતા મેળવતો જુએ. હું ફક્ત મારું જોયાં કરુ એ પણ તને અન્યાય કરી બેસવા જેવી વાત છે. તું તારી તૈયારી કર રાજ હું તારી રહા જોઇશ. એય લવ યુ રાજ એમ કહેતાં કહેતાં નંદીની રડી પડી. રાજે એનાં હાથ હાથમાં લઇને કહ્યું મારી નંદુ હું પણ તારાં વિના નહીં જીવી શકું પરદેશ જઇ રહ્યો છું પણ પળ પળ તુંજ હોઇશ મારાં મનહૃદયમાં.
નંદુ બધી તૈયારી થાય પછી હું તને બધી અપડેટ આપતો રહીશ. આપણે શાંતિથી મળીશું બધી વાતો કરીશું અને તારાં પાપાને બતાવવા માટે તું કહે એમ કરીશ.
નંદીનીએ કહ્યું ભલે હું તારાં ફોનની રાહ જોઇશ. અને રાજનો મહાપરાણે હાથ છોડ્યો. રાજે લવ યુ કહી ચુમી ભરીને ઘરે જવા નીકળ્યો. નંદીની એને કારમાં બેસી જતો જોઇ રહી. એની આંખમાંથી અવઢવ સ્થિતિનાં આંસુ ટપકી ગયાં.....
નંદીની બેડ પર સૂવાનો પ્રયત્ન કરી રહી હતી પણ જૂની યાદો એને સતાવી રહી હતી. આજે વરુણ સાથેનાં સંવાદો અને એનો ખાસ કરીને ડાયલોગ યાદ આવી ગયો. વરુણે એનાં હાથ પર હાથ મૂકેલો અને જાણે હાથ અંપાયો હોય એમ નંદીનીએ હાથ પાછો ખેંચી લીધેલો ત્યારે વરુણે કહેલું કેમ આમ ? હું પરપુરુષ નથી મેં તારી સાથે લગ્ન કર્યા છે. મારાંથી કહેવાઇ ગયું આમ અધકચરી જીંદગી મારાથી પણ નથી જીવાતી તું કહે તો તારુ ઘર છડીને નીકળી જઊં...
વરુણ સાથે જ્યારે એનો સંબંધ નક્કી થવાનો હતો ત્યારે એ માં પાસે ખૂબ રડી હતી માં તું તો જાણે છે મારાં મનમાં કોણ છે. આ લગ્ન હું કેવી રીતે કરી શકું ?
માં એ કહ્યું હતું મને કે નંદીની... આપણે જેવાં પરિસ્થિતિથી ફસાયેલાં, સંજોગોનાં શિકાર અને ગરીબ મધ્યમવર્ગીય માણસો પાસે ચોઇસ નથી હોતી. રાજને ગયે મહિનાઓ વીતી ગયાં તારાં પાપાની તબીયત સાવ નાજુક છે. એય તારો બાપ છે. તારાં બાપને મરતાં પહેલાંના અરમાન છે કે મારી દીકરીનાં હાથ મારાં જીવતાંજ પીળાં કરવા છે. એમનાંજ મિલનાં મિત્રનાં પુત્રનું માગું આવ્યું છે વરુણ છોકરો સારો છે આપણાં જેવાં મધ્યમવર્ગનું કટુંબ છે. બે છોકરાઓ છે. એક છોકરો કમાય છે પરણેલો છે બીજો વરુણએને પણ સારી નોકરી છે એકવાર મળી લે પછી નક્કી કર.
નંદીનીએ પાપાની સામે જોયું એમની વિવશ આંખોમાં આંસુ હતાં સતત ખાંસતા રહેતાં હતાં. એમનું એકજ સંતાન હું હતી. એમણે કહ્યું દીકરા... હું બધું સમજું છુ પણ આ દુનિયા નિરાળી છે પરદેશ ભણવા ગયેલો ક્યારે ભણી રહેશે ખબર નથી હું નહીં રહું તારુ કોણ જોશે ? તારી માં કહેતી હતી કે રાજ ગયો પછી એનાં સમાચાર નથી. હું નહીં હોઊં પછી તારું અને તારી માં નું કોણ ? દીકરા એકવાર વિચારી લે....
નંદીનીએ પાપાએ રાજનાં પર અવિશ્વાસ પહેલીવાર મૂકેલો. રાજ એ દિવસે પાપા મંમીને મળીને ગયો પછી.... ?
રાજ, નંદીનીનાં ઘરે એનાં માતાપિતાને મળીને ઘરે પાછો ગયેલો. ઘરે અને મંમી એની રાહ જોઇનેજ બેઠી હતી. રાજ જેવો કાર પાર્ક કરીને ઘરમાં આવ્યો અને એની મંમી બોલી હતી" રાજ તું અમારો એકનો એક દિકરો છે. તને ભણાવવો, પરણાવવો એ અમારી હોંશ છે. તને એ છોકરી પર પ્રેમ છે એ સ્વીકાર્યુ પણ પહેલાં તારે ભણવાનું છે. તને કેવી રીતે પરણાવવો એ હક્ક તો અમારી પાસે રહેવા દે. ભલે તારાં પાપાએ કહ્યું છે એમ તારી પસંદગી અમારી પસંદગી છે. પણ પહેલાં તારેજ ભણીને એચીવ કરવાનું છે એ કહી લે. હમણાં તારું ધ્યાન ભંગ ના કર.
અને રાજ તું એ છોકરીને એકવાર મને મળવા લઇ આવ બસ.. હું એને મળી જોઇ લઊં પછી તું ભણીને પાછો આવે એવા ધામધૂમથી તારાં લગ્ન એની સાથેજ કરાવીશું.
રાજને ખુશી થઇ ગઇ એણે કહ્યું માં બસ મને એજ જોઇએ એ મારી રાહ જોશે. મેં એનાં પેરન્ટસને પણ સ્પષ્ટ કીધું છે કે હું ભણીને આવીશ પછીજ લગ્ન કરી શકીશ. માં હું એને કાલેજ બોલાવી લઇશ. બલ્કે હુંજ એને લઇ આવીશ.
પછી રાજે એનાં પાપા સામે જોઇને કહ્યું "પાપા નંદીના પાપા ખૂબ બિમાર છે આપણાં ડોક્ટર અંકલને બતાવી દઇએ તો કેમ ? મને વિચાર આવ્યો છે હું કહીનેજ આવ્યો છું.
નંદીનીને મેં કહ્યું હું તને ફોન કરીશ. રાજની મંમીએ કંઇક વિચારીને કહ્યું અરે તમે ડોક્ટરને ફોન કરી દો રાજ કાલેજ બતાવી છે. હવે કાયમનો સંબંધ થવાનો એમની મદદમાં આપણે આવવુજ જોઇએ.
રાજનાં પાપાએ તરતજ એમનાં ડોક્ટર મિત્રને ફોન કરી સમય લઇ લીધો અને કહ્યું તું સાંજે 6 વાગે એમનાં કનસ્લ્ટીંગ સમયે એમની હોસ્પીટલ એ લોકોને બોલાવી લે.
રાજની મંમીએ કહ્યું તું નંદીનીને પણ 4 વાગે આપણાં ઘરે બોલાવી લે કાલેજ પતાવી દઇએ.
રાજનાં પાપા બોલ્યાં રાજ કાલ સવારથી સાંજ સુધી આપણે તારાં પેપર્સ, સર્ટીફીકેટ્ બધુ યુ.એસ. મોકલી દઇએ હું કાલે કોર્ટ નહીં જઊં ઘરેથીજ બધાં કામ નીપટાવી દઇશ.
રાજ ખુશ થઇ ગયો અને એનાં રૂમમાં જઇ નંદીનીને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-8