આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-3 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-3

આઇ હેટ યુ
પ્રકરણ-3
નંદીની મનોમન બબડી રાજ તારાં વિના હું વળી જીવી શકું. એની આંખો ભરાઇ આવી. ચહેરો જાણે વિષાદમાં કાળો પડી ગયો. એવી નજર આસપાસ ગઇ એને ભાન આવ્યું કે ઓફીસમાં છું. એનાં નાના હેન્કીથી આંખો લૂછી અને મોટી પીડાદાયક યાદો જાણે લૂછવા પ્રયત્ન કર્યો. એને થયું આખો વખત મારી પાપણે રહે છે. પીડામાં હૃદય વલોવાય છે મેં કેમ પાપા મંમીને ના ન પાડી કેમ હું લાગણીમાં તણાઇ ને બધું હારી ગઇ મારી આખી દુનિયા વેરાન કરી નાંખી હું આ શું બબડું છું ? ત્યાં એનો મોબાઇલમાં મેસેજ આવ્યો. એણે જોયું વરુણનો મેસેજ છે.
નંદીનીનું ધ્યાન ગયું હવે કલાક દોઢ કલાકમાં મણીનગર આવશે હું ત્યાંથી બાઇક લઇને સીધો તારી ઓફીસ તને લેવા આવું છું અને રસોઇની ઝંઝટ નથી કરવી આપણે ક્યાંક બહાર જમવા જઇશું. પ્લીઝ. મારું ખૂબ મન છે .
નંદીનીએ મેસેજ વાંચ્યો. એને ખબર આનંદ ના થયો હજી તો રાજ મનમાં છે અને વરુણની સાથે બાઇક પર જમવા જવાનાં આનંદ આવશે ? આજે પહેલીવાર ઓફીસ આવશે લેવા અને હું... ? એનાં શરીરમાં થતો અગમ્ય ભયનું લખલખું પસાર થયું... વરુણની સ્થિતિ સમજતી હોવાં છતાં એ સ્વીકારી નહોતી શકતી.
ઓફીસનું કામ નીપટાવવાનું શરૂ કર્યું. એનું મન ચકરાવે હતું કામ પુરુ કરવા પ્રયત્ન કરવા લાગી. મનમાં વિચારો ચાલુજ હતાં કે તું કેવા ચક્રવ્યુમાં ફસાઇ છું આ સ્થિતિ મેંજ ઉભી કરી છે. પણ આ પણ રાજ પરદેશ ભણવા ગયો એ પછી એણે મારો કોન્ટેક્ટ જ ક્યાં કર્યો ? એણે મારી ભાળ ખબર ક્યાં લીધી ? પાછો એનાં મને જ જવાબ આપ્યો મેં લગ્નનો નિર્ણય લીધો એને જણાવ્યો ક્યાં હતો ? મેં તો મારો મોબાઈલ નંબર પણ બદલી નાંખેલો કે એ સંપર્કજ ના કરી શકે હવે એ પ્રયત્ન કરતો હશે તોય ક્યાં.. ? એ ક્યાં હશે ? શું કરતો હશે એને મારો સંપર્ક નહીં થતો હોય... એની મનોદશા કેવી હશે ? એ મારાં પર નારાજ થયો હશે... મેં સંપર્ક કેમ કાપ્યો ? મારાં માટે શું વિચારતો હશે ? એનું મન ભણવામાં લાગતું હશે ? એ ધીમે ધીમે મને ભૂલવા પ્રયત્ન કરતો હશે ? એ ભૂલી શકશે હું ક્યાં ભૂલી છું ?
વિચારોનાં વમળમાં જાતનેજ પ્રશ્ન પૂછી જવાબ આપવામાં નંદીની ફસાઇ હતી ક્યાં સમય વીતી ગયો ખબરજ ના પડી અને બહાર નીકળી એણે જોયું. વરુણ એની રાહ જોઇને ઉભો છે. એની નજર પડી એ ધીમે ધીમે એની પાસે જઇ રહી હતી....
વરુણે નંદીનીને જોઇ અને હેલમેટ કાઢીને કહ્યું "કેવો રહ્યો દિવસ ? તારો ચહેરો આમ ઉદાસ કેમ છે ? કંઇ થયુ છે ઓફીસમાં ? નંદીનીએ મનોમન કહ્યું ના મારુ મન હૃદય ઉદાસ છે કોઇ ઉમંગ નથી પાછી રહેલી પરિસ્થિતિ સંભાળતા કહ્યું "ના ના કંઇ નહીં આખો વખત કોમ્પ્યુટર સામે બેસી કામ કરતાં થાક લાગે છે. બધુ બરાબરજ છે.
વરુણે કહ્યું એટલેજ મેં પ્રોગ્રામ બનાવ્યો કે તું થાકી હશે આજે એમ પણ શનિવાર છે થોડો બ્રેક મળે તને મૂવી જોવા જવાનું મન નથી હોતું એટલે સારી રેસ્ટોરામાં જમવા જઇએ એવું મન બનાવ્યું
નંદીની મ્લાન હસીને બોલી.. ઓકે ચલ ક્યાં જવું છે ? જઇએ. વરુણે કહ્યું તું બાઇક પર બેસતો ખરી તને શું ખાવુ છે ? ફાસ્ટફુડ- પંજાબી- ચાઇનીઝ તું કહે ત્યાં જઇયે એમજ હાઇવે પર લોન્ગ ડ્રાઇવ કરી ધાબામાં જમવા જવું હોય તો પણ મજા આવશે બોલ ક્યાં જવું છે ?
નંદીનીએ કહ્યું "મને એવુ કશુ નથી તને જે મન થયું હોય એ ખાઈએ અને .... તુ નક્કી કર એમ કહીને બેસી ગઇ.
વરુણે કહ્યું ઓકે થોડું લોંગ ડ્રાઇવ કરી ને ધાબા પરજ જઇએ બધી રેસ્ટોરાંમાં ભીડ હશે સફોકેશનમાં બેસવાં કરતાં ખૂલ્લામાં બેસી જમવાની મજા આવશે એમ કહીને એણે બાઇક સ્ટાર્ટ કર્યું.
નંદીની વરુણને સાંભળતી ગઇ એમ પાછી યાદોમાં ખોવાઇ રાજે કહેલું નંદુ આજે સાંજે મેં પ્રોગ્રામ બનાવ્યો છે આપણે લોંગ ડ્રાઇવ કરી કોઇ ધાબામાં અડ્ડો જમાવી એ શું કહે છે ? કંઇ જવાબ આપું પહેલાં એણે મને એનાં બુલેટ પર બેસાડી કહ્યું એય ચીકુ મને વળગીને બેસી જા કેવો મસ્ત પવન છે. યાર આમ બંન્ને જણાં એકબીજાને સ્પર્શતા હૂંફ આપતા ક્યાં દૂર જતાં રહીએ અને હું એને બંન્ને હાથ વીંટાળી બેસી ગઈ ભીડ ઓછી થતાં હાઇવે પર આવી ગયાં હું એનાં કાન કચડી મસ્તી કરતી એણે કહેલું એય સળીઓ ના કર નહીંતર હાઇવે પરજ ક્યાંક પાર્ક કરીને પછી....
ત્યાંજ વરુણ બોલ્યો. "નંદીની કેમ કંઇ બોલતી નથી આજે મારી સાથે અપડાઉન કરે છે ને ગૌરાંગ એણે આઇડીયા આપેલો.. વાતો એણે એની કરેલી કે આજે એ એની વાઈફ લઇને બહાર જમવા જવાનો પ્લાન કર્યો છે અને એજ મને મન થયું. એ પણ ખૂબ લકી છે એણે જેને પ્રેમ કર્યો સાથેજ એનાં વિવાહ થયાં સાલો ખૂબ એન્જોય કરે છે. નંદીની સાંભળી રહી પછી બોલી સાચેજ લકી છે. જેને પ્રેમ કર્યો હોય એની સાથેજ જીવનભરનો સંબંધ બંધાય કેવી ખુશી મળે... એ સાંભળી વરુણ કંઇ બોલ્યો નહીં. થોડીવાર ચુપ રહ્યો. પાછી એણે ડ્રાઇવ કરતાં કરતાં કહ્યું નંદીની તેં કદી કોઇને પ્રેમ કર્યો છે ? મારામાં તો એવી આવડત નહીં હિંમત નહીં એટલે પેરેન્ટસ જ્યા કીધું ત્યાં... આઇમીન તારી સાથે લગ્ન કરી લીધાં....
નંદીનીએ કહ્યું "તમને અફસોસ હશે ને કે તમે કોઇને પ્રેમ ના કર્યો... મેં પણ એવી રીતેજ કર્યા કંઇ પ્રશ્ન કે બોલ્યા વિનાં જ્યાં કીધુ ત્યાં.. આઇમીન તારી સાથે.. સાચુ કહું મારે હજી લગ્ન નહોતા કરવા આગળ ભણવાની ખૂબ ઇચ્છા હતી હું મેરેજ મટીરીયલજ નથી આજની વ્યાખ્યા પ્રમાણે...
વરુણે કહ્યું "ઓહ પણ મારો પહેલો પ્રશ્ન હતો તે પ્રેમ કર્યો છે તે કીધુજ નહીં ? મને એવું થાય છે કે આપણે લગ્ન કર્યા પણ.. આપણી વચ્ચે માનસિક કે શારીરીક કોઇ ટ્યુનીંગજ નથી મેં જે છે એ સત્યજ કહ્યું તારું મન હજી આપણાં સંબંધને સ્વીકારતું ના હોય એવું ફીલ કર્યું છે. પછી ચૂપ થઇ ગયો.
નંદીની બધી વાત સાંભળી રહી ક્યાંય સુધી કંઇ બોલી નહીં. વરુણે કહ્યું કેમ ચૂપ થઇ ગઇ ? તે લગ્નની પહેલીજ રાત્રે મને કહી દીધુ કે તને ફીઝીકલ ગાયનેક પ્રોબેલમ છે હું કોઇ સંબંધ નહી બાંધી શકું. સોરી... મેં તારી લાગણી સમજી સ્વીકારી લીધી છે હું બળજબરીમાં માનતો નથી. પણ એની નવાઇ લાગે છે કે મેં તને કહ્યું સારાં ડોક્ટર પાસે લઇ જઊ તને બતાવી ઇલાજ કરાવી લઇએ. લગ્ન પહેલાં તે મને કંઇ નહોતું કીધું.
નંદીનીએ વળતો જવાબ આપતાં કહ્યું લગ્નજ કેવા ઉતાવળમાં થયાં ? સમયજ ક્યાં હતો એકબીજાને કહેવા સમજવા મારું ભાગ્ય તો જુઓ લગ્નનાં બીજા દિવસે તો મેં મારાં પાપા ગુમાવ્યા કોને હોંશ હોય ? આખી રાત -દિવસો સુધી મેં રડવામાં કાઢી એમાં તારો કોઇ વાંક નથી પણ હું પણ વિવશ હતી અને મને એવો કોઇ ભાવજ નથી થતો હું શું કરું ? સોરી...
વરુણે કહ્યું "એ વખતની વાત સમજું છું પણ હવે છ મહિના થઇ ગયાં આજ સુધી મેં તને આખી જોઇ નથી. વરુણે આખી શબ્દ પર ભાર મૂક્યો અને નંદીની વિચલીત થઇ ગઇ એ કશું બોલી નહીં થોડો વખત બંન્ને વચ્ચે મૌન છવાયું ધાબુ નજીક આવતાં વરુણે બાઇક ધીમી કરી અને નંદીની બોલી "વરુણ એક વાત સ્પષ્ટ કરી લઊં જ્યાં સુધી મારાથી સંબંધનો સ્વીકાર ના થાય ત્યાં સુધી કોઇ આશા ના રાખીશ આઇ એમ સોરી પણ હું વિવશ છું તને મંજૂર ના હોય તો તું મને કાઢી મૂકી શકે છે હું એમજ નીકળી જઇશ એમાં ક્યાંય તારો વાંક નહીં હોય.
વરુણે બાઇક પાર્કીગમાં ઉભી રાખીને હેલમેટ કાઢી નંદીની સામે નજર મિલાવતા કહ્યું "મેં ક્યારેય તને એવું કહ્યું નથી... નથી કદી બળજબરી કરી.. તારાં જીવનમાં જો કોઇ બીજું હોય તો ફ્રેન્ડલી એ પણ કહી દે તો એ પ્રમાણે વિચાર કરી લઇએ પણ આમ ક્યાં સુધી ચાલશે ? જે હોય એ સ્પષ્ટ કરી દે. તું તારી રીતે જીંદગી જીવે મને વાંધો નથી પણ મારી પણ જીંદગી છે.
નંદીનીની આંખમાં ભીનાશ ફરીવળી એ કંઇ બોલી નહીં એનાં અકળ મૌને વરુણને અકળાવ્યો પણ એ કંઇ બોલ્યો નહીં દર વખતની જેમ વાત વિસારે પાડવામાંજ ભલુ છે એમ વિચારીને એ ધાબામાં પ્રવેશ્યો.
નંદીની એની પાછળ પાછળ ગઇ બંન્ને જણાં ગામઠી વાતાવરણ અને ફર્નીશીંગવાળી બેઠક પર બેઠાં. નંદીનીનો ચહેરો તંગ થયેલો એને થયું હું કહી દઊં કે હું આમ નહીં જીવી શકું તને દગો આપીને તને દુઃખી નહીં કરી શંકુ પણ એ અટકી.... મનમાંથી વિચારો ફગાવ્યા એણે કહ્યું મને ખૂબ ભૂખ લાગી છે ફટાફટ ઓર્ડર આપી દે.. મને લાગે મને ઘણાં સમયે આવી ભૂખ ઉઘડી છે એમ કહીને હસી પડી.
વરુણ કંઇ આશા સાથે બોલી ઉઠ્યો "મને તો ક્યારની ભૂખ છે પણ વેઠી લઊં છું પણ આજે ભર પેટ જમી લઇશું એમ કહીને એણે વેઇટરને બોલાવીને મેનુમાંથી પસંદગીનાં શાક રોટી નાન બધુ મંગાવ્યું... નંદીની સામે જોઇને બોલ્યો તે કીધું ખૂબ ભૂખ ઉઘડી છે એ જાણીને આનંદ થયો. કંઇ નહીં બરાબર જમજે.. બાકી ઘણી ભૂખ સંતોષવી બાકી છે... એક કહી નંદીનીનાં હાથ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-4