આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-4 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-4

આઇ હેટ યુ
પ્રકરણ-4
વરુણ અને નંદીની બંન્ન હાઇવે પર ધાબા પર જમવા આવ્યાં છે. વરુણ એ સંબંધ અંગેનાં સ્પષ્ટ પ્રશ્નો પૂછે છે. શરીર અને પેટની બંન્ને ભૂખની એ ઇશારા ઇશારામાં વાત કરે છે બધો ઓર્ડર અપાય છે અને વરુણ કહે છે પેટની ભૂખતો અહીં સતોશાઇ જશે પણ બીજી ઘણી ભૂખ સંતોષવી બાકી છે એમ કહીને નંદીનીનાં હાથ પર હાથ મૂકે છે.
વરુણનો હાથ નંદીનીનાં હાથ પર મૂકાયો છે અને વરુણનો હાથ ચંપાયો હોય એમ એ હાથ ખેંચી લે છે. વરુણને આર્શ્ય સાથે ગુસ્સો આવે છે એણે પૂછ્યું કેમ શું થયું ? કેમ હાથ ખેંચી લીધો ? હું પર પુરુષ નથી મેં તારી સાથે લગ્ન કર્યા છે.
નંદીનીએ કહ્યું "સોરી વરુણ હું સમજુ છું. તારી બધી વાત ઇશારામાં ઇશારામાં કઇ ભૂખની વાતો કરી એ પણ સમજાય છે મને પણ હું તૈયાર નથી હજી પ્લીઝ એનો ચહેરો દયામણો થઇ ગયો હલકો હલકો પવન વાઇ રહેલો એની લટ ઉડી રહી હતી વિવિશ ચહેરાને જાણે વીતાડી રહેલો. નંદીનીએ કહ્યું થોડો સમય આપ મને... અધકચરા સંબંધમાં નહીં તને મજા આવે નહીં હું સ્વીકારી શકું તું એક મિત્ર જેવો છે હું એ રીતેજ જોઇ રહી છું. તને સ્વીકાર્ય ના હોય તો હું તારાં ઘરમાંથી નીકળી જવા તૈયાર છું.
મારું તન મન ખૂબ... હું ગંભીર અને ખરાબ પ્રસંગોમાં પ્રસાર થઇ છું. મારું મન અંતર ભાંગી ગયેલું છે મને કોઇ ઊમંગ કોઇ હોંશ નથી રહી બધુ વિચિત્ર લાગે છે આપી શકે તો થોડો સમય આપ. આનાથી વિશેષ કંઇ કહી નહીં શકું.
વરુણ એની સામે જોઇ રહેલો પછી એણે મન શાંત કર્યું અને બોલ્યો. ઠીક છે તને સમય આપુ છું હું તને હજી ત્રણ માસ આપું છું કહે તો ડોક્ટર પાસે લઇ જવા તૈયાર છું પણ પછી મને આખરી નિર્ણય અને સ્વીકાર જોઇશે કારણ કે હું પણ સાવ અધૂરો અને એકલો છું હું પણ કોઇને કે તને કંઇ કહી શકતો નથી સહી શકતો નથી મને લાગે આપણે ભૂલ કરી છે... પણ ભૂલ સુધારવા છેલ્લી તક આપુ છું તું જે કહી નથી રહી એ પણ જાણું છું પણ હવે હું વધારે રાહ નહીં જોઇ શકું.
વેઇટર આવીને બધુ ડીશમાં પીરસી ગયો. બંન્ને જણાંએ ચૂપચાપ જમી લીધુ પછી વરુણે આઇસ્ક્રીમ મંગાવ્યો અને એ ખાઇ લીધાં પછી બીલ ચૂકવી ને બંન્ને જણાં ઉભાં થયાં. વરુણે કહ્યું કેટલાય સમયથી મારાં મનમાં વિચારો ઘુમરાયા કરે છે નથી કદી કોઇ રેસ્ટોરન્ટમાં ગયાં લગ્ન પછી આપણે આપણી નોકરીમાંજ લાગી ગયાં. નથી લગ્નનો આનંદ કે નથી કોઇ મજા કરી.. મારી સાથેનાં મારાં મિત્રો -ક્લીંગને જોઉં છું એમની વાતો સાંભળીને ક્યારેક ખૂબ લાગી આવે છે થાક્યો પાક્યો ઘરે આવું તું થાકેલી હોય સૂવાનીજ તૈયારી કરતી હોય હું પણ થાકેલો હોઊં સવારે વહેલી ટ્રેઇન પકડવાની હોય એટલે ચૂપચાપ સૂઇ જઊં પણ ક્યાં સુધી આમ જીવશું ?
નંદીનીએ કંઇ જવાબ ના આવ્યો બસ એની આંખો વરસતી રહી એનાં મૌનમાં ન કહેવા જેવાં જવાબ હતાં. વરુણ સમયને મર્યાદા યાદ આવી બાઇક પર બેસી ગયો અને નંદીની પણ બેસી ગઇ.
ઘરે પહોચતાં આખા રસ્તે નંદીની વરુણે કીધેલી બધી વાતો વાગોળી રહી હતી એને ખબર નહોતી પડતી કે એ શું કરે ? શું જવાબ આપે ? રાજની યાદો ભૂલાતી નહોતી. રાજને અંધારામાં રાખી લગ્ન તો કરી લીધાં પણ વધારે ચક્રવ્યૂહમાં ફસાઇ ગઇ હતી.. રાજને કેવી રીતે કહ્યું ? શું કરુ ? રાજ સ્વીકારશે ? શું કહેશે ? વરુણને જે છે એ સાચું કહી દઊ ? નીકળી જઊં એનાં ઘરેથી ? કે એનાં સ્વીકાર કરી ભાગ્યને સાચું પાડું ? શું કરું ?
વરુણાનો સ્વીકાર કરીનેય હું રાજને નહીં ભૂલી શકું ? રાજ મનમાં રહેશે અને વરુણ શરીર ચૂંથશે ? મારાંથી એવી બેવડી સ્થિતિ કેમ સહેવાશે ? રાજે ક્યાં ના પાડી હતી ? કેમ મેં રાહ ના જોઇ ? યાદને દીલમાં રાખી વધારે તપી રહી છું રાજને સંદેશ મોકલું ? શું કરુ ? વરુણે 3 માસની મુદત બાંધી દીધી. હવે શું કરું ? 3 માસ પછી બધું નોર્મલ થઇ જશે ? સ્વીકારાશે મારાથી હું દગો જાણે બંન્ને ને કરી રહી છું નથી રહી રાજની નથી વરુણની શું કરું ? અને તેઓ ઘરે પહોંચ્યાં.
ઘરે આવી વરુણ કપડાં બદલી ફ્રેશ થઇને બેડ પર સૂઇ ગયો. ઘરે આવીને એણે કોઇ ચર્ચા ના કરી ના નંદીની સામે કોઇ નજર કરી નંદીની કીચનમાં ગઇ પાણી પીને એણે કપડાં ચેઇન્જ કર્યા ફ્રેશ થઇને સૂવા માટે રૂમમાં આવી એણે જોયું વરુણ સૂઇ ગયો. એની આંખમાં નીંદર નહોતી. એ બેડ પર આડી પડી અને પાછી વિચારોમાં ઉતરી ગઇ.
આજે વરુણ સાથેનાં સંવાદ એને ખૂબ કપરાં લાગ્યાં અને ખબર હતી કે વરુણ પણ ખૂબ ડીસ્ટર્બ છે પણ કંઇ મદદ નાં કરી શકી. એની આંખ સામે બધાં પ્રસંગ આવી રહેલાં..
કોલેજથી છૂટીને રાજ સાથે ખાસ વાત કરતા માંગતી હતી ફાઇનલ ઇયર એક્ઝામ પુરી થઇ ગઇ હતી. રાજને ખૂબ આત્મવિશ્વાસ હતો કે સારી રીતે પાસ જ નહીં પણ કોલેજમાં કદાચ પ્રથમ ગ્રેડમાં હશે. નંદીની છેલ્લુ પેપર ઝડપથી પતાવીને બહાર નીકળી ગઇ હતી એ રાજનાં આવવાની રાહ જોઇ રહી હતી એને આજે ખૂબ કહેવું હતું રાજ પાસે દીલ ખોલી નાંખવુ હતું અને છેલ્લો બેલ વાગ્યો અને રાજને દૂરથી આવતો જોયો.
આજે એની લાગણીઓ ખૂબ ઉત્તેજીત હતી એને થયું રાજને બધી વાત કહીશ તો એ ડીસ્ટર્બ નહીં થાય ને ? ના પણ હું મારાં ઘરની સ્થિતિ એને કહીશજ. અને રાજ નજીક આવી ગયો. રાજે આવીને નંદીનીની લટ સરખી કરી કપાડે હાથ ફેરવ્યો એણે પૂછ્યું અરે સ્વીટુ કેમ આટલો પસીનો ? એણે એનો હેન્કી કાઢીને પરસેવો લૂછ્યો પછી પૂછ્યું કેવુ ગયું પેપર ? આજે હાંશ થઇ ગઇ ચાલ આજે ટ્રીટ કરીયે… છૂટ્યા.. એક પગથિયું ચઢી ગયાં હવે આગળનું રીઝલ્ટ આવે પછી નક્કી કરીશું.
નંદીનીએ કહ્યું એય રાજ આજે ખૂબ વાતો કરવી છે. મારે ભલે ઘરે જતાં મોડુ થાય પ્લીઝ ક્યાંક જઇએ નિરાંતે બેસીએ મારે વાતો કરવી છે.
રાજે કહ્યું અરે તારો રાજ હાજરજ છે હુકમ કર ક્યાં જવું છે ? તું કહે એ બધું સાંભળીશ તને અહીં સાંભળું તો કોને સાંભળીશ ? તારો મીઠો રણકતો અવાજ મને કંઇ કંઇ કરી નાંખે છે એમ કહીને હસ્યો.
નંદીનીએ કહ્યું એય લૂચ્ચા તને બીજી કંઇ સૂઝતુજ નથી આજે માત્ર વાતો જ કરવાની છે લૂચ્ચાઇઓ નહીં.
રાજે હાથ પકડીને કહ્યું ચાલ આ તારો હાથ પકડ્યો છે કહી નહીં છોડું મારી જાન.. તારી વાતો સાંભળીશ અને ખૂબ પ્રેમ કરીશ. હવે તો સમય જ સમય છે એમ કહી બંન્ને જણાં કારમાં બેઠા.
રાજે કહ્યું ચાલ તને દુર ક્યાંક લઇ જઊં બર તારી વાતો સાંભળું કોઇ વિક્ષેપ નહીં કોઇ વચ્ચે હઠ્ઠી નહીં એમ કહીને નીલાંગીને ચૂમી લીધી અને ગાડી સ્ટાર્ટ કરી અને મારી મૂકી.
કાર સ્ટાર્ટ થઇને ધીમે ધીમે આગળ વધી રહી હતી રાજ કારને એસ.જી.હાઇવે પર લીધી અને ગાંધીનગપ તરફ જઇ રહ્યો હતો. નીલાંગી ખસીને છેક રાજને વળગીને બેસી ગઇ એની છાતી પર માથું મૂકીને બોલી ડાઇવીંગમાં ધ્યાન આપજે તું હું તો તારામાં સમાય ગઇ. એમ બોલીને રાજની છાતી પર એની નાજુક આંગળીઓથી સહેલાવા લાગી અને રાજને ચૂમી લીધો.
રાજે કહ્યું "તું પ્રેમ કરી રહી છું અને મને કંઇક થાય છે. તું કરે જા હું ડ્રાઇવીંગ બરાબરજ કરીશ આવી હૂંક માટે હું સદાય તરસ્તો જ રહું છું અને એણે કારમાં એનાં ગમતા રોમેન્ટીક ગીતો વગાડવા શરૂ કર્યાં.
નીલાંગી એની છાતીએ હૂંફથી વળગીને વિચારોમાં પડી ગઇ હતી હું રાજને શું કહુ ? મારાથી આગળ ભણી નહીં શકાય ઘરની એની સ્થિતિ નથી. પાપાનું કેન્સર છેલ્લા સ્ટેજનાં છે કોઇ એવી કપરી સ્થિતિ ના આવી જાય કે મારે... અને એણે વિચારો અટકાવી દીધાં હવે વધારે સહેવાસે નહીં..
રાજે કાર નદીનાં કિનારે થોડી આગળ પાર્ક કરી. અને નંદીનીનાં વિચારો તૂટયાં. રાજે એનાં કપાળે ચુંબન કરીને કહ્યું બોલ અહીં કારમાં જ હવે બેઠાં છીએ એકાંત અને સુંગધિત કહે હું સાંભળું છું.
નંદીનીએ કહ્યું રાજ મને ખબર છે તારે આગળ ભણવું છે તારાં પાપાની અને તારી પણ ખૂબ ઇચ્છા છે સારુ છે પણ હું નહીં ભણી શકું.... પાપાની સ્થિતિ સારી નથી અને ક્યારે શું થાય એ પણ ખબર નથી બોલતાં બોલતાં રડી પડી..
રાજ પણ લાગણીવશ થયો એની આંખો પણ ભીંજાઇ ગઇ એણે કહ્યું નંદુ માય લવ તું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-5