સકારાત્મક વિચારધારા - 23 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 23

સકારાત્મક વિચારધારા 23

"રોના કભી નહી રોના ચાહે તૂટે ખિલોના."


રમેશકાકા નું પ્રિય ગીત.તેમની ચાની કીટલી.દુનિયાની નજરે તેઓ એક સામાન્ય ચા વાળા પણ તેમની બૌદ્ધિકક્ષમતા ને મોટા મોટા લોકો પણ વંદન કરે. ઉચ્ચ હોદ્દા ના લોકો ની તેમની ત્યાં બેઠક ભરાતી
આથી, અન્ય લોકો ના અનુભવ સાંભળતા સાંભળતા તેમનું જ્ઞાન વિસ્તૃત થતું જતું.તેમને એક માત્ર સંતાન જેનું નામ રવિ. રવિ આઠમા ધોરણમાં આવ્યો, ત્યારથી જ તે શાળાએ થી સીધો ચાની કીટલી એ જતો.એ ભણતો હતો સરકારી શાળામાં પણ તેના સપનાં ઘણા મોટા હતા.તે અહીં કીટલી એ માત્ર ઉચ્ચ હોદા ના લોકો ને ચા આપવા નહોતો જતો તે અહીં રવિ માટે પ્રેરણાસ્ત્રોત બનીને આવતા.તેમને જોઈને રવિ પોતાના પપ્પા એટલેકે રમેશકાકાને કહેતો," હું તો એક દિવસ ખૂબ મોટો માણસ બનીશ.ડોક્ટર બનીને અમેરિકા જઈશ.બસ,થોડા વર્ષો પપ્પા પછી તમે આરામ કરજો અને હું કમાઈશ.બહુ મહેનત કરી તમે હવે મારો વારો."તેની આવી જિજ્ઞાસાવૃત્તિ ને જોઇને બધા ખુશ થઈ જતાં.તેના માતા પિતા તો ખૂબ જ ખુશ થઈ જતાં કે અમારો દીકરો કંઇક કરવા ઈચ્છે છે.

સપનાં જોતાં જોતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી પણ હવે સમય સપનાં ને સાકાર કરવાનો રવિ દસમાં ધોરણમાં આવી ગયો. તેણે ખૂબ મહેનત કરી.એ.સે.સી.માં રાજકોટ જિલ્લામાં 93% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. સફળતાનું પ્રથમ સોપાન સર કર્યું. બસ,દરેક સમાચારપત્રમાં રવિ નો તેમના માતા પિતા સાથેનો ફોટો અને ઇન્ટરવ્યુ.જ્યાંથી પસાર થાય ત્યાં અભિનંદન ની વરસાદ.આ લાગણી વ્યક્ત કરવા માટે રવિ પાસે શબ્દો નહોતા.બસ, આ સફળતા નો શ્રેય રવિ તેના માતા પિતાને આપતો હતો.સફળતા ના ઓરતા પૂરા થતાં દેખાતાં હવે આશાઓ અને ઈચ્છાઓ ની સંખ્યા અને તીવ્રતા વધતી ગઈ.સફળતા ની ઝંખનામાં સમય પસાર થતો ગયો. રવિ એ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો.રવિ બારમાં ધોરણમાં પહોંચી ગયો. ફરી એકવાર પરિશ્રમ સામે પ્રારબ્ધ પાંગળું છે એ કહેવત ને સાર્થક કરી બતાવી.આ વખતે પણ રવિ એચ.એ.સી. બોર્ડમાં 90% લઈ આવ્યો.એક વખત ફરી તેને માત્ર પોતાનું કે પોતાના માતા પિતા નું નહી,આખા રાજકોટ જિલ્લાનું નહી પણ સરકારી શાળાઓ નું નામ રોશન કર્યું.

તેણે સાબિત કરી બતાવ્યું કે અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.સફળતાને સરકારી કે ખાનગી શાળા સાથે લેવા દેવા નથી.વિકાસ અને સમજ અને મહેનત થી બધું શક્ય છે.સપનાં અને સફળતા શ્રીમંતો નો ઈજારો નથી.

બારમાં ધોરણમાં સારું પરિણામ મેળવ્યા પછી હવે, રવિને ડોક્ટર બનવાની ઈચ્છા જાગી.આ પૈસા ની તંગી વર્તાતી હોવાથી તેણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી.જેને સરકાર નકારી શકે તેમ નહોતી.દેશના બાવી તારલાઓ ને આગળ લાવવા સરકારે ઘણી સગવડો બહાર પાડી છે.બસ,તે અંગેનું જ્ઞાન અને લાભ આપણને લેતાં આવડવું જોઈએ.

રવિએ એમ.બી.બીઝના એડમિશ લેવા માટે નું ફોર્મ ભર્યું ત્યાર બાદ થોડા દિવસો બાદ મેરીટના જોવા ગયો તો તેનું નામ પ્રથમ મેરીટ માં ન દેખાતાં તે ખૂબ નિરાશ થયો.ત્યાં જ ભાંગી પડ્યો એટલું જ નહી તેને થયું કે, આજ સુધીની મારી બધી મહેનત પાણીમાં ગઈ.આ પ્રકારની નિરાશામાં સપડાતાં રવિએ નદી કિનારે જઈને એકલો બેઠો.એકલા બેઠા બેઠા નિરાશા ના વાદળો ઘેરાતાં ગયા અને રવિ ને બધું ફોગટ
લાગતા તેને આત્મહત્યા નો નિષ્ફળ પ્રયાસ આચર્યો.
ત્યાર બાદ રમેશભાઈ એ તેના પુત્રને સમજાવતા કહ્યું, "આજ સુધી ઈચ્છાનું થતું હતું તો સારું કુદરતે આટલું સારું પરિણામ અપાવ્યું.ત્યાં સુધી સારું આજ એક ઈચ્છા પૂરી ના થઈ તો શું જિંદગી ટુંકાવી દેવાની? શું તે છેલ્લી કૉલેજ હતી?કે તારો છેલ્લો પ્રયાસ હતો.આટલો જલ્દી હારી ગયો. દીકરા માત્ર બોર્ડની પરિક્ષામાં સારું પરિણામ લાવવાનુ
જો ના લાવી શકીએ તો જીવનમાં નાસીપાસ થવાનું તો પછી આ પરિણામ નો શું ફાયદો.એક વાત યાદ રાખજે ,જો સંજોગ ગમે તેવા હોય, જીવન સંગ્રામ ગમે એટલો કપરો હોય માનવી ત્યારે જ હારે છે જ્યારે તે મન થી હારી જાય છે બાકી એ લડે છે તો આજ નહી તો કાલે જીતી જાય છે."


ત્યારે પપ્પા ના ખોળે માથું મૂકી રડતો રવિં ઉભો થાય છે કૉલેજ જાય છે અને ને લાખનું ડોનેશન આપી એડમિશન લેવાની વાત કરે છે.જે એક સ્ટિંગ ઓપરેશન નો ભાગ હતું.આ રીતે રવિ કોલેજમાં ચાલતાં કૌભાંડ નું દ્રશ્ય સમજી જાય છે અને તે કોલેજને દુનિયાની સામે લાવે છે અને તેના કરતાં વધુ સારી કોલેજમાં એડમીશન લે છે.ત્યારથી ગાવા લાગે છે,

"રોના કભી નહી રોના ચાહે તૂટે ખિલોના."