રેમ્બો રાજા Dr. Brijesh Mungra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

રેમ્બો રાજા

રેમ્બો રાજા

અસ્ત થતો સૂર્યની સંગે લેહરાતો શીતળ ઠંડો વાયરો અને સામે અફાટ ઘૂઘવતો સમુદ્ર ,જાણે મન ભરીને માણી લઈએ અને પળ બે પળ માટે આંખો માં સમાવી લઈએ . એક એવી જ સાંજ સમુદ્ર કિનારે વ્યસ્ત હતી . થોડે દુર એક આઠેક વર્ષ ની છોકરી કિનારે રમતી હતી. સામે ચાલીસેક વર્ષ નો એક વ્યક્તિ સમુદ્ર ની રેત પર બેઠો હતો. એક હાથ માં કોફી ભરેલો મગ અને બીજા હાથ થી રેત ને ધીમે થી સહેલાવતો સમુદ્ર નાં મધુર સંગીત ને જાણે એ માણી રહ્યો હતો. તેની બાજ નજર કિનારે રમતી તેની લાડકવાયી પર હતી . શાંત પડેલા સમુદ્ર ને એ નિશ્ચલ આંખે જોઈ રહ્યો હતો. આવા જ કોઈક સમુદ્ર નાં ઓછાયા માં એના જીવનની શરૂઆત થઇ હતી. નામ મુકેશ કુમાર મોર્ય. બહાર થી નરમ , અંદર થી આગ ઓકતો જ્વાલા . દ્વારકા ...કૃષ્ણ ની નગરી ...બસ જોઈ ને જ આ સ્થળ સાથે જાણે પ્રેમ થઇ જાય. અહી જ ઘણું ખરું મુકેશ નું બાળપણ પસાર થયું હતું. એની નજર સામે ભૂતકાળ ની યાદો જાણે જીવંત થઇ ,જાણે એ દરિયા કિનારે ફરી ધીંગા મસ્તી કરતો હોય ...

૧૯૯૪

મેદાન માં બે જૂથ વચે મારામારી ચાલુ હતી .મદન અને મુકેશ ની કિશોર ગેંગ ઝગડી રહી હતી. ત્યાં આશા બેન ની તીણી ચીસ ગુંજી ઉઠી . મુકેશ સ્તબ્ધ થઇ ગયો. મુકેશ નો કાન ખેચી આશા બેન તેને મેદાન માંથી બહાર લઇ ગયા અને ઝગડા પર પૂર્ણવિરામ મુકાયું. મુકેશ ની ગેંગ નાં બાળકો એ મુકેશ અનોખી અદા થી અલવિદા કહ્યું “હે ...રાજા ફિર મિલેંગે ...” આશા બેને જોર થી લપડાક મારી ને કહ્યું “ લુચ્ચા આ તને રાજા શા માટે કહે છે? તારું નામ એમને નથી ખબર ? અને આ બધા તને ‘રેમ્બો રાજા ' કેમ કહે છે ?

“મેરા નામ તો રાજા હી તો હે ઔર માં તું સબકે સામને મેરી ઇઝ્ઝત કા ફાલુદા મત કર ....” રાજા એ આગવી સ્ટાઇલ માં કહ્યું. “ બંધ કર આ તારી લુખ્ખાગીરી , રેમ્બો રાજા એ વળી શું ?” આ જો સરિતા અને એનો ભાઈ કેટલું સારું ભણવામાં પરિણામ લઈને આવે છે ? અને તું મીંડું લઈને આવે છે ...તારો બાપ નથી, એકલા હાથે મે તને મોટો કર્યો છે . હજુ જુવાની આવી નથી અને તારા આવા કારનામા થી હું તંગ આવી ગઈ છું .મા ની સલાહ માન બેટા મુકેશ ,ભણવામાં ધ્યાન આપ. તારા બાપે તો જીવનભર કાળી મજુરી કરી . મારી ઈચ્છા છે તું મોટો અફસર બને .” આમ કહેતા કહેતા આશાબેન ની આંખો માં આંસુ આવી ગયા .

“ માં , તું કહે એ ઠીક છે, પણ ચોપડીઓ મારા પલ્લે નથી પડતી અને મારે તો ડોન બનવું છે .” રાજા એ બેફીકરાઇ થી કહ્યું.

આશા બેને દાંત ભીસ્યા અને જોર થી પાસે પડેલું ચપ્પલ ઉઠાવીને મુકેશ તરફ ફેક્યું . એ જ સમયે વીજળી વેગે મુકેશ ઝુપડી માંથી બહાર નીકળી ગયો.

જેમ જેમ વર્ષો વિતતા ગયા એમ એમ રાજા નાં કારનામાં પુરા વિસ્તાર માં પ્રસિધ્ધ થતા ગયા .ચોરી ,લુંટ ,મારામારી ,ધમકીઓ આપવી, લુખ્ખાગીરી એ રાજા માટે આમ હતું .જુવાની નાં ઉંબરે પહોચતા રાજા એ ઘર છોડ્યું . રાજા ને એક જ ધૂન હતી મોટા ડોન બનવાની ... અને એના માટે ખુબ પૈસા કમાવા પડે. આજ ખેવના માં એ આખા દેશ માં ખુબ રખડ્યો .જ્યાં જતો ત્યાં પોતાનું નેટવર્ક બનાવી લેતો . કોઈક વાર જુના મિત્રો મળી જાય તો મજાક માં કેહતા “ રાજા તું ખરેખર રખડું છો .તારું નામ રેમ્બો રાજા નહિ, રખડું રાજા હોવું જોઈએ .મોટા માણસ બનવાની આશ માં તે આખા દેશ માં રખડી લીધું છે ,હવે બસ કર અને કોઈ એક જગ્યા પર ટકી જા .”

રાજા એ જ ડાઈલોગ મારતો “આઝાદ પંછીઓ કા કોઈ બસેરા નહિ હોતા “ આમ જ રાજા ની જીંદગી પસાર થઇ રહી હતી ..ફરતા ફરતા એ ગોવા પોહ્ચ્યો. અહી રાજા ને રોકઈ જવાનું મન થયું . બેનંબરી વ્યાપાર માં એને અહી કાઠું કાઢ્યું . આમ પણ રાજા નેટવર્ક બનાવવામાં માહેર હતો. ઝડપ થી એનો બીઝનેસ ખુબ ઉંચાઈએ પહોચી ગયો . જે પણ દખલગીરી કરે રાજા એને યમલોક નાં દર્શન કરાવી દેતો. એ દરમિયાન તેની મુલાકાત નિક્કી સાથે થઇ .આમ તો રાજા ની જીંદગી માં ઘણી બધી યુવતીઓ ની અવરજવર થઇ પણ નિક્કી કઈંક ખાસ હતી રાજા માટે ...નિક્કી ફોરેઇનર હતી પણ ઘણા વર્ષો થી અહી ગોવા માં જ સ્થાયી થઇ હતી . રાજા જયારે નિક્કી સાથે હોઈ ત્યારે કઈંક અલગ જ રોમાંચ અનુભવતો અને ઓતપ્રોત થઇ જતો . આમ વર્ષો વિતતા ગયા .આ સબંધ હવે પ્રેમ માં તબદીલ થઇ ચુક્યો હતો. રાજા ને ખુદ થી વધુ વિશ્વાસ નિક્કી પર હતો.

નિક્કી ને ડ્રગ્સ ની આદત હતી રાજા એ નિક્કી ને ખુબ સમજાવી પણ નિક્કી એક ની બે નાં થઇ,પણ અંતે....એક દિવસ ડ્રગ ઓવર ડોઝ થી નિક્કી નું મૃત્યુ થયું.. રાજા આ સહન કરી નાં શક્યો .તેને નિક્કી ની આ આદત લગાવનારી ટોળકી ને ખુબ મારી ,એક - બે નાં તો હાથ પગ પણ તોડી નાખ્યા . પણ એના થી હવે શું થવાનું હતું? નિક્કી એને હમેશ માટે છોડી ને જતી રહી હતી ,ઉલટા નું પોલીસે રાજા ની ધરપકડ કરી , જે રાજા આજ સુધી કોઈ નાં હાથે નહોતો ચડ્યો એ જેલ માં પૂરાઈ ગયો …. રાજા સાવ ભાંગી પડ્યો . તેના સપનાનું મહેલ નિક્કી વિના જાણે ચકનાચૂર થઇ ગયું . છ માસ ની કેદ દરમિયાન તેની હાલત ખુબ ખરાબ રહી .. આ બાજુ તેની માતા નાં મરણ નાં સમાચાર આવ્યા ....પણ છ માસ બાદ ... વળી એ જ રાજા ....એ જ કામ ...અને પેહલા થી પણ વધારે બદનામી વહોરવા એ સજ્જ થઇ ચુક્યો હતો. હવે બેનામ અને બદનામ રાજા પેહલા થી પણ વધારે ક્રૂર ભાસતો હતો. ટપોરી અને બદતર હાલત ની ઠોકરે ચડેલો રાજા હવે શરાબી પણ થઇ ચુક્યો હતો. મિત્રો સમજાવે તો પણ તેઓને આડા અવળા જવાબો આપી તેની દુનિયા માં જ મસ્ત રેહતો..પણ એક દિવસ ...

સુઘડ પરિવેશ માં રેલ્વે સ્ટેશન પર રાજા કોઈ ની રાહ જોઈ રહ્યો હતો. તેના બાળપણ નું કોઈ મિત્ર આવી રહ્યું હતું. ટ્રેન આવતા જ સામેથી એક ચહેરાએ સસ્મિત તેનું અભિવાદન કર્યું પણ રાજા નો ઉતર નિરુત્સાહ હતો. નામ સરિતા ...ખડખડ સ્મિત રેલાવતી સરિતા રાજા ની જીન્દગી માં રંગ પુરવા આવી ચુકી હતી. પણ રાજા તો કઈક અલગ જ દુનિયા નો બંદો હતો. નાં ચેહરા પર સ્માઈલ હતું ,નાં વ્યક્તિત્વ માં કોઈ નુર...આમ તો બને નાનપણ નાં મિત્રો ...પણ બને વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હતું . માં પણ રાજા ને હમેશ સરિતા નું ઉદાહરણ આપતી અને રાજા ને ખુબ ચીડ ચડતી .... થોડી ઓપચારિક વાતો બાદ રાજા તેને ધારવી નાં પોતાના ઘર પર લઇ ગયો. રાજા જેવી જ તેના ઘર ની હાલત હતી..પણ સરિતા એ હવે ઘર અને રાજા ને સંભાળવાનું શરુ કર્યું. રાજા બસ આખો દિવસ એના કામ માં જ પડ્યો રેહતો. અને રાત્રે ખુબ નશો કરતો. રાજા ની સ્થિતિ વિષે તેના મિત્રો પાસે સાંભળી સરિતા ખુબ દુખી થઇ..તેને રાજા ની સ્થિતિ સુધારવા નું બીડું ઝડપ્યું .આમ દિવસો,મહિનાઓ વિતતા ગયા.હવે રાજા ને પણ સરિતા ની ટેવ પડી ગઈ હતી...પણ સરિતા જેના માટે અહી આવેલી એ કામ તેને હવે અશક્ય લાગવા માંડ્યું હતું..આખરે કંટાળીને એક દિવસ સરિતા એ મૌન તોડ્યું .

“ મારે હવે જવું જોઈએ .” રાજા એ હાવભાવ વિના પોતાનું માથું ધુણાવ્યું. બંને વચ્ચે બે દિવસ કોઈ સંવાદ ના થયો .બને રેલ્વે સ્ટશન પહોચ્યા. રાત ની ટ્રેન હતી ચારે બાજુ બધું સુમસામ હતું. બંને એક બાંકડે બેઠા ....

“તારે જવું જ છે?..” રાજા એ દુખી સ્વરે કહ્યું.

“હા ..મારે હવે કશું કામ નથી ” સરિતા એ ઢીલો ઉતર આપ્યો.

“યાદ છે નાનપણ માં આપણે લખોટી થી ખુબ રમતા અને તું હમેશ હારતી ...” રાજા એ નાનપણ યાદ કરતા કહ્યું .

“હા ,એક વાર તે ગુસ્સા માં મને લખોટી મારી હતી પણ મમ્મી એ મને પૂછ્યું તો મેં કહ્યું કે હું રમતા રમતા પડી ગઈ ..તારી દરેક અદા ની હું ત્યારે દીવાની હતી...”

“હવે? ” રાજા એ એકધારી નજરે સરિતા ને તાકી ને પૂછ્યું .

“બસ હવે તું તારી જાત ને સંભાળ રાજા “ તેના આવાજ માં મીઠાશ હતી અને આંખો માં ભીનાશ.....

“આ તો આંટી એ મને છેલ્લે કહ્યું હતું એટલે અહી આવી... “ તે રડમસ થઇ ગઈ.

“અને તું આવી ગઈ ?”

“હા,આમ પણ તારા કોઈ ઠેકાણા હોતા નથી,અને તારામાં બદલાવ અશક્ય લાગે છે મને “ તેને પાલવ થી આંસુ લુછતા સ્મિત કરતા સરિતા એ કહ્યું.

બને પક્ષે બે મિનીટ સુધી મૌન છવાયેલું રહ્યું રાજા સરિતા ની આંખો માં જોઈ રહ્યો હતો. ટ્રેન પ્લેટફોમ પર આવવાની ઘોષણા થઇ ચુકી હતી .થોડી ચહલ પહલ પણ વધી ..પરંતુ તે બને એકબીજા ને અનિમેષ તાકી રહ્યા હતા . આખરે રાજા નો સવેદના નો બાંધ તુટ્યો અને તે સરિતા ને વળગી પડ્યો . મુક વાર્તાલાપ માં જાણે બને એ એકબીજા સાથે ઘણી મન ની વાતો કરી લીધી હતી. રાજા સરિતા નું બેગ પકડી ઉભો થયો અને સરિતા તેને અનુસરી પાછળ ચાલી......

બને એ લગ્ન કરી નવા જીવન ની શરૂઆત કરી . રાજા એ સરિતા નાં બોલેલા શબ્દોને જાણે બદલી નાખ્યા . ઈમાનદારી થી નવા વ્યવસાય ની શરૂઆત કરી ..રાજા ની ગાડી ફરી પુરપાટ વેગે દોડવા માંડી ..આમ લગ્ન જીવન નાં દસ વર્ષ હસતા હસતા પુરા થઇ ગયા .

સામે આવેલ એક મોટા મોજા નાં અવાજ થી રાજાની તંદ્રા તૂટી ...સમુદ્ર માં કોઈ ડૂબી રહ્યું હતું ...રાજા એ દોટ મૂકી છલાંગ લગાવી અને બાળક ને બચાવી લીધું . કિનારે આવી તેના પિતા ને ટપલી મારતા કહ્યું ..”યે સમંદર હૈ , તેરે ઘર કા સ્વીમીંગ પુલ નહિ હૈ ..જરા ધ્યાન સે...”

હજુ આજ જ એટીટ્યુડ જાણે રાજા નાં જુના વ્યક્તિત્વ નો પુરાવો આપતું હતું...તેની દીકરી શ્વેતા એ પાસે આવી તેના ખભા પર ટેટુ જોઈ સહજતા થી પૂછ્યું “ પાપા , યે ‘R.R’ ક્યાં હૈ ?”

રાજા એ હસી ને તેના માથા પર પ્રેમાળ હાથ ફેરવ્યો. તે અનિમેષ નજરે દરિયા ને નિહાળી રહ્યો હતો આજે તેને એની માં યાદ આવી, મનોમન તેને માં ને કહ્યું “ માં ,હું મારી દીકરી ને અફસર જરૂર બનાવીશ...." દરિયા કિનારે તેની દીકરી નો હાથ પકડી તે અવિરત સમુદ્ર નાં મોજાઓ ને નિહાળતો રહ્યો . ઘૂઘવતો સમુદ્ર અને રાજા નો તરખાટ જાણે હવે શમી ગયા હતા.....

ડો .બ્રિજેશ મુંગરા