લઘુ કથાઓ - 6 - વેલેન્ટાઈનસ ડે Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુ કથાઓ - 6 - વેલેન્ટાઈનસ ડે

લઘુકથા 6
The Velentines day
સુરત ના પ્રગતિ નગર ના "મેઘધનુષ એપાર્ટનેન્ટ" ના b વીંગ ના 3bhk ફ્લેટ નંબર 403 માં એક ખુબસુરત સવાર ઊગી હતી.

સ્વેત કાયા, કાળા નાગ સમી કેશ ધરી, મૃગનયની, કમળ પંખ સમી સાક્ષાત ઉર્વશી નું અંશ કહી શકાય એવી એક છોકરી પોતાની મોરપીંછ સમી પાંપણ ચોળતી ઉઠી અને ત્યાન્જ એના ઘર ની બેલ વાગી.

ઘડિયાળ બાજુ જોતા સવાર ના 9 વાગ્યા હતા અને એના મોઢે અકળાઈ ને F વર્ડ નિકળ્યો.. એ ઉઠી ને લહેરાતી હવા ની જેમ દરવાજા બાજુ ગઈ અને દરવાજો ખોલ્યો અને એને એક રૂપાળો, સ્મિત લેહરાવતો અને તરત જ મન માં વસી જાય એવો છોકરો જોયો.

છોકરી એ એમનું નામ પૂછ્યું અને જવાબ મળ્યો "કેશવ મેહતા" . અંદરો અંદર એ છોકરી એ વિચાર્યું નામ જેવૉજ છોકરો "કેશવ, ક્રિષ્ન ના વેશ સમો".. વિચારો માંથી બહાર આવી ને એને પૂછ્યું , " બોલો શુ કામ છે અને કોનું?".

" હું pg તરીકે રહેવા માટે જગ્યા ગોત તો હતો અને આપના ફાધર સાથે વાત થઈ થ્રુ માઈ એજન્ટ અને અંકલ એ આ એડ્રેસ આપ્યું. આપ નું નામ ધારા છે ને?"

"હા" થોડુ અચકાતા ધારા એ કહ્યું, " આપના ફાધર નું નામે રમણિક ભાઈ દેસાઈ છેને જે રિલાયન્સ માં જોબ કરે છે?"

"હા" થોડુ વધુ અચકાતા ધારા એ જવાબ આપ્યો અને તરત જ એમને કેશવ ને રાહ જોવા નું કહ્યું અને એને પપ્પા ને કોલ કર્યો અને વિગતવાર પૂછ્યું સામે જવાબ માં જાણવા મળ્યું કે એજન્ટ થ્રુ જ આવયો છે પણ જાણીતા ફેમિલી નો જ છોકરો છે એટલેજ ત્યાં મોકલ્યો છે. વિશ્વાસુ છે એટલે ચિંતા ની જરૂર નથી.

ધારા ને આ જવાબ ગળે ઉતર્યો નહીં પણ પપ્પા એજ જોયું અને જાણ્યું છે તો વાંધો નહીં એમ કહી ને કેશવ ને અંદર આવા દીધો. પણ તરત જ સ્ટ્રીકટ અવાજ માં કહ્યું, " ત્રણ રૂમ છે, આ લેફ્ટ સાઈડ નો મારો છે એના સિવાય જે રૂમ લેવો હોય એ રૂમ લઇ લો, બટ યસ નો મેલ ફિમેલ ફ્રેન્ડ્સ, નો ડ્રિન્ક, નો અધર નોંસેન્સ પ્લીઝ. પપ્પા એ જણાવ્યું છે કે તમે ફેમેલી ફ્રેન્ડ ના સન છો એટલે એમને તમારા ઉપર અને મેં એમના ઉપર વિશ્વાસ રાખી ને અહીં આવા અને રહેવા માટે હા પાડી છે. નો શાહરુખ ગિરી વિથ મી , ડોન્ટ ઇવન ટ્રાઈ ટુ થિંક અબાઉટ ઇટ ઑકે.

જરાક મલકાતાં હા માં માથું હલાવ્યું.

સમય પસાર થતો ગયો અને કેશવ અને ધારા વચ્ચે મિત્રતા બંધાતી ગઈ અને એક નવી કૂપણ ઉગવા માંડી. ચારેક મહિના ના મિત્રતા ભર્યા સહવાસ બાદ ધીરે ધીરે ધારા અને કેશવ એક બીજા તરફ મિત્રતા ની સરહદ પાર કરી ને પ્રેમ ની હદ માં પ્રવેશવા માંડયા હતા. અને બને ના આચરણ માં એ દેખાવા માંડ્યું હતું પણ હજી રૂબરૂ, શબ્દો થી અભિવ્યક્તિ કરવાની બાકી હતી અને એ માટે બને એ અંદરો અંદર એક દિવસ નક્કી કર્યો, બધા નો ફેવરિટ 14 ફેબ , velentins day.

એ દિવસો નજીક આવી જ રહ્યા હતા અને કાગડોળે એ દિવસ ની રાહ જીવતી રહી..

13 ફેબ ના દિવસે સવારે 9 વાગ્યે બેલ વાગી અને એક બીજો અતરનગી માણસ દેખાયો એને જોઈ ને કેશવ ખુશમ ખુશ થઈ ગયો. " માધવ , યાર કયા બાત હૈ દોસ્ત , what a pleasent surprise, તું અહીંયા કયા થી? "

"બાર ઉભા ઉભાજ બધું પૂછીશ?" સામે થી માધવ એ કીધું. પછી કેશવ એ અંદર આવા જણાવ્યું સાથેજ ધારા અને માધવ ની ઓળખાણ કરાવી ત્યારે ધારા એ ડિનર પાર્ટી માં માધવ ને પણ જોડાવા ઇનવાઈટ કરી અને માધવ સહર્ષ માની ગયો.

હોલી ડેઇન હોટેલ ના રિઝર્વડ ટેબલ ઉપર ત્રણે જણ બેઠા હતા પણ માત્ર બે જ જણ હતા જેમના ધબકારા ની ગતિ વધી ગઈ હતી. અને એમાં પણ ધારા ની ખાસ કારણકે એણે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. એની એ આવવા ની રાહ પણ જોઈ રહી હતી અને સાથે એ આવયા પછી કેશવ નું રિએક્શન શુ હશે એ તાલાવેલી પણ હતી પણ તેમ છતાં એ ઘબરાતી હતી તેથી એણે washroom તરફ જાવા ઉભી થઇ અને એ તેરફ ચાલવા માંડી .

એને જતા જોઈ ને માધવ એ કેશવ ને જોઈ ને કહ્યું, "ફાઇનલી એ દિવસ આવિજ ગયો જેની તું રાહ જોતો હતો."

"હા , આજે હું મારા મન ની વાત કહીશ અને પ્રપોઝ પણ કરીશ"

"એક મિનિટ , પ્રપોઝ કરીશ એટલે?.. " થોડો હેરાન થઈ ને ," એટલે આ 10 મહિનાઓ માં તે એને આડકતરી રીતે પણ નથી જણાવ્યું કે જણાવવા ની કોશિશ નથી કરી કે તમે બને *પતિ પત્ની* છો..? આજે તમારી ત્રીજી એનિવર્સરી છે??"

*****************************************
આજ થી 12 મહિના પહેલા,

14th ફેબ એ કેશવ અને ધારા બને પોતાની ફેવરિટ પતંગ હોટેલ માં જમવા જાવા માટે કાર લઈ ને નીકળ્યા હતા, આ હોટેલ કામરેજ હાઇવે પર આવા હોવાથી લોન્ગ ડ્રાઈવ અને ફેવરિટ પલેસ પર ડિનર ટ્રીટ થઈ જાય એ હેતુ થી નીકળ્યા હતા.

કામરેજ ટોલનાકુ પસાર થતા માંડ 200 મીટર ગાડી ચાલી હશે ત્યાં સામે ની લેન માં થી આવતી ટ્રક નો બેલેન્સ ખોરવાયો અને ડિવાઈડર ચડી ને બીજી બાજુ આવિ ગઈ પણ કોઈજ reaction નો ટાઈમ ન મળતા ટ્રક કાર સાથે જઇ ને ભટકાણી અને કાર રસ્તા ની કિનારે આવેલા રેલિંગ ને ભટકાઈ ને ચાર પલ્ટી ખાઈ ને નીચે ખાડા માં જતી રહી. સીટ બેલ્ટ બાંધયા નો તો ફાયદો મળ્યો પણ ધારા જે બાજુ બેઠી હતી એજ બાજુ ગાડી પલટાતા કાર નો ઉપરી ખૂણો માથા માં ધસી આવયો અને લોહી ધરા વહેવા માંડી.. એ વખતે ધારા 6 મહિના ની પ્રેગન્ટ હતી.

કેશવ પણ અર્ધમૂર્છિત અવસ્થા માં હતો. આજુ બાજુ ના લોકો એ બને ની મદદ કરતા 108 ને કોલ કરી ને બોલાવી અને મહારાજ હોસ્પિટલ માં દાખલ કર્યા. ધારા ની હાલત ગંભીર જણાતા ડીલીવરી ઈંડ્યુસ કરવા માં આવિ અને તરત જ બાળકી ને NICU માં દાખલ કરી ને સારવાર ચાલવા માંડી.

કેશવ અને ધારા ના મા બાપ ની દુઆ અને હોસ્પિટલ ના ડોકટર્સ અને નર્સ ની ભગીરથ મેહનત થકી બાપ મા અને દિકરી ત્રણે સ્ટેબલ હતા.

2 દિવસ પછી કેશવ હોશ મા આવ્યો ને હવે પૂર્ણ સ્વસ્થ હતો. બાળકી ને 9 મો મહિનો બેસે નહીં ત્યાસ સુધી nicu માં રાખવા ની હતી અને એ પણ સ્ટેબલ હતી , ઈંપ્રૂવ થઈ રહી હતી, અને એના 7 મા દિવસે ધારા જાગી. પણ અર્ધ યાદશક્તિ સાથે. રિટરોગેટ એમનિશિયા સાથે.

ઘટના પહેલા નું એ લગભગ બધુજ ભૂલી ગઈ હતી. માત્ર એને એના માતા પિતા જ યાદ હતા અને એક આછો ઝાંખો ચહેરો પણ એ કોણ છે એ યાદ નહતું આવતું કે ચોખ્ખું નહોતું થતું.

આ જાણી ને સહુ ને આઘાત લાગ્યો પણ કેશવ સ્થિર અને દ્રઢ હતો. એણે દીકરી ની તમામ જવાબદારી બને મા બાપ ને સોંપી ને ધારા ને બધું યાદ અપાવવા માટે નો પ્લાન ઘડ્યો..
એને ભૂતકાળ ની તમામ ઘટના ઓ એમનું પહેલી વાર મળવા થી લઈ લગ્ન અને એક્સિડન્ટ ની રાત સુધી નું રીકરિયેટ કરવાનું નક્કી કર્યું અને ધારા પૂર્ણ રીતે ઠીક થતા પોતાના જ ઘર માં એ છેલ્લા 10 મહિના થી પી જી તરીકે રહેતો હતો અને પહેલા ની જેમ જ એ ધારા ના મન માં પ્રેમ વીકસાવવા માંગતો હતો અને એમાં એ લગભગ સફળ થઈ ચૂક્યો હતો.

*****************************************

ધારા washroom માં થી બહાર આવિ અને કેશવ ને માધવ વચ્ચે સાવ નોર્મલ ડિસ્કશન સ્ટાર્ટ થઈ ગઈ હતી અને ત્યાન્જ "વિલ યુ બી માય વેલેન્ટાઈન કેશુ " નો કેક આવયો અને એ વાંચી ને માધવ ને પણ વિશ્વાસ થઈ ગયો કે કેશવ નો પ્લાન સક્સેસ હતો..

કેક કટિંગ, પ્રપોઝલ, ડિનર પત્યા પછી લોન્ગ ડ્રાઇવ માટે એજ રૂટ પર ગયા જ્યાં એક્સિડન્ટ થયો હતો અને ટોળનાકુ પસાર થતા જ એ રોડ જોતા ધારા ના મગજ માં ભણકારા વાગવા મંડ્યા અને પેટ માં એક ચૂંથારો ઉપડ્યો જાણે અંદર થી બાળકે લાત મારી હોય અને તરત જ બોલી, "લુક આઉટ, ટ્રક..." અને આંખ બંધ થઇ ગઈ, આજે સામે થી કાઈજ નહોતું આવતું.

કેશવ એ ગાડી સાઈડ માં ઉભી રાખી અને તબિયત વિશે પૂછ્યું.. પેટ પર હાથ મુક્તા જવાબ માં સવાલ મળ્યો, "બેબી?? બેબી નું શુ થયું ??

કેશવ એ આશ્ચર્યજનક રીતે પૂછ્યું , "બેબી??"
" હા કેશુ , હું 6 મંથ પ્રેગ્નન્ટ હતી, શુ થયું બેબી નું.?"
જવાબ મળ્યો, "બીજી ધારા છે બેબી, એનું નામ ન્યાસા છે, ગોડેસ ઓફ બ્યુટી, વર્ષ અને એક મહિના ની થઈ ગઈ છે." આંખ માં ખુશી ના આંસુ હતા.

આ સાંભળી ધારા ને બધુજ સમજાઈ ગયું જે છેલ્લા 10 મહિના માં પહેલાજ દિવસ થી જ્યારથી કેશવ પીજી તરીકે આવયો ત્યારથી એને એના તરફ આકર્ષણ કેમ થતું હતું, કેમ એના તરફ થી એક અલગ જ એનર્જી મળતી હતી, કેમ એવું લાગતું હતું કે જો આ વ્યક્તિ મળી જાય તો જીવન પૂર્ણ થઈ જાય.. એ સમજી ગઈ હતી કે એ લવ એટ ફર્સ્ટ સાઇટ કે ઇન્ફેચ્યુંએશન નહોતું.. એ ઈંનર લવ હતો, લવ ફ્રોમ બોટમ ઓફ સોલ હતો.

અને અશ્રુભીની આંખે બને એ પ્રેમ સભર અધર મિલન કર્યું અને બને ના હોઠ પલળી ગયા અને માધવ આ અદભુત સુંદર દ્રશ્ય નો સાક્ષી બની ને આનંદિત થયો..

*****************************************
વાચક મિત્રો, ઉપરોક્ત વાર્તા ની ઘટના, કિરદાર ને અનુલક્ષી ને આપના રેટ અને રીવ્યુ આપશો..