લઘુ કથાઓ - 7 - બુટ પોલિશ Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુ કથાઓ - 7 - બુટ પોલિશ

લઘુકથા 7
"બુટ પોલિશ"

મુંબઇ ના બોરીવલી ટર્મિનસ ના પ્લેટફોર્મ નંબર 3 ઉપર , ક્રોસોવર બ્રિજ ઉતરતા ની સાથે જમણી બાજુ એ સ્થિત વડા પાઉં ની ઠેલા ની પાસે , પિલર ની નીચે એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો 29 વર્ષીય યુવાન બુટ પોલિશ નો સમાન લઇ ને બેઠો હતો અને એના સાદા કી પેડ વાળા ફોન માં જોર જોર થી મ્યુઝિક વાગતું જેમાં એક અવાજ સંભળાતો, " ઓઇલ બુટ પોલિશ, બ્લેક , બ્રાઉન કલર મેં ઓઇલ બુટ પોલિશ, સિર્ફ10 રૂપે મેં , આપકે જુતો કી ક્વોલિટી સુધરે, ઓઇલ બુટ પોલિશ"..

આ અવાજ સતત બીઝી અને શોર બકોર વાળા બોરીવલી સ્ટેશન પર દબાઈ જરૂર જતો પણ કંઈ પણ પડતો હતો. વધુ માં ત્યાંથી પસાર થનાર લોકો ના ધ્યાને આ અવાજ પડતા બુટ પોલિશ વાળા યુવાન ઉપર પણ ધ્યાન પડતું. અને એમાં પણ ઓઇલ બુટપોલિશ થોડું નવું લાગતું. એટલે ઓફિસે જતા યુવાનો કુતુહલ વશ એકાદ વાર બુટપોલિશ કરાવતા અને એમને હકીકતે એમના બુટ ની ચમક અલગ જ રહેતી જેના થી કોર્પોરેટ ફર્મ માં કામ કરતા યુવાનો માં બુટ ચમકતા રાખવા નો જાને શોખ થઈ ગયો હતો. .

સાંજે 6 વાગ્યે પોતાનો સામગ્રી વાળો નાનો થેલો ઉપાડી એ યુવક સ્ટેશન ની બહાર નીકળ્યો , અને પોતાની ચેરી રેડ પલ્સર 250 ની ચાવી પોતાના ખિસ્સા માંથી કાઢી ને ચાવી નાખી, અને સેલ્ફ સ્ટાર્ટ કરી ને એને bike ને રેસ કરી ને ચલાવા માંડ્યો .

20 મિનિટ ની અંતરે એ એક ગવર્મેન્ટ આવાસ ની કોલોની માં પ્રવેશ્યો અને ઘર નંબર 25 ની સામે બાઇક ઉભી રાખી અને હોર્ન મારી. અને ત્યા બીજા 4 યુવાનો પોતાની બાઇક ઉપર આવ્યા. અંદર થી એમ પાતળી સપ્રમાણ દેહ વાળી એક યુવતી બહાર આવી અને બાઇક ની પાસે ઉભી રહી ને હાથ જોડ્યા અને એની સામે ઉભેલ પાંચે યુવાનો એ પોતાના પેન્ટ ના પાછળ ના ખિસ્સા માંથી કુલ મળી ને 100 100 ની 100એમ કુલ 10000 રૂ કાઢ્યા અને હાથ માં આપ્યા અને હાથ જોડી ને કહ્યું" આજ કે દિન કી કમાઈ,કલ ફિર ઈસી વખત આ જાયેંગે. બસ આપ આપના ઓર રઘુ અંકલ કા ધ્યાન રાખનાં".

સામે થી યુવતી એ જવાબ આપ્યો, " આપ ઇતના કર રહે હૈ હે હેમ આપ કા એહસાન જીવન ભર નહીં ચુકા પાયેંગે" પાછો હાથ જોડી ને અભિવાદન કર્યું અને ભીની આંખે ઘર માં પાછી ફરી , એના પગલાં ઘર તરફ જઈ રહ્યા હતા અને એ પોતે ભૂતકાળ તરફ જઈ રહી હતી.

16 વર્ષ પહેલાં (2004)

રઘુ ઉર્ફે રઘુનંદન મિશ્રા ભોપાલ થી મુંબઇ પોતાનું સપનું લઇ ને આવયો હતો કે સારી જગ્યા એ મજૂરી મળી જાય તો ભોપાલ સ્થિત પોતાના ના ઘર નું ભરણ પોષણ વ્યવસ્થિત કરી શકે. એ જાણતો હતો કે મજૂરી માં પણ મુંબઈ માં એટલા રુપિયા તો છે જ કે ભોપાલ નું ઘર આરામ થી ચાલી જાય. એ ભોપાલ ની ચોકીદાર ની નોકરી મૂકી ને અહીં આવ્યો હતો અને એની બચત માં થી 1000 રૂ લઇ આવ્યો હતો. મુંબઇ માં મોટી નોકરી મળવી અઘરી છે પણ લેબર વર્ક આરામ થી મળી જાય છે એની એને જાણ હતી તેથીજ એણે અલગ અલગ કોન્ટ્રાકટર ના ઓટલા ઘસવા ના ચાલુ કર્યા અને પરિણામે 7 દિવસની મેહનત પછી હાઉસકીપિંગ, સ્વિપર વર્કિંગ માટે ના કોન્ટ્રાકટર સાથે મેળ પડી ગયો જે ગુજરાતી હતો. બને અખંડ મેહનત માં માનનારા છે એ પહેલી મુલાકાત થીજ ખબર પડી ગઈ અને રમણિક પટેલ એ એને પોતાના કોન્ટ્રાકટ કમ્પની માં સફાઈ કામદાર તરીકે રાખી લીધો. રોજ ના 150 રૂ.એ. અને જો 10 કલાક થી ઉપર કરે તો દર કલાક ના 10રૂ બીજા દેવા ના લિખિત વાયદે રામણિક ભાઈ એ રઘુ ને રાખી લીધો.
.રઘુ ખુશી ખુશી જોડાઈ અને મેહનત માં જોડાઈ ગયો.
.રોજ ના 18 18 કલાક કામ કરી કરી ને રોજ ના 210 રૂ ની આસ પાસ કમાતો અને એમાં થી ખાવા પીવાના બંધિત 80 રૂ કાઢતો બાકી ના ઘર માટે સાચવતો. 6મહિના સુધી આમ સરસ કામ ચાલ્યું અને 7માં મહિને વિધિ ની દિશા બદલાઈ ગઈ.

રામણિક ભાઈ નો એક્સિડન્ટ થતા એ ઓન્ધસ્પોટ ગુજરી ગયા અને બધા મજૂરો ની નોકરી વિખેરાઈ ગઈ . પણ રઘુ એ આ 6 મહિના દરમીયાન બીજો નાનકડો પણ સારો ધંધો ગોતી લીધો હતો.

એ જે સોસાયટી નું કામ જોતો એ 3 સોસાયટી ના દરેક ઘર મળી ને કુલ 38 ઘર માં એના કામ ના ખૂબ વખાણ થતા હોવા થી એને બાંધેલ કામ લઇ લીધું અને મહીને 400 રૂ તમામ ઘર ની સાફસફાઈ માટે જોડાઈ ગયો.આમ રામણિક ભાઈ ની વિદાય રઘુ માટે "બ્લેસિંગ ઈન ડિસગાઈઝ" સાબિત થઈ.
રામણિક ભાઈ ની અંદર કામ કરતા જે રઘુ મહિને 6000 કમાતો એ હવે લગભગ 15000 કમાવા માંડ્યો હતો.

એને દર રવિ વારે તમામ ઘર માં એક દિવસીય રજા ની માગણી કરી અને એમાં બધા ની સહેમતી મળી.
રોજ રવિવારે એ મુંબઇ જોવા નીકળી પડતો અને એની માટે એ લોકલ ટ્રેન નો ઉપયોગ કરતો અને એમ કરતા એને રવિવારે પાર્ટ ટાઈમ બિઝનેસ જડી ગયો, "બુટપોલિશ" નો .

શરૂઆત ના 3 એક મહિના ના રવિવારે એને થોડી તકલીફ પડી કામ મળતા, કમાતા પણ એમાં એક રવિવારે એના નસીબ નો રવિ ચળકયો.

બોરીવલી ના ક્રોસોવર બ્રિજ થી ઉતરતો કૂટડો છોકરો પોતાના એક ફનકશનમાં જાવા માટે ઉતરતો હતો અને નીચે જોતા જોતા ફટાફટ ઉતરતો હતો. ત્યાં એનું ધ્યાન એના બૂટ પર પડ્યું અને ખીજ થી બોલ્યો " shit , બૂટ પોલિશ કરવાના રહી ગયા "અને આ અવાજ રઘુ સાંભળી ગયો અને એને પાસે બોલાવી ને કહ્યું "બુટ પોલિશ કરવાયેગા? ટેનશન ના લે , એક ધેલા નહીં લૂંગા તેરે સે , એક દમ ફ્રી" . આનંદિત ચેહરે એ છોકરા એ પોતાના બને પગ એક પછી એક પોલિશ સ્ટેન્ડ પર મુક્યાં અને રઘુ એ પોતાની વિવેક બુદ્ધિ થી વિકસાવેલ ટેકનિક "ઓઇલ બુટ પોલિશ" એને કરી આપી. છોકરો આનંદિત થઇ ને દોડતો જતો હતો ત્યાં પૂછ્યું " અરે તેરા નામ તો બતા જ બેટા" સામે થી દોડતા અવાજ આવ્યો "વિવેક દેસાઈ, કલ મિલતા હું". સામે થી જવાબ આવ્યો "કલ નહીં અબ અગલે ઇતવાર". અને હસી પડ્યો

આ ક્રમ લગભગ વરસ ચાલ્યો.

એ છોકરો માત્ર ને માત્ર રવિ વારે રઘુ પાસે પોલિશ કરાવા માટે આવતો. રઘુ પૂછે તો કહે "બસ, આપકી પોલિશ બહુત જોરદાર હૈ. તીન દિન તક ધૂળ તક નહીં ચડતી ફિર આપકી પોલિશ જેસી કોઈ ઓર કરતા હી નહીં. લત લગ ગઈ હૈ" અને બને ખડખડાટ હસવા માંડે.

પછી 8 મહિના સુધી રઘુ કોઈ રવિવાર દેખાયો નહીં એટલે વિવેક એ માની લીધું કે પાછો ક્યાંક જતો રહ્યો હશે . એવખતે માત્ર 14 વર્ષ ની ઉંમર માં એ એટલું તો સમજતો હતો કે કોઈ પણ બાહ્ય સંબંધ પરમેનન્ટ નથી હોતાં.

પણ બીજા જ મહિને સોમવારે સ્કૂલ જતા એજ બ્રિજ ની પાસેના પિલર પાસે રઘુ દેખાયો અને જોઈ ને ખુશ થતા એને પૂછ્યું" કહા ગાયબ હો ગયે થે"? "શાદી બનાયિ હૈ તો થોડા સમય ઘરવાલી કે સાથ રેહના ભી તો પડેગા ના ,ઓર અબ યહા લેકે આયા હું મુંબઇ" જવાબ માં રઘુ એ કીધું.

તરત જ વિવેક એ પોતાના બને પગ એક પછી એક પોલિશ સ્ટેન્ડ પર મુખ્ય અને ખુશી ખુશી આ વખતે પોલીશ ના 5 રૂ આપી ને નીકળ્યો અને કહ્યું "આજ સોમવાર કો ભી બેઠે હૈ ઇસલિયે યહી પરમેનન્ટ હો ગયા લાગતા હૈ" આ સાંભળી ને રઘુ ને થયું " બડે શહેર કે બચે જલ્દી સમજદાર હો જાતે હૈ".

પછી રોજ નો ક્રમ ચાલતો રહ્યો બીજું એક વર્ષ. અને એક તારીખ એ આખો ક્રમ બદલી નાખ્યો.

11/7/2006:

બોરીવલી સ્ટેશન પર આખા દિવસ નું કામ કરી ને પોતાની થેલી ભરી રહ્યો હતો ત્યારે સાંજ ના 6:22 થયા હતા અને હજુ એ બધું ગોઠવી ને પોતાની કમાણી ગણી ને જઈ જ રહ્યો હતો ત્યાં પસાર થતી ટ્રેન માં ધડાકાઓ થયો .. "ભૂમ"... આંખ ના પલકારા મા સ્ટેશન કાટમાળ માં ફરી ગયું અને એમાં ધરબાઈ ગયો રઘુ અને ધરબાઈ ગયા તમામ એના સપના..

આ વાત ની જાણકારી મળતા વિવેક તુટી પડ્યો. એનું ભણવા માં ધ્યાન નહતું જાતું પણ તેમ છતાં એને પોતાનું ધ્યાન ભણવા માં પરોવી દીધું પણ સાથે સાથે એને રઘુ ની તબિયત ના ખબર અંતર પૂછ્યા અને જાણવા મળ્યું કે રઘુ બચી તો ગયો પણ એના બને પગ ગુમાવી ચુક્યો હતો. અને તદ્દન પથારી વશ થઈ ગયો હતો. કમાણી નું સાધન ફરી ઘર ની સાફ સફાઈ પર આવી ગઈ હતી અને એ એની પત્ની રાધા કરતી હતી. પણ 7 મહિના ના પેટ સાથે એ બહુ કામ નહોતી કરી શકતી.
.વિવેક ને યાદ આવ્યું કે વાત વાત માં રઘુ એ ક્યાં રહે છે એની જાણ કરી હતી એ જગ્યા ગોતી ને એમના ઘરે પહોંચી ગયો. આ તમામ હાલત ની જાણ થતાં એને રઘુ ને મદદ કરવા નું વિચાર્યું.

એણે રાધા પાસેથી રઘુ ની થેલી લીધી અને હવે રઘુ ની જગ્યા એ રઘુ ની જેમ એને ઓઇલ પોલિશ ચાલુ કરી. દરેક પોલિશ ના ઘસારા સાથે એના મગજ માં એજ વિચાર રહેતો, રઘુ ની નિયતિ આવિજ ધૂળ ન લાગે એવી પોલિશ કરવી. અને એણે પોતાના બીજા ચાર મિત્રો ને આમ મદદ કરવા વિનંતી કરી અને મનાવી લીધા અને પોત પોતાના વાલી ઓ ને પણ. દરેક ના પરેન્ટ્સ પણ આ હ્યુમેંનિટેરિયન વર્ક માટે હા પાડી.

2021:

આજે 15 વર્ષો પછી પણ આ મદદ ચાલતી જ આવે છે.

રઘુ અને રાધા ને એના પાંચ પાંડવો દર શનિ રવિ વાર ની "ઓઇલ બુટપોલિશ" કમાણી એક પણ પૈસા ની ચોરાઈ વગર 15 વર્ષો થી અવિરત આપી રહ્યા છે. અને 15 વર્ષો પછી વિવેક એક વાત સમજી ગયો , દરેક સંબંધ પરમેનન્ટ હોય છે તમે કઇ રીતે રાખો છો એના ઉપર નિર્ભર છે

****************************************
વાચક મિત્રો, ઉપરોક્ત વાર્તા ની ઘટના, કિરદાર ને અનુલક્ષી ને આપના રેટ અને રીવ્યુ આપશો..