લઘુકથા 3: પિતા.
17 વર્ષ ની કંચન સ્કુલે જવા માટે રેડી થઈ રહી હતી. યુનિફોર્મ પહેરી ને વાળ કોમ્બ કરી હતી. એ અરીસા માં પોતાને નિહાળી રહી હતી. પછી તરત જ એણે એ ડ્રેસિંગ ટેબલ પર મુકેલી એની મમ્મી નો ફોટો જોયો અને એજોઈ ને હરખાઈ ગઈ અને વિચારવા માંડી " હું બિલકુલ મારી મમ્મી જેવીજ લાગુ છું. હું પણ મારી મમ્મી જેવીજ બ્યુટીફૂલ લાગુ છુ" એમ વિચારતા એને એની મમ્મી ની ફોટો લઈ ને ચૂમ્યો. અને ફોટા માં મમ્મી ને જોઈ ને કહ્યું" થેન્ક યુ એન્ડ આઈ લવ યુ".
પછી એણે પોતાની બેગ લીધી અને પોતાની સ્કુલ "સેન્ટ થોમસ હાયર સેકન્ડરી સ્કૂલ" તરફ જાવા માટે નીકળી. ઘર ની બહાર નીકળતા જ સ્કૂલ બસ આવી પહોંચી અને એમાં એ ચડી ને બેસી ગઈ.
બસ માં બારી પાસે બેઠી બેઠી બહાર માં શહેરી દ્રશ્યો નિહાળતા નિહાળતા એ ખુલી આંખે ભૂતકાળ માં ગરકાવ થઈ ગઈ.
*****************************************
3 મહિના પહેલા:
દિવાળી ના વેકેશન માં કંચન અને એની મધર પંચગીની જતા હોય છે અને આ વખતે પણ એ લોકો એ પંચગીની નો જ પ્લાન કર્યો હતો પણ કંચન ની ઈચ્છા આ વખતે સિમલા મનાલી અથવા સિક્કિમ બાજુ ફરવા જાવા ની હતી પણ કંચન ની મા સુહાની એ કહી દીધું કે દિવાળી તો પંચગીની માં જ થશે. કારણ.. કંચન ને આજ સુધી નહતો સમજાયું. અને વધારે પળોજણ માં પડવા કરતા પંચગીની પસંદગી પર મહોર મારી દીધી..
પંચગીની ની હોટેલ Blue sky માં એ લોકો એ દર વખત ની જેમ 25 નંબર રૂમ બુક કરાવ્યો 5 દિવસો માટે. અને દર વખતે ની જેમ કંચન એ કહ્યું કે " અહીં ની માર્કેટ મને ખુબ જ પસંદ છે એટલે હું ત્યાં જાઉં છું અને હા dont worry ખોટી ખરીદીઓ નહીં કરું. " એમ કહી ને એ માર્કેટ માટે નીકળી ગઇ..
એકાદ કલાક પછી કંચન હોટેલ પરત ફરી અને સીધી પોતાના રૂમ તરફ ગઈ અને જોયું કે રૂમ લોક હતો , "મતલબ મમ્મી ક્યાંક ગઈ હશે" એમ વિચારી ને કાઉન્ટર ઉપર ગઈ અને 25 નમ્બરના રૂમ ની extra ચાવી માંગી , ચાવી લઇ ને એ રૂમ માં પ્રવેશી અને માર્કેટ માં થી લીધેલી પરચુરણ વસ્તુ એને ટેબલ પર મૂકી ને બેડ તરફ આવી રહી હતી ત્યારે એની નજર માં કાંઈક નવીન વસ્તુ આવી. રૂમ માં એન્ટર થતા જ સામે ની બાજુ એ કાચ ની મોટી દીવાલ સાઈઝ ની સ્લાઇડર વિન્ડો હતી અને એમાં થઈ બહાર હોટેલ ના પાછલા ભાગ માં મોટું ગાર્ડન હતું એમાં એની મમ્મી સુહાની ને કોઈક અજનબી માણસ સાથે બેઠેલી જોઈ ને એને થોડુંક વિચિત્ર અને બહુજ ગુસ્સો આવ્યો.
ગુસ્સા નું કારણ હતું કે એની મા અને એની નાની એ એને કહ્યું હતું કે એના ( કંચનના ) જન્મ ના ત્રીજા જ મહીને એના ફાધર મોહનીશ નું એક્સિડન્ટ માં મૃત્યુ થઈ ગયું હતું ,એ ઘટના ને 17 વર્ષ વીતી ચુક્યા હતા પણ તેમ છતાં એ એમજ માનતી હતી કે એની માં માત્ર એના પિતા ની જ છે. મારા ખાતર પણ બીજા કોઈ પુરુષ સાથે સંબંધ રાખવા ની જરૂર નથી.
કારણકે એને એની મા ને પોતાની માટે બધુજ કરતા જોઈ હતી , એ સર્વે સર્વા હતી અને ક્યારેક એને મનોમન એમ લાગતું પણ ખરું કે કદાચ પાપા જીવતા હોત તો એ મમ્મી જેવૉજ ખ્યાલ રાખત..
એટલેજ એ ગુસ્સે થઈ ને લગભગ વિફરી હતી અને ત્યાન્જ સુહાની ગાર્ડન થી રૂમ તરફ આવી અને બહાર થીજ કંચન ના આશ્ચર્ય વચ્ચે સ્લાઇડર વિન્ડો કે ડોર ને બહાર તરફ થી અનલોક કરી ને ખોલી ને રૂમ માં આવી અને કંચન ને તરત જ સમજાઈ ગયું કે કેમ આજે રૂમ બહાર થી લોક હતો અને આજ સુધી મને આ ગ્લાસ ડોર છે એ જાણ કેમ ના થઈ..
કંચન તરત જ ગુસ્સા માં આવી ને સુહાની તરફ ધસી આવી અને એ મા છે ભૂલી જતા સીધો કંચન નો હાથ મમ્મી ના બાવડા ઉપર પડ્યો અને એને હલબલાવી મૂકી અને આજ દિન સુધી જેને પોતાના પિતાને અપાર પ્રેમ કરનાર સમજતી હતી એ હવે દગાબાજ લાગવા માંડી.
આંસુ ભરી આંખે એ સુહાની ને જેમ તેમ બોલવા માંડી, ક્યાંક ને ક્યાંક પોતાના ના પપ્પા ના પ્રેમ માં અને એની સાથે આવી મૃત્યુપ્રણાત આવી દગાબાજી ન સહન કરી શકતા એ પોતાની ભાષા ચુકી ગઈ અને એલફેલ બોલવા માંડી.
સુહાની કાઈજ ન બોલી. એક અસહનીય મૌન ધારણ કરી રાખ્યું.
કંચન ની આંખો માં આશ્વર્ય અને પ્રશ્નો જોઈ ને સુહાની શાંત નજરે જોતા જોતા બાથરૂમ તરફ ગઈ અને બાથરૂમ બંધ કરી દીધો.
તરત જ કંચન ને કાંઈક અણગમતા વિચારો આવ્યા અને "સોરી મમ્મી ,પ્લીઝ આઈ એમ સોરી , હું કોઈ ગુસ્સો નહીં કરું પાકું, તું કાઈ ઊંધું ચતુ ના કરતી પ્લીઝ મમ્મી પ્લીઝ દરવાજો ખોલ" આટલું બોલતી હતી ત્યાન્જ બાથરૂમ ના દરવાજા ના ખોલવાનો અવાજ આવ્યો અને તરત જ એને હાશ કરો થયો, બારણું ખુલ્યું કે તરત જ જોયા વગર એ મમ્મી ને વળગી ગઈ પણ અમુક સેકન્ડ ના અવકાશ બાદ એને સત્ય ની જાણ થઈ.
એ સુહાની નહોતી,... એ મોહનીશ હતો..
આ જોઈ ને કંચન અફાટ આશ્ચર્ય માં ગરકાવ થઈ ગઈ એનું મગજ ભમવા માંડ્યું અને એ લગભગ બેભાન જેવી થઈ ગઈ ત્યાન્જ મોહનીશ એ એને સાચવી ને બેડ પર બેસાડી, બેડ ની બાજુ માં મુકેલ પાણી ની બોટલ આપી , કંચન પાણી પીતી હતી ત્યાન્જ પેલો અજાણ્યો ભાઈ જેને હમણાં થોડી વાર પહેલા જ જોયો હતો સૂહાની(મોહનીશ) ની સાથે એને ગ્લાસ ડોર માંથી પ્રવેશતા જોયો..
એની તરફ ઈશારો કરતા મોહનીશ એ કહ્યું" આ ડોકટર અભિનવ રાજ્યગુરુ છે. કોસ્મેટિક સર્જન" ..
વિસફારીત નજરે કંચન જોતી રહી.
*****************************************
17 વર્ષ પહેલાં:
સુહાની ને લેબર પેઇન ચાલુ થઈ ચૂક્યું હતું અને અમદાવાદ ની " આરોગ્યમ હોસ્પિટલ" ના ડિલિવરી રૂમ માં ખસેડવા માં આવી હતી.
લેબર પેઇન માટે એને બોટલસ અને ઇન્જેક્શનસ દેવા પડ્યા હતા અને એ પહેલાં એને બે દિવસ અગાઉ 3 યુનિટ બ્લડ ચડાવવું પડ્યું હતું કારણ કે એનું હિમોગ્લોબીન માત્ર 5 ગ્રામ જ હતું. એને થેલેસેમિયા માઇનર હતું .
આ બધી ચિંતા માં ને ચિંતા માં મોહનીશ બહાર કોરિડોર માં આંટા મારતો હતો. 45 મિનિટ ના અંતરાલ પછી એક સાથે સારા અને માઠા બને સમાચાર આવ્યા..
દીકરી નો જન્મ થયો હતો , તે પૂર્ણ રીતે સ્વસ્થ હતી.
પણ મા , સુહાની એ પોતાની આંખો માં પોતાની દીકરી ની પહેલી અને એક માત્ર છબી સેવી ને આંખો હંમેશા બંધ કરી દીધી.
જોકે મોહનીશ થેલેસિમિક નહોતો અને તેથી કુદરતે એક વસ્તુ છીનવી પણ બીજી સલામત વસ્તુ આપી એમ દીકરી નિરોગી જન્મી હતી.
નવજાત દીકરી ને ખોળા માં લઇ ને મોહનીશ પોતાની સુહાની ની શ્વાસરહિત કાયા પાસે લગભગ અર્ધો કલાક બેઠો. અને એને મનોમન એક નિર્ણય લીધો..
એની દીકરી માટે, સુહાની અને પોતાના પ્રેમ ના પ્રતીક સ્વરૂપ એના મન મા વસેલી તામ્ર વર્ણી "કંચન"માટે એક ક્રાંતિકારી નિર્ણય લઈ ચુક્યો હતો..
*****************************************
સુહાની ના અંત્યેષ્ટિ ના 17 માં દિવસે એ ડો રાજ્યગુરુ પાસે પંચગીની પહોંચ્યો, એ એનો કોલેજ ફ્રેન્ડ હતો. એક કોલેજ ની અલગ અલગ શાખા માં ભણતા બે વિદ્યાર્થી ઓ વચ્ચે થતી અલૌકિક મિત્રતા નું ઉત્તમ ઉદાહરણ હતા બને.
એને પોતાનો વિચાર અને નિર્ણય રાજ્યગુરુ ને બતાવ્યો. પહેલા તો રાજ્યગુરુ એ અસમતી દર્શાવતા કહ્યું," થોડોક સમય રાહ જોઈ લે, પછી જોઈએ તો બીજા લગ્ન કરી લેજે. આમ ઊંધા કાન પકડવા ની શુ જરૂર છે યાર?"
" વાત કાન પકડવા ની નથી , વાત છે સમાજ માં ફેસ ઓફ સિમ્પથી બનવા ની અને એ પણ મારી નહીં કંચન માટે. આજ કાલ માત્ર ને માત્ર એક નાની બાળકી ને ઉછેરવા હેતુ કોઈ છોકરી લગ્ન કરવા તૈયાર ન થાય અને કદાચ થાય પછી પણ ધાર્યું ઉછેર ના કરી શકે તો શું કામ નું. હું સુહાની ને આત્મા થી જાણું છું. એ કોઈજ કચાશ ના રાખત અને હું પણ નહીજ રાખું. જો અભી.. એક વાત સ્પષ્ટ છે, જે પ્રેમ સુહાનિ આપી શકત એ કોઈ બીજી છોકરી નહી આપી શકે. એટલેજ મેં આ નિર્ણય લીધો છે. બાપ વગર નું સંતાન કેહવડાવ માં કોઈ વધારે પ્રોબ્લેમ ના હોય શકે પણ માં વગર નું સંતાન તો હું મારી દિકરી ને નહિજ કહેવડાવા દઉં. નહીં અભી .. નો.."
શાંતિ થી અભિનવે મોહનીશ ની આંખ માં જોયુ, એ મન મનાવી ચુક્યો હતો તેમ છતાં એને ફરજ માની ને એક વાત કહી " જો. મને ખબર છે કે તું આ કેમ કરવા માંગે છે, તારો હેતુ પણ સરસ છે, પણ જો ક્યારેક કોઈક વખત કંચન ને જાણ થઈ સત્ય ની તો?"
"એ 'તો' નો જ જવાબ લેવા આવ્યો છું. જો મેં ઘણી તપાસ કરી છે કે કોઈક પ્રકાર ની સર્જરી અને હોર્મોનલ થેરેપી થી આ શક્યતા છે પણ ક્યારેક જો કંચન આ સત્ય જાણી જાય તો શું હું ફરી પાછો અત્યારે છું એવો થઈ શકું?" સામે મોહનીશ એ પ્રશ્ન કર્યો.
" જો અત્યારે તું આ ટ્રીટમેન્ટ્સ થી સુહાની બની શકે તો why not? એ મારા ઉપર છીડી દે. દોસ્ત મને ગર્વ છે તારા પર." અભિનવ એ કહ્યું..
" બસ અભી તારા આજ સપોર્ટિવ શબ્દો ની જરૂર હતી. કંચન ને સુહાની કરતા વધુ કોઈજ ના ઓળખી શકત, ન સમજી કે ના સમજાવી શકત, પણ સુહાની મારી આત્મા નો અભિન્ન અંગ છે, એટલે હવે મારા થકી,માં દ્વારા અને મારા માં થી સુહાની કંચન ને મોટી કરશે. હવે કંચન ને ખબર ન પડે ત્યાં સુધી એની માટે એની માં સુહાની જીવિત છે અને આજ થી 17 દિવસ પહેલા 11-7-2003 ના રોજ મોહનીશ પ્રવીણભાઈ ગજ્જર ની અંત્યેષ્ટિ થઈ ચૂકી છે."
*****************************************
પંચગીની ની બ્લુ સ્કાય હોટેલ ના 25નંબર ના રૂમ માં છ આંખો ભીની હતી અને એમાં કંચન ની નીલમ જેવી આંખો માં થી વરસાદ થઈ રહ્યો હતો.
એ વરસાદ ખુશી નો, રંજ નો, ગર્વ નો,પ્રેમ નો , સંતુષ્ટિ નો પંચતત્વ નો બન્યો હતો. અને એ તરત જ એના પપ્પા ને જઇ ને ભેટી પડી અને એમના બાહુપાશ માં ઓગળી ગઈ.
*****************************************
બસ માં બારી પાસે બેઠા બેઠા ખૂલી આંખે આખો ભૂતકાળ ફિલ્મ ની જેમ તરી આવ્યો અને ત્યાન્જ બસ એ સ્કૂલ ના કમ્પોઉન્ડ માં પ્રવેશી ને પાર્ક કરતા પહેલા હોર્ન મારી અને એ હોર્ન થી કંચન વર્તમાન માં આવી ગઈ.
બસ માં થી ઉતરી અને ગેટ તરફ જઈ રહી હતી અને ત્યાન્જ એનો ફોન વાગ્યો, અને બેગ માં થી ફોન કાઢી અને તરત જ વાત કરી " યસ મોમ , જસ્ટ પહોંચી ગઈ સ્કૂલે , સાંજે નિકળીશ એટલે ફોન કરી દઈશ, લવ યુ, બાય".
" લવ યુ , બાય' કહી ને સામે છેડે થી મોહનીશ એ પોતાનો ફોન કટ કર્યો અને લેપટોપ તરફ ફરી ને પોતાનું કામ કરવા માંડ્યો..
*****************************************
પ્રિય વાચક મિત્રો, વાર્તા , એના કિરદાર અને એમની સંવેદના ઓ ને તાક પાર રાખી ને આ વાર્તા ને રીવ્યુ કરશો.