નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 05 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 05

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 04 માં આપણે જોયું કે ૫રિતાની માસીનું દેહાવસાન થઈ ગયું. સૌ ગમગીન બન્યા. પરિતાને આઘાત વધુ લાગ્યો. અંતિમવિધિ વિધિવત પૂરી થઈ. પ્રથમ સત્રાંત કસોટી પણ આવી અને કાર્યક્રમ પણ આવી ગયો. સૌ પરીક્ષામાં તૈયારીમાં લાગી ગયા. પરીક્ષા પૂરી થતાં જ નવરાત્રી 04 ઑકટોબર અને મંગળવારથી શરૂ થશે.જોઈએ શું થાય છે !
તો આપણે આગળ વધીએ સોપાન 05 પર.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05

પરીક્ષાઓ પૂરી થતાં જ સૌએ હાશકારો લીધો. આજે તો શાળામાં રજા રાખવામાં આવેલી હતી તેથી સૌ મોડા ઊઠ્યા. આ તબક્કે એક વાતન જણાવી દઉ કે પરીક્ષા દરમિયાન પરિતાના પપ્પા રવિન્દ્રભાઈએ હરસુખભાઈની બાજુવાળો 402 નંબરનો ખાલી પડેલ ફ્લેટ ₹ 55,00,000/- માં ખરીદી લીધો હતો. આથી હર્ષ અને હરિતાનો પરિવાર ઘણો રાજી થાયા. કાલે તો નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી સવારે નવા ઘરમાં કુંભ મૂકશે અને દશેરાને દિવસે રહેવા આવશે.
પરિતાના પપ્પા કામરેજ રોડ પર આવેલ અંજલી પ્રિન્ટીંગ ઍન્ડ ડાઈંગ મિલમાં પ્રિન્ટીંગ માસ્તર છે. તેની મમ્મી સોનલબહેન 12 ધોરણ પાસ છે. તેમને માત્ર બે દીકરીઓ જ છે. જેમાં મોટી પરિતા ધોરણ 10 અને નાની કવિતા ધોરણ 04માં અભ્યાસ કરે છે. સુખી ઘરનો સુખે જીવન માણતો આ સૌમ્ય પરિવાર છે.
પરિતા લગભગ દસેક વાગે હરિતાના ઘેર આવી પહોંચી. આવતી કાલના પહેલા નોરતાની તૈયારી માટે. તેઓ બંન્ને નવરાત્રીના આ નવે નવ દિવસ કેવા ડ્રેસ પહેરવો, તે ડ્રેસ અનુસાર પસંદગીનું મૅચિંગ, પાર્લર જવાનું વગેરે બાબતની વાતો કરી રહ્યાં છે. તેઓએ વિચાર્યું કે હર્ષ તો રહ્યો વિજ્ઞાનનો વિદ્યાર્થી એટલે આ નવરાત્રી ખેલવા ના પણ આવે એટલે તેઓ પોતાની આ વાત તેને જણવવાનું વિચરતાં પણ નથી.
જો કે હર્ષેને નવરાત્રી રમવાનો શોખ છે એવું તેની મમ્મીએ સરસ્વતીબહેનને વાત કરી હતી જે હરિતાએ
સાંભળી હતી. તેના દિલમાં પણ ઊંડે ઊંડે એવું ફિલ થાય છે કે હર્ષ સાથે હોય તો નવરાત્રી રમવાની મજા કંઈક અનેરી જ આવે. પણ પરિતાને તે પોતાના મનનો ભાવ-લાગણી જણાવા દેતી નથી. અહીં તો પરિતાના દિલમાં પણ એક ગજબનો દ્વંદ્વ ચાલે છે. પરંતું તેના દિલમાં તો માત્ર એવો ભાવ છે કે જો હર્ષ આપણી સાથે હોય તો રાતે મોડા સુધી ગરબા રમી શકાય અને આપણી સલામતી પણ રહે.
બંને સખીઓએ સાંજે ચૌટામાં જવાનું નક્કી કરી લીધું પરિતા સાંજે આવવાનું જણાવી પોતાના ઘરે જવા રવાના થઈ. જમી પરવારીને હરિતા તેના રૂમમાં ગઈ. ત સૂવા પ્રયત્ન કરતી રહી પણ તે નિરર્થક રહ્યો. તેના દિલમાં સતત હર્ષની સૌમ્ય મૂર્તિ કોઈક અનેરા ભાવ સાથે રમી રહી હતી. વળી વળીને પણ તે તેના માનસપટ પર તેનું વર્ચસ્વ જમાવી રહી હતી. તે એક અનોખી પીડા સહી તો સહી રહી છે પણ તેને આ સમજમાં નથી આવતું કે શું થઈ રહ્યું છે!
આમ જ મનમાં કંઈક વિચારીને હરિતા સામે આવેલા ફ્લેટ નંબર 404માં હર્ષના ફ્લેટ તરફ ધીમે પગલે જાય છે. તેણે જોયું કે હોલમાં સોફા પર હર્ષનાં મમ્મી ચેતનાબહેન પરીક્ષાનાં ઉત્તરપત્રોની ચકાસણી કરી રહ્યાં છે. તે જારી ખોલી સીધી તેમની પાસે જાય છે. તેઓ ગુજરાતી ધોરણ 8નાં ઉત્તપત્રો ચકાસી રહ્યાં હતાં. હરિતા તેમને ગુણ ગણવામાં તેમજ સરવાળા કરવામાં મદદ કરે છે. સાથે સાથે તેઓ બંને નવરાત્રી ની વાતો પણ કરે છે.
હરિતાના મનમાં હજુ પણ એક જ રટણ રમે છે હર્ષનું. તે બેઠી બેઠી વિચાર કરે છે હર્ષ ઘરમાં હશે કે નહિ ? ટ્યુશન ગયો હશે ? તે તેના મનોમંથનમાં જ વિહરે કરે છે. ત્યાં તો ચેતનાબહેન હરિતાને કહે છે, "ચાલ હરિતા, આપણે ચા બનાવીને પીએ. તે દિવસે હર્ષે કહ્યું હતું કે તું સરસ ચા બનાવે છે. એમ કર, તું જ ત્રણ કપ ચા બનાવ." ત્યારે હરિતાના મનમાં થાય છે કે અહીં છીએ તો અમે બે જ જણ, તો ચાના ત્રણ કપ કેમ ? પરંતુ તે મનની મથામણને દૂર રાખી દિલથી ચા બનાવે છે.
ચા તૈયાર થઈ એટેલે એ ... 'ચેતનામાસી' એવી ધીમેથી બૂમ પાડે છે. ત્યાં તો હરિતાનો આ અવાજ સાંભળીને હર્ષ તેના રૂમમાંથી બહાર હરિતા પાસે આવ્યો અને બોલ્યો "આજે ચામાં ખાંડ નહીં સાકર ભળી હશે." પણ એટલામાં ચેતનાબહેન ત્યાં આવી ગયાં. ત્રણેય ડાઈનીંગ ટેબલ પર બેસી મધુર ચાની લિજ્જત માણે છે. હર્ષ સાથે નવરાત્રીની વાત થતાં તે તેની મમ્મીને આનાકાની કરે છે. ત્યારે ચેતનાબહેન તેને સમજાવે છે કે, તું સાથે હોય તો એમને કોઈ ડર ના રહે અને તમે ભેગા મળી ગરબે રમી શકો. તને જે ગમે તે ડ્રેસ તું ભાડે લઈ આવજે. હું તારા પપ્પાને વાત કરું છું. આવી વાતથી હર્ષ મનમાં ખુશ થાય છે.
ચેતનાબહેન મોબાઈલ લઈને હરેશભાઈને ફોન કરે છે. નવરાત્રી રમવા "પાટીદાર રમઝટ"ના હરિતા, હર્ષ અને પરિતા માટે નવ દિવસના પાસ લાવવાનું કહે છે. આ વાતથી હરિતાના દિલે તો જાણે અષાઢી મોર ટહૂક્યો હોવાના આનંદની અનુભૂતિ થાય છે અને તેની અપાર ખુશી અનુભવે છે, પરંતુ આ ખુશી તે તેના ચહેરા પર વ્યક્ત થવા દેતી નથી.
થોડીવાર પછી હરેશભાઈનો ફોન આવે છે અને જણાવે છે કે પ્રથમ દિવસના ફ્રી પાસ મને આપણા ત્રણેય પરિવારના નામે મળ્યા છે એટલે કાલે ટી. બી. હૉસ્પિટલ ગ્રાઉન્ડમાં "પાટીદાર રમઝટ"ના ઉદઘાટનમાં હાજર રહેવાનું છે. આ વાત ચેતનાબહેન હરિતાનાં મમ્મી સરસ્વતીબહેનને જણાવે છે. સરસ્વતીબહેન ફોન કરીને પરિતાની મમ્મી સોનલબહેનને આ વાતની જણ કરે છે. બધા ઘણાજ આનંદમાં છે અને તેમાં પણ હરિતાના દિલમાં તો અંતરમાં તો ઉમળકા ભર્યો આનંદ ઉભરાય છે. તે એક અનેરા આનંદને માણી રહી છે પણ આવું કેમ થાય છે તે સમજી શકતી નથી.
પરિતાનાં મમ્મી પરિતા સાથે હરિતાના ઘરે આવે છે. કાલે કુંભ મૂકવાનો હોવાથી તે ફ્લેટની સફાઈકામ કરવા જ આવ્યાં છે. તે સરસ્વતીબહેન પાસે બેસે છે. પરિતા હરિતાના ઘરમાં બધે ફરી વળે છે પરંતુ તે હરિતાને ઘરમાં ના જોતાં સીધી હર્ષના ફ્લેટમાં જાય છે. હરિતા અહીં ચેતનાબહેન અને હર્ષની સાથે બેઠેલી હતી. પરિતાએ તેનાં મમ્મી પણ સાથે આવ્યાં હોવાની વાત કરે છે એટલે ચેતનાબહેન ઊઠીને સામે હરિતાના ફ્લેટ નંબર 403માં જાય છે.
હવે અહીં આ ત્રિપુટી નવરાત્રીના રળિયામણા નવ દિવસ કેવી રીતે માણવા તેની તૈયારીઓની ચર્ચા આદરે છે. પરિતાને તો હર્ષ નવે નવ દિવસ સાથે જ છે તેમ જાણી તે પણ એક અનેરા આનંદની લાગણી અનુભવી રહી છે. ડ્રેસ લાવવા બાબતમાં હર્ષ બંન્નેને ચૌટામાં નહીં જવા માટે સલાહ આપે છે. તે કહે છે, "બરોડા પ્રિસ્ટેજમાં આવેલી 'શ્રી શિવમ્ વસ્ત્રાલય' અમારા ગણિતના સરના ભાઈની દુકાન છે. ત્યાં જેવા જોઈએ તેવા નવરાત્રી ડ્રેસ ભાડે મળશે. આપણે કાલે બપોર પછી ત્યાં જઈશું."
આમ, હવે હરિતા અને પરિતાએ ચૌટામાં જવાનો
પ્રોગ્રામ કેન્સલ કર્યો. આ પછી એ બંને બહેનો વાતેએ વળગે છે. પણ હર્ષ આવું છું કહી નીચે ગયો. જ્યારે પણ હરિતા હર્ષના ઘરે હોય ત્યારે તેની મનભાવન એવી ડેરી મિલ્ક ચોકલેટ લાવે અને હરિતાને ખવડાવે. આથી જ તે ચોકલેટ લેવા નીચે ગયો. એટલામાં તો તે પાછો પણ આવી ગયો. તે ₹ 30 વાળી બે ચોકલેટ લાવી, બંન્નેને એક એક ચોકલેટ આપે છે. બંને બહેનો ઘણી ખુશી વ્યક્ત કરે છે આ સાથે તેમને નવરાત્રીનો આનંદ તો ખરો જ.
જો કે હર્ષને આ બંન્નેના જેટલી નવરાત્રીની ખુશી નથી. તેને તો કારકિર્દી બનાવવી છે છતાં તે હરિતાને નારાજ જોવા નથી ઈચ્છતો. તે નાનપણથી જ હરિતા કેમ ખુશ રહે એવા જ વિચાર કરતો. આજે પણ તે મિત્રભાવે જ હરિતાને નિહાળી રહ્યો છે. જો કે તેનું દિલ થોડું પરિતા તરફ ઢળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ હરિતાના દિલમાં પણ હર્ષના નામના તાર ઝણઝણાટી કરતા હોય તેવો અણસાર આવે છે. પણ બંનેનામાંથી હજુ સુધી કોઈ પણ એવી હરકત સ્પષ્ટપણે જોવા નથી મળી.
બદલાતો સમય અને મનના ભાવ કાલે એટલે કે ભવિષ્ય કેવો બદલાવ લાવશે એ તો મારા કે તમારા કરતાં આવનારા સમયને જ વધારે ખબર હોય. હાલ આપણે આવા કોઈ બંધન ન બનાવી શકીએ.
બધા અત્યારે વિખરાય છે કાલે મળવાના કૉલ દઈને. હરિતા પરિતાને લઈને એના ફ્લેટમાં જાય છે. જાળી ખાલી બંધ કરી પોતાના રૂમમાં જાય છે. થોડીવાર પછી ચેતનાબહેન ઘેર આવી રસોડામાં જઈ રસોઈ બનાવવામાં વ્યસ્ત થાય છે. હર્ષ તેના પાઠની તૈયારીમાં અનેજોડાય છે.
હરિતાને ધેર હરિતા અને તેનાં મમ્મી રસોડામાં જઈ રસોઈની તૈયારી કરે છે. બીજી બાજુ પરિતા અને તેનાં મમ્મી સફાઈનું કામ પૂર્ણ કરી, ફ્લેટની ચાવી ચાવી હરિતાની મમ્મીને આપી તેમને ઘેર જાય છે.
સૌ પોત પોતાના કામમાંથી વ્યસ્ત બની બીજા દિવસના નવલા પ્રભાતના આગમને માણવા નિરાળા એવા સ્વપ્નમાં નિદ્રાધીન થાય છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ચાલો ત્યારે મારા તરફથી પણ આપ સૌને મીઠા મધુરા સ્વપ્ન ભરી રાત માટે શુભ રાત્રિ. અરે પણ તમે આમ ઉતાવળા ન થાવ. નવરાત્રી તો કાલે જ છે. રાત્રીના 9:30 વાગે ઉદઘાટન થશે પછી "પાટીદાર રમઝટ"માં કદાચ દિલની રમઝટ રમાય. પણ તમે આ રમઝટમાં તમારી રાધારાણીને રમવા મનાવી લેજો, મારું આપ સૌને નવે નવ દિવસ ફ્રી આવવાનું હેતે કરીને નિમંત્રણ, પછી મને ના કહેતા અમે આ વાત જ ભૂલી ગયા ! ચાલો ત્યારે, મળીએ આગળના સોપાને ઘણા ટૂંકા સમયમાં હર નવરાત્રીને નવ દિવસના નવા સોપાને. આપના પ્રતિભાવ આવકાર્ય.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ',
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐