પરાગિની ૨.૦ - ૧૫
રિની પરાગને ભાગીને મેરેજ કરવાનું ના કહે છે પણ રિની પરાગને કહે છે, હું મારા પરીવાર સાથે આવું ના કરી શકુ પણ એક કામ કરીએ... આપણે સિવિલ મેરેજ કરી લઈએ...!
પરાગ- તો સરખુ જ થયુને રિની...!
રિની- હા.. મેરેજ કરીશું પણ કોઈને કહેવાનું નહીં... અને જ્યાં સુધી બધુ ઠીક ના થાય ત્યાં સુધી હું મારા ઘરે જ રહીશ..!
પરાગ- રિની ગમે તે હોય પણ મને તારા વગર નહીં ચાલે... બસ...
રિની- હું થોડો જ સમય માગું છું... મેરેજ કરવા તો કહુ છુ ને તમને... પછી આ ધમાલ શાંત થશે એટલે આપણે બંને દાદા અને દાદીને સમજાવીશું... પ્લીઝ...?
પરાગ- ઠીક છે... તો કાલે જ આપણે મેરેજ કરી લઈએ..! સાક્ષીમાં હું સમર અને માનવને લઈ આવીશ..!
રિની- હું એશા અને નિશાને...!
પરાગ- ઓકે...
પરાગનો ફોન પત્યા બાદ રિની એશા અને નિશાને પરાગ સાથે થયેલ બધી વાત જણાવે છે. એશા અને નિશા પહેલા ના પાડે છે કે તે આવી રીતે લગ્ન ના કરે... પણ પછી રિની તેમને કહે છે, આ લોકો આવું જ કરતા રહેશે તો મારે ક્યાં જઈને રહેવું?? ક્યાં સુધી હું આમ જ બેસી રહીશ... ક્યારે તેઓ મને સમજશે અને ક્યારે તેઓ પરાગને અપનાવશે..?
એશા અને નિશાને રિનીની વાત બરાબર લાગે છે અને તેઓ રાજી થઈ જાય છે..!
આ બાજુ પરાગ પણ સમર અને માનવને વાત કરે છે. પરાગ સાથે કહે છે કે હમણા મેરેજનું બહાર ના પાડે..! પરાગ જૈનિકાને પણ ફોન કરીને કહે છે અને કહે છેકે હમણાં આ વાત બહાર ના આવે..!
*********
બીજા દિવસે રિની તેના દાદાને જૂઠ્ઠું બોલતા કહે છે, દાદા ઓફિસ જવું પડશે થોડું કામ છે..
દાદા- હવે કંઈ ઓફિસ બોફિસ નથી જવાનું... આપણે પાછું જવાનું છે યાદ છેને?
રિની- હા, દાદા એટલે જ ઓફિસમાં કહીને જવું પડે એટલે હું લેટર આપીને આવું કે જોબ છોડી રહી છું એમ...
દાદા- સારું...
રિની ફટાફટ તૈયાર થઈ જરૂરી ડોક્યૂમેન્ટ લઈ પરાગના ઘરે પહોંચી જાય છે. રિની પરાગનાં ઘરે જઈ કપડાં ચેન્જ કરી લે છે.. રિની મરૂન કલરનો બેકલેસ શિફોન પર વર્ક વાળો અનારકલી ડ્રેસ પહેરે છે જે પરાગ રિની માટે લાવ્યો હોય છે. પરાગ ફોર્મલ કપડાં પહેરે છે પણ તે તેના ઓફિસનાં ફોર્મલ કરતાં અલગ હોય છે. બંને બહુ જ સરસ દેખાતા હોય છે. એશા અને નિશા સીધા સિવિલ મેરેજના ઓફિસ જ આવવાના હતા..
માનવ અને સમર બધી તૈયારીઓમાં પડ્યા હોય છે. પરાગ અને રિની બંને સાથે સિવિલ મેરેજ બ્યુરોમાં પહોંચે છે. માનવ, સમર, એશા અને નિશા બધા ત્યાં પહોંચી ગયા હોય છે.
પરાગ અને રિનીનો વારો આવતા તેઓ અંદર જાય છે અને તેઓ એકબીજાને હાર પહેરાવે છે.. સાઈન કરે છે અને તેઓ લીગલી પતિ-પત્ની બની જાય છે. બંને બહુ જ ખુશ હોય છે. બંને એકબીજાનો હગ કરીને કોન્ગ્રેચ્યુલેશન કહે છે.
સમર ખુશ થતા કહે છે, ભાઈ... આજે તો પાર્ટી આપવા જ પડશે...!
પરાગ- હા કેમ નહીં...! આજે તમે જે કહેશો એ બધુ જ થશે...।
માનવ, સમર, એશા અને નિશા પરાગ અને રિનીને કોન્ગ્રેચ્યુલેશન કહે છે... બધા ખુશ હોય છે પણ સાથે રિનીને થોડી બીક હોય છે કે ઘરે ખબર પડશે તો શું રિએક્શન આપશે? પરાગને કંઈ ચિતા નથી.. હા, થોડી દાદી માટે હોય છે પણ તેને ખબર હોય છે કે દાદી માની જશે એમ..!
અહીં બધા મજા માણી રહ્યા હોય છે પણ મેરેજ રજીસ્ટારની ઓફિસમાં એક એવો વ્યક્તિ હોય છે જેણે પરાગ અને રિનીનો ફોટો પાડી લીધો હોય છે અને તે મનમાં કહે છે, દાદાને આ ફોટો બતાવવો જ પડશે..!
મેરેજની ઓફિસમાંથી બધા એક મલ્ટીક્યૂઝીન રેસ્ટોરાંમાં જાય છે જ્યાં બધા મજા માણે છે અને ઘણા સમય બાદ બધી ભેગા થયા હોય છે.
માનવ અને એશાને એકબીજા સાથે સમય વિતાવવા મળે છે. સમર અને નિશાને પણ એકબીજાની કંપની મળે છે.
સમર- છેલ્લા ઘણા દિવસથી બધાની લાઈફ બદલાય ગઈ છે... બધા ગૂંચવામણમાં પડ્યા છે. આજે થોડું સારૂ લાગે છે.
પરાગ- હજી વધારે તોફાન આવશે જ્યારે બધાને અમારા મેરેજ વિશે ખબર પડશે..! બી રેડી ફોર ધેટ...
રિની- હા... ખબર નહીં ત્યારે દાદા શું કરશે...? ક્યારે આ પૂરું થશે?
એશા- ખબર નહીં.... કદાચ જે દિવસે દાદા અમદાવાદમાંથી જશે ત્યારે...
રિની- મને લીધા વગર નહીં જાય...
એટલામાં રિનીનાં ફોન પર દાદાનો ફોન આવે છે.
દાદા- કેટલી વાર હજી આવી ના?
રિની- દાદા... હું આવું જ છું... એશા અને નિશા સાથે લંચ કરું છુ... જતાં પહેલા એમની સાથે થોડો સમય રહેવા માગું છું.. ઘરે તો તમે અવાજ પણ નથી કરવા દેતા... એટલે બહાર જમવા આવ્યા છે.
દાદા- એશા ને ફોન આપ...
રિની એશાને ફોન આપે છે અને સમર અને માનવે ઈશારાથી ચૂપ રહેવા કહે છે.
એશા- દાદા... હું જ છું રિની સાથે અને નિશા પણ છે...
નિશા એશાની નજીક જઈ ફોનના સ્પીકર પાસે જઈ બોલે છે... દાદા.. હું અહીં જ છું... અમે આવીએ છે ઘરે જમીને...
દાદા- સારું.. ફોન મૂકો...
એશા ફોન રિનીને આપે છે.
રિની- જોઈ લીધું... કેવી નજર રાખે છે?
પરાગ- રિની તું કહી દે દાદાને કે આપણે મેરેજ કરી લીધા છે... પછી આવું કંઈ જ નહીં થાય..!
રિની- સમય આવતા એ પણ કહી દઈશ... બસ તોફાન થોડું શાંત થઈ જાય..!
પરાગ રિનીનો હાથ પકડીને કહે છે, ઓકે તને જેમ યોગ્ય લાગે એમ... હું હંમેશા તારી સાથે જ રહીશ..!
પરાગ રિનીનો હાથ આમ જ પકડી રાખે છે અને પછી જમીને બધા બહાર નીકળે છે.
પરાગ- રિની થોડી વાર મારી સાથે રહીશ..? પછી તો ખબર નહીં ક્યારે મળીશું આપણે?
એશા- માનવ ચાલને આપણે પણ કંઈ બેસવા જઈએ?
માનવ- હા, કેમ નહીં? ચાલ...
સમર- નિશા ચાલને આપણે ગેમ રમવા જઈએ...
નિશા- હા...
ચારેય સમજી જાય છે તેથી તેઓ બહાનું કાઢી ત્યાંથી જતાં રહે છે.
પરાગ રિનીને ગાડીમાં બેસાડે છે અને તેના ઘર તરફ ગાડી લઈ જાય છે.
પરાગ રિનીને ઘરમાં લઈ જાય છે પણ બહાર જ ઊભી રહે તેમ કહી તે અંદર જાય છે.
પરાગ આરતીની થાળી અને ચોખા ભરેલો કળશ લઈ આવે છે.
રિની- ઓહ... બધી તૈયારી કરી રાખી હતી એમ?
પરાગ મોટી સ્માઈલ આપતા કહે છે, યસ....
પરાગ રિનીની આરતી ઉતારે છે અને મોં મીઠું કરાવી તેને કળશ ઢાળવાનું કહી અંદર આવવાનું કહે છે. રિની ચોખા ભરેલા કળશને જમણા પગથી અંદર તરફ ઢાળે છે અને જમણો પગ મૂકી ઘરમાં પ્રવેશ કરે છે.
પરાગ રિનીને બે મિનિટ સોફા પર બેસવાનું કહી આરતીની ડીશ અંદર મૂકી આવે છે અને ચોખાનો જે કળશ હોય તે ચોખા બધા ભરીને વ્યવસ્થિત મૂકી દે છે અને રિની સાથે જઈને બેસે છે.
રિની- તમને તો બધા રિવાજ ખબર છે એવું લાગે છે?
પરાગ- હજી બીજા પણ ખબર છે પણ થઈ શકે એવા નથી... જે વખતે ધૂમધામથી મેરેજ કરીશું ત્યારે બધા જ રીત-રીવાજ સાથે કરીશું..!
રિની- હું ચેન્જ કરી લઉં... થોડીવાર બાદ ઘરે જવા નીકળું નહીંતર દાદાનો ફરી ફોન આવશે..
આટલું કહી રિની ઊભી થઈને જતી જ હોય છે કે પરાગ રિનીનો હાથ પકડી તેને રોકી લે છે અને તે ઊભો થાય છે.. પરાગ રિનીને ઊંચકીને ઉપર લઈ જાય છે. પરાગ રિનીને તેના રૂમમાં લઈ જાય છે. રિનીને નીચે ઊતારે છે. પરાગ રિનીની એકદમ નજીક આવી જાય છે અને કહે છે, પરાગ.... અત્યારે....
પરાગ રિનીના ગુલાબી હોઠ પર આંગળી મૂકીને કહે છે, ડોન્ટ વરી માય વાઈફ, આમ તો આજે રાત્રે આપણી સુહાગરાત હોવી જોઈએ પણ થાય નહીં...! અને હવે તો મારો હક છે પણ કંઈ નહીં... મારો હક હું રહેવા દઉં છું... પણ અડધો હક તો જમાવી જ શકુ છું ને..? આટલુ કહી પરાગ તેનો એક હાથ રિનીના કમર ફરતે વીંટાળી પોતાની તરફ રિનીને નજીક લાવી દે છે અને ગાલ પર કીસ કરે છે. પરાગ ધીમે રહી રિનીને ઉંધી ફેરવે છે અને રિનીના સિલ્કી લાંબા વાળને એક તરફ કરી રિનીના ડ્રેસની દોરી છોડે છે. પરાગ તેના બંને હાથ રિનીના કમર પર મૂકી તેને પાછળથી નજીક લાવી સાઈડ પર ડોકી પર કીસ કરે છે. ડોક પર કીસ કરવાથી રિની રોમાંચિત થઈ ઊઠે છે.. તે તેનો હાથ પરાગના હાથ પર મૂકી દે છે. પરાગ ડ્રેસને થોડો ખભેથી ઊતારી કીસ કરે છે. થોડી વાર આમ જ તેમનો રોમાન્સ ચાલતો રહે છે. રોમાન્સ કરતાં પરાગ રિનીને કપડાં ચેન્જ કરાવે છે. કપડાં ચેન્જ થઈ ગયા બાદ પરાગ રિનીને કહે છે, બહુ જ સંયમ રાખ્યો છે આજે... પણ આવતી વખતે નહીં રાખી શકુ...!
રિની પરાગની નજીક જઈ થોડી ઊંચી થઈને પરાગના હોઠ પર હોઠ રાખી દે છે. પરાગ તરત તેને નજીક લઈ લે છે અને સામેથી મોકો મળતા ફાયદો ઉઠાવી લે છે. તેમનો રોમાન્સ ચાલુ હોય છે કે ડોરબેલ વાગે છે.
ડોરબેલ વાગ્યા પછીની પાંચ મિનિટ સુધી રિનીને છોડતો નથી...
રિની- પરાગ ડોરબેલ વાગે છે... બસ હવે જોઈ તો આવો...
પરાગ નીચે જાય છે ત્યાં સુધી રિની તેનો ડ્રેસ વાળીને પરાગના કબાટમાં મૂકી દે છે. પરાગ દરવાજો ખોલે છે તો માનવ, સમર, એશા અને નિશા હોય છે.
સમર- ભાઈ મજા આવી?
પરાગ- તમે મારી મજા બગાડી નાંખી...
રિની નીચે આવે છે.
એશા- ચાલ રિની હવે જઈશું?? દાદાનો ફોન આવશે નહીંતર...!
રિની- હા.... પરાગ હવે અમે નીકળીએ...
પરાગ- એક મિનિટ.... તમે ચારેય ઊંધા ઊભી રહી જાઓ...
માનવ- ભાઈ હજી કેટલું?
પરાગ- કહું છું એટલું કરો....
ચારેય જણા ઊંધા ફરી જાય છે અને પરાગ રિનીને હોઠ પર કીસ કરી તેને એકદમ ટાઈટ હગ આપે છે અને કહે છે, રોજ ફોન કરજે મને... ભૂલતા ના...
રિની- હસબન્ડને થોડી ભૂલી જવાય..! તમે તમારૂ ધ્યાન રાખજો અને બહુ મોડા સુધી કામ ના કરતાં...!
પરાગ- તું તારુ ધ્યાન રાખજે..
એશા ખોખારો ખાય છે અને કહે છે, હેં લવબર્ડ્સ... સમય થઈ ગયો છે..!
પરાગ ફરી રિનીને હગ કરી લે છે અને બાય કહે છે. રિની પણ પરાગને બાય કહે છે અને ચારેયને કહે છે, તમે હવે ફરી જાઓ...! ત્રણેય છોકરીઓ ઘરે જવા નીકળે છે. પરાગ માનવને ઈશારો કરે છે કે તેમનો ઘરે મૂકી આવે..!
માનવ ત્રણેયને ઘરે મૂકી આવે છે...
દાદા ઘરે રિનીની રાહ જોતા હોય છે અને તેમના હાથમાં એક એન્વેલોપ જેવું કંઈ હોય છે જેમાં એક ફોટો હોય છે.
રિનીના ગયા બાદ માનવ તેમને મૂકીને ઘરે આવે છે ત્યારે ગાડીમાં તેને એક કવર મળે છે જે તે દિવસે કુરીયરવાળો આપી ગયો હતો. માનવ તે કવર પરાગને આપે છે. સમર અને માનવ બંનેને કામ હોય છે તેથી ત્યાંથી નીકળી જાય છે.
દાદાને જે એન્વેલોપ મળ્યું તેમાં કોનો ફોટો હશે અને પરાગને જે કવર મળ્યું તેમાં કોનો લેટર હશે?
શું આ બંને કવર પરાગ અને રિનીની લવલાઈફને અસર કરશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૬