પરાગિની 2.0 - 16 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 16

પરાગિની ૨.૦ - ૧૬



રિનીના ઘરે એક વ્યક્તિ એન્વેલોપ દરવાજે મૂકી ડોરબેલ વગાડી ત્યાંથી જતો રહે છે. આશાબેન દરવાજો ખોલે છે, ત્યાં કોઈ નથી હોતું પણ નીચે એક એન્વેલોપ પડ્યો હોય છે. આશાબેન તેની ઉપર દાદાનું નામ વાંચે છે.. તેથી દાદાને તે કવર આપે છે. દાદા એન્વેલોપ ખોલે છે એમાં ફોટો જેવું કંઈક હોય છે. ફોટો બહાર કાઢીને જુએ છે તો પરાગ અને રિનીનો ફોટો હોય છે જે થોડા સમય પહેલાનો જ હોય છે... એટલે કે પરાગ અને રિનીએ જે સિવિલ મેરેજ કર્યા હોય છે તેનો હોય છે. દાદા ફોટો જોઈ ગરમ થાય છે અને આશાબેનને કહે છે, ક્યાં છે રિની? બોલાવ એને ઘરે....

એટલામાં રિની, એશા અને નિશા ઘરે આવે છે.

દાદા- તમે ત્રણેય અહીં આવો.... રિની સાચું બોલજે ક્યાં ગઈ હતી?

રિની- દાદા... ઓફિસમાં...

દાદા- જૂઠ્ઠું.....

રિની- શું થયું દાદા?

દાદા રિનીને ફોટો બતાવતા કહે છે, આ શું છે હા?

રિની ફોટો જોઈ ગભરાય જાય છે અને તે જાણી જાય છે કે દાદાને તેના મેરેજ વિશે ખબર પડી ગઈ છે.

દાદા- આ શું છે રિની?

રિની પહેલા ગભરાય જાય છે અને શું કહેવું તે ખબર નથી પડતી... પણ પછી હિંમત કરી બોલે છે, હા તો શું કરું હુ... તમે કોઈ રસ્તો જ નથી છોડ્યો અમારી માટે... તમારા પર્સનલ પ્રોબ્લમનાં લીધે મારે બેસી રહેવાનું.... કોઈ જ કામ કે વસ્તુ મારી મરજીથી તો થતી જ નથી... તમે લોકો તો મને ભણવાની પણ ના પાડતા હતા... જોબ પણ નહીં કરવાની... તો શું એ નાના ગામડામાં પરણીને હું રોટલા જ બનાવું? જે વ્યક્તિ ગમે છે એની સાથે રહી પણ ના શકુ? લગ્નની તો ના પાડી દીધી તમે.. શું ખોટ છે એના માં હા? મારાથી વધારે ભણેલો છે... એ એકલા જ હાથે આખો બિઝનેસ ચલાવે છે એની આવડતથી... આટલો સફળ છે.. સ્વભાવ પણ સારો છે.. મને ખુશ રાખે છે... બીજું શું જોઈએ મારે? પણ ના... મને તો કોઈ કંઈ પૂછતુ જ નથી.... રિની તું આમ કર.. તું તેમ કર... તમે કહો છો રિની તારે એની સાથે સાથે મેરેજ નહીં કરવાના... કેમ પણ? કોઈ કારણ વગર જ ના કહી દેવાની.. અને હવે મેં એની સાથે કરી લીધા છે મેરેજ... મને જેમ યોગ્ય લાગ્યું એમ કર્યુ મેં....! રિની આટલું કહી તેની રૂમમાં જતી રહે છે. એશા અને નિશા પણ રિની પાછળ રૂમમાં જતા રહે છે.

દાદા અને આશાબેન તો રિનીને આમ બોલતા જોઈ ડઘાઈ જાય છે... અને જોતા જ રહી જાય છે.

રિની પરાગને ફોન કરે છે અને કહી દે છે કે દાદાને આપણા મેરેજ વિશે ખબર પડી ગઈ છે અને મેં પણ બધુ જ કહી દીધું...?

પરાગ રિનીને પૂછે છે, દાદા કંઈ બોલ્યા નહીં?

રિની- ના....

પરાગ- આમ ત હવે કંઈ કરે નહીં એ લોકો તો પણ કંઈ પ્રોબ્લમ થાય તો તરત મને ફોન કરજે...

રિની હા કહી ફોન મૂકે છે.

પરાગને પેલું કવર યાદ આવતા તે કવર ખોલે છે જેમાં એક લેટર હોય છે. પરાગ તે લેટર ખોલે છે અને તે લેટર તેની મમ્મીએ લખ્યો હોય છે.

ખરેખરમાં આ લેટર પરાગની મમ્મીએ ઘર છોડતાં પહેલા દાદીને લખ્યો હોય છે જ અત્યાર સુધી દાદીએ પરાગથી અને ઘરના બીજા માણસોથી છૂપાયને રાખ્યો હોય છે. પરાગ પહેલેથી એકલો રહ્યો હોય છે અને કંઈને કંઈ મુશ્કેલી હોતી જ હોય છે તેની લાઈફમાં તેથી દાદીએ નક્કી કર્યુ હોય છે કે પરાગને આ વાત નહીં કહે કે તેની મમ્મી તેની મૂકીને જતી રહી હોય છે.... પણ કોઈ પણ છૂપી નથી રહેતી...!

દાદીએ લેટર સંભાળીને રાખ્યો હોય છે કે જ્યારે પરાગ સમજતો થઈ જશે ત્યારે આ લેટર તેને આપશે... પણ પરાગની લાઈફમાં મુશ્કેલીઓ જોઈ દાદી તે લેટર તેને નથી આપતા.. જ્યારથી પરાગ અને રિનીનાં રિલેશનની વાત ન્યૂઝપેપરમાં આવી તેના પછી ઘણી ગૂંચવામણ થાય છે... ઊતાર-ચઢાવ આવે છે જેમાં સૌથી વધારે પરાગ અને રિની હેરાન થાય છે. આ જોઈ દાદી નક્કી કરે એ કે આ લેટર તે ફેંકી દેશે અને આ વાત ભૂલી જશે જેથી પરાગને કંઈ થાય જ નહીં.. પરંતુ કિસ્મતમાં કંઈ બીજુ જ લખ્યું હોય છે.

દસ દિવસ પહેલા... રાત્રે જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે દાદી ઘરની બહાર મૂકેલ ડર્સ્ટબીનમાં જઈ તે એ લેટર નાંખી દે છે.. બરાબર તે જ વખતે શાલિની બાલ્કનીમાં બેઠી હોય છે અને તે જોઈ જાય છે કે દાદી આટલી રાત્રે બહાર કંઈક નાંખવા નીકળ્યા છે એમ...! દાદીના સૂઈ ગયા બાદ શાલિની નીચે જાય છે અને બહાર જઈ ડર્સ્ટબીનમાંથી તે લેટર કાઢી લે છે અને તેની રૂમમાં જતી રહે છે.

દાદીની આ ભૂલ પરાગની લાઈફ બદલી નાંખવાની હતી.... દાદીએ તે લેટર ફાડી નાંખવાનો હતો કાં તો બાળી નાખવાનો હતો..!

બીજા જ દિવસે શાલિની સવારે તે લેટર વાંચે છે અને વાંચ્યા બાદ તે ઘણી ખુશ થાય છે.. કેમ કે તેના માટે તો આ જેકપોટ જેવું જ હતું... તે તરત જ તે લેટર પરાગના ઘરનાં એડ્રેસ પર પોસ્ટ કરવા આપી દે છે. આ તે જ લેટર છે જે પેલો કુરીયર વાળો પરાગને કવર આપીને ગયો હતો જે દિવસે બંને ફેમીલીની મીટિંગ અને ડિનર હોય છે.


આજનો દિવસ.....

પરાગ તે કવર ખોલી લેટર વાંચવાનું ચાલુ કરે છે.


મમ્મી (રેખાબેન),

હું જઈ રહી છું... બહુ જ દૂર જઈ રહી છું જ્યાં મને કોઈ શોધી ના શકે કે હું તમને કોઈને ના મળું..! હું મારા છોકરાને પણ સાથે લઈ જવા માગું છું પણ એણે હું સાથે ના લઈ જઈ શકુ.. મને ખબર છે મેં બહુ મોટી ભૂલ કરી છે જેના માટે તમે અને નવીન મને ક્યારેય માફ નહીં કરો... મારો કોઈ હક નથી તમારી પાસે કંઈ માંગવાનો પણ બસ એક વિનંતી છે કે મારા ગયા બાદ પરાગને ખબર ના પડવી જોઈએ કે એની મમ્મી સ્વાર્થી અને લાલચી હતી કે પોતાના સપનાં પૂરા કરવા... પોતાના જ સગા દિકરાંને મૂકીને જતી રહી..! પરાગને ખબર પડશે કે એની મમ્મી આવી હતી તો એ તૂટી જશે...! પરાગને એવું કહેજો કે એની મમ્મી એક ઘટનામાં મરી ગઈ છે. બસ મારા પરાગનું ઘ્યાન રાખજો અને મને ખબર છે કે તમે પરાગને મારી કરતાં પણ સારી રીતે રાખશો. જો મને માફ કરી શકતા હોવ તો કરી દેજો..!

- લીના


લેટર વાંચી પરાગ રડી પડે છે.... તેને ખબર પડે છે કે તેની મમ્મી મરી નહોતી ગઈ... હજી જીવે છે... તેની મમ્મીને યાદ કરીને ખૂબ જ રડે છે અને રડતા રડતાં બોલે છે, કેમ મમ્મી... કેમ મને મૂકીને જતા રહ્યા? કેમ?

પરાગ ગુસ્સામાં દાદીને મળવાં જાય છે.

પરાગને ઘરે જોતા દાદી તરત તેની પાસે જાય છે.. પણ જોઈ છે કે પરાગ ગુસ્સામાં છે તેથી તેઓ પૂછે છે, બેટા બધુ ઠીક તો છેને?

પરાગ- કેમ દાદી? કેમ છૂપાવ્યું મારાથી?

દાદી- શેની વાત કરે છે તું?

પરાગ લેટર બતાવતાં કહે છે, આ લેટરની...

દાદી- કોનો લેટર છે?

પરાગ- મમ્મીનો....

દાદી નવાઈ પામે છે કે તે લેટર પરાગ પાસે કેમનો પહોંચી ગયો..!

પરાગ- કેમ દાદી તમે મને જૂઠ્ઠું કહ્યું કે મમ્મી મરી ગઈ છે હા?? કેમ? શેના માટે?

દાદી- મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો....

પરાગ- મારે આ જવાબ નથી જોઈતો... બધા જૂઠ્ઠું બોલવા વાળા આમ જ કહેતા હોય છે.

દાદી- મારે તને જૂઠ્ઠું નહોતું કહેવું પણ આ તારી મમ્મીની મરજી હતી...

પરાગ- મમ્મી જૂઠ્ઠું બોલીને ગઈ... તમે પણ હવે...મારે મારી લાઈફ આમ જ કાઢવાની છે??

દાદી- માફ કરી દે બેટા...

પરાગ- ના... હું મમ્મીને અને તમને પણ નહીં માફ કરી શકુ... ક્યારેય નહીં...

પરાગ ત્યાંથી જતો રહે છે પણ દાદી ત્યાં જ બેસીને રડી પડે છે.


આ બાજુ રિની ક્યારની પરાગને ફોન કરતી હોય છે પણ પરાગ ફોન નથી ઉપાડતો હોતો... રિનીને ચિંતા થવા લાગે છે કે પરાગને ક્યાંક કંઈ થયું તો નહીં હોયને...? રિની સમરને ફોન કરે છે પણ સમર બહાર હોય છે.. માનવને ફોન કરે છે પરંતુ માનવ ઓફિસમાં હોય છે અને પરાગ ઓફિસમાં નથી હોતો..!

રિની પરાગના ઘરે જવાનું નક્કી કરે છે. રિની ફટાફટ રીક્ષામાં બેસી પરાગના ઘરે પહોંચે છે. રિની વીચે બધે જોઈ છે પણ પરાગ નથી હોતો... ઉપર તેના બેડરૂમમાં જાય છે.. પરાગ બેડને ટેકો લઈને નીચે બેઠો હોય છે અને તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હોય છે. રિની તરત પરાગ પાસે જઈ બેસી જાય છે અને તેને પૂછે છે, પરાગ શું થયું? કેમ આમ બેઠા છો? પરાગ...

પરાગ રિની તરફ જોઈ છે અને કહે છે, રિની તુએ ક્યારેય મારાથી કંઈ છૂપાવ્યું નથીને? મને કશું જૂઠ્ઠું નથી બોલીને?

રિની- તમે શું કહો છો પરાગ? હું તમને શું જૂઠ્ઠું બોલવાની? કંઈ થયું છે? તમારી આંખ કેમ આટલી લાલ છે?

પરાગ- કંઈ નથી થયું....

રિની- એક મિનિટ....

રિની પરાગ માટે પાણી લાવે છે પરંતુ પરાગ હજી ગુસ્સામાં જ હોય છે અને તે પાણીનો ગ્લાસ ફેંકી દે છે. પરાગનો ગુસ્સો જોઈ રિની ગભરાય જાય છે.

રિની- પરાગ.... શું થયું?

પરાગ- રિની તું જતી રહે અહીંયાથી... મારે હમણાં એકલું રહેવું છે... ક્યાંક મારો આ ગુસ્સો તારી પર નીકળી જશે... અને તને કંઈક થઈ જશે તો હું મારી જાતને માફ નહીં કરી શકુ... પ્લીઝ અહીંયાથી જતી રહે.... પ્લીઝ...

આટલું કહીં પરાગ રડી પડે છે...

રિની પરાગને આમ રડતા જોઈ ઢીલી પડી જાય છે... તે ધીમે રહી પરાગ પાસે આવી તેના આસું લૂછવા જતી હોય છે કે પરાગ ઊંધો ફરી જાય છે અને કહે છે, રિની પ્લીઝ જતી રહે.... પ્લીઝ....

રિની કંઈક નક્કી કરી ઘરે જવા નીકળી જાય છે. રિની ઘરે જઈ તેની બેગ પેક કરે છે અને એશા અને નિશાને કહી પરાગના ઘરે જતી રહે છે. રિની બેગ લઈને નીચે જ બેસી રહે છે... પરાગ હજી નીચે નથી આવ્યો હોતો...

રિની કિચનમાં જઈ જમવાનું બનાવે છે... એક ડિશમાં જમવાનું લઈને ઉપર જાય છે તો પરાગ આમ જ બેસી રહ્યો હોય છે.

રિની- પરાગ.....

પરાગ- તું હજી ગઈ કેમ નહીં?

રિની- હું હવે અહીં જ રહીશ.... મેરેજ તો થઈ ગયા અને હવે ઘરે પણ ખબર જ છે... પહેલા જમી લો તમે...

પરાગ- મને ભૂખ નથી...

રિની- થોડું તો ખાય લો... બપોરના આમ જ છો તમે...

પરાગ- નથી ખાવું મારે... ભૂખ નથી કહ્યુંને...

રિની- પરાગ....

પરાગ- (ગુસ્સામાં) નથી ખાવું કહ્યુંને..

રિની ગુસ્સો જોઈ ગભરાયને તરત નીચે જતી રહે છે... તે રડતા રડતા કિચન સાફ કરી વાસણ ધોઈને સોફા પર બેસી જાય છે.... રિની સોફા પર જ સૂઈ જાય છે.


રિનીના ઘરે દાદાને ખબર પડે છે કે રિની પરાગના ઘરે બેગ લઈને જતી રહી છે... રિનીને પાછી ઘરે લાવવા દાદા એક યુક્તિ વિચારે છે.



પરાગ હવે આગળ શું કરશે? તોની મમ્મી અને દાદીના જૂઠનાં લીધે પરાગ અને રિનીનાં સંબંધ પર શું અસર પડશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૭