અહંકાર - 1 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 1

અહંકાર

લેખક – મેર મેહુલ


પ્રસ્તાવના

નમસ્કાર વાંચકમિત્રો,

ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે.

પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે.

નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે.

દર વખતની જેમ આ નવલકથાની વાર્તા બનાવવામાં શરૂઆતનાં પાંચ-સાત ભાગો કંટાળાજનક લાગશે પણ એકવાર નવલકથા ટ્રેક પર ચડી જશે પછી વચ્ચે કોઈ સ્ટેશન નહિ આવે.

પ્રસ્તુત નવલકથા કાલ્પનિક છે અને કોઈ વ્યક્તિનાં અંગત જીવનને સ્પર્શતી નથી એની નોંધ લેશો. અહીં પ્રૂફ રીડિંગ વિનાની જ ડ્રાફ્ટ કૉપી રજૂ કરવામાં આવી છે તેથી ક્ષતિઓ હોવાની સંભાવના છે. એ માટે ક્ષમા યાચના.

તો ચાલો શરૂ કરીએ નવો અધ્યાય...

ભાગ - 1


“હે..હે..હેપ્પી બર્થડે સર…” વિવેકે હાર્દિક પાઠકનાં ખભે હાથ રાખીને હકલાતા કહ્યું. હાર્દિક એ સમયે ડેસ્ક પર રહેલા કમ્પ્યુટર પર નજર રાખીને બેઠો હતો. તેનાં ગળા ફરતે વાયરલેસ બ્લુટુથ હતું, જેનો એક તાર કાન સાથે જોડેલો હતો. એનું ધ્યાન કોન. કૉલ (કોન્ફરન્સ કૉલ)માં હતું.

“થેંક્યું વિવેક…” હાર્દિક પાઠકે બેતોરમાં કહ્યું.

“યસ સર…લાઇન પર છું” હાર્દિકે કહ્યું.

“રાકેશભાઈ રાઠોડનાં કેસનું શું થયું ?” સામે છેડેથી પુછાયું.

“સર એ કેસમાં લીગલ બાકી છે…મનોજભાઈને ફાઇલ મોકલી એને આજે અઠવાડિયુ થશે…તમે પ્રેશર આપો થોડું..આવી રીતે લીગલની પ્રોસેસ થશે તો મહિનામાં માંડ એક ફાઇલ ડિઝબસ થશે”

“લીગલ-ટેક્નિકલની જવાબદારી તારી છે હાર્દિક…સાંજ સુધીનાં કોઈ પણ હિસાબે એ ફાઇલ ક્લિયર કરાવ..”

“સૉરી સર…હું જોઈ લઉં છું…” હાર્દિકે ડેસ્ક પર હાથ રાખી, વચલી આંગળી ઊંચીને દાંત ભીસ્યા. એ કોન. કૉલ લગભગ પાંચેક મિનિટ જેટલો ચાલ્યો. વિવેક ત્યાં સુધી હાર્દિકની બાજુમાં અદબવાળીને ઉભો રહ્યો. કૉલ પત્યો એટલે હાર્દિકે તેનાં ઉપરી અધિકારીઓને થોડી મીઠી વાણી સંભળાવી દીધી.

“શું થયું સર ?” વિવેકે પૂછ્યું.

“નથિંગ…એ જ રોજની માથાકૂટ..” હાર્દિકે નિઃસાસો નાંખીને કહ્યું અને કોમ્પ્યુટરમાં વ્યસ્ત થઈ ગયો.

સવારનાં સાડા નવ થયા હતા. શિવગંજ શહેર ફરી દોડતું થઈ ગયું હતું. શિવગંજનાં દક્ષિણ ભાગમાં ‘અશોક દવે’ માર્ગ પર લોકોની ભીડ ખાસ્સી એવી રહેતી. ભીડ પાછળ પણ એક આધારભૂત કારણ હતું. અશોક દવે માર્ગ પર મોટાભાગની કોમર્શિયલ બિલ્ડીંગો જ હતી. શહેરની બધી બેન્કોની મુખ્ય શાખાઓ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ, મોબાઈલનાં મોટા શૉ રૂમો તથા ઇનપોર્ટ-એક્સપોર્ટની ઑફિસોથી આ માર્ગની આગવી છાપ ઊભી થઈ હતી. અશોક દવે માર્ગ પર જ આવેલી દક્ષિણમૂર્તિ સ્કુલની સામે વસુંધરા કોમ્પ્લેક્ષ હતું. આ કોમ્પ્લેક્ષનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ‘બેન્ક ઓફ શિવગંજ’ ની મુખ્ય શાખા હતી, પહેલાં માળ પર આ જ બેન્કનો લૉન ડિપાર્ટમેન્ટ હતો, જ્યારે બીજા માળ પર સ્ટોક હોલ્ડિંગની ઓફીસ હતી.

ચૅક ઇનનો સમય હોવાથી બધાં કર્મચારીઓ પાર્કિગમાં પોતાનાં વાહનો પાર્ક કરીને પોતાનાં ડેસ્ક સુધી પહોંચી રહ્યાં હતાં.

હાર્દિક પાઠક ‘બેન્ક ઑફ શિવગંજ’ માં હોમ લૉન ડિપાર્ટમેન્ટનો SM (Sales Manager) હતો. આજે તેનો સત્યાવીશમો જન્મદિવસ હતો. બેન્કનાં મુખ્ય વોટ્સએપ ગ્રૂપમાં તેનાં રૂમ પાર્ટનર, દોસ્ત અને તેની અન્ડર કામ કરતાં જય ત્રિવેદીએ બર્થડે વિશ કરતો મૅસેજ મોકલ્યો હતો એટલે બેન્કનાં બધા જ કર્મચારીઓ ગ્રૂપમાં થતાં પ્રાઇવેટ ચેટમાં બર્થડે વિશ કરતાં હતાં. જે લોકો હાર્દિકને રૂબરૂ મળતાં એ લોકો બીજીવાર વિશ કરતાં હતાં. વિવેકે આવીને આ સિલસિલો શરૂ કર્યો હતો ત્યારબાદ અડધી કલાક માટે, જ્યાં સુધી બધા જ કર્મચારીઓ આવી ગયા ત્યાં સુધી આ સિલસિલો શરૂ રહ્યો હતો.

દસ વાગ્યા એટલે મોર્નિંગ હડલ્સ (સવારની મિટિંગ) શરૂ થઈ. આ હડલ્સમાં લોનમાં આવતાં જુદાં જુદાં ડિપાર્ટમેન્ટનાં સેલ્સ મેનેજરો દ્વારા પોતાનાં RO (Relation Officer)ને સૂચના આપવામાં આવતી. RO ને સોંપેલા કામનો ફોલોપ લેવામાં આવતો.

બેન્ક ઑફ શિવગંજનાં લોન ડિપાર્ટમેન્ટમાં ઓટો લોન, હોમ લોન, પર્સનલ લોન, મોર્ગેઝ લોન, SBB (સ્મોલ બિઝનેસ બેન્કિંગ જેવી પ્રોડક્ટનો સમાવેશ થતો. જ્યારે ગોલ્ડ લોન, એગ્રીકલ્ચર લોન અને ક્રેડિટ કાર્ડનો ડિપાર્ટમેન્ટ નીચે મુખ્ય શાખામાં આવેલો હતો.

હોમ લોનમાં પણ બે વિભાગ હતાં. જેમાં પચાસ લાખથી નીચેની લોનને ‘સરલ હોમ લોન’ નામ આપવામાં આવ્યું હતું. એ સરલ હોમ લોનનાં SMનું નામ કિરણ જોશી હતું, બે મહિના પછી કિરણ જોશી નામનો વ્યક્તિ બીજી બેન્કને જોઈન કરવાનો હતો એટલે એ હાલ નોટિસ પીડિયર હતો. કિરણ જોશી નીચે પાંચ RO કામ કરતાં હતાં. જેમાં વિવેક ચાવડા, ગહન દવે અને ચિથર બાબરીયા બે વર્ષ જુના એમ્પ્લોય હતાં અને સાગર જોશી તથા સંકેત રાઠોડ નામનાં બે છોકરાઓની ભરતી થયાને હજી એક મહિનો જ થયો હતો.

પચાસ લાખથી ઉપરનાં કેસ માટે ‘ક્રીમ બેલ’ નામની પ્રોડક્ટ હતી. જેનો SM હાર્દિક પાઠક હતો. તેની અન્ડરમાં હર્ષદ મહેતા, પ્રીતિબેન દવે, જય ત્રિવેદી, શિવ અગરવાલ અને મોહિત પંડ્યા હતાં.

PL (Personal loan) માં બે છોકરીઓ હતી, જેમાં નેહા ધનવર અને ખુશ્બુ ગહરવાલ હતી. PLનાં SM અમદાવાદમાં બેસતાં હતાં.

SBBમાં માનસી ઓઝા, શુભમ પંડ્યા અને ભૂમિકા પરમાર હતી, જેનો SM હિરેન કંક્રેજ હતો. લોન ડિપાર્ટમેન્ટનાં ક્લસ્ટર હેડનું નામ કેતન માંકડ હતું. ઉપરાંત કસ્ટમર કેર માટે નિશા પ્રજાપતિ નામની છોકરી હતી.

આ બધા કર્મચારીઓ ઉપરાંત બેંકના મહત્વનાં કર્મચારીઓમાં સિક્યુરીટી ગાર્ડ ખોડીદાસ સોલંકી અને પ્યુન અરવિંદ ગોહિલનો સમાવેશ થતો હતો. બંનેની ઊંમર આશરે પચાસ આજુબાજુ હતી. આ બે વ્યક્તિ તથા ક્રીમ બેલ પ્રોડક્ટનાં RO પ્રીતિબેન સિવાયનાં બધાં જ કર્મચારીઓની ઊંમર 23 થી 35 ની વચ્ચેની હતી.

બેન્કનો ભૂગોળ કંઈ આવી રીતે હતો, પુર્વ તરફ કાચનો દરવાજો પડતો હતો. દરવાજો ખોલીને પ્રવેશતાં પહેલાં પ્યુન અને સિક્યુરિટી ગાર્ડનું ટેબલ હતું. ટેબલની પાસે વોશરૂમ માટે દરવાજો હતો. સિક્યુરિટી ગાર્ડનું ટેબલ બધા જ ડેસ્ક પર નજર રાખી શકાય એવી રીતે ગોઠવવામાં આવ્યું હતું. ગાર્ડનાં ટેબલની ડાબી બાજુએ કસ્ટમર કેરનું ડેસ્ક હતું. જ્યાં નિશા પ્રજાપતિ બેસતી. આજે એ ડેસ્ક ખાલી હતું. નિશા દસ દિવસની લિવ લઈને અમદાવાદ કોઈ પ્રસંગમાં ગઈ હતી. તેની બાજુમાં PLનું ડેસ્ક હતું. PLનાં ડેસ્કની બાજુમાં SBB ડિપાર્ટમેન્ટનાં SMનું ડેસ્ક હતું. ત્યારબાદ લાકડાનું મોટું પાટેશન હતું. પાટેશનની પેલી તરફ SBBનાં ROનું ડેસ્ક હતું.

ઑફિસની જમણીબાજુની દીવાલે લાંબુ ડેસ્ક હતું. જેમાં ઓટો લોન તથા હોમ લોનની બંને પ્રોડક્ટનાં SMનાં કોમ્પ્યુટર રહેતાં અને RO પણ ડેસ્કનો ઉપયોગ કરી શકતાં હતાં. હાર્દિક પાઠકનું કોમ્પ્યુટર SBBનાં RO અને હાર્દિક પાઠકની પીઠ પીઠ સામસામે આવે એ રીતે ડેસ્કનાં છેડે હતું. તેની બાજુમાં કિરણ જોશીનું કોમ્પ્યુટર હતું. ક્લસ્ટર હેડની ઑફિસ ગાર્ડનાં ટેબલની બરોબર સામે, બધા ડેસ્ક પુરા થયાં બાદ આવતું હતું. ક્લસ્ટર હેડની ઑફિસ પાસે એક સ્ટોર રૂમ હતો. જેમાં ફાઈલો રહેતી અને આ જ રૂમનો ઉપયોગ મોર્નિંગ હડલ્સ માટે થતો.

કિરણ જોશીએ પોતાનું હડલ્સ પૂરું કર્યું એટલે હાર્દિક પાઠક ઉભો થઈને સ્ટોર રૂમ તરફ ચાલ્યો. તેની પાછળ બધા RO પણ સ્ટોર રૂમમાં પહોંચ્યા. આજે પ્રીતિબેન રજા પર હતાં એટલે હડલ્સમાં મજા આવવાની હતી એટલે બધા વધુ ખુશ હતાં.

“આવો મારી રખેલો…વારાફરતી બધી લાઇનમાં આવો..” હાર્દિક પાઠકે ખંધુ હસીને કહ્યું. સેલ્સ મેનેજર દ્વારા પોતાનાં અન્ડર કામ કરતાં કર્મચારીઓને સંબોધન કરવું કદાચ આશ્ચર્ય પમાડે એવું લાગે પણ સ્ટોર રૂમમાં અત્યારે જેટલા વ્યક્તિ હાજર હતા એ બધાં જ રૂમ પાર્ટનર પણ હતાં એટલે બધાની દોસ્તી કેવી હશે એનું અનુમાન લગાવી શકાય.

“રજજો…આજે તો તારી વારી છે…” હર્ષદ મહેતાએ હાર્દિકને પૂંઠા પર લાત મારીને કહ્યું.

“એ જાડીયા…તારાં આ હાથી જેવા પગ સાંજે વાપરજે.. અત્યારે હું તમારો SM છું” હાર્દિક સાથળ મસળવા લાગ્યો. હર્ષદની લાત હાર્દિકનાં સાથળ પર લાગી હતી. હર્ષદ શરીરમાં ભીમ જેવો કદાવર હતો એટલે બધા દોસ્તો તેને જાડીયો કહીને બોલાવતાં હતાં.

“અરે રજજો… સ્ટૉર રૂમમાં કેમેરો નથી અને આપણે એનો લાભ કેવી રીતે ઉઠાવીએ છીએ એ તો તું જાણે જ છે” કહેતાં હર્ષદે આંખ મારી.

“તમારી લવારી પતી હોય તો કામની વાત કરીએ..” શિવ અગરવાલ વચ્ચે કુદ્યો.

“હા ભાઈ.. તું આને એક બોટલ લાવી આપ એટલે એનાં જીવને શાંતી મળે…”

“એ બધી વાતો સિગરેટ પીવા જઈશું ત્યારે કરીશું…અત્યારે કામની વાત કરીએ…” ગંભીર ચહેરે હાર્દિકે કહ્યું, “ASMનો કૉલ હતો અને ડીઝબસનું પ્રેશર આપ્યું છે…આજે કોની કોની ફાઇલ ડીઝબસ થશે ?”

“મારી..” ચારેય એક સાથે બોલ્યાં.

“અરે વાહ…તો તો આજે હું બે બોટલ મંગાવીશ..” હાર્દીકનાં ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું.

“મારી રજજોનો જન્મદિવસ હોય અને અમે તેને ખુશ ના કરીએ તો અમે દોસ્ત કહેવાને લાયક નથી..” હર્ષદે કહ્યું.

“મતલબ તમે લોકોએ આજનાં દિવસ માટે ફાઈલો હાથમાં રાખી હતી ?” હાર્દિકનાં ચહેરાનો રંગ થોડો ફિક્કો પડી ગયો. બધાં મૂછોમાં હસવા લાગ્યાં.

“સાલાઓ.. જ્યારે ASM મારી મારતો હતો ત્યારે મોઢામાં શું લીધું હતું ?” હાર્દિકે સહેજ ગુસ્સેભર્યા અવાજે કહ્યું.

“તું ચિલ કરને ભાઈ…આ વિકમાં અમે તને પણ ખુશ કરી દઈશું અને તારી મારવાવાળાને પણ…” આ વખતે જય ત્રિવેદી બોલ્યો.

“મતલબ તું મારી જગ્યાએ ઊભો રહીશ ??” કહેતાં હાર્દિક હસવા લાગ્યો. હાર્દિકની વાતો પર બાકીનાં લોકો પણ હસી પડ્યા.

“અમને પણ ક્યારેક લાભ આપો જયભાઈ..” મોહિત પંડ્યાએ લુચ્ચું હસીને હાર્દિક તરફ તાળી મારવા હાથ ઉગાર્યો.

હાર્દિકે પણ હાથ ઉગાર્યો અને બરાબર મોહિતનાં હાથ પાસે પોતાનો હાથ લાવીને એ અટકી ગયો અને બોલ્યો,

“ચલ ચલ નિકળ…લાભ આપવાવાળી થતી…તારાં ભાવ પુરી બ્રાન્ચને ખબર છે..”

હાર્દિકની વાત સાંભળીને ફરી બધાં હસી પડ્યા, જ્યારે મોહિતનું મોઢું નિમાણું થઈ ગયું હતું.

“ખોટું ના લગાવ ડાર્લિંગ…તારો દિવસ પણ આવશે..” હર્ષદ સાંત્વના આપી રહ્યો હોય એવી રીતે મોહિતનાં ખભે હાથ રાખીને બોલ્યો.

“આવશે નહિ આવી ગયો એમ બોલ..” જયે કહ્યું, “ભાઈએ આજ રાતનો પ્રોગ્રામ ગોઠવ્યો છે”

“શું બકે છે અલા ?” શિવ અગરવાલે ચોંકીને કહ્યું, “આને કંઈ છોકરીએ હા પાડી ?”

“હા પાડી તો પાડી પણ મારા જન્મદિવસનાં દિવસે જ તને રૂમે લાવવાનું સુજ્યું ?” હાર્દિકે કહ્યું.

“તમે સમજો યાર…આજે એની ફ્રેન્ડનાં ઘરે કોઈ નથી એટલે ઘરેથી એની ફ્રેન્ડનાં ઘરે જવાનું કહ્યું છે..” મોહિતે કહ્યું.

“એ અહીં આવશે તો એની ફ્રેન્ડ એકલી પડી જશે ને ?” હાર્દિકે કહ્યું, “હું એની મદદ માટે જઉં ?”

“એને ઓલરેડી છે જ અને રાત્રે એ પણ કંપની આપવાનો છે..” મોહિતે કહ્યું.

બધા વાતો કરી રહ્યાં એ દરમિયાન પ્યુન અરવિંદભાઈ સ્ટોર રૂમમાં પ્રવેશ્યાં. તેઓનાં હાથમાં એક ફાઇલ હતી. જાડીયો એટલે કે હર્ષદ મહેતા રસ્તો બ્લોક કરીને ઊભો હતો. અરવિંદભાઈને આવતાં જોઈ એ સાઈડમાં હટી ગયો. અરવિંદભાઈએ ફાઇલ એક કબાટમાં રાખી અને પાછળ ફરીને હાર્દિક સામે જોયું.

“હેપ્પી બર્થડે હાર્દિકભાઈ…” અરવિંદભાઈએ હાર્દિક તરફ હાથ લંબાવીને કહ્યું.

“થેંક્યું અરવિંદભાઈ..” હાર્દિકે હાથ મેળવીને કહ્યું.

“પાર્ટીનું શું છે ?” મજકિયા સ્વભાવનાં અરવિંદભાઈએ હસીને કહ્યું.

“સાંજે કૉલ કરું તમને…” હાર્દિકે અણગમાયુક્ત અવાજે કહ્યું.

હાર્દિકનો અણગમો પારખીને અરવિંદભાઈ હસી પડ્યા.

“મજાક કરું છું સાહેબ…તમે પણ શું ગંભીર થઇ ગયાં..”

જવાબમાં હાર્દિક પરાણે હસ્યો.

“ચાલો હું નીકળું…” અરવિંદભાઈએ દરવાજો ખોલીને કહ્યું, “તમારાં ડેસ્ક પર એક કુરિયર રાખ્યું છે.. જરા જોઈ લેજો”

હાર્દિકે હકારમાં માથું હલાવ્યું એટલે અરવિંદભાઈ બહાર નીકળી ગયા.

“સાલો લુખ્ખો…” અરવિંદભાઈનાં ગયા પછી હાર્દિકે ભડાસ કાઢતાં કહ્યું.

“હવે તો પ્યુન પણ તારી કહીને લઈ જાય છે…” જાડીયાએ હાર્દિકનાં ખભે થાપો મારતાં તેની મજાક ઉડાવી.

“એ છોડ, ડીઝબસની પ્રોસેસ પુરી કરો બધાં” હાર્દિકે કહ્યું, “પાંચ વાગે એટલે બધું ક્લિયર કરીને આપણે નીકળી જઈશું..”

બધાએ યંત્રવત ડોકું ધુણાવ્યું અને બહાર નીકળી ગયા. છેલ્લે હાર્દિક પાઠક પણ પોતાનાં ડેસ્ક તરફ અગ્રેસર થયો. એ પોતાનાં ડેસ્ક પર પહોંચ્યો અને અરવિંદભાઈએ રાખેલા કુરિયરને ખોલીને તેમાં રહેલી ફાઇલ કાઢીને વાંચવા લાગ્યો. તેની બાજુમાં હોમ લોનની સરલ પ્રોડક્ટનો SM કિરણ જોશી બેઠો હતો. પાંચ મિનિટ થઈ એટલે સંકેત રાઠોડ નામનો ત્રેવીસેક વર્ષનો છોકરો દોડતો દોડતો કિરણ જોશી પાસે આવીને ઊભો રહ્યો. એ હાંફતો હતો, તેણે બંને હાથ ડેસ્ક પર રાખ્યા અને ખભો ઝુકાવીને થાક ઉતારવા લાગ્યો.

“કેમ મોડું થયું ભાઈ ?” કિરણ જોશીએ સહસ સ્વભાવે પૂછ્યું, “કેટલાં વાગ્યાં ?”

સંકેતે કાંડાઘડિયાળમાં નજર ફેરવી. કાંટો સાડા દસનો સમય બતાવી રહ્યો હતો.

“ઘડિયાળમાં શું જુએ છે ?, આ બાપાની ઑફિસ નથી..કાલથી સમય પર આવવું હોય તો જ આવજે નહીંતર નોકરી છોડી દેજે…તું મારા માટે કામ નથી કરતો ભાઈ..” કિરણ જોશીનાં ચહેરા પર બનાવટી ગુસ્સો હતો.

“સૉરી સર…” સંકેતે નજર ઝુકાવીને કહ્યું.

આ બંને જે વાત થઈ રહી હતી એ હાર્દિક સાંભળતો હતો. તેને પોતાનાં સ્વભાવ મુજબ બીજાની પટ્ટી પાડવાનો મોકો મળી ગયો.

“તમારો RO તો ઉડતા પંજાબ છે સાહેબ…એને ક્યાં ટ્રાફિક નડે છે ?” હાર્દિકે સંકેતની મશ્કરી ઉડાવતાં કહ્યું.

હાર્દિક કોઈ મોટો જોક્સ કહ્યો હોય એવી રીતે કિરણ જોશી હસવા લાગ્યો. અહીં સંકેત ધુઆપુંઆ થઈ ગયો હતો. સંકેતનું જ્યારથી જોઇનિંગ થયું ત્યારથી હાર્દિક કોઈને કોઈ વાત પર સંકેતની મજાક ઉડાવતો. સંકેત દર વખતે એ બેઇજતીને ઘોળીને પી જતો.

“આજે શું કરવાનું છે ?” કિરણ જોશીએ સંકેતને ઉદ્દેશીને પૂછ્યું.

“એક કોલ્ડ કૉલ છે…એટલે કસ્ટમરને મળવા જઉં છું” સંકેતે કહ્યું.

“એક કસ્ટમરને મળીને શું થશે ?” કિરણ જોશીએ ઉદ્દવત અવાજે કહ્યું, “પાંચ બિલ્ડર વિઝીટ કરો અને મને એનાં ફોટા-કોન્ટેક્ટ નંબર મોકલો”

“ઑકે સર…” સંકેતે કહ્યું અને હાર્દિક તરફ નજર ફેરવી.

“હેપ્પી બર્થડે સર…” સંકેતે કહ્યું. હાર્દિકને સંકેતને જવાબ આપવો જરૂરી ન લાગ્યું એટલે તેણે ફાઈલમાં જ ધ્યાન રાખીને નીકળી જવા હાથ વડે ઈશારો કર્યો અને સંકેત ત્યાંથી નાસી ગયો.

(ક્રમશઃ)