પરાગિની 2.0 - 14 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 14

પરાગિની ૨.૦ - ૧૪


દાદી પરાગને રીંગ પહેરાવવાનું કહે છે પરંતુ દાદા તેમની જગ્યાએ થી ઊભા થઈને કહે છે, કોઈ વીંટી નથી પહેરાવાની...!

બધા આશ્ચર્ય પામે છે કે દાદા શું કહે છે આ...

રિની- દાદા.... વીંટી નથી પહેરાવવાની એટલે??

દાદા- એટલે... સગાઈ વગાઈ કંઈ જ નહીં થાય... બધુ પૂરું.. અમે અમારી છોકરી નહીં આપીએ...

દાદીને હવે ગુસ્સો આવે છે... તેઓ તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને કહે છે, હા.. તમે તમારી છોકરી ના આપી શકો તો કંઈ નહીં... અમારે પણ આ સગપણ નથી કરવું...!

બધા પોત પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય છે.

બધા પહેલી વખત દાદીને આટલા ગુસ્સામાં જોયા હોય છે.

પરાગ- દાદી... તમે આ શું કહો છો?

દાદા આશાબેન, રીટાદીદી અને ત્રણેય છોકરીઓને કહે છે, ચાલો અહીંથી...

રિની આશાબેનને કહે છે, મમ્મી... પ્લીઝ દાદાને કહેને...

દાદા ગુસ્સામાં રિનીને કહે છે, રિની તને સંભળાતું નથી... ચાલ અહીંથી...

પરાગ દાદાને રોકવાની કોશિશ કરે છે પણ દાદા પરાગને ના કહી દે છે અને કહે છે, રોકવાનો કોઈ જ મતલબ નથી અને હવે રિનીને ભૂલી જજે.. આટલું કહી દાદા જતાં રહે છે.

ફોટોગ્રાફર બધી પરિસ્થિતિનાં ફોટો પાડી લે છે.

દાદીને ગુસ્સાને લીધે બીપી હાઈ થઈ જાય છે અને ત્યાં જ બેસી પડે છે. સમર દાદીને જોતા જ ફટાફટ ત્યાં આવી પાણી પીવડાવે છે. પરાગ પણ દાદી પાસે આવી જાય છે.

દાદી- પરાગ.. મને ઘરે લઈ જા..।

પરાગ માનવને ગાડી લઈ આવવા કહે છે. પરાગ દાદીને ગાડીમાં બેસાડે છે અને માનવને પોતાના ઘર તરફ ગાડી લઈ જવાનું કહે છે.

પરાગના ઘરે આવી દાદી ગાર્ડનમાં બેસે છે થોડીવાર... અને પરાગ પણ તેમની સાથે બેસે છે અને કહે છે, દાદી એવું હોય તો ચાલો હોસ્પિટલ લઈ જાવ તમને...?

દાદી- ના બેટા... ઠીક છું હું.... પરાગ બેટા મને માફ કરી દે.... હવે આ શક્ય નથી...

પરાગ- દાદી... પણ ખરેખરમાં વાત શું છે? કેમ શક્ય નથી? દાદી... મને રિની વગર નહીં ચાલે... ગમે તે થાય હું રિનીને નહીં છોડી શકુ...

દાદી- ખબર છે મને... પણ પણ હું કંઈ નથી કરી શકતી.... તારે રિનીને ભૂલાવી પડશે...

પરાગ- દાદી... બધુ બરાબર તો છેને? અને તમારી અને વાસુદેવ દાદાની વચ્ચે એવી તો શું વાત હતી?

દાદી- એ વ્યક્તિ ગમે તે થઈ જાય પણ આપણા પરીવારમાં એમની પૌત્રી નહીં આપે...

પરાગ- આટલાં વિશ્વાસથી આ વાત તમે કેમના કહી શકો છો દાદી?

દાદી થોડા ઊંચા અવાજે પરાગને કહે છે, બસ હવે બહુ સવાલ ના કરીશ... જે કહ્યુ તે કર...

પરાગ પણ અકળાઈ જાય છે અને કહે છે, પાગલ થઈ જઈશ હું.... પહેલા દાદાનું ચેપ્ટર આવ્યું અને હવે તમારા બંનેનું...


વાસુદેવ દાદા અનો તેમનો પરીવાર ઘરે પહોંચે છે... દાદા ઘરે જઈ તરત બધાને કહી દે છે, કોઈ કંઈ સવાલ નહીં પૂછે... હું સૂવા જાવ છું... મને અવાજ ના જોઈએ... દાદા આટલુ કહી સૂવા જતા રહે છે.

રિની સખ્ત ગુસ્સામાં હોય છે.. તે પગ પછાડતી રૂમમાં જતી રહે છે તેના બેડ પર ઊંધી સૂઈને રડી પડે છે.

એશા અને નિશા તેને સમજાવવાની કોશિશ કરે છે પણ રિની રડવાનું બંધ જ નથી કરતી... પરાગનો ફોન રિની પર આવે છે પણ રિની ફોન નથી ઉપાડતી... તેની જગ્યાએ એશા ફોન ઉપાડે છે અને બાલ્કનીમાં જઈ પરાગને કહે છે, રિની અપસેટ છે અને રડે છે...

નિશા રિનીને સમજાવતી હોય છે કે રિની ઊભી થઈને બોલવા માંડે છે, તેનો અવાજ સાંભળી એશા અંદર આવે છે અને તેનાથી ફોન ચાલુ રહી જાય છે...

રિની- ખબર નહીં બધાને શું પ્રોબ્લમ છે મારા અને પરાગના રિલેશનથી... અમે શાંતિથી લગ્ન કરીને રહેવા માંગીએ છીએ... પણ ના... કોઈએ રાજી રહેવું નથી... પહેલા પેલી ટીયા નહોતી ઝંપતી.. પછી એ ટીયાનું ના ચાલ્યું તો નમનનો ઉપયોગ કરી મને અને પરાગને અલગ કરવા આવી હતી.... એનું પત્યું તો શાલિની મેમ આવ્યા... એમનું હજી પત્યું નથી કે દાદા આવી ગયા... દાદા માંડ માંડ રાજી થયા કે બંને દાદા- દાદીએ ના કહી દીધી... નિશા.... એશા... શું બગાડ્યું છે મેં અને પરાગે બધાનું..? શું બગાડ્યું છે??

આટલું કહી રિની ઘ્રૂસકેને ઘ્રૂસકે રડી પડે છે. પરાગ બધુ જ ફોનમાં સાંભળી લે છે.. રિનીને આટલી દુ:ખી અને રડતાં સાંભળી તે પણ ઢીલો પડી જાય છે... તેને પોતાની જાત પર થાય છે કે જે પરાગ શાહ બધુ જ કરી શકે છે તે આજે કંઈ જ નથી કરી શકતો બસ પોતાની મંગેતરને આમ રડતી જોઈ રહે છે. પરાગ બીજા દિવસે રિનીના ઘરે જવાનું નક્કી કરે છે.

એશા ફોન મૂકી પહેલા રિનીને પાણી પીવા આપે છે. એશા અને નિશા બંને રિનીને સૂવડાવી દે છે.

*********


બીજા દિવસે રિની, એશા, નિેશા અને આશાબેન દાદાના રૂમની બહાર ઊભા હોય છે કેમ કે નવ વાગવા આવ્યા હોય છે અને દાદા હજી તેમની રૂમમાંથી બહાર નથી આવ્યા હોતા પણ કોઈની હિંમત નથી ચાલતી કે દાદાના રૂમનો દરવાજો ખખડાવી તેમને પૂછે કે દાદા તમે ઠીક તો છોને? પણ કોઈ પૂછી શકતું નથી..

આશાબેન રિનીને કહે છે, બેટા તું હિંમત કરીને દાદાને પૂછી જ જો...

રિની પૂછવા જ જતી હોય છે કે ડોરબેલ વાગતા રિની પહેલા દરવાજો ખોલવા જાય છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ દરવાજે ઊભો હોય છે. રિની પરાગને જોઈને આશ્ચર્ય પામે છે. પરાગ આજે પહેલી વખત રિનીનાં ઘરે આવ્યો હોય છે.

રિની- પરાગ તમે અહીં...?

પરાગ- દાદા સાથે વાત કરવા આવ્યો છુ...

રિની- પણ તમને દાદાએ કાલે ના પાડી હતી... તમને અહીં જોશે અને કંઈક નવો બખેડો ઊભો ના કરી દે... અને અમે ક્યારની ટ્રાય કરીએ છીએ દાદા સાથે વાત કરવાની.. અમારી સાથે નથી કરતા તો તમારી સાથે કરશે?

પરાગ જોરથી દાદાને બૂમ પાડી બોલાવે છે. રિની પહેલેથી દાદાથી ડરેલી હોય છે અને પરાગ બૂમ પાડે છે તેથી રિની પરાગના મોં પર હાથ રાખી તેને ચૂપ રહેવા કહે છે.

પરાગ- રિની વાત કરવી જરૂરી છે... આપણી લાઈફનો સવાલ છે...

રિની- હા.. મને ખબર છે... પણ અત્યારે એ સમય નથી... પ્લીઝ સમજો તમે....

પરાગ થોડો શાંત થાય છે અને કહે છે, ઓકે... બહાર તારો વેઈટ કરું છું.. વાત કરવી છે....


શાલિની પેલા પત્રકાર સાથે વાત કરી હોય છે તેના રૂમમાં... શાલિની તે વ્યક્તિને કહેતી હોય છે કે ન્યૂઝમાં કેવી લાઈન હોવી જોઈએ... નવીનભાઈ દરવાજો ખોલી અંદર રૂમમાં આવતા હોય છે કે તેઓ શાલિનીની બધી વાત સાંભળી લે છે... તે શાલિની પાસે જઈ ફોન લઈને ફોન સ્પીકર પર કરે છે.. સામે પત્રકાર જે બોલતો હોય છે તે બધુ જ સાંભળી લે છે અને ફોન ફેંકીને નવીનભાઈ શાલિની પર ભડકે છે.. તું આટલી ચીપ હરકત કરી શકે છે એવી મને આશા નહોતી...

શાલિની આજે રંગે હાથ પકડાય ગઈ હોય છે તેથી બોખલાય જાય છે.. પોતાના બચાવ માટે શું બોલવું તે પણ તેને ખબર નથી પડતી...!

નવીનભાઈ- હું ભલે ઘરે નથી રહેતો પણ તું શું કરે છે તે બધુ મને ખબર હોય છે... કેટલા બધા સમયથી હું બધી તારી હરકતો જોઉં છું અને સહન કરુ છું પણ હવે નહીં... મને એ ખબર નથી પડતી કે મારા છોકરા પરાગને તુ કેમ આટલું હેરાન કરે છે? કેમ એને બરબાદ કરવા પર આવી ગઈ છે? શું ઈચ્છે છે તું હા??

શાલિની- તમે પહેલા શાંત થઈ જાઓ... હું તો બસ પરાગને એ છોકરીથી દૂર રહેવા માટે બધુ કરુ છું...

નવીનભાઈ- ઈનફ શાલિની.... આ તે જે બધુ ફેલાવ્યું છેને કીચડ... એ તું જ સાફ કરીશ... અને જો આ સમાચાર જો ન્યૂઝમાં છપાયા અને પરાગને જો કંઈ નુકસાન થયું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય...

શાલિની- નવીન.. તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો...

નવીનભાઈ- કરીશ જ... પરાગને જો કંઈ થયું તો આનાથી પણ ઊંચા અવાજમાં વાત કરીશ.. અને બીજું શું કરીશ એ તું પણ નહીં વિચારી શકે...

શાલિની- ન્યૂઝ છપાશે તો શું કરશો હા..?

નવીનભાઈ- શું કરીશ એમ તો સાંભળી લે.... ડિવોર્સ આપી દઈશ તને... પછી એ જ ગામડે જઈને રહેજે જ્યાંથી તું ખાલી હાથે મારી સાથે આવી હતી...

શાલિનીને શોક લાગે છે... ડિવોર્સનું સાંભળી શાલિની કંઈ જ બોલતી નથી... નવીનભાઈ ત્યાંથી જતા રહે છે.


રિની પરાગને મળવા બહાર જાય છે.

પરાગ- કાલે હું ફોન પર બધી વાત સાંભળતો હતો... તું કાલે રડી હતી... એટલે જ અત્યારે હું દાદા સાથે વાત કરવા આવ્યો...

રિની- દાદા અત્યારે કોઈની વાત નથી સાંભળતા...

પરાગ- જો રિની આ લોકોનું બહુ થયું... મને નથી ખબર કે દાદા અને દાદી વચ્ચે શું થયું હશે એ આપણો પ્રોબ્લમ નથી...

રિની- પરાગ... એ આપણા વડીલ છે અને કંઈ સીરિયસ પ્રોબ્લમ થયો હશે એટલે તો આવું બીહેવ કરે છે તેઓ...

પરાગ- જો રિની તને સીધુ કહી દઉં... મારે આ બધા ચક્કરમાં નથી પડવું... બહુ થયું.. તેમના ઝગડામાં આપણે કેમ પીસવાનુ?? તું મારી સાથે આવવા રેડી છે?

રિની- ક્યાં જવાની વાત કરે છે...?

પરાગ- જ્યાં આપણે બંને જ હોઈએ.. બસ

રિની- પરાગ... ભાગીને ના જવાય...

પરાગ- તો ઠીક છે તું રહે તારા ઘરવાળા જોડે...

આટલું કહી પરાગ ગાડીમાં બેસવા જતો હતો કે દાદા બહાર આવે છે અને પરાગને કહે છે, તને ના કહ્યું હતું ને કો રિનીને મળતો ના હવે...

પરાગ- હા કહ્યું હતું... પણ હું મેરેજ તો રિની સાથે જ કરીશ જે થાય એ...

આટલું કહી પરાગ ત્યાંથી ગાડી લઈ જતો રહે છે.


સમર જૈનિકાને ગઈકાલે રાત્રે જે થયું તે બધા વાત કહે છે. જૈનિકાને પરાગ અને રિની માટે થોડી ચિંતા થવા લાગે છે.


નવીનભાઈ તેમની મમ્મી એટલે રેખાબેન પાસે જઈને બેસે છે અને તેમની ખબર પૂછે છે ધીમે રહી એવું પણ પૂછે છે કે પરાગના લગ્ન માટે કેમ ના પાડી? એવી તો વાસુદેવભાઈ અને તમારી વચ્ચે શું વાત છે કે ના પાડી દીધી?

દાદી થોડા અકળાઈ છે અને કહે છે, હા.. પરાગના મેરેજ ત્યાં નહીં થાય અને એનું કારણ તું પૂછતો ના...!

આટલું કહી દાદી ત્યાંથી જતા રહે છે.


શાલિની પત્રકારને ફોન કરી ન્યૂઝ છાપવા માટે ના કહી દે છે.

આ બાજુ રિની પરાગને ફોન કરી કહે છે કે દાદા પરમદિવસે જવાનું કહે છે એટલે હંમેશા માટે જેતપુર...

પરાગ- રિની પ્લીઝ હજી તને કહું છું... તું આવી જા મારી પાસે...

રિની- ના પરાગ... મારી ફેમીલી સાથે હું દગો ના કરી શકુ...

પરાગ- તું તો મારી વગર રહી શકીશ?

રિની- ના....

પરાગ- તો શું કરીશ તું?

રિની- ગમે તે થાય હું દાદાને મનાવીને રહીશ...

પરાગ- તને શું લાગે છે માનશે તેઓ હા??

પરાગ હવે ગુસ્સામાં આવી જાય છે અને કહે છે, મનાશે તેઓ? મગજ બગાડી નાખ્યું છે બધા એ....

રિની ગભરાય જાય છે અને કહે છે, પરાગ શાંત થાઓ તમે.... હું ભાગવાની ના કહુ છુ પણ રજીસ્ટર મેરેજ તો કરી શકીએ છેને..? પણ કોઈને કહીએ નહીં... પ્લીઝ... આ બધુ શાંત થઈ જશે એટલે આપણે ઘરે કહી દઈશું..!



શું પરાગ રજીસ્ટર મેરેજ માટે હા કહેશે? શું દાદાને જાણ થઈ જશે કે રિની શું કરવાની છેતે?

શું આ ગૂંચણામણ આગળ જઈને ઉકેલાશે કે આમ જ વધતી જશે??

જાણવા માટે વાંચતા રહ આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૫