નતાશાના મોબાઇલ ફોનનો મેસેજ વાંચીને વિરાજના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આખેઆખો એ ધ્રુજી ઉઠ્યો હતો. સઘડી સંઘર્ષની......
"સલામવાલેકુ.. વક્ત કે સાથ સબ સંભલ જાયેગા બેટી. માન જાઓ મેરી બાત ઔર જલ્દી આ જાઓ. જીદ મત કરો."
"યુ નો ? યુ આર ઇન લાસ્ટ સ્ટેજ. કમ ક્વિકલી. નાવ ઇટ્સ માય ઓર્ડર!"
બોલતાં બોલતા અટકી ગયેલો વિરાજ બંને મેસેજ વાંચીને સ્તબ્ધ હતો. એના ગળાના શબ્દો અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત થઈ આંખો પર પથરાઈ ગયા હતા. શૂન્યવત્ નજર ક્ષણિક એ સ્ક્રીન પર ચોંટી રહી. નતાશા જે સંતાડી રહી હતી એના એકેએક શબ્દો મોબાઇલ સ્ક્રીન પર ઉછળકૂદ કરી રહ્યાં. ઉપરથી નીચે સુધી અંગે અંગમાંથી ધ્રુજારી વછૂટી ગઈ હતી. નતાશા એની તગતગતી આંખો જોઈ રહી. ક્યાંય સુધી બંને બાજુ ભાર ભરેલી શૂન્યતા પથરાયેલી રહી હતી.
"વ્હોટ..નતાશા.. આર યુ ઇન લાસ્ટ સ્ટેજ?"
ગળામાંથી ગૂંગળાઈને બહાર આવેલા શબ્દો દિવાલ પર ભટકાઈને પાછા ફરતા હતા. એની સામે ક્યારેય નજર ઊંચી કરીને નહોતો જોતો એ વિરાજ એકટશે એને તાકીને જોઈ રહ્યો હતો. બિંદાશ નતાશા એનાથી આજે નજરો છુપાવી રહી હતી. નતાશાની આંખો પર પાંપણોનું સામ્રાજ્ય છવાઈ રહ્યું. ઘાટો સન્નાટો વ્યાપી ગયો. નતાશાની આંખોના ક્યારામાં અવડ આસુંડાના વન ઉગી નીકળ્યાં. વિશ્વવ્યાપી આંસુઓનો બોલકો સંવાદ એકબીજા સાથે વાતોની આપલે કરતાં રહ્યાં હતાં.
મનમાં ધરબાયેલાં કૉલેજ કાળના અનેક દ્રશ્યો વિરાજની આસપાસ ચક્કર લગાવવા લાગ્યા. ધુમ્મસ બાજેલી ક્ષણ મનઃચક્ષુ સમક્ષથી હટી જતા એ દિવસો ચણોઠીની જેણ ચળકી ઊઠ્યા હતા. બધું યાદ આવી રહ્યું હતું, જ્યારે એ કૉલેજમાં સાથે ભણતાં હતાં ત્યારે વિરાજને નતાશા ગમતી. એનું એવું આકર્ષક વ્યક્તિત્વ હતું કે કોઈ યુવાન છોકરાનું ધ્યાન એના તરફ ન ખેંચાય તો જ નવાઈ. એ પોતે સુંદર અને ધનવાન પિતા એટલે એની આસપાસ યુવકોના વર્તુલો રચાતા. એટલે એ ગગનમાં રાચતી હતી. વિરાજ પોતે સાવ અલિપ્ત હતો. કોઈ છોકરી સાથે તો કયારેય વાત જ ન હતો કરતો અને આમ પણ એ ખપ પૂરતું જ બોલતો. ક્યારેક એકાદી નજર જો એનાથી નતાશા સામે નંખાઈ જતી તો ક્યારેય વિરાજની સામે એક સ્મિત પણ એ લહેરાવતી નહીં. તિરસ્કારિત ભાષા વાપરી બોલતી, 'હમેં કિસી મર્દ કી ગુલામી પસંદ નહિ ઔર તૂ તો મેરે પેર કી જૂતી બરાબર હૈ !'
એના માટે પ્રેમ એ એક માત્ર કાલ્પનિક વિચાર ધારણા હતી. એના શબ્દોથી વિરાજે એના પ્રત્યેની દિલની ભાવનાઓ અને પ્રેમ બધુંય મનના અતલ ઊંડાણમાં ભંડારીને ત્યારે જ હોળીના હવનમાં ભડભડ સળગાવીને સ્વાહા કરી દીધું હતું. મૌન સેવીને કમને અઢળક ઇચ્છાઓને એણે ડામવી પડી હતી. એ વખતે પોતાના રૂ જેવા મુલાયમ સળગતા હૈયાને, હથેળીઓમાં ભરીને પોતાના જ ચહેરા પર ચાંપી દેવાની તીવ્ર કામના થઈ આવી હતી. 'વિના પ્રેમ એક તરફી પ્રેમ કરવો હૈયાને આપઘાતને નિમંત્રણ આપવા બરાબર છે. પ્રેમ કરાવવા માટે દબાણ કરવું પડે એ પ્રેમ શું કામનો? એના કરતાં તો કોઈ સાથી કે સહારા વિના આ દુનિયાની સફર એકલાએજ, ખુમારીભર્યું જીવન ખેડવું સારું !' એવું વિચારીને પછી તો વિરાજે નતાશાને પોતાના મનના લોકરમાં લોક કરી, એનું નામો નિશાન નજરો સમક્ષથી મિટાવી દીધું હતું કે, ક્યારેય એ નામનો પડછાયો પણ ડોકિયું ન કરે.
અમેરિકામાં વિરાજને મળ્યા પછી અને એની પ્રગતિ અને સજ્જનતાભરી જીવનશૈલી જોઈને નતાશા એના પ્રત્યે બેહદ આકર્ષિત થઈ ગઈ હતી. એના વિચારોની માન્યતાઓમાં પ્રેમ નામનું તત્વ ઉમેરાઈને વિરાજમય નતાશા એના પ્રેમમાં તન્મય થઈ ગઈ હતી. ત્યારે એણે જરાય થડકાર વિના એકરાર કરીને કહ્યું હતું,
"આપકો ચાહતી હૂં મેં ! આપકે સાથ જીવન બિતાના હૈ હમેં." વિરાજને એનામાં નરી મૂર્ખતા દેખાઈ રહી હતી.
"સમય ઔર ચાહત દોનોં એકસાથ હી ચલે ગયે થે. અબ વે દોનોં સાથ આયે સંભવિત નહિ હૈ. ક્યુંકિ જો હમ ઢૂંઢ રહે થે વો ચાહત આપકે પાસ નહિ થી વો તો દો ગજ દૂર હી ખડી થી. મિલ ગયી."
"તબ તો આપ હમેં ચાહતે થે !"
"બિતા હુઆ તબ કા કલ, અબ વાપસ આને વાલા નહિ હૈ."
ધિક્કારિત શબ્દોની આપેલી ભેંટથી ગમે તેટલી વેદના કેમ ન થાય પણ હ્રદય ભીખ તો ક્યારેય ન જ માંગે. એ જ તો વિરાજના એકતરફી પ્રેમમાં સંવેદનાની પરાકાષ્ઠા હતી. નતાશા પરના પ્રેમના અંચળો પોતાના ચહેરા પાછળ સંતાડી દીધાં હતાં.
વિરાજના ચંચળ મને બીજે ભૂસકો માર્યો. 'દિક્ષાનો પ્રેમ પામીને હું ધન્ય થઈ ગયો છું. એના તરફથી અત્યાર સુધી મેં કોઈ તકલીફ નથી જોઈ. એને જ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. દર વખતે..'
અદ્રશ્ય છતાં અભેદ શક્તિશાળી. ખરાબ કરવા જનારને વિના પ્રયાસ આપોઆપ એના કર્મની કસોટીમાં નાખીને એની યાત્રા સારા રસ્તે આપમેળે આગળ ધપી જાય છે. કાળચક્રે પાસા ફેંકી નવો દાવ રમી લીધો હતો. જિંદગી ક્યારે, શું અને કેટલું આશ્વર્યચકિત કરે એ આપણે નથી જાણતા. કઈ બાબતે આપણને હસાવે કે અંદરથી આપણને હચમચાવી દે આપણે નથી જાણતા હોતા.
નતાશા ઉપર વ્યક્ત ન થઈ શકેલી અત્યાર સુધીની ખેદ, ખીજ, અણગમો, ધૃણા કે મગજમાં ભરાઈ રહેલો દાવાનળ હિમાલયી ઠંડક પર આરૂઢ થઈ ટાઢોબોર થઈ ઓલવાઈ ગયો હતો. વિરાજે એની આંખોમાં આંખ પરોવી. એની ઊંડી આંખોમાં ખારોઉર સમુંદર છલકતો દેખાયો. અંતરના ઓરડે બાજેલી એના પ્રત્યેની ધીક્કારની લાલીમા આંખોમાંથી મીણ બનીને ઓગળતી વહી રહી. નતાશા સાથે રહેવા આવ્યા પછી સતત નાની મોટી બાબતો દ્વારા એને પરેશાન કરતો રહેતો હતો અને એની જાણ બહાર દિક્ષા સાથે છાનગપતિયાં કરતા વિરાજના હ્દયના પ્રેમે અચાનક પડખું ફેરવ્યું.
નતાશા પ્રત્યે લાગણીનો કૂણો-કૂણો અંકુર ફુટ્યો. એને બાથમાં લઈ લાડ લડાવી વિરાજે સાંત્વનાયુક્ત ચુંબન કરી, પીઠ પર હાથ પ્રસરાવી મૌનનું આવરણ ઓઢી ચૂપચાપ પડી રહ્યો. પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો અવકાશ બની રહ્યો. હૃદય એની ઊર્મિઓને ઈંજન આપી રહ્યું હોય એમ ધબાક ધબાક થઈ રહ્યું હતું.
બહાર વાતાવરણમાં અચાનક ગર્જનાઓ સાથે વરસાદ ખાબકી પડ્યો. આકાશે ધરતીને સફેદ ચાદર ઓઢાડીને હૂંફ આપી. વિરાજનો એકાધિકાર માણી, સાથ આપીને એની બાહોમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. કરંડિયો કેરીનો તો કોઈ ધરે, તો નકાર્યા વિના સામેથી ચાલીનેય સ્વિકારી લેવાય એ નાતે ઊષ્માને આત્મસાત કરી હતી. નતાશાએ તૃપ્તિના આંચળો ઓઢી પ્રેમની આગોશમાં રાત વિતાવી.
બીજો દિવસ બન્નેનો બહુ વહેલો ઊગી ગયો હતો. ઉદાસીના આંચળો ઓઢીને આવેલા સૂર્યના કિરણો મૂંગુ મૂંગુ હસતાં હતાં.
આંખો ખુલતાં જ વિરાજને કળ વળે તે પહેલાં તો નતાશાએ કોમળ અવાજે અચંબિત કરતો ઝીણો એક કાંકરો ફેંક્યો
"જન્નત મિલ ગયી હમેં.!" એના એક વાક્બાણથી અવાક્ થઈ ગયેલા વિરાજના ચહેરા ઉપર પાંચપચીસ આશ્ચર્યચિહ્નો ચમકી રહ્યાં હતા. આજે અચાનક જ આવાં સ્વૈરવિહારી આવર્તનો છેડવા બદલ ક્ષણભર તેનું મન વિક્ષિપ્ત થઈ ગયું હતું.
"હમને આપે મે આકર નહિ પર દિલ સે કૂબૂલ કિયા હૈ આપકો, પ્યાર સે.."
"વિરાજ હમને ભી.. સાફ દિલ સે. ક્યુંકિ બિના પ્યાર ઈશ્વર તક પહૂચ નેકે લિયે સબ સાધના અધૂરી હૈ. હમ આજ પુરે હો ગયે."
"ક્યાં હમ હમ પહેલી બાર એક સાથ બેડ પે...? ટ્વિન્સ્ ઔર શાદી ઔર યે સબ..?"
"હા વિરાજ.. સબ ઝૂઠ થા... તુમ્હે ફસાને કે ચક્કર મે ઈશ્વરને હમેં યે સુંદર સી ગીફ્ટ દી હૈ. જો હોના હૈ હોકર હી રહેગા. સમય બીતને કે બાદ હરબાર હમેં યે અહેસાસ હોતા હૈ, જો ચલા ગયા વો સમય ઔર નાતા બેહદ ખાસ હોતા થા."
નતાશા સ્હેજ વાર રોકાઈ રોકાઈને બોલે જતી હતી. વિરાજ વિના હુંકારે સાંભળે જતો હતો.
યે દિન કા તો કબ સે ઈંતઝાર થા હમેં. આપકો પાને કે લિયે કી યે મૌકા બિલકુલ ગવાના નહિ ચાહતે થે. હમને સબકુછ પા લિયા વિરાજ. આજ હમને સબકુછ પા લિયા....
બર્થ ડે કી એસી ગીફ્ટ કે સાથ આજ હમારા નયા જનમ હૂઆ હૈ."
ક્રમશઃ વધુ આગળ પ્રકરણ : 63 માં નતાશા શું કૅન્સરમાં મોત તરફ પગરણ માંડી રહી હતી કે એની કોઈ નવી ચાલ રમી રહી હતી?