An untoward incident અનન્યા - ૧૪ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An untoward incident અનન્યા - ૧૪

આગળના ભાગમા વર્ષો પછી સોહમના મોઢેથી ગૌરીનું નામ સાંભળી ઝંખના ચોંકી જાય છે. એક જ રાતમાં બંને એકબીજાને આપેલા પ્રોમિસ તૂટી ગયાનો અફસોસ કરે છે, ઝંખનાની કુદરતી શક્તિ તેના પહેલા સંતાનને મળશે, આ વાતથી સોહમ દુઃખી થઈ જાય છે. તેને રાત દિવસ ઝંખનાને ખોવી દેવાનો ભય સતાવે છે, એક પ્રોમિસ તોડીને ફરીથી ઝંખના બીજું પ્રોમિસ કરે છે, પણ આ વખતે સોહમ તેને કહી દે છે કે પ્રોમિસ તોડવા માટે જ હોય છે, ત્યાં તો ગુંજન તે ઓના બેડરૂમમાં આવી જાય છે, હવે આગળ..

******

જિંદગીના વળાંકે ચોક્કસ ભૂલોની માફી હોતી નથી,
પીડા અસહ્ય થાય ભૂલો ભૂલીને ભૂલાતી હોતી નથી..
કેમ અંતર બળે ત્યારે, રાહત જરા પણ હોતી નથી.?
ઝખ્મોને મલમ મળે એવી સ્થિતિ ક્યારે પણ હોતી નથી..

"કેમ, માસી મને અચાનક જોઈને ચોકી ગયા..? મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને.!!" શું તમે મારાથી કંઇક છૂપાવી તો નથી રહ્યા ને. !? તેને કટાક્ષ કરતા કહ્યું..

તું પણ શું..!? કંઈ પણ બોલે છે..

ગુંજન, દીકરા મને પણ એવું જ લાગે છે કે તારી માસીનું કંઇક તો સિક્રેટ છે.. જે તારા અને મારાથી છુપાવી રહી છે.. તારી માસી તો ઘણીવાર એના વર્તનથી મને પણ ચોંકાવી દે છે.. આટલા વર્ષોથી હું તેના સિક્રેટ જાણી શક્યો નથી, તો તારી તો વાત જ ક્યાં આવે..!

અરે, આ ઉંમરે મારે એવું તો શું સિક્રેટ હોય શકે.!?, તમે પણ શું સોહમ, ગુંજુની વાતમાં વાત મેળવી બોલો છો.. તેણે હસતાં હસતાં કહયું..

આ તો તમે કિચનમાં નહોતા, તેથી તમને ઉઠાડવા માટે આવી હતી..

હા, બેટા હું આવું છું.. તું ફટાફટ તૈયાર થઈ જા..

ઝંખુ, હું તને સાંજે તારી સ્કૂલેથી જ પીક કરી લઈશ.. આપણે સાંજે જ ડૉ. વ્યાસને મળી લઇશું.. (હું હમણા જ તેમની સાથે વાત કરી લઉં છું..)

"શું થયું માસી...!" કેમ, "ડો. વ્યાસની અપોઈન્મેન્ટ લેવાની છે..?"

રાત્રે માથું દુખી તાવ આવ્યો હતો, તેથી બરાબર ઊંઘ નથી થઇ, આથી માસા કહે છે કે ડોકટરને બતાવવુ વધુ યોગ્ય છે.

પણ માસી, ડો. વ્યાસ તો __

ગુંજન, "તું સહેજે ચિંતા નહિ કર.. જા જા ફટાફટ તૈયાર થઈ જા.. તારી માસીની ચિંતા કરવા હું છું ને.. તારે યુનિવર્સિટી પણ જવાનું છે.. તને મોડું થઈ જશે, ખોટે ખોટો સમય બગાડ નહિ.."

તે મનમાં વિચારી રહી હતી કે અત્યારે સવાલ પૂછવું યોગ્ય નથી.. બીજીવાર ક્યારે હું માસી સાથે વાત કરી લઈશ. આથી તે ત્યાંથી જતી રહે છે...

તમે પણ શું .? "ગુંજનની સામે કંઈ પણ બોલી દો છો.?"

ઓહ, કંઈ પણ... રિયલી ઝંખુ..તને ગુંજનની આટલી બધી ચિંતા છે..

હવે, તમે કટાક્ષ કરો છો..!!

ના, ઝંખુ... કાલની રાત મારી જિંદગીની સૌથી લાંબી રાત હતી.. જે ભૂતકાળ મારા મનસમાંથી નીકળી ગયો હતો, તે એક ક્ષણમાં મારી નજર સામે રમતો થયો.. જે હું ભૂલી ગયો હતો, તે બધું અચાનક મારી નજર સામે આવી ગયું.. હું જીવું છું...પણ તને તો જીવતા કરતા, મરેલાની મદદ કરવી વધુ ગમે છે. આ વાત હું કેમ ભૂલી ગયો..?

મને માફ કરો.. પ્લીઝ.. આમાં મારો કોઈ વાંક નથી.. તમે બધું જાણીને અંજાન થાવ છો.. આ કુદરતી શક્તિ તો મારી પાસે બાળપણથી જ છે.."

નહિ..! આ વખતે તારે યાદ રાખવું પડશે.. માટે માફી નહિ.. તે આટલું કહી, બાથરૂમમાં નહાવા ગયો..

સોહમની નારાજગી ભૂલી, રોજની જેમ એ રસોડા તરફ જઈ રહી હતી, ત્યારે તેની આસપાસ કોઈ અત્તરની સુગંધ ભળી રહી હતી.. જાણે ઠંડી હવાની લહેર તેને સ્પર્શી રહી હતી.. ઝંખુ જાણી ગઈ હતી કે તેની આસપાસ કોઈ છે.. પણ, "આ વખતે તે મક્કમ થઈ નજર અંદાજ કરી, પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે."

ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે એક સાથે ગોઠવાઈ જાય છે. ત્યાં આરાધ્યાને ઘરની બહાર ઊભી જોઈ અમિત તેને ઘરમાં બોલાવે છે.. "અરે આરાધ્યા તું, અંદર આવ, તું ત્યાં કેમ ઊભી છે.? અંદર આવ, અમારી સાથે નાસ્તો કરી લે. મને ખબર છે પછી તું અને ગુંજન યુનિવર્સિટી જવાના છો.."

દીકરા, "તું કોની સાથે વાત કરી રહ્યો છે.!?"

"શું ડેડા," તમે પણ..! ઉંબરાની બહાર ઊભી આરાધ્યા સાથે..

"તો ક્યાં છે એ..!?"

તમને દેખાતી નથી.. પેલી શું રહી..તું પણ શું બહાર ઊભી ઊભી સાંભળ્યા કરે છે. અંદર આવ .. હજુ બોલે ત્યાં તો ઉંબરે કોઈ નહતું...

તે બહાર નજર કરી જોઈ છે, પણ દૂર દૂર સુધી કોઈ નહતું. તેથી માથું ખંજવાળતા અંદર આવે છે.. આ એકટીવા ગર્લનો ભ્રમ થયો કે શું..? મને તો હવે દિવસ પણ દેખાઈ રહી છે..!

થોડીવાર પછી અમિતે રાત્રે આવેલા સપનાની વાત કરી. સપનામાં એક ભયાનક ચહેરો જોયો. અને ઝબકીને જાગી ગયો.

ગુંજન બોલી: "સ્ટ્રેંજ.! ભાઈ, ગઈકાલે મને પણ વિચિત્ર સપનું આવ્યું.!"

"શું ..?"

મને એવું સપનુ આવ્યું કે માસી કોઈ સાધના કરી રહ્યાં છે. ત્યાં અચાનક માસા આવ્યા, માસીને ખીજવાયા, ત્યાં તો એક વિશાળકાય આત્માં પ્રકટ થઇ. અને તે માસાને મદદ માટે કરગળી રહી હતી... પણ માસા એકના બે ના થયા..

પછી તે આત્માને ગુસ્સો આવતાં, ત્યાં બધું તહસ નહસ કરવા લાગી.. મારી તેની પર નજર પડી, તો તે મારી એકદમ નજીક આવી .. અને મારી આંખ ખુલી ગઈ..

આ સાંભળી ઝંખના અને સોહમ બંને એકબીજાને જોવા લાગ્યા.. __

કોઈ પણ સપના વિશે વિચારવું કેટલું યોગ્ય ગણાય.. પહેલા ચા નાસ્તો કરી લો.. પછી એકબીજાને પોત પોતાનું સપનું કહેજો.. સાથે સાથે ઘડિયાળ સામે પણ જોઈ લેજો.

યસ, ડેડ.. આ તો બા મને કહેતાં હતાં કે ખરાબ સપનું આવે, તો કહી દેવું જોઈએ, કહેવાથી તેની કોઈ અસર થતી નથી, માટે મેં કહી દીધું..

એક ખામોશી છવાય ગઈ, અને બ્રેક ફાસ્ટ પછી, બધા ત્યાંથી જતા રહ્યા. ઝંખુએ નિરાંત લઈ ચાનો એક ઘૂંટડો ભર્યો કે ફરી હવામાં સુગંધ ભળી.. તેણે ઘડિયાળ તરફ જોયું.. અને સમયનાં અભાવને કારણે ઝડપથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.. પણ કામ કરતાં કરતાં પણ એ સુગંધ એકબંધ રહી..

બધા પોપોતાના કામમાં વ્યસ્ત હતા. બધા પોતાના રૂટિન પ્રમાણે એક પછી એક ઘરમાંથી નીકળવા લાગ્યા, સવારનો સમય તો જાણે પાણીની જેમ વહી જાય છે,આખો દિવસ પણ.. અને જિંદગી પણ...

(ક્રમશ:)

*******

શું નાસ્તો કરતાં અમિતને સાચે આરાધ્યા દેખાઈ હતી.?
ગુંજનને સપનું આવ્યું હતું કે પછી તેને હકીકત કહી હતી.!
ઝંખનાની આસપાસ સતત સુગંધ કેમ પસરી રહી હતી..

*******

દર મંગળવારે માતૃભારતી પર વાંચતા રહો..
An untoward incident (અનન્યા)

આપના પ્રતિભાવ મને જરૂરથી આપશો.. એવી આશા સાથે...

જય શ્રી કૃષ્ણ 🙏
રાધે રાધે 🌺🌺🌺