અસ્તિત્વ - 24. અંતિમ ભાગ.. Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 24. અંતિમ ભાગ..

આગળના ભાગમાં જોયું કે અવની પ્રેગનેટ છે એ વાતથી અવની તો બહુ ખુશ હતી કે એના ડિવોર્સ થવાના છે અને વિચારે છે કે હવે મયંકને વાત કરું એ શું કહે છે....

હવે આગળ.......
અવની એના મમ્મી પપ્પાને ત્યાં હતી... એટલે એને જાણ થઈ કે એ પ્રેગનેટ છે તો સૌથી પહેલા અવની મયંકના બહેન સાથે વાત કરે છે...., અને પછી અવની મયંકને કોલ કરે છે......

અવની : હેલ્લો માયુ...

મયંક : હા બોલ....

અવની : હું પ્રેગનેટ છું..

મયંક : મારી કસમ કે મજાક કરે છે....

અવની : સાચું કહું છું... કેમ તમે આવું પૂછો છો...? તમને વિશ્વાસ નથી ?

મયંક : બેબી વિશ્વાસ તો છે... પણ તું જ્યારે મારી પાસે આવી હતી આઈ મીન આપણે મળ્યા ત્યારે જ તે એક બેબી મિસ કરી દીધું હતું અને પાછું રહી ગયું એટલે તને જસ્ટ પૂછું છું..... અને તારે દીદીને કહેવાની જરૂર ન હતી... આ આપણી અંગત જીવનની ક્ષણ છે.....

અવની : મેં દીદીને કહ્યું એ માટે સોરી....

મયંક : વાંધો નહીં પણ હજુ એક વાર તું ચેક કરી લેજે નહિ તો આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ....?


અવની : હા.... ( અને ફોને મૂકી દે છે...)
મયંક મનમાં વિચારે છે કે એ રાત જે થયું અમારી મરજીથી થયું પણ આ વસ્તુ પોસીબલ નથી લાગતી કે અવની પ્રેગનેટ હોય તેમ છતાં એક વાર અવનીને હોસ્પિટલમાં લઈ જઈને પાક્કું કરી લવ કે વાત શુ છે.....
એ રાતે મયંક અવનીને મેસેજ કરી દે છે કે આપણે કાલે હોસ્પિટલ જશું તું તૈયાર થઈ જજે અને સ્કૂલ પાસે ઉભી રહેજે હું તને ત્યાંથી પિક કરી લઇશ......
મયંકના કહેવા મુજબ અવની તૈયાર થઈ સ્કૂલ પાસે ઉભી રહે છે અને મયંક પણ એને ત્યાંથી પિક કરી અને શહેરના સારા ગાયનેક પાસે લઈ જાય છે.....
ત્યાં જઈ ડોક્ટર ના કહેવા મુજબ દરેક ટેસ્ટ કરે છે... પણ રિપોર્ટ નેગેટીવ આવે છે.... ત્યારે અવની અને મયંક બંનેને મેડમ ઓફીસમાં બોલાવીને જણાવે છે કે અવની પ્રેગનેટ નથી.... પણ અવની આ વસ્તુ માનવા જ તૈયાર નથી હોતી એ ડૉક્ટર સામે બહુ દલીલ કરે છે...
એટલે ડોક્ટર અવનીને કહે છે કે તમે હજુ એક વાર ટેસ્ટ કરી લ્યો બહાર નર્સ તમને સમજાવી દેસે.... ડૉક્ટરની વાત માની અને અવની બહાર જાય છે... અને મયંક ડોક્ટરની કેબિનમાં જ રહે છે... એ ડોકટરનો ઈશારો સમજી જાય છે.....
અવની બહાર ગઈ એટલે તરત જ ડૉક્ટર મયંકને કહે છે કે .., મી. મયંક અવની પ્રેગનેટ નથી અને અત્યારે એની હાલત જરાય નથી કે એ કોઈ બાળકને જન્મ આપી શકે મેં જ્યારે ટેસ્ટ કર્યા ત્યારે ખબર પડી કે એના ગર્ભાશયમાં થોડું નુકશાન છે જે હજુ તાજું જ છે.... તો અત્યારે તો એ શક્ય નથી કે એ પ્રેગનેટ હોય.... પણ ભૂતકાળમાં એવું કંઈ બન્યું છે??? ત્યારે મયંકને અવનીની વાત યાદ આવે છે કે કેવી રીતે યુવરજે અવનીને ધક્કો માર્યો હતો અને કંઈ હાલતમાં એ મારી પાસે આવી હતી.....
પણ ત્યારે બધું સામાન્ય લાગતું હતું કે અવનીને બહુ અંદર નુકસાન નહિ થયું હોય.... આ વાત મયંક ડોક્ટરને કહે છે ત્યારે ડોક્ટર મયંકને એક સારા સાયક્રેટિકનું નામ અને નંબર આપે છે અને ત્યાં લઈ જવાનું કહે છે....
અને અવનીને થયેલું ઇનસાઈડ ડેમેજ માટે દવા પણ આપે છે.... અને કહે છે કે એને ખબર ના પડે કે આ દવા શાની છે નહીં તો આ વાતનો અસર પણ એને જ પડશે.....
મયંક હોસ્પિટલમાંથી નીકળે તો છે પણ હવે એ વાતની ચિંતામાં મુકાઈ જાય છે કે અવનીને સાયક્રેટિક પાસે કંઈ રીતે લઈ જવી..... એ દિવશ બંને સારું એવું ફરે છે અને સારો એવો સમય બંને સાથે રહે છે સાંજે અવની ઘરે આવી જાય છે.... એને તો હજુ એમ જ હતું કે એ પ્રેગનેટ છે અને મયંક પણ કંઈ કહેતો નથી માત્ર દવા એને આપે છે સાથે કસમ પણ જેથી સમય પર અવની દવા લઈ લે.....
અવની બસ પૂરો દિવશ બાળક વિશે વિચારતી અને ડિવોર્શ ની રાહ જોતી જ ટૂંક સમયમાં થઈ જવાના હતા.....
મયંક પણ સાયક્રેટિકને મળી લે છે અને એક દિવસ પ્લાન મુજબ અવનીને બિચ પર ફરવા લઈ જાય છે અને ત્યાંથી કોઈક બહાનું બનાવીને એ ડૉક્ટર પાસે લઈને ચેક અપ કરવી નાખે છે.... ( મયંકની બહુ જીદ પછી અવની તૈયાર થાય છે આ ચેક અપ માટે...)
ચેકઅપ પૂરું થયું એટલે મયંક અવની સાથે બહાર નાસ્તો કરી અને બંને પરત ફરે છે...સાંજે મયંક અવનીના ડોક્ટરને કોલ કરે છે જેથી અવની વિશે પુરી માહિતી મેળવી શકે......
ડોક્ટર કહે છે કે અવની એક ડિપ્રેશની બીમારી નો શિકાર છે.... જેને માત્ર આભાસ થાય છે કે એ પ્રેગનેટ છે એને એવું છે કે એની વહાલી વસ્તુ એનાથી છીનવાઈ જશે..... અને આ બીમારી અવનીના મગજમાં ઘર કરી ગઈ છે....
જેમ વ્યક્તિ ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બને છે એમ જ એ વ્યક્તિ ધીમે ધીમેં જ ડિપ્રેશન માંથી બહાર આવે છે........
ત્યારે મયંક કહે છે કે પણ અવની તો ખુશ દેખાય છે..... એ જવાબમાં ડૉક્ટર કહે છે કે એ માત્ર થોડા સમય માટે જ શક્ય બની શકે અને આ બહાર થી જ ખુશ દેખાય છે બાકી અંદરથી એ એકદમ એકલી છે.. એને એકલતા ખાઈ રહી છે.... એને કોઈક સહારો જોઈએ જેથી એ પોતાને સુરક્ષિત રાખે.... અને એની આ હાલત તમારા કહેવા મુજબ ત્રણ વર્ષથી છે.... જે એની સાથે બન્યું.....
એ શું છે... એના જીવનનો હેતુ શુ છે એ બધું જ ભૂલી ગઈ છે... માત્ર હવે જીવવા માટે જીવે છે અને આ વધારે ચાલ્યું તો એની અંદરની પુરી શક્તિ મરી જશે અને પોતાનું " અસ્તિત્વ" જ ખોઈ દેસે....
મયંક કહે છે એનો કોઈ રસ્તો.... ડોક્ટર કહે છે કે બે જ રસ્તા છે એક તો એને ભરપૂર પ્રેમ આપો પણ એ થોડા સમય પૂરતું જ જો તમારા તરફથી કંઈ પણ ભૂલ થઈ કે બાજવાનું થયું તો પાછી જે હાલત હશે એ જ થઈ જશે....
અને બીજો રસ્તો થોડો અઘરો હશે તમારી અને અવની માટે પણ એનું પરિણામ સારું આવશે...ત્યારે મયંક પૂછે છે કે શું રસ્તો છે એ ???
ત્યારે ડોક્ટર કહે છે કે એને તમારા બધાથી દૂર કરવી જોસે જેથી એ એના જીવનનું મહત્વ સમજી શકશે.... એના સ્વાભિમાન ફરીથી તૂટશે તો એ પોતાની માટે કંઈક કરશે અને બીજાની ના સહારા વગર જીવવાનું શરૂ કરી દેશે....
મયંક કહે છે કે તમે કહો છો એનાથી અવનીને તો નુકસાન નહીં થાયને કેમ કે બહુ સમય પછી એ મને મળી છે એને હું ખોવા નથી માંગતો... ડોક્ટર સાથે દરેક નાનામાં નાની બાબત પર ચર્ચા કરી અને ડોક્ટરે લીધેલી જવાબદારી પર વિશ્વાસ કરી અને મયંક હવે અવનીના મમ્મી પપ્પા સાથે વાત કરે છે રૂબરૂમાં મળી ને અને એમના સબંધનું પણ સાચું કહી દે છે....
મયંક અવનીની હાલત વિશે એના મમ્મી અને બહેન પણ કહે છે જેથી થોડી ઘણી મદદ મળી રહે છે.....
એક દિવસ પછી મયંક અવનીને કહે છે કે એની સગાઈ થઈ ગઈ હવે એને અવની સાથે નથી રહેવું અને આ બધી એ રમત રમતો હતો અને અવનીને જ્યારે આઘાત લાગે છે અને દવાની અસરથી એના પિરિયડ પણ શરૂ થઈ જાય છે ત્યારે અવનીને લાગે છે કે આ બધું મયંકના લીધે જ થયું છે અને બહુ જ રડે છે....
( આ બધું કરવાથી મયંક દુઃખી હતો પણ અવની માટે એ જરૂરી હતું....)
મયંક ના સાથ છૂટ્યા પછી અવની મયંકના દીદીને કોલ કરે છે પણ ત્યાંથી કોઈ જવાબ નથી આવતો.. આ બાજુ એના એની હાલત સાવ ખરાબ થઈ જાય છે.... અને થોડા જ દિવસ બાદ એના ડિવોર્શ થઈ જાય છે.....
એક દિવસ સાંજે અવની બગીચામાં રહીને મયંક વિષે વિચારી રહી હતી અને આંખો માંથી આંસુ જઈ રહ્યા હતા....., ત્યાં જ બાજુમાં રહેલા એક ગીત ની અમુક લાઈનો એના કાને પડે છે.....
चले जो आँधी हो तिनका तिनका...,
बिखर जाए आसिया गम नही है.....(2)
जो तोड़ दे मेरे होंशलो को
अभी वो तूफा उठा नही हैं....
ऐ जिंदगी खुबशुरत है कितनी.....
जिन्हें अभी ऐ पता नहीं है....
આ લાઈનો જેવી અવનીના કાને પડે છે ત્યારે જ અવની બસ વિચારી લે છે કે એ ફરીથી શરૂઆત કરશે એક નવા સફરની...... હવે હું મારી માટે જીવીશ અને કોઈની પાછળ માત્ર પ્રેમ માટે નહીં ભાગુ......
એ જ રાતે જાણે એક નવી જ અવનીનો જન્મ થયો હતો.... એક નવા જ " અસ્તિત્વ".... નો.
એ રાત્રે અવની એના મમ્મી પપ્પા સાથે જમી રહી હતી ત્યારે અવની કહે છે કે પપ્પા મારે વિદેશ જવું છે ભણવા માટે મને મારા સપના પુરા કરવા છે..., બહુ રડી લીધું અને તમને દુઃખી કર્યા પણ હવે હું મારા સપનાઓ ને મુક્ત મને પુરા કરવા માગું છું.... એક ખુલા આકાશમાં ઉડવું છે હું શું છું એ દુનિયાને દેખાડવું છે.....
અવનીની વાત સાંભળી એના મમ્મી પપ્પાની આંખો માં આંસુ આવી જાય છે... અને કહે છે કે તું રહી લઈશ એકલી આ હાલતમાં...?
ત્યારે અવની કહે છે કે એ બધાએ મને તોડી છે મારા મનોબળને નહિં....
કોઈ પણ આનાકાની કર્યા વગર અવનીના પપ્પા વિઝા અને બાકી બધી જ તૈયારી કરી દે છે....
આ દરેક બાબતની જાણ મયંકને હતી અને એ ખુશ પણ હતો કે અવની હવે પોતાની એક નવી જ જિંદગી શરૂ કરવા જાય છે....
આ બાજુ અવની બધું છોડીને લંડનમાં આવી પોતાની સ્ટડી પુરી કરી નાખે છે અને દરેક જાતના શોખ પણ હવે અવની જે પહેલા હતી એ જ બની ગઈ હતી બેધડક જેવી મયંકને પસંદ હતી.....
પાંચ વર્ષ પછી અવની પાછી પોતાના વતન આવવાની હતી જેણે પાંચ વર્ષમાં કોઈ દિવસ પાછું વળીને જોયું ન હતું.... માત્ર એના મમ્મી પપ્પા સાથે વિડિઓ કોલ માં વાત કરી લેતી....
આજે એ જ અવની પાંચ વર્ષ પછી પાછી આવવાની હતી.... અવની જેવી એરપોર્ટ બહાર આવે છે ત્યારે એક છોકરો મોઢા પર રૂમાલ બાંધી અને અવનીના નામનું બોર્ડ લઈ ઉભો હોય છે..... જેવી એ યુવકની નજર અવની પર પડે છે એ જોતો જ રહી જાય છે... બ્લેક શોર્ટ અને બ્લેક ક્રોપ ટોપ અને ફૂલ મોડેલ જેવી લાગતી અવની સામેથી નજર હટતી નથી.... માત્ર મોંઢા માંથી બોલે છે કે she is my avni... અવનીના આ અંદાજથી એ યુવક બહુ ખુશ હતો....
જેવી અવની પોતાનું નામ વાંચી એ યુવકની નજીક આવી ત્યારે અવની વિચારે છે કે મમ્મી પપ્પાએ ડ્રાઈવર મુક્યો હશે....એટલે અવની કહે છે કે તમે મારો સમાન અંદર કારમાં મુકો અને એડ્રેસ બતાવે છે કે પહેલા અહીંયા કાર લઈ લો પછી ઘરે જઈશું.....
એ યુવક પણ હકારમાં માથું હલાવે છે અને અવનીના કહ્યા મુજબ એક મોટી કંપની તરફ કાર લઈ લે છે.... પણ એ સમય દરમિયાન અવની કે એ યુવક કાઈ પણ બોલતા નથી..... અવની થોડા જ સમયમાં કંપનીમાં આવી પોતાના જરૂરી ડોક્યુમેન્ટ આપી પોતાની જોબ નક્કી કરવી લે છે....
અને બહાર આવી કહે છે કે હવે ગાડીને ઘર તરફ લઈ લો.... એ યુવક ફરીથી હકારમાં માથું હલાવે છે....
ઘરનો રસ્તો થોડો દૂર હતો જેથી સમય લાગે એમ હતો જેથી અવની કારમાં પોતાના ફેવરિટ સોન્ગ સાંભળીને અને મોબાઇલ મંતરીને સમય પસાર કરી રહી હતી.... ત્યાંજ એક સ્પીડ બ્રેકર આવ્યો અને ડાયરેક્ટ પેલા યુવાને બ્રેક માર્યો જેથી અવનીનો મોબાઇલે નીચે પડી ગયો અને જેવી અવની લેવા ગઈ ત્યાં પાછળ ગળા માંથી વાળ થોડા દૂર થયા એટલે પેલા યુવકની નજર અવનીના ગળાના પાછળના ભાગમાં ગઈ જ્યાં ટેટૂ હતું... અને "માયુ" લખેલું હતું.....
એ જોયા પછી એ યુવક માંડ કરી કાર ચલાવે છે પણ એના આંખો માંથી આંસુ આવી ને મોઢા પર બાંધેલા રૂમાલ પર પડે છે.... એ અવની જોવે છે ત્યાં જ એના હાથ પર પણ અવનીની નજર જાય છે.... ત્યાર અવની નામનું ટેટૂ બનેલું હતું....
એ જોયા પછી તરત જ અવની એ યુવકને કહે છે કે ગાડીને સાઈડમાં પાર્ક કરે જેવી એ યુવક ગાડી સાઈડમાં પાર્ક કરે છે એટલે તરત જ અવની યુવકના મોઢા પર રહેલો એ રૂમાલ ખેંચી લે છે..... એ યુવક બીજું કોઈ નહિ પણ મયંક હોય છે.....
બંને એક બીજાને જોયા કે તરત જ એક બીજાને ગળે લાગી જાય છે... અને બહુ રડે છે....
મયંક અવનીને રડતા રડતા બધું જ કહે છે કે તારા માટે જ મારે બધું કરવું પડ્યું... મારા દૂર.... કેમ કે મારે મારી પહેલાની અવની જોઈતી હતી.... એના સપના પુરા કરે એ...... મને તારું સાચું" અસ્તિત્વ" જોઈતું હતું જેમાં માત્ર તારા નામની જ ઓળખ હોય તારું જ વજૂદ હોય.....
ત્યારે અવની કહે છે કે મારા ગયા પછી થોડા જ સમયમાં પપ્પા એ મને બધી જ વાત કરી દીધી હતી.... પહેલા ગુસ્સો હતો તમારી પર પણ હવે હું માત્ર તમારી માટે જ પાછી આવી છું... અને આપનો દિલથી આભાર કે મને મારુ અસ્તિત્વ શુ છે એ સમજાવ્યું.....
ફરીથી બંને કારમાં બેસે છે અને મયંક એના મમ્મીને ફોન કરે છે કે હું તમારી પુત્રવધૂ ની ઘરે લઈ આવું છું....
બે કલાકના સફર પછી મયંક અને અવની મયંકના ઘરે પહોંચે છે...ત્યાં બધા જ હાજર હોય છે મયંકના દીદી અને અવનીના મમ્મી પપ્પા પણ..... દરેકના મોઢા પર માર માત્ર ખુશી હતી અને અવનીના આવ્યા પછી થોડા જ દિવસોમાં બંને લગ્ન કરી લે છે....
આજે એમના ઘરે ટ્વિન્સ છે.... શિવમ અને શિવ્યા... અવની અને મયંક જોબ સાથે પોતાની ફેમીલીનું પણ એટલું જ ધ્યાન રાખે છે..... અને બહુ જ ખુશ છે.....
નોંધ :- જીવનમાં ગમે એ દુઃખ આવે પણ ક્યારે હિમ્મત હારવી નહીં અને પોતાની માટે થોડું જીવવાનું શરૂ કરી દો એટલે જિંદગી આપ મેળે રંગીન લાગશે....
" मत भागो किसीके इतने पीछे के खुदका
वजुद ही मिट जाए , जीना है तो इस कदर जिओ के मरने के बाद भी तुम्हारा "" अस्तित्व"" जिंदा रहे....."{Aksha}
Thank you.....