અસ્તિત્વ - 10 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 10

આગળના અંકમાં જોયું કે મયંક હવે અવનીની ખુશી માટે કાંઇ પણ કરવા તૈયાર છે.... હવે આગળ.......

રાત્રે મોડેથી સુતેલી અવની મોડે સુુધી સુઈ રહી હતી.. ત્યાંંજ મયંકનો ફોન આવ્યો,,,, અવની નીંદરમાં ફોન ઉપાડે છે...

મયંક : ગુડ મોર્નીગ..

અવની : ગુડ મોર્નીગ.... માયુ

મયંક : તું હજુ કેમ સૂતી છો... ? રોજ તો વહેલા જાગે છે...? તબિયત ખરાબ છે??

અવની : ના એવું નથી પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું એટલે.. અને થોડું માથું પણ ભારે લાગે છે...

મયંક : ઓકે તો તું સ્કૂલે આવીશ ને???

અવની : ના ઈચ્છા નથી...

મયંક : તો હું સરપ્રાઈઝ કોને આપીશ???

અવની : તમને ગમે તેને આપી દેજો...(મસ્તીમાં કહે છે...)

મયંક : સારું તો એમ કરીશ.... આમ પણ સ્કૂલમાં ઘણી છોકરીઓ લાઈનમાં છે...

અવની : તમે બહુ હોંશિયારી ના કરો તો સારું... હું આવું છું સ્કૂલ.... ( ચીડાઈને બોલે છે)

મયંક : હા જલ્દી આવજે....હું વેઇટ કરીશ તારો..

અવની : એતો આખી જિંદગી કરવો જ પડશે... (મજાકમાં)

મયંક : હા પુરી જિંદગી કરીશ તારો વેઇટ જો તું મળતી હોય તો ...... સારું તું તૈયાર થઈને આવ... બાય..

અવની : હા.. બાય...

અવની બેડ પરથી ઉભી થઈ ત્યાંજ, એના મમ્મી પીનાબહેન કહે છે, કેમ બેટા આજે મોડી જાગી તબિયત તો સારી છે ને.... હા મમ્મી તબિયત એકદમ સારી છે પણ રાત્રે થોડું મોડું થઈ ગયું હતું એટલે.... તમે નીચે જાવ હું બસ રેડી થઈને આવું છું.....
અવની તૈયાર થઈ નીચે આવે છે..,મમ્મી પપ્પા સાથે નાસ્તો કરી ઉપર પોતાની બુક્સ અને બેગ લેવા પાછી આવી, ત્યાંજ તેને યાદ આવ્યું કે હું મારી બુક્સ તો પાઠક સરના ઘરે મૂકી આવી છું...... હવે કોને કહું કે લેવા જાય...??? બુક્સ વગર ક્લાસરૂમમાં શુ કરીશ..... ???
થોડીવાર તો અવની એમ જ બેડ પર બેસી રહે છે...., અને મનોમન વિચારે છે કે કયા સુધી આ વસ્તુથી હું ભાગતી રહીશ.... ક્યારે તો મારે જવાબ આપવો જ પડશે.... આજે સમય પણ છે અને મોકો પણ. હું જ લેવા જાવ છું મારી બુક્સ..મેં કંઇ ખોટું નથી કર્યું તો મને ડર અને શરમ શાની???
અવની હિમ્મત ભેગી કરી ને પાઠક સરના ઘરે જાય છે...., અને દરવાજો ખખડાવ્યો..... ત્યાં પાઠક સર બહાર આવ્યા ...
પાઠક સર : બોલ અવની કંઈ કામ હતું??

અવની : ના મારે તમારું કંઇ જ કામ નથી.... હું મારી બુક્સ લેવા આવી છું... એ આપો મને....

પાઠક સર : તું જ આવ અંદર અને લઈ જા...

અવની ડર્યા વગર પાઠક સરના ઘરમાં દાખલ થઈ પોતાની બુક્સ લેતી જ હતી ત્યાં., પાઠક સર બોલ્યા કે... અવની તું કાલની વાતને લઈને જાજુ ના વિચારતી...

અવની : એમાં શુ વિચારવાનું જ હોય.... જે માણસ છે એ દેખાઈ આવ્યું....

પાઠક સર : એટલે તું કહેવા શુ માંગે છે ???

અવની : તમે જે કર્યું એ તમને કોઈ નોર્મલ વાત લાગે છે....?

પાઠક સર : અરે એમાં શુ ખોટુ જ છે... હું તો જામનગર હતો ત્યારે પણ આવું કરતો અમારી માટે તો આ મજાકની વાત છે...., પણ તમારા જેવા ગામડાના માણસોના વિચાર જ આવા હોય... એકદમ નેરો માઈન્ડ.... ( હસતા હસતા બોલે છે..)

અવની : હા કરતા હશો તમે તમારી સિટીમાં અને પણ આ નથી તમારી સિટી કે નથી તમારું ઘર... અને રહી વસ્તુ મોજ મસ્તીની તો દરેક સ્ત્રીને ખબર પડતી જ હોય છે, કે કોઈ માણસ નો સ્પર્શ ક્યાં સ્વાર્થ અને કેવા હેતુથી કરવામાં આવ્યો છે.... જો કોઈની ઇજ્જત સાથે રમવું હોય બસ પોતાની હવસ માટે... તો સર માફ કરજો અમારે સિટી વાળા નથી બનવું... અમે ગામડાવાળા જ સારા છીએ....( અવની એકદમ ગુસ્સામાં બોલે છે)

પાઠક સર : પણ તું વાતને સમજતી નથી...

અવની : સર, તમે મને ના સમજાવો એ જ સારું રહેશે... પણ હું તમને સમજાવી દવ કે તમે જે કરો છો એ ખોટું છે.... કાલે તમારી દીકરી સાથે કોઈ કરશે તો તેમને કેવું લાગશે... જ્યારે એ રડતી હશે તો???
એટલે બધાની ઈજ્જત સમાન જ હોય દરેકને માન સન્માન જોઈએ... બાકી તમે આવું બીજા કોઈ સાથે કર્યું અને મારા કાન સુધી વાત પહોંચી ત્યારે તમારી શુ હાલત થશે એ તમને નથી ખબર.... રહી તમારી નોકરી તો તમે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા છો એ તમને બહુ સારી રીતે ખબર છે.... બાકી તમે સમજદાર જ છો...
( એટલું કહી અવની ત્યાંથી નીકળી જાય છે અને પાઠક સર અવનીને જતા જોઈ જ રહ્યા હતા...)
અવની સ્કૂલ એ પહોંચે છે, અને પોતાના કલાસરૂમમાં બેગ મૂકી સીધી પ્રાર્થના રૂમમાં પહોંચે છે.... ત્યાં અવની જોવે છે કે મયંક કેમ નથી દેખાતા આજે.... નહિ આવ્યા હોય કે પછી કોઈ સાથે લડાઈ કરતા હશે....??? કલાસના તમામ બોયસ તો આવી ગયા છે... મયંક ખબર નહીં ક્યાં ગયા હશે..?
અવની પ્રાર્થનામાં તો બેઠી પણ મયંક વિશે વિચારી રહી હતી.., અડધા કલાકમાં પ્રાર્થના પુરી થઈ એટલે કોઈ ફ્રેન્ડ સાથે વાત કર્યા વગર સીધી ઉપર પોતાના કલાસરૂમમાં આવી...અને મનમાં ગુસ્સો કરતી હતી કે મને બોલાવીને પોતે ક્યાં ગાયબ થઈ ગયા... આજ તો બોલું જ નહીં.... ગુસ્સો કરતા કરતા પોતાની બેન્ચ પર આવીને બેસી ગઈ....., ત્યાંજ ગુજરાતીના લેક્ચર માટે મિસ આવે છે.... અવની જેવું બેગ ખોલે છે ત્યાં એકદમ સુવાસિત સુગંધ આવતી હતી.... બુક્સની વચ્ચે મયંકએ રાખેલી ગિફ્ટ અને એક લવ લેટર હતું.....
અવનીને બહુ ઇચ્છા થઈ કે જલ્દી થી જોવું કે શું છે ગિફ્ટ.... પણ લેક્ચર ચાલુ થઈ ગયું એટલે ક્યાંથી જોઈ શકાય પણ જીવ તો બેગમાં રહેલી વસ્તુ પર જ હતું....
ત્યાંજ મયંક અને બીજા આર્ટ્સ ના સ્ટુડન્ટ્સ પણ કોમર્સરૂમ માં આવે છે... મયંકને જોઈ અવની મોઢું ચડાવી લે છે.... મયંક બિચારો મનમાં વિચારે છે કે આને પાછું શું થયું.... ?મેડમ મૂડમાં નથી લાગતા.... મયંક તો અવની સામું વારંવાર જોવે છે અને અવની થોડું મયંક સામે ત્રાસી નજરે જોઈ મોઢું ફેરવી લે છે..... મયંક મનમાં વિચારે છે કે હજુ લેટર વાંચ્યો નથી... એકવાર વાંચી લેશે એટલે આપમેળે ગુસ્સો ઉતરી જશે......

** ક્રમશ...........