અસ્તિત્વ - 23 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 23

આગળના ભાગમાં જોયું કે મયંક અવનીને પૂછે છે કે... શુ હવે મારી સાથે રહીશ હવે તો તું મને છોડીને નહિ જાયને...?
હવે આગળ.......
મયંકના આ સવાલનો જવાબ અવની આપે છે કે જો સાથે રહીશ તો મને તમારી આદત પડી જશે.. અને હું એ આદત પાડવા નથી માંગતી... કેમ કે આદત છોડાવવા માટે બહુ તડપવું પડે છે.....
મયંક જવાબમાં એક નિરાશા ભર્યું સ્મિત આપે છે.... વર્ષો પછી બે પ્રેમી મળે તો સ્વાભાવિક છે કે દરેક ભૂતકાળની વાત પર ચર્ચા થવાની જ હતી....
એ અંધારી રાત અને બંને ભૂતકાળના પ્રેમી સાથે એક લાંબો સફર.... એથી વિષેશ બીજું શું જોઈએ...... અવની ત્યારે મયંકને પૂછે છે....

અવની : આ સ્મોકિંગ ક્યારથી તમે ચાલુ કર્યું...? હોઠ બહુ કાળા થઈ ગયા છે.... જ્યારે હું તમારી સાથે હતી ત્યારે તો આવું કાંઈ હતું જ નહીં તો હવે કેમ..?


મયંક : હવે મારે સરકારી નોકરી થઈ ગઈ છે...

અવની : સરકારી નોકરી થઈ ગઈ તો શું? વ્યસન કરવા માટે?

મયંક : ના પણ તારા ગયા પછી ખબર નથી દોઢ વર્ષ મને કંઈ સૂઝતું ન હતું... શુ કરું ? આ તો દોસ્તોના રવાડે ચડી ગયો એટલે સ્મોકિંગ કરતા શીખી ગયો...

અવની : ઠીક પણ મને નથી ગમતું.. એક કામ કરો તમે મારી જ સામે સ્મોક કરો મારે પણ જોવા છે કેમ કરો છો.... ગાડી સાઈડમાં જરા ઉભી રાખી દો...

મયંક : અવની શુ તું પણ જીદ કરે છે..., છોડને એ વાતને...

અવની : જે સમજો એ પણ મારી સામે એક વાર સ્મોક કરો... ( અવનીની બહુ જીદ પછી મયંક એક સિગરેટ લઈ સ્મોક કરવા જાય છે... પણ અવની એવી રીતે જોઈ રહી હતી કે મયંક સ્મોક કરી જ નથી શકતો...)

મયંક : હવે આવી રીતે તું જોવે તો હું કેમ સ્મોક કરી શકું?


અવની : અરે કરોને શરમ શેની તમારે તો સરકારી નોકરી છે કરો કરો... નહીં થાય રહેવા દો.. હોંશિયારી તમે બહાર જ કરજો...
જો સાચો પ્રેમ વ્યક્તિને બગાડી શકે તો એ એને સુધારી પણ શકે..... અને હું નથી ઈચ્છતી કે તમે પણ કોઈ વ્યસનનો શિકાર થાવ...
કેમ કે પ્રેમ અને વ્યસન માણસને અંદરથી તોડી મૂકે છે....

( અવનીની વાત સાંભળી મયંક કારની બારી ખોલી બધી જ સિગરેટના પેકેટ નીચે નાખી દે છે... બસ તારી કસમ હવેથી હું ક્યારેય સ્મોક નહિ કરું... ક નહિ કોઈ બીજા વ્યસન કરું દારૂ પણ છોડ્યો આજ થી બસ....) (અને કાર પાછી રોડ પર આગળ ધપવા લાગી..)
આ દ્રશ્ય જોઈ અવનીનું મન થોડું પીગળ્યું કે હજુ પણ મયંક મને પ્રેમ કરે છે....
મયંક : તને ખબર અત્યારે મારી ત્રણ ગર્લફ્રેંડ છે...કે હતી જે કહું એ... મેં બધીને બ્લોક કરી દીધી... મારો સમય હવે માત્ર તારો... જે સમય મળે એ તો સાથે રહી લઈએ.... એટલું કહેતા તો મયંકના આંખોમાં આંસુ આવી ગયા...

અવની : સારું...

મયંક : તારો આગળનો શુ પ્લાન છે.... ?

અવની : કંઈ નહીં હવે ડિવોર્સ લઇ લેવા છે અને આગળનું સ્ટડી પૂરું કરીશ.. મારુ સપનું પૂરું કરવું છે...

મયંક : હવે અને સપનું???

ત્યારે અવની બહુ આત્મવિશ્વાસથી એક વાત કહે છે....
" के खोल दे पँख मेरे कहता है परिंदा
अभी और उड़ान बाकी है.....
जमीन नहीं है मंज़िल मेरी..,
अभी तो पूरा आसमान बाकी है...."

મયંક: બધું કહેવું સહેલું છે પણ કરવું અઘરું...

અવની : એતો સમય જ બતાવશે...

મયંક : તું એક કામ કર ડીવોર્સનું કઈંક થઈ જાય એ પછી આપણે લગ્ન કરી લઈએ....

અવની : મારા ડીવોર્સ થઈ જાય એ પણ એક મોટી વાત છે...

મયંક : તું એક કામ કર મારી સાથે થોડો સમય રહી જા... કેમ કે ઘરે જઈશ તો યુવરાજ ને એના ઘરવાળા ગમે એ બહાનું કરી તને લઈ જશે.... તને એમની ખબર જ છે કે કેવા લોકો છે... અને તારો ફોન પણ ક્યાંક નાખી દે જેથી કંઈ સબૂત જ ના રહે...

અવની : એ વાત તો તમારી સાચી છે. ..પણ હું અને તમારી સાથે આ રીતે કેમ રહુ...?

મયંક : મારી જ્યાં જોબ છે ત્યાં મને સરકારી ઘર મળ્યું છે.. તો સાથે રહીશું... આમ પણ હું રાતે જ ઘરે આવું.. હું અહીંયા એકલો જ રહું છું તો મમ્મી ને એ બધા ગામડે રહે છે...

અવની : સારું તો થોડા દિવસ તમારી સાથે રહુ.... આમ પણ ભગવાને આ રીતે મલાવી દીધા એ જ બહુ છે....
અવની અને મયંક બંને સાથે રહેવા લાગ્યા પણ એક એમના સબંધમાં મર્યાદા રાખતા હતા.... અવની પૂરો દિવસ ઘરમાં રહતી બહાર નીકળે તો કોઈ જોવે નહિ અને બંનેનું જમવાનું સમય પર બહારથી આવી જતું....
આ બાજુ અવનીના ઘરે ખબર પડી ગઈ હતી કે અવની ત્યાં નથી તો બધા શોધ-ખોળ કરતા હતા... અવનીના પપ્પાનું નામ મોટું હતું એટલે પોલીસ સુધી આ વાતની જાણ કરવામાં નો હોતી આવી...
એક દિવસ મયંક ઘરે વહેલો આવી જાય છે ત્યારે અવની કહે છે કે તમે પૂરો દિવસ બહાર રહો છે અને મને પણ સમય આપો છો તેમ છતાં ઘરમાં એકલું લાગે છે....
મયંક કહે છે કે તું દીદી એમની સાથે વાત કર હું નંબર આપુ જેથી પૂરો દિવસ તને ખાલીપો ના લાગે....
મયંક પોતાની ફેમીલીમાં પણ અવની વિશે વાત કહી દે છે એ જાણી ઘરના પણ ખુશ હતા કે મયંકને એનો પ્રેમ મળી ગયો...
એક વીકમાં તો અવની બહુ સારી રિતે હળી મળી ગઈ હતી મયંકની બહેનો સાથે અને મયંકના આપેલા ફોન માંથી આખો દિવસ મેસજ કરતી....
મયંકના દીદી પણ ખુશ હતા કે એનો ભાઈ હવે સુધરી ગયો હતો... બધું અવનીની પસંદનું જ થતું હતું...
પણ એક દિવસ બંને વાતો વાતો મા એટલા લાગણીશીલ બની ગયા કે જે મર્યાદા બંને વચ્ચે હતી એ પણ તૂટી ગઈ અને એક મેકના થઈ ગયા... દિલથી અને શરીરથી પણ...
એ રાત અવનીની સૌથી મોટી ભૂલ હતી..... પંદર દિવસ સાથે રહયા પછી અવની પોતાના ઘરે જાય છે અને યુવરાજ એ જે કર્યું એ બધું પોતાના મમ્મી પપ્પાને કહી દે છે.... માત્ર મયંક વિશે જ કંઈ નથી કહેતી... એની જગ્યાએ કોઈક બીજી જ સ્ટોરી કહી દે છે...
આ બાજુ કોર્ટમાં અવની અને એની ફેમેલી ડિવોર્શ માટે પિટિશન પણ દાખલ કરી દીધું. અને મ્યુચ્યુઅલ ડિવોર્શ હતો જથી બહુ સમય પણ ન હોતો લાગવાનો...
મહિનો પૂરો થયો ત્યાં જ અવનીને ખબર પડી કે એ પ્રેગનેટ છે.... અવની બહુ ખુશ હતી કે એના અને મયંકના પ્રેમની નિશાની એનો અંશ એના પેટમાં હતો...
આ બાજુ ડિવોર્સ પણ થઈ જવાના હતા એટલે બંને એક તો થવાના જ હતા...
અવની પ્રેગનેટ છે એ વાતની જાણ મયંકને થશે ત્યારે શું થશે એ અંતિમ ભાગ વાંચવાનું ભૂલશો નહિ)..
* ક્રમશ.....