અસ્તિત્વ - 7 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 7

( વાંચક મિત્રોને જણાવવાનું કે અસ્તિત્વ એક રિયલ લાઈફ સ્ટોરી છે ., જે બુક કવર પેજ પર લખ્યું છે, છતાં અમુક વાંચકમિત્રોને જાણ નથી)

આગળના ભાગમાં આપણે જોયું કે અવની અને મયંક બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા પણ , મયંક ના
અમુક મિત્રોને આ પ્રેમ મંજુર ન હતો...,
હવે આગળ....,

અવની અને મયંક વચ્ચે રોજ કોઈને કોઈ વાત પર ઝગડો થયા કરતો, રોજ બ્રેેેકઅપની વાતો કરતા, છતાં બંને માંથી કોઈ પણ અલગ રહેવા તૈયાર ન હતા...
બંને બારમાં ધોરણમાં હોવાથી હવે અવની ટ્યૂશન ક્લાસ જાવા લાગી હતી.., અવની મયંકને પણ કહે છે કે ટ્યૂશન ક્લાસ જાય પણ મયંક ચોખ્ખી ના કહે છે કે મારે તો આર્ટ્સ છે, એટલે જરૂર નથી...

અવની એની જ સ્કૂલમાં ભણાવતા પાઠક સર પાસે જ ટ્યૂશન જાય છે.
પાઠક સર અવનીના ઘરની સામે જ રહેતા હતા.મૂળ એ જામનગરના રહેવાસી પણ શિક્ષક તરીકે એમને અંબાલિયા ગામની હાઈસ્કૂલમાં મુકવામાં આવ્યા હતા..તેમના પત્ની પ્રેગનેટ હોવાથી એ પાઠક સર ના મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરા પાસે જામનગર માં રહેતા હતા...
પાઠક સરનો મિજાજ થોડો ગરમ હતો એટલે બીજા વિદ્યાર્થી કે ટીચર સાથે એમનું બનતું નહિ... , ખાસ તો મયંક અને પાઠક સરનું જરાય ના બને કોઈક ને કોઈક દિવસ બોલા ચાલી થઈ જ જાય..

સવારે પાઠક સર એકલા હોવાથી ઘરનું કામ કરતા અને સવારે 11થી5 સ્કૂલમાં હોય એટલે અવની ના ટ્યૂશનનો ટાઇમ રાત્રે 8:30 નો હતો...
પહેલા થોડા દિવસ ટ્યૂશનમાં ઇન્દ્ર, હાર્દિક,ઉત્તમ બધા આવતાં એટલે અવની પણ ક્લાસમાં થોડું સેફ ફિલ કરતી..., પણ પછી બધા બોયસ ટ્યૂશનમાં આવવાનું જ બંધ કરી દીધું..
અવનીને તો ભણવાની ઈચ્છા હતી એટલે એ ટ્યૂશનમાં જાય છે એકલી.., એ વાતની જાણ અવનીના મમ્મી પપ્પાને હતી,અને દીકરી પર વિશ્વાસ હતો,.કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર એમણે અવનીને રાત્રે ટ્યૂશન માટે રજા આપી જ હતી... આમ પણ કાંઈ વાંધો ન હતો કેમ કે પાઠક સર અવનીના ઘરની બરોબર સામે જ રહેતા હતા...અને સારી રીતે પાઠક સરથી બંને પરિચિત હતા...
અવનીને એકલી ટ્યૂશનમાં જાય એ વાત મયંકને જરાય મંજુર ન હતી... અવની, એ રાત મયંકને મેસેજ કરે છે.....,

અવની : શુ કરો છો જનાબ ?

મયંક : તમારા મેસેજ નો વેઇટ...( શરારત સાથે)

અવની : ઓહ એવું કે ?

મયંક : હા.. શું કરો છો આપ..?

અવની : વિચારું છું...

મયંક : એ માટે મગજ જોઈએ.. છે તારી જોડે???

અવની : નહીં... એટલે જ તમારા પર મન મોહી ગયું ને...

મયંક : એટલે તું શું કહેવા માંગે છે, જરા ચોખ કરશો?? ( નારાજગી સાથે)

અવની : અરે એમાં ચોખ નો કરવાની હોય લવ..., તમે તો બહુ સમજદાર છો... (થોડી સ્માઈલ સાથે)

મયંક : હા બહુ હોંશિયારી ના કર તો સારું.

અવની : તમારી જોડે નો કરું તો બીજા જોડે કરું હોંશિયારી...?

મયંક : બસ હો હવે, તને બહુ સારી રીતે ખબર છે કે બીજાનું નામ પણ હું તારા મોંઢે નહીં સાંભળું...

અવની : સોરી બાબા...માફ નહીં કરો..??( દયામણું મોઢું કરી ને)
મયંક : હા માફ કરી.. આમ પણ તું બહુ ઓછું સોરી બોલે છે.., હંમેશા મારે જ બોલવું પડે છે.. હું ક્યાં તારા વગર રહી શકું છું જ...

અવની...સારું.મારે એક વાત કહેવી હતી... કહું?
મયંક : ના નથી કહેવી..

અવની : હા તો હું બોલું છું..

મયંક : હા ખબર જ છે... ચુપ તો રહેવાય નહી. પેટમાં વાત હશે તો પેટ દુઃખે તારું..

અવની : હા હો. હવે બોલું છું ગુસ્સો ના કરતા.

મયંક : હા બોલ.

અવની : પાઠક સર પાસે ટ્યૂશન જવ.. ?હું એકલી જ છું કોઈ આવતું નથી...

મયંક : ના તારે એકલું નથી જવું ક્યાંય.. આટલા દિવસ મેં ના નથી પાડી તને કેમ કે બધા બોયસ આવતા હતા...પણ હવે નહીં...

અવની : માયુ ( મયંક) પણ શું વાંધો છે, તમને ? મમ્મી પપ્પાએ પણ હા પાડી છે...

મયંક : અવની તને ના પાડી તો બસ.. મને એ માણસ જરાય નથી ગમતો... એની પર વિશ્વાસ કરવા જેવો નથી..

અવની : પણ માયુ મમ્મી બહાર ઓટલે જ બેસશે તો વાંધો નથી... અને એક કલાકમાં પાછી આવી જઈશ... પ્લીસ માની જાવ...

મયંક : ના જરાય નહીં... તું આમ પણ ટોપર છો, તને શું જરૂર છે ટ્યૂશનની.??? સ્કૂલમાં ધ્યાન વધુ આપજે... બાકી એકલું નહીં...

અવની : પ્લીઝ માયુ જાવા દો ને... (બહુ મનાવ્યાં પછી.)
મયંક : મારુ ક્યાં અમથું ચાલે જ છે. બસ જીદ કરવાની અને હું હમેંશા તારી સામું ઝૂકી જાવ છું...

અવની : હા.. તમારા દિલ પર મારુ રાજ ચાલે છે ને એટલે..અને થેંક્સ...( ખુશ થતાં)

મયંક : સારું પણ તારું ધ્યાન રાખજે અને ટ્યૂશન થી આવીને પહેલા મને કૉલ કરજે...

અવની : હા.. સારું.. ગુડ નાઈટ

મયંક : ગુડ નાઈટ..
બીજે દિવસે મયંક અને અવનીનો આંખો વાળો રોમેન્સ તો ચાલુ જ હતો.. દરરોજની જેમ...
ટ્યુશનના એ ત્રણ દિવસ સારા ગયા,.એ બાબતની દરેક નાનામાં નાની વાત અવની મયંકને કરતી..
પણ ચોથી રાત અવની સાથે જે બન્યું એ સપનામાં પણ નહોતું વિચાર્યું...
એ ચોથી રાત અવનીના મમ્મી ઘરે કોઈક બેસવા આવ્યું એટલે અંદર હતા.. અને પાઠક સર એ અવની સાથે ખરાબ વર્તન કર્યું... એની સાથે શારીરિક અડપલાં કર્યા... અવની બીજું કાંઈ સમજે એ પહેલા તો પાઠક સરે અવનીને ઉંચકી લીધી..
અવની તો બહુ ગભરાઈ ગઈ.. ઘરના દરવાજા પણ બંધ હવે બુમો પાડે તો કોણ સાંભળે.... ?
જેમ તેમ કરી અવની હોલ ના દરવાજા સુધી પહોંચી, સ્ટોપર પર હાથ પહોંચ્યો., ત્યાં જ પાઠક સર એ અવનીનો હાથ પકડી લીધો..
અવનીએ પાઠક સરના હાથ પર જોરથી બટકું ભર્યું, સ્ટોપર ખોલી, જેમ તેમ કરીને અને બુક્સ લીધા વગર ત્યાં થી ભાગી નીકળી...
આવી ને પોતાના રૂમનો દરવાજો બંધ કરીને બહુ રડી....
એ દ્રશ્ય એની આંખ સમક્ષ જ દેખાતા હતા.... અને બાળપણની ઘટના યાદ આવી ગઈ...

* શુ હશે બાળપણની એ ઘટના????
હવે આ વાત કરે કોને અને કરે તો વિશ્વાસ કોણ કરશે.... શુ મયંક સાથ આપશે?????
(ક્રમશ.....)