વાસ્તવમાં સન છેલ્લા લગભગ ૩૦ વર્ષથી એકલવાયું જીવન જ જીવે છે. પરંતુ તેને તેના જીવનમાં ખાલીપો ક્યારેય નહોતો લાગ્યો. હોલીવુડ ના ઝાક ઝમાળે સન ને સદૈવ સદા સાથ આપ્યો હતો.અને સન ને ક્યારેય એકલો પડવા નહોતો દીધો. પરંતુ આજે સન તેના જીવનમાં કદાચ પહેલીવાર એવો અનુભવ કરી રહ્યો છે કે હું એકલો છું અને હવે મારું કોઈ નથી.અને સન ની આ મંથાવટી એ અને અમાન્યતા એ સન ની અંદર કરોડો એન્ટી સોશિયલો ને પણ હંફાવી શકે તેવું જનુન ભરી દીધું. કારણ કે જો એકવાર મનુષ્ય હાથ ઊંચા કરી દે તો પછી તેને સતાવવો કે હેરાન પરેશાન કરવો થોડોક મુશ્કેલ જ થઈ જાય છે.અને સને પણ લગભગ આમ હાથ ઊંચા જ કરી દીધા હતા કે હવે મારી આગળ-પાછળ છે પણ કોણ! અને સની આવી નફ્ફટાઈ ભરેલી માન્યતા એ તેને વધારે જડ બનાવી દીધો. સત્ય તો એટલે સુધી પણ છે કે એક નફ્ફટ અને બે જવાબદાર વ્યક્તિ આતંકવાદીઓના મહા સમૂહ માટે પણ માથાનો દુખાવો બની શકે છે.
સન પણ અત્યારે આવો જ બે જવાબદાર વ્યક્તિ લાગતો હતો.
સન અત્યારે તેની વ્હિસ્કી ના પેગ એવી રીતે મારી રહ્યો છેે કે જો ખરેખર જ મિલી તેને આ રીતે પેગ મારતા જુવે તો સન ને બે તમાચા પણ ચોડી દે. કારણકે આટલી નફ્ફટાઈ અને બે જવાબદારીપણું પ્રેમ કરવાવાળી કોઈ પણ સ્ત્રી ના જ સાખી લે.
જ્યારે માણસ જવાબદારીના એ રુપ માંથી બહાર નીકળી જાય છે ત્યારે તે આવા જ નફફટ હાવભાવ વાળો દેખાવા લાગે છે.અને તેને જોવા વાળા જવાબદાર લોકો દાંત પણ કપકપાવતા હોય છે . અને વિચારતા પણ હોય છે કે જઈને બે ચોડી દઉં.
પરંતુ આ આ સન ની પ્રકૃતિ નહોતી, આ સનની આવશ્યક્તા હતી. કારણ કે જો સન આવી બેજવાબદારી ની અનુુુતિ માંથી પસાર ન થયો હોત તો એ ક્યારેય મધ્ય(નોર્થ) આફ્રિકા ની રેગિસ્તાાની ધરતી પર પગના મૂકી શકતે.અને સંસારના ઘસાયેલા પીટાયેલા બાબા આદમ ના જમાના વાળા સમીકરણો બદલાતે પણ નહીં. જ્યાંયાં સંસારના બીજા બધા બ્રાન્ડ એમ્બેસેડરો રાતનીી રંગરેલીયા મનાવી રહ્યા છે ત્યાં સન યુુધ્ધ માં જોડાવાની તૈયારી કરી રહ્યો છે.અને પોતે બ્રાન્ડ એમ્બેસેડર ના આમાપ દાયિત્વો નું પાલન કરી રહ્યો છે તેમ બતાવી રહ્યો છે.
અને પેલી બાજુ સન ના દિલની ધડકન ને સમજી શકનાર અને તેના અંતઃકરણ ના તાર તાર ને પણ સાંભળી શકનાર મિલી તેના અંતર થી એક જ વાત વારંવાર બોલી રહી છે. આઈ એમ સોરી સન, આઈ મિસ યુ.
બે જવાબદારી ના આલમે સન ને રીતસરનો ટલ્લી જ કરી નાખ્યો. એટલી હદ સુધી સને ચિક્કાર દારૂ પીધો.અને પોતાના જ ઘરમાં લથડીયા થઈને ચાલવા લાગ્યો.અને સવારે પરોઢિયે આખરે તે તેના બેડરૂમમાં જઈને સુઈ ગયો. બીજે દિવસે સવારે સન 11 વાગે ઊઠીને તૈયાર થઈ ને સીધો જ વોશમેનને મળવા નીકળી પડે છે.અને પ્લેનેટ ગ્રીન ના રિમોટ ગેટ પાસે આવીને સતત એક મિનિટ સુધી continues હોર્ન વગાડે રાખે છે. જોકે સંઘના આ વર્તન પાછળ પણ આલ્કોહોલના contains જ જવાબદાર હતા. સંઘ તેની નોંધ એમ્બેસેડર વાળી એટીકેટ અને તેવી જ ચાલ સાથે વૉશમેનની સામે ઊભો થઈ જાય છે. અને વૉશમેન જરાય પણ હેરાન થયા વગર સન ની સામુ જુએ છે.
કારણકે વોચમેન ના મગજ માં ચંદના આ બધા જ disappoints કેલ્ક્યુલેટેડ જ હતા.અને વૉશમેન જાણતા પણ હતા જ કે મિસ્ટર સન ડીસઅપોઇન્ટ થવાના જ.અને પ્લેનેટ ગ્રીનના અઠંગ ભેજાબાજો જ્યારે જ્યારે સન ને ચેસ ટ્રેપ ઉપર વજીર આઝમ ના રૂપમાં ડ્રો કરી રહ્યા હતા ત્યારે જ વોચમેને સનની અંદર ઉત્પન્ન થનારા બધા જ disappoints ને ક્ષમ્યા ઘોષિત પણ કરી જ નાખ્યા હતા.